પૃથિવીવલ્લભ - નવલકથા
Kanaiyalal Munshi
દ્વારા
ગુજરાતી નવલકથા પ્રકરણ
પૃથિવીવલ્લભ - 1
વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી. હિંદુ રાજાઓ માંહ્યોમાંહ્ય લડતા હતા. રાજ્યોની સ્થાપના ને વિનાશ ચાલ્યા કરતાં હતાં. કેટલાક મહાપ્રતાપી નરેશો સામ્રાજ્યો સરજાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.
મહમદ ગઝનવીએ દેશનાં બારણાં તોડવાનો આરંભ નહોતો કર્યો ઈરાન ને તુર્કસ્તાનમાં ...વધુ વાંચોથયેલા ઇસ્લામી ઝંઝાવાતનો ભયંકર અવાજ પણ સંભળાતો નહોતો. પરાધીનતા હતી.
પૃથિવીવલ્લભ - 1
વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી. હિંદુ રાજાઓ માંહ્યોમાંહ્ય લડતા હતા. રાજ્યોની સ્થાપના ને વિનાશ ચાલ્યા કરતાં હતાં. કેટલાક મહાપ્રતાપી નરેશો સામ્રાજ્યો સરજાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.
મહમદ ગઝનવીએ દેશનાં બારણાં તોડવાનો આરંભ નહોતો કર્યો ઈરાન ને તુર્કસ્તાનમાં ...વધુ વાંચોથયેલા ઇસ્લામી ઝંઝાવાતનો ભયંકર અવાજ પણ સંભળાતો નહોતો. પરાધીનતા હતી.
પૃથિવીવલ્લભ - 2
- મૃણાલવતી મંદિરમાંથી ગઈ એટલે ત્રણે જણાંએ નિશ્વાસ મૂક્યા.
- ભિલ્લમ હસ્યો. તેની આંખ સ્નેહભીની થઈ.
- નિસાસો નાખી મહાસામંતે લક્ષ્મીને શાંત પાડવા પ્રયત્ન કર્યો ઃ
પૃથિવીવલ્લભ - 3
મૃણાલવતી જક્કલાદેવી જાડે મહેલમાં ગઈ અને આવતીકાલની સવારી માટે તૈયારી કરવા હુકમ આપવા લાગી.
મૃણાલવતી હાલ છેંતાળીશ વર્ષની હતી અને ત્રીસ વર્ષ પહેલાં તેના પિતનું મૃત્યુ થવાથી તે સંસારથી પરવારી ગઈ હતી. તૈલપ તેનાથી પાંચ-સાત વર્ષ નાનો હતો ...વધુ વાંચોઅને મા મરી ગયેલી હોવાથી મોટી બહેનની પ્રીતિ ભાઈ ઉપર ચોંટી. તૈલપને ઉછેરવો, કેળવવો, શસ્ત્ર અને રાજ્યકળામાં પાવરધો બનાવવો અને તેને પાણી ચઢાવી શૂરવીર બનાવવો એ કાર્યમાં તે મચી રહી.
થોડે વર્ષે તૈલપ ગાદીએ આવ્યો, એટલે મૃણાલે રાજ્યકારભારમાં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા માંડ્યો.
પૃથિવીવલ્લભ - 4
મૃણાલવતી સવારી જાવા આવવાનાં છે અને આનંદ ઉપર મુકાયેલા અંકુશો લઈ લેવામાં આવનાર છે, આ વાત ગામમાં પ્રસરતાં લોકોમાં મોટો ઉત્સવ થઈ રહ્યો. ઘણે વર્ષે દબાઈ રહેલાં હેત ઊછળ્યાં અને અદૃષ્ટ થયેલા મોજશોખો નજરે ચઢ્યાં. બીજે ...વધુ વાંચોસવારે ઘરોની અગાશી પર, બારીમાં હસતાં, કૂદતાં, મજાક કરતાં નરનારીઓ દેખાવા લાગ્યાં.
પૃથિવીવલ્લભ - 5
તૈલપનું રૂપ ને તેનો ઘાટ મૃણાલના જેવાં જ હતાં. માત્ર મુખ પર શીતળાનાં કદરૂપાં ચિહ્નો નહોતાં. શરીરરેખાઓ મરદની - સ્પષ્ટ ને મૃદુતા વિનાની - હતી. આંખો જરા નાની અને ઊંડી હતી. મૃણાલના મોં પર સખ્તાઈ હતી. તૈલપના ...વધુ વાંચોપર ક્રૂરતા હતી.
તૈલપ કઠોર હૃદયનો ગણતરીબાજ અને પહોંચેલ હતો. મૃણાલે આપેલી કેળવણીને પ્રતાપે આર્દ્રતાનો અંશમાત્ર પણ રહ્યો નહોતો.
પૃથિવીવલ્લભ - 6
રાજાએ વચન આપતાં આપ્યું તો ખરું, પણ રખે તે પાછું ખેંચી લે એવો ડર ભિલ્લમને લાગ્યો એટલે તે ત્યાંથી બારોબાર જ્યાં માલવાના કવિઓને કેદમાં પૂર્યા હતા ત્યાં ગયો.
જે ભટ્ટરાજ કવિઓની ચોકી કરતો તે રાજાનું વરદાન સાંભળી વિસ્મય ...વધુ વાંચોઅને તેણે કારાગૃહનું બારણું મહાસામંતને ઉઘાડી આપ્યું.
તેને જાઈ ત્યાં બેઠેલા પુરુષોમાં ખળભળાટ થઈ રહ્યો.
પૃથિવીવલ્લભ - 7
‘રસિકતા શું વિલાસે પૂછ્યું. રસનિધિએ આંખો ફાડી ઃ ‘તમને ખબર નથી ’ ‘ના.’ ‘તમે કાવ્ય સાંભળ્યાં છે ’ વિલાસ હસી ઃ ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’ ‘શૃંગારશતક સાંભળ્યું છે ’ વિલાસે સખ્તાઈથી ...વધુ વાંચોજાયું ઃ ‘એ તો પાપાચારી માટે.’ રસનિધિ હસ્યો ઃ ‘કંઈક નાટક જાયું છે ’ ‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જાયું હતું, પણ યાદ નથી.’ ‘ચંદ્રની જ્યોત્સનામાં પડ્યાં-પડ્યાં કોઈ દિવસ ગાયું છે ’ ‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’ રસનિધિ ગાંભરીય્થી તેના સામે જાઈ રહ્યો. ‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય તમારી પાસે આ બધું કોણ કરાવે છે ’ ‘હું મારી મેળે કરું છું - મૃણાલબા માત્ર સૂચના કરે છે.’ ‘એ બધું કરવાનું શું કારણ ’ ‘ત્યાગવૃત્તિ કેળવવી.’ ‘એમ કેળવાય તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’
પૃથિવીવલ્લભ - 8 (સત્યાશ્રયનું સંવનન)
વિલાસ જ્યારે પાછી મંદિરમાં ગઈ ત્યારે પોતે કંઈ બદલાઈ ગયેલી હોય એવું એને લાગ્યું એટલું જ નહિ, પણ સૂર્યમાં નવીન તેજ લાગ્યું, ઝાડોમાં કંઈ નવી ખૂબીઓ લાગી અને જપ કરવા બેસતાં જીવ અકળાયો.
તેને ધનંજય ને ...વધુ વાંચોકંઈ જુદા જ પ્રકારના માણસો લાગ્યા.
પૃથિવીવલ્લભ - 9 (પહેલો મેળાપ)
મૃણાલવતીના પ્રભાવશાળી સ્વભાવને અપરિચિત એવો ક્ષોભમાત્ર નામનો જ, અસ્પષ્ટ ક્ષોભ - તેના હૃદયને જરાક અસ્વસ્થ બનાવી રહ્યો. તેની હિંમત, તેનો સંસાર તરફનો વિયોગ, મુંજની અધમતા તરફ તેનો તિરસ્કાર તેવાં ને તેવાં જ રહ્યાં - થોડેક ...વધુ વાંચોવધ્યાં કહએ તોપણ ચાલે. છતાં તૈલંગણના શત્રુને સામે મોઢે મળવા જતાં તે પોતાની હંમેસની સ્વસ્થતા ખોવા લાગી. એ સ્વસ્થતા જતાં, માત્ર પરિણામ એ જ આવ્યું કે, તેની હિંમત કૃત્રિમ થઈ, તેનો તિરસ્કાર વધારે જુસ્સાભર્યો થયો.
પૃથિવીવલ્લભ - 10 (દયા)
મૃણાલવતી ત્યાંથી ઝપાટાબંધ મહેલમાં ગઈ. તેના મનની Âસ્થતિ કંઈ વિચિત્ર થઈ ગઈ હતી.
તેને લાગ્યું કે પોતે સ્વસ્થ તો હતી, છતાં લોહી ઊકળતું હતું. મનમાં કંઈ અપરિચિત વસ્તુ દાખલ થઈ હતી. મુંજને મળવા ગઈ ત્યારે તે જુદી ...વધુ વાંચો હવે તે જુદી લાગી.
પૃથિવીવલ્લભ - 11 (રસનિધિની ખિન્નતા)
રસનિધિએ કેહલી ‘રસિકતા’થી તે ગૂંચવાઈ. એ તે શું હશે તેને તે જાણવાનું મન થયું. તેણે મને મારવા પ્રયત્ન કર્યો - રખે ને તેમાં કલંક હોય ! વખત મળે તો મૃણાલબાને પૂછવાનો પણ નિશ્ચય ...વધુ વાંચો પણ આજે તો કંઈ દેખાતાં નહોતાં.
પૃથિવીવલ્લભ - 12 (સહધર્મચાર)
વિલાસ થોડી વાર મૂંગી રહીને બોલી, ‘બીજું કોઈ એવું નથી કે તેને પૂછું.’
‘બોલો.’
‘તમે પરણેલા છો ’
‘હા.’
‘પરણીને મારે કેમ વર્તવું ’
રસનિધિ ખડખડાટ હસી પડ્યો ‘તમે કેમ ધારો છો ’
વિલાસને હસવાનું કારણ સમજાયું નહિ. ‘શાસ્ત્રમાં ...વધુ વાંચોસહધર્મચાર કરવાનો કહ્યો છે.’
પૃથિવીવલ્લભ - 13 (લક્ષ્મીદેવી રણે ચઢ્યાં)
રસનિધિએ ખિન્નતામાં માથું નમાવ્યું તે વિલાસે જાયું, અને તેનું હૈયું દ્રવી ઊઠ્યું. શી બિચારા પર આફત ! શી તેની સ્ત્રી પર આફત !
તેની સ્ત્રી બિચારી પોતાના જેવડી જ હશે અને અત્યારે એકાંત અવંતીમાં પતિવિયોગે ...વધુ વાંચોમરતી હશે. તેણે તો બિચારીએ ત્યાગવૃત્તિ નહિ જ કેળવી હોય. તેને જગત મિથ્યા છે એવો ભાગ્યે જ ખ્યાલ હશે. પોતે પરણે અને સત્યાશ્રય દૂર દેશમાં કારાગૃહ સેવે તો પોતાને શું થાય
આવા વિચારો ક્યાંય સુધી તેના મનમાં ઘોળાયા કર્યા.
પૃથિવીવલ્લભ - 14 (કાષ્ઠપિંજર)
આજે રાતે મૃણાલવતીને ઊંઘ આવી નહિ. આ અપરિચિત અનુભવ હતો કારણ કે, તે સદાયે નિરંતે ઊંઘતી. તેણે ઊંઘ આણવા મથામણ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહિ. તેણે ધ્યાન કરવા પ્રયત્ન કર્યા પણ તે રુચ્યું નહિ. મુંજના ...વધુ વાંચોસરવૈયું કાઢવામાં જ તેના મનને અત્યારે ખરો સાર સમાયેલો લાગ્યો.
પૃથિવીવલ્લભ - 15 (માધવનો સંયમ)
બીજે દિવસે સવારે રસનિધિ સ્નાનસંધ્યા કરી શિવને બીલી ચઢાવવાને મિષે જે મહાદેવના પ્રતાપની વાત લક્ષ્મીદેવીએ કરી હતી તેનું દર્શન કરવા ગયો.
શિવાલયમાં વિલાસને ધ્યાન ધરતી જાઈને રસનિધિ થોડી વાર ઊભો રહ્યો અને તે કોમળ લાવણ્યવતી બાલિકાને ...વધુ વાંચોવૃદ્ધોને શોભે એવા પદ્માસનને પણ મોહક બનાવતી જાઈ. એક પળવાર તેનાં બીડેલાં નેત્રોનો રૂપાળો ઘાટ, અંગરેખા, અસ્પષ્ટ છતાં અપૂર્વ મરોડ તે કવિની દૃષ્ટિએ જાઈ રહ્યો અને તે જાતાં-જાતાં તેનું હૃદય તે વૈરાગ્યની જ્વલંત આંચે ચીમળાઈ રહેલી વેલને રસ સીંચી બચાવવા તલસી રહ્યું.
પૃથિવીવલ્લભ - 16 (ફરી એક પ્રયત્ન)
મૃણાલવતીનો ગુસ્સો સંયમની મર્યાદા મૂકી આગળ વધ્યો. જપ, તપ, ધ્યાન કે પારાયણે તે શમ્યો નહિ. પૃથિવીવલ્લભનું વિજયી હાસ્ય મન આગળ રમી રહ્યું - પોતાની સત્તા બધા પર બેસાડતું ગયું.
પૃથિવીવલ્લભ - 17 (કોણ કોને શીખવે )
મૃણાલના મનના ભાવોનો ખ્યાલ આપતાં હતાં, તોપણ હૃદય પહેલાં જેવું સ્વસ્થ નહોતું, શ્રદ્ધા પહેલાં જેવી અડગ નહોતી.
પાછળ આવતાં રાજવિધાત્રીની ભયંકર મુખમુદ્રા જાઈ મશાલચી કંપવા લાગ્યો, ભોંયરાના રખેવાળ આવે વિચિત્ર વખતે મૃણાલબાને જાઈ, અણચિંતવ્યા ...વધુ વાંચોઝાંખી થવાથી ત્રાસવા લાગ્યા.
પૃથિવીવલ્લભ - 18 (નિરાધારતા)
મૃણાલવતી ગઈ - નાઠી. તે પોતાના ખંડમાં ગઈ. મૃગચર્મની પથારી પર પડી. તેનું મગજ ચકર-ચકર ફરતું - તેનું હૃદય ન સમજાય એવું તાંડવનૃત્ય ખેલતું હતું.
તેના રોમેરોમે અÂગ્નની જ્વાળા ઊઠતી. તેને શ્વાસેશ્વાસે તે જ્વાળાઓ વધતી. આટલાં વર્ષના ...વધુ વાંચોઆ ક્ષોભ, આ ગભરાટ, આ જ્વાળાઓ તેણે જાઈ નહોતી, તેનો પ્રતાપ અનુભવ્યો નહોતો.
વાસનાપૂર્ણ વાક્યો, પુરુષનો સ્પર્શ, પુરુષ કે સ્ત્રીનું ચુંબન - આ બધાથી તે અપરિચિત હતી. તેના આવા અચાનક પરિચયથી તે ત્રાસી ઊઠી, તેનાં અંગેઅંગ કાંપવા લાગ્યાં. આવા અઘોર કલંકમાંથી કેમ બચવું તે તેને સૂઝ્યું નહિ.
પૃથિવીવલ્લભ - 19 (કાળરાત્રી)
મૃણાલે તરફડ્યા કર્યું પણ તરફડે કોઈનો તાપ ગયો છે કે તેનો જાય તેણે ભોંય પરથી ઊઠી ફરવા માંડ્યું. બારી આગળ ઊભી રહી, બારણા તરફ જઈ પાછી આવી. તેની જીભ સુકાઈ ગઈ હતી, કરડી-કરડી તેના ...વધુ વાંચોપર લોહી તરી આવ્યું હતું, તેની આંખો અણપાડેલાં અશ્રુઓથી લાલ થઈ રહી હતી.
તે ફરીથી ધ્યાન કરવા બેઠી, કઠણમાં કઠણ આસનવાળી નિદ્ર્વંદ્વની સિદ્ધિ સાધવા બેઠી. દાસી ભોજનનું પૂછવા આવી પણ મૃણાલબાને આસન વાળી બેઠેલાં જાઈ મૂંગે મોઢે ચાલી ગઈ.
પૃથિવીવલ્લભ - 20 (પાદપ્રક્ષાલન)
સવારના પહોરથી તૈલપરાજના દરબારમાં ધામધૂમ થઈ રહી. સામંતો ને મહારથીઓની ઠઠ જામવા લાગી.
પાદપ્રક્ષાલન એક પાપ-પુણ્યનો કુંડ હતો. તેમાંથી જે કેદ થયેલા રાજાઓ નિર્વિÎને નીકલી જતાં તેઓને પોતાનું રાજ્ય સામંત તરીકે ભોગવવા દેવાની રજા આપવામાં આવતી. અને ...વધુ વાંચોકોઈ અભિમાનના તોરમાં તેમાંથી ન નીકળતાં તે હાથીને પગે કે કારાગૃહમાં જીવન પૂરું કરવાનું નોતરું માંગી લેતા. તૈલપ પોતે અનેક વાર મુંજરાજના પગ ધોઈ તૈલંગણના સિંહાસનની પ્રસાદી પામ્યો હતો, આજે ધારાનું સિંહાસન મુંજને તૈલપના પગ ધોઈ યાચવાનું હતું.
પૃથિવીવલ્લભ - 21 (ભાઈ ને બહેન)
‘બહેન ! આ શું કર્યું ’ અંદર જઈ તૈલપે પૂછ્યું.
‘તારી કીર્તિ સાચવી,’ મૃણાલે કહ્યું, ‘રાજાઓનાં શરીર યુદ્ધ સિવાય અસ્પર્શ્ય છે.’
તૈલપ મૂંગો રહ્યો.
‘એ પાદપ્રક્ષાલન નહિ કરે તો એને બીજી શિક્ષા કરવી આપણા હાથમાં છે.’
‘આ ...વધુ વાંચોમારી હાંસી કરશે.’
વાંચો, પૃથિવીવલ્લભ - 21.
પૃથિવીવલ્લભ - 22 (વિલાસનું સ્વાસ્થ્ય)
‘માલતીમાધવ’ના તોફાની પ્રદેશમાંથી તેઓ મ્યાલ વદને ‘ઉત્તરરામચરિત’ના હૃદયવેધન વાતાવરણમાં વિહર્યાં ઃ અને ત્યાંથી ‘શાકુંતલ’ની સોનેરી, મોહભરી મીઠાશનો અનુભવ લેતાં-લેતાં ક્યાં ને ક્યાં ભૂલાં પડી ગયાં. આ મનગમતી મુસાફરીમાં અજાણ બાળા ગાંડીતૂર બની ગઈ ને પળે-પળે ...વધુ વાંચોરસિકતાથી કાવ્યની અનેક રંગની મોજા મહાલવા લાગી. તેનો આત્મા પણ નવરંગી થયો એટલું જ નહિ, પણ કોઈક પળે તેના તે રસનિધિના રંગનું અનેરું મિશ્રણ અણજાણપણે થવા લાગ્યું.
પૃથિવીવલ્લભ - 23 (તપની મહાસિદ્ધિ)
મૃણાલ સંધ્યાકાળની વાટ જાતી બેઠી.
દુનિયામાં કેટલાંક સુખ સહ્યાં જાય છે. કેટલાંક દુઃસહ થઈ પડે છે પણ વાલમની વાટ જાતાં થતી વેદના જેવી અસહ્ય વેદના બીજી એક હોતી નથી. તેમાં આવી વેદના મૃણાલને આ ઉંમરે ...વધુ વાંચોહતી.
પોતાનું ધાર્યું કરવાની, બીજા પાસે કરાવવાની તેને ટેવ હતી પણ અત્યારે તે નિરાધાર હતી. છતાં આ નિરાધારીમાં, આ વેદનામાં સમાયેલું સુખ તેણે કદી અનુભવ્યું નહોતું. નવવધૂના ઉત્સાહથી તે સાયંકાળની વાટ જાતી હતી.
પૃથિવીવલ્લભ - 24 (ભોજ)
મુંજે ધીમેથી આંખ ઉઘાડી ને કાન માંડ્યાં અડધી ઘડીમાં તો સૂતો હતો તેની નીચેના પથ્થર નીચે કોઈ ખોદતું દેખાતું.
મુંજ ત્યાંથી ખસ્યો, અંધારામાં પોતાની મેળે હસવા લાગ્યો. તેના હોઠ તિરસ્કારમાં મરડાયા ! તેને લાગ્યું કે તૈલપ ...વધુ વાંચોચોરીછૂપીથી તેનું ખૂન કરવા આ માર્ગે મારાઓ મોકલતો હશે.
પૃથિવીવલ્લભ - 25 (મુંજ)
મૃણાલમાં બાર વર્ષની અવોઢાનું અજાણપણું હતું, સત્તર વર્ષની રસિકાનો અસંતોષ હતો, પ્રૌઢાથી પણ વધારે મસ્તી હતી, વૃદ્ધાનું કલ્પનાહીન, અનુભવી, સ્વાર્થી મગજ હતું. બ્રહ્મચારિણીનું શરીરબળ હતું, ને ઉગ્ર તાપસીની કાર્યસાધકતા હતી. કોઈ દેવપદથી પડેલી દુર્ગા મદમસ્ત જાનવરનું ...વધુ વાંચોલઈ કદી ન અનુભવેલી એવી લાલસા સંતોષવા અવતરી હોય એવું તેનામાં લાગતું હતું.
પૃથિવીવલ્લભ - 26 (લક્ષ્મીદેવીની રજા)
બીજે દિવસે સવારના રસનિધિએ લક્ષ્મીદેવીને ખોળી કાઢ્યાં. તે અસંતોષની મૂર્તિ જેવી એક તરફ રસનિધિનું કાવતરું પોષવામાં ને બીજી તરફ મહાસામંતમાં અસંતોષનું ઝેર પ્રસારવામાં મશગૂલ રહી હતી.
રસનિધિ આવ્યો એટલે લક્ષ્મીદેવી તેની પાસે આવ્યાં.
‘કેમ રસનિધિ, હજુ અહીંયાં ...વધુ વાંચો’
‘આજે રાતે,’ ચારે તરફ નજર નાખી રસનિધિએ કહ્યું.
‘કાલે શું મુહૂર્ત નહોતું ’ તિરસ્કારથી લક્ષ્મીદેવીએ પૂછ્યું.
પૃથિવીવલ્લભ - 27 (મૃણાલે રસ્તો કાઢ્યો)
મૃણાલવતી અસ્થિર ચિત્તે વિચાર કરી હી, પણ કંઈ નિશ્ચય પર આવી શકી નહિ. મુંજે તેને બળજારીથી હા કહેવડાવી હતી તેણે રાતે અવંતી જવાનું વચન આપ્યું હતું. મુંજની મોહક આંખોની નજર બહાર થતાં, આ ...વધુ વાંચોતેને રુચ્યું નહિ. તેનું માન, તેનું ગૌરવ, વર્ષોના રચેલા મહ¥વાકાંક્ષાના કિલ્લા, અત્યાર સુધી સત્તા મેળવવા આદરેલા મહાપ્રયત્નો આ બધાંના આ વચનથી ચૂરેચૂરા થઈ જતા હતા.
પૃથિવીવલ્લભ - 28 (મધ્યરાત્રિ)
નાસી છૂટવાની તકે કે મૃણાલને લઈ જવી છે તેની હોંસે મુંજના મનમાં કાંઈ પણ અસ્વસ્થતા આવી નહિ અને હંમેશની માફક હાથ પર માથું મૂકી તે નિરાંતે અર્ધનિદ્રામાં પડી રહ્યો.
તેણે ધીમેથી આંખ ઉઘાડી. મધ્યરાત્રિનાં ચોઘડિયાં શરૂ થયાં ...વધુ વાંચોએમ લાગ્યું.
૨૯. કાવતરાબાજાની ખોળ
ગુનેગારનો દંડ કરવા તલસી રહેલો કુંવર સુરંગમાં ઝનૂનભર્યો દોડ્યો. તેની રગેરગ વિનાશ કરવાની લાલસાથી ધ્રૂજી રહી હતી.
થોડી વારે પવન વાયો, મશાલની જ્વાલા નાચી ઊઠી અને સુરંગનું બારણું આવ્યું. સુરંગનું મુખ મહાસામંતની વાડીમાં પડતું હતું, અને તેમાંથી બહાર ...વધુ વાંચોકોઈ નજરે ચડ્યું નહિ.
૩૦. વિલાસ કેમ છૂટી
ભોજ પચીસ ડગલાં ચાલ્યો, અને તેનું માથું ફરતું અટક્યું ને તેને ભાન આવ્યું.
તે ચમક્યો વિલાસ તેને હલકી લાગી. તેણે હોઠ કરડી સ્વાસ્થ્ય મેળવવા પ્રયત્ન કર્યો.
તેને ધ્રાસ્કો પડ્યો. તેનો જમણો હાથ વિલાસના પીઠના ભાગ ...વધુ વાંચોહતો. તેમાં પાણી આવતું લાગ્યું. પાણી - લોહી - આટલું બધું ! ભોજનું હૃદય થંભી ગયું. તેના પગ ધ્રૂજવા માંડ્યા - તે ઊભો રહી ગયો.
૩૧. લક્ષ્મીદેવીએ તૈલંગણ કેમ છોડ્યું
અકલંકચિરતના ગર્વિષ્ઠ સ્વભાવને કારી ઘા લાગ્યો. હાર ખાધાથી તે અત્યારે નિરાધાર થઈ ગયો હતો. એના હૃદયમાં હળાહળ ઝેર વ્યાપ્યું.
એટલામાં તેણે ઠોકર ખાધી. અને પડતાં ભાંગેલી વલવારનું એક અડધિયું હાથ લાગ્યું. તે લઈ આગળ ...વધુ વાંચોબે ડગલાં આગળ ચાલતાં એણે ફરી ઠોકર ખાધી અને બેભાન વિલાસના શરીર પર પડ્યો.
૩૨. ભિક્ષા
ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીની અધમતા ને માનહીનતા મૃણાલવતી અત્યારે અનુભવતી હતી. તેણે ધારેલું પરિણામ આવ્યું નહિ - એટલું જ નહિ, પણ સદાને માટે મુંજ હાથમાંથી ગયો - વખત છે ને તે પ્રાણ પણ ખૂએ. વળી આખા જગતમાં તેની ફજેતી ...વધુ વાંચોઅને વૈરાગ્યના આડંબરથી જે માન, સત્તા ને શાંતિ મળ્યાં હતાં તે બધાં તદ્દન નાબૂદ થઈ ગયાં. છેલ્લાં-છેલ્લાં લક્ષ્મીદેવીના એક વાક્યે આખા જન્મારાનું વેર લીધું અને હવેથી તૈલંગણનાં કાગડા-કૂતરાં પણ તેની સામે નહિ જુએ એવી અધોગતિએ તે પહોંચી. સુખ ગયું, પ્રણય ગયો, વૈરાગ્ય ગયો, માન ગયું, સત્તા ગઈ, છતાં વસુંધરાએ ન આપ્યો માર્ગ ને યમે ન લીધા પ્રાણ.
૩૩. પૃથિવીવલ્લભ કેમ ખંચાયો
સાત દિવસ સુધી મુંજે ભિક્ષા માગી ને પોતાનો દિÂગ્વજય કર્યો આખું ગામ તેની પાછળ ઘેલું થઈ ગયું દરેક નરનારી તૈલપને શાપ આપવા લાગ્યાં. દરેક જણ મુંજ બચે તેવી બાધા લેવા બેઠું.
પણ આ ...વધુ વાંચોતૈલપ છેતરાય તેમ નહોતો. મૃણાલ પર, મુંજ પર, મુંજની સાથે બોલે તેના પર સખત પહેરો અને શબ્દેશબ્દ તૈલપને કાને જતા. તૈલપને ધીમે-ધીમે માલવરાજના ચમત્કારી વ્યÂક્તત્વનું અને પોતાની કથળેલી બાજીનું ભાન આવતું ગયું. અને જેમ-જેમ આ ભાન આવતું ગયું તેમ-તેમ મુંજને મારી નાખવાનો સંકલ્પ તે દૃઢ કરતો ગયો.