ચીસ-4 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચીસ-4

(આગળના પ્રકરણ માં આપણે જોયુ કે શબનમ પોતાની બગડતી હાલત જોતાં માર્થાને બોલાવી લે છે.
માર્થા શબનમ જોડેથી હવેલીની વાત સાંભળી ચોકી ઉઠે છે. કોઈક એવુ રાજ છે માર્થા જાણે છે..
હવેલી સાથે સંકળાયેલી ધટનાઓ ના પરદા ઉધડે છે ત્યારે. હવે આગળ)

આખા ખંડમાં લોબાનનો ધૂપ બળતો હતો.
કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાઈ ગયો હતો.
ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.
શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર ટોપીને બદલે લીલી પાગડી હતી.
એમનુ પડખુ દાબી કાજી સાહેબ બેસેલા.
આ મૌલાનાનૌ અલાયદો ખંડ હતો.
જેને હમેશાં એ પાકસાફ રાખતા. કોઈ સ્ત્રીને પણ પ્રવેશવાની મનાઈ હતી એ કમરામાં.
એમનાં ઈલ્મ અમલને લગતાં તમામ કાર્યો અહીંજ થતાં.
અત્યારે એમની સામે એક વિશાળ ગોળાકાર અરિસો ગોઢવાયેલ હતો.
શબનમના ગયા પછી મૌલાનાએ કાજી સાહેબને બોલાવી લીધેલા.
કારણ કે એમના સંજ્ઞાનમાં કોઈ ખાસ વાત આવેલી.
જેને સહજમાં લેવાય એમ નહોતી.
કાજીસાહેબ પણ જાણવા અધિર હતા.
શબનમે આખરે શુ જોયુ હતુ. અને મૌલાના ના કહેવા પ્રમાણે હવેલીમાં આત્માઓ મૌજૂદ હતી તો એ કોની હતી..?
"આપ દેખતે જાઈએ કાજીસાહબ..!"
મૌલાનાએ આંખો ફાડી ફાડી જોઈ રહેલા કાજી સાહેબને ધરપત દેતાં કહ્યુ.
અભી હમકો સબ પતા ચલ જાયેગા કી આખીર માજરા ક્યા હૈ..?
ઈસ ગોલાકાર કાચ પર મૂજે પહેલે કાજલ લગા લેને દો..!"
"યે કૈસા કાજલ હૈ મૌલાના સાબ..?ઓર ઉસે આઈને પર ક્યો લગાયા જા રહા હે..?"
ક્યો કી હાજરાત કા કાજલ હૈ યે.. બહોત હી ખાસ તરીકેસે બનાયા જાતા હૈ ઈસે.. મછલી ઔર હૂદહૂદ ખગ કી આંખો કા ઈસ્તમાલસે યે બનતા હૈ..! બહોત હી નાયાબ ચીજ હૈ યે..!"
મૌલાના એ વાત કરતાં કરતાં કાજલ લગાવી દીધુ.
"અબ આપ આગે આ જાઈએ..!" કાજી સાહેબને પોતાની નજદિક ખેંચતાં એમને કહ્યુ.
"યે લો આ ગયા..!" ઠીક એમની સન્મુખ એ બેઠા.
મૌલાના એ જરાક ટચલી આંગળી પર ડબ્બીમાંથી કાજલ લઈ કાજીસાહેબની આંખમાં આંજી દીધુ.
પોતાની આંખોમાં પણ લગાવ્યુ.
અને પછી બન્ને આઈના સામે બેઠા.
મૌલાના કોઈ તિલસ્મિ આયતોનુ પઠણ કરી રહ્યા હતા.. એક બે ત્રણ.. એમ પાંચેક ક્ષણ વિતી હશે કે ગોળ મિરરમાં ઉજાસ દેખાયો.
એક દ્રશ્ય નજરે પડ્યુ.
કાળોતરો અંધકાર ઉતર્યો હતો.
જો ચંદ્રમા મધ્યાકાશે ઝગતો ન હોત તો અંધકારમાં કોઇની ઉપસ્થિતિનો અણસાર પણ ન આવતો.
જંગલ પ્રદેશમાં થોર અને વિલાયતી બાવળો પવનના સરસરાટમાં ભેંકાર ભાસી રહ્યા હતા
પલાશનાં ઘેઘૂર વૃક્ષો પણ સૂસવાટા મારતાં હતાં.
આછા ઉજાસમાં ચાર ઓળા ઝડપ ભેર વગડાનો ઢોળાવ ચઢી રહ્યા હતા. મધ્યમાં ચાલી રહેલા ઓળાના કંધે સુતી કોથળાનો ભાર લદાયેલો હતો.
"ઝડપ કરો હવેલી હવે દૂર નથી..!"
ચારમાંથી એકનો ભારેખમ અવાજ આવ્યો.
હા યાર..! મારૂ પણ મન હવે કાબુમાં નથી. આ ગોરી પરીની જવાનીને મન ભરીને લૂંટવી છે...!
બીજાએ કહેલુ.
અંગ્રેજો ગયા પણ આપણા દેશને લૂટવાનુ ચાલુ જ છેને..!
આ ગોરાઓ પ્રાચીન અવશેષો જોવાના બહાને બેશકિમતી વસ્તુઓ પરદેશમાં લઈ જઈ લિલામ કરી રહ્યા છે .!"
હા, અને આપણે પૈસાની લાલચે હવેલીના રખેવાળ પીટર સાથે મળી પ્રાચીન ધન પરદેશને ભેટ ધરી રહ્યા છીએ..!
ઉતાવળે ચાલતા આગળના ઓળાએ કહ્યુ.
જ્યારથી ગોરી મેમને જોયેલી.. મારી મતિ ભમી ગયેલી..
એની સુવાળપને માણવી હતી એટલે હું એ લોકોની જાળમાં સપડાવવાનુ નાટક કરતો રહ્યો. એક બે વસ્તુ આપીને વિશ્વાસ જીતી લીધો.
આજ જતાં હાથ લાગી છે બધુ સાટુ એક સાથે વાળી લઈશુ..!"
ઉબડ ખાબડ માર્ગ પર જાતને સંભાળીને ચાલતા ચારે જણ હવેલીની ફરતે ચણાયેલી પથ્થરોની પહોળી દિવાર જોડે આવી પહોચ્યા.
મેઈન ગેટ પર આવી બાકીના ત્રણેયે હળવેથી કાચની મૂર્તી ઉતારતા હોય એમ પેલાના કંધેથી ભાર નીચે ઉતાર્યો.
"પીટરર..!"
એક જણે લોઢાના ગેટની સાકળ ખટખટાવી પીટરના નામની બૂમ મારી..
કોઈ સળવળાટ નહોતો.
ફરી બીજી વાર અવાજ દીધો..
"પીટર.. ઓ પીટર..!"
"કૌન હૈ..?"
કહેતો એક આધેડ પુરૂષ ગેટ ભીતર રહેલી નાનકડી ઓરડીમાંથી બહાર ડોકાયો.
ખાખી વર્દી ચોળાયેલી હતી. આંખો લાલધૂમ હતી.. જાણે કે એ નશામાં ધૂત હતો.
"મૈ હું યાદવ.. પીટર..!"
"ઈતની રાત ગયે ક્યો..? આપકા કામ તો હો ગયા થા ના.. અબ આજ ક્યા હૈ..!"
કંઈ પણ બોલ્યા વિના.. સો નુ બંડલ અને શરાબની બ્રાન્ડેડ બોટલ પીટરના હાથમાં થમાવી યાદવે કહ્યુ.
"ગેટ ખોલ દે.. અંદર આકર બાત કરતે હૈ..!"
"ઠીક હૈ..!"
પીટર માની ગયો.
ગેટ ખુલતાંજ ચારેય ભુખ્યા વરૂઓની જેમ બોરીને ઉંચકી ભીતર ઘૂસી ગયા.

મોલાના અસબાબ રાંદેરી અને કાજી સાહેબ તલ્લીનતાથી મિરરમાં ભજવાઈ રહેલા દ્રશ્યોને જોઈ રહ્યા હતા.
જાણે કે દટાયેલું એક રહસ્ય એમની નજર સમક્ષ ઉપસ્થિત થઈ ગયું હતું.

પૂર્ણિમાની રાત હતી. શૈતાનો જેવા કેટલાક લોકોની પાપલીલા જોવા ચંદ્રમા જાણે જાગતી આંખે ચોકી કરી રહ્યો હતો.
ચંદ્રિકાના પ્રભાવથી શ્વેત પુરાતન હવેલીમાં રેડિયમ જેવા ઝગમગાટના તેજ લિસોટા આકાશ તરફ ખેંચાયા હતા. આરસના કોઈ અદભુત પથ્થરોનો સમન્વય એમાં વર્તાતો હતો.
ઘણા સમયથી એક મોટું ષડયંત્ર ચલાવી રહેલા ઓળાઓ મનની મુરાદને વળગી રહી હવેલીમાં પ્રવેશી ગયા.
ગ્લાસ ની મોટી પ્રતિમાની જેમ સાવધાની પૂર્વક ખભા પરની બોરીને ચારે જણાએ પકડી નીચે ઉતારી.
ચારેયની આંખોમાં અત્યારે વાસનાનાં સાપોલિયાં સળવળી રહ્યાં હતાં.
પીટરને નજીક આવતો જોઈ ચારે જણાએ અંગડાઈ લઈ રહેલી બોરીને કોર્નરના છેડેથી પકડી તેઓ હવેલીની ભીતરે ભાગ્યા.
હવેલી તરફ ભાગી રહેલા એક ઓળાએ શંકાસ્પદ હિલચાલ કરી રહેલા પીટરને ઉંચા અવાજે કહ્યું.
"બહોત મહેંગી ઔર પુરાની દારૂ હૈ ચખ કે દેખ લે..!"
પીટરે બોટલ વાળો હાથ ઉપર ઉઠાવી બીજા હાથ વડે બોટલને ફ્લાઈંગ કિસ આપી.
પછીએ ઝુલતો ડગમગાતો પોતાની ઓરડીમાં પ્રવેશી ગયો.
પર્વતાળ વિસ્તારની સમથળ જમીન પર વિસ્તરેલી વિશાળ હવેલીમાં નાના મોટા ઘણા ખંડો હતા.
અનેક જાતના શિલ્પ અને મૂલ્યવાન ફર્નિચર પહેલી નજરે જ ધ્યાન ખેંચે એવા હતાં. પ્રત્યેક ખંડનાં ઇમારતી લાકડાના દરવાજા કલાનો અદ્ભુત નમૂનો હતા.
જગ્યા-જગ્યાએ મશાલો અને ચીમનીઓ રાખવાના સ્તંભો હતા. મોટા ભાગની દિવારો પર રહેલાં શિલ્પો ખજૂરાહોના અતિ સૌંદર્યવાન સમ્મોહન કારી દ્રશ્યોની યાદ અપાવી જતાં હતાં.
શાહી ખંડોના કલાત્મક દરવાજાઓ પર જડબેસલાક લોક હતા.
"હવે બસ યાદવ આને ટીંગાટોળી કરીને ક્યાં લઈ જઈશું..?"
યાદવે જોયું કે પોતે એવી જગ્યાએ ઉભા હતા જ્યાંથી રસ્તો ચાર દિશાઓમાં ફંટાતો હતો ઉપર ગુંબજ આકારની છત હતી.
"જગ્યા તો બિલકુલ ઠીક છે રઘુ..! આમ પણ અહીં કોણ ભાવ પૂછવાનું છે!"
એટલું બોલી યાદવે આંખ મિચકારી.
"પેલો બેવડો બ્લેક ડોગના ત્રણ પેગ મારતાંની સાથે જ ઢળી પડવાનો છે..!
લાંબી મૂછો વાળા મજબૂત કદ-કાઠીના યુવકે યાદવને તાળી દીધી.
પછી ચારે ખડખડાટ હસી પડ્યા.
કામલે હવે આપણ safe place પર છીએ...
યાર તું બોરીની રસ્સી ખોલી નાખ.!
હવા ઉજાસ વિના રૂંધાઈને ગોરી બિલાડી મરી ગઈ તો આપણા સુંવાળા ખયાલને રાખમાં પલટાતાં વાર નહિ લાગે..!
કામલે નામનો કાળીયો હબસી જેવો યુવક ગુણના મોઢે વિંટાળેલો ગાળીયો ખોલવા લાગ્યો.
આવા વીજળી જેવા રૂપની જવાળાઓમાં ભૂંજાઈ જવાનું કોણ જતું કરે. મારે ધીરજ ખૂટી ગઈ છે. માથું વઢાઇ જાય તો પણ આ કામણગારા રૂપની લજ્જત માણવાનું ચુકવાનો નથી.
બોરી ખોલતાની સાથે જ ગૂડલુ વળી ગયેલી હાથ પગ બંધાયેલી ગોરી મેનકા નજરે પડી.
એના મોઢામાં કપડાનો ડૂચો નાખી કસકસાવીને પટ્ટી બંધાઈ હતી.
એનું ભરાવદાર શરીર ભયથી ધ્રુજી રહ્યું હતું ગભરાહટ અને ડરના લીધે ગોરા ચહેરો સહેમી ગયો હતો.
હાથે પગે બંધાયેલા દોરડાઓની પકડમાંથી છૂટવા એને ઘણા ઉંહકારા કર્યા. સંપૂર્ણ અંગ મરોડની કવાયત આચરી.
આખરે થાકીને ભયભીત નજરે એ ચારે જણાને તાકી રહી હતી.
કામલે તારી હિંમતને દાદ દેવી પડે! આ મોહની માયાજાળ પર કબજો કરી ઉઠાવી લાવવાની જવાબદારી તે બખૂબી નિભાવી છે.
"યાર પૂછ યાદવને.. માલની ડીલ કરવી અને માલ સપ્લાય કરવા આ બિલાડીની ટીમને મળવાનુ તો માત્ર બહાનું હતું..
ઘણા સમયથી મારો ડોળો આની પર હતો. !"
કામલે હોઠ પર જીભ ફેરવતાં કહેલુ.
"મારા પર વધુ પડતો ભરોસો આ બિલાડીને ભારે પડ્યો બાકી કામ બહુ અઘરું હતું.!
કામલે એ ખુલાસો કર્યો.
ચારે જણા half frock માં લપેટાયેલી અર્ધખૂલ્લી કાયાને લોલુપ નિગાહે તાકી રહ્યા હતા.
આ લોકોની ટીમનો boss માર્ટિન ખતરનાક માયા છે. એ કંઈ નવું છમકલું કરે એ પહેલા આપણે રસમલાઈ ચાખી નથી લાગતું તરત અાને ઠેકાણે પાડી દેવી જોઈએ..?"
યાદવે મુદ્દાની વાત કરી.
"મને ખબર છે તું અધીરો થયો છે બેટા..!
પણ આપણે એક જુગટુ રમવું છે હાથ-પગ ખોલી નાખી સિંહણને મેદાનમાં ખુલ્લી મૂકવી છે.. પછી એનો શિકાર કરવાની મજા આવશે..!"
રઘુ હાથ મસળતાં બોલ્યો હતો.
"જોઈએ તો ખરા આ ગોરી બ્રિટીશ પૂતળીમાં પાણી કેટલુ છે..?"
"તો જોઈ શું રહ્યો છે ખોલી નાખ એના હાથ પગ...!"
યાદવે બાંયોં ચડાવતાં કહ્યુ.
કામલે એ એના હાથ પગની દોરી અને મોઢા પરની પટ્ટી ખોલી નાખી..
"હાઉ ડેર યુ બ્લડી ફૂલ ..! થુમ લોગો ને
મુજે છૂને કા ઝૂર્રત કૈસે કિયા..?
માર્ટિન થુમ લોગો કા બેન્ડ બજા દેગા..!"
ગોરી મેમના મોઢેથી જાણે અગનજ્વાળાઓ વરસી.
"માર્ટીન તક બાત જાયેગી તબ ના જાને જિગર..! તેરે ઇસ બ્યુટીફુલ ફીગર કા 'તાક ધીના ધીન' હો જાયેગા..!"
કામલેના ઇશારાથી બાકી ત્રણે જણાએ એને આંતરી લીધી.
જેવો રઘુ એના પર લપક્યો. એવી જ જાતને બચાવી એને પોતાના લાંબા પગની જબરજસ્ત લાત રઘુના બંને પગની વચ્ચે લગાવી દીધી.
એક મોટી ચીસ પાડી રઘુ ભૂમિ પર ફસડાઈ પડ્યો. ગોરી મેમ આક્રમક બની ગઈ હતી. ચારે જણા માટે અત્યારે ધારણા વિરુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.
ગોરી મેમ પીછેહઠ કરતી કરતી એક મોટા ચરુ જેવી સુરાહી જોડે આવી ગઈ.
પંચધાતુની સુરાહી ઉપર જાડા ગ્લાસની ગ્રીન બોટલ પડી હતી.
બોટલ ઉઠાવી ગોરી મેમે સીધો યાદવ પર ઘા કર્યો. યાદવે જાતને સંભાળી લીધી બાકી જરા પણ ગફલતમાં રહ્યો હતો માથું રંગાઈ જવાનું હતું.
બોટલ નીચે પડતાની સાથે એક જબરજસ્ત બ્લાસ્ટ થયો. ધુમાડાના ગોટેગોટાથી સમસ્ત વાતાવરણ ડહોળાઈ ગયું.
કોઈ અમંગળ ઘટનાની એંધાણી હોય એમ ચારે જણા પોતપોતાની જગ્યા પર પુતળુ બની ગયા.
ગોરી મેમ કઈ બાજુ ગઈ? ધુંમાડાની ધૂંધળાશમાં વર્તી શકાયુ નહીં..
બે એક પળ વીતી હશે કે ત્યાં જ.. હ્રદય ના તાર ઝણઝણાવી દેનારી એક ગોઝારી ચીસથી ત્રણેયનું કાળજુ કંપી ઉઠ્યું.
( ક્રમશ:)