Pruthvivallabh - 11 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 11

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧. રસનિધિની ખિન્નતા

વિલાસવતીને વાતાવરણમાં કંઈ અપરિતિચ મીઠાશ લાગી. તેના અંતરમાં સજીવન કરવા છાંટેલી અંજલિની અસર થતી હોય તેમ જીવ આવવા લાગ્યો.

તેનું હૃદય હજું પીગળ્યું નહોતું. સૂર્યકિરણોના પ્રથમ સ્પર્શથી કળીની પાંખડીઓ ફરકે તેમ તેના બીડેલા હૃદયમાં થવા લાગ્યું. તે જાણતી નહોતી કે શું થતું હતું - જે થતું હતું તે ઘણું આહ્‌.ાદક હતું એ વાત નિઃસંશય હતી.

એ આહ્‌લાદ ચારે દિશામાં પ્રસરતો હતો અને તેનું લગ્ન નક્કી થયેલું જોઈ તેમાં વધારો થયો. તે પુરાણી રીત પ્રમાણે સત્યાશ્રયને મનથી વરી ચૂજકી હતી, તેનાં પગલાં પૂજતી હતી, તેની અર્ધાંગના થવાનાં સ્વપ્નાં અનુભવી જીવતી હતી. અત્યારેતે સ્વપ્નાંઓમાં પણ અણદીઠેલી ભભક આવી.

એ ભભક અસ્પષ્ટ હતી, કારણ કે સંસારના લહાવાઓનું તેને ભાન નહોતું.

રસનિધિએ કેહલી ‘રસિકતા’થી તે ગૂંચવાઈ. એ તે શું હશે ? તેને તે જાણવાનું મન થયું. તેણે મને મારવા પ્રયત્ન કર્યો - રખે ને તેમાં કલંક હોય ! વખત મળે તો મૃણાલબાને પૂછવાનો પણ નિશ્ચય કર્યો; પણ આજે તો કંઈ દેખાતાં નહોતાં.

પણ તે જાણવામાં શો વાંધો હોઈ શકે ? લક્ષ્મીદેવીએ પણ નાટક સાંભળ્યું હતું, તેના પિતા કવિઓ રાખતા હતા. ત્યારે આવા કવિને મળવામાં શો વાંધો ?

મૃણાલવતી તે દિવસે હંમેશની માફક આવ્યાં નહિ એટલે તેણે ઈશ્વરનું ધ્યાન છોડી પોતાની જિજ્ઞાસા સંતોષવા પર ધ્યાન દોડાવ્યું.

રખેને મૃણાલવતી આવતાં હોય તો જોઈ જાય તે બીકે તે થોડી વાર બેસી રહી; પણ પછી હિંમત કરી ઊઠી. આજે વિજયપ્રસંગ હતો. તે આજે પોતાના નિયમો જરા છોડે તો કોઈ વાંધો લઈ શકે એવું નહોતું.

આ નવા વિચારો પોતાની માને જઈ કહેવા અને તે શું કહે છે તે પોતે સાંભળવા માગતી હતી. આ માટે તે પોતાના પિતાના મહેલ તરફ ગઈ.

ભિલ્લમનો મહેલ રાજમહેલનો એક વિભાગ જ હતો અને બંનેનાં ઉદ્યાનો પહેલાં એક હતાં. પણ આજે કેટલાં વર્ષો થયાં તે બે વચ્ચે વાડ કરી લેવામાં આવી હતી. એ વાડમાં એક છીંડું હતું તેમાં થઈને વિલાસ પોતાના બાપના મહેલ તરફ ગઈ.

સંધ્યાના સમયને થોડી વાર હતી. સૂર્યના મીઠા તાપમાં વાડી ઘણી શોભતી હતી. વિલાસ એક પરવાર ત્યાં ઊભી રહી. આ વાડીમાં આટલી રમણીયતા આજે કેમ લાગતી હતી ?

વચ્ચે વૃક્ષોનું એક ઝુંડ હતું. ત્યાં આગળથી જતાં તેને કોઈ ભોંય પર સૂતું હોય તેમ લાગ્યું.

‘કોણ એ ?’ વિલાસે પૂછ્યું.

સૂતેલા માણસે એકદમ ચારે તરફ જોયું. વિલાસે તેને ઓળખ્યો.

‘કોણ, કવિરાજ ?’

‘હા,’ રસનિધિએ કહ્યું.

વિલાસ ખંચાઈ. આ કવિને આમ મળવાની તેણે આશા રાખી નહોતી. ‘કેમ, શું કરો છો ?’

‘કંઈ નહિ, ભિલ્લમરાજને અર્પણ કરવા એક અષ્ટક બનાવતો હતો.’

‘આખો દહાડો કવિતા જ કર્યા કરો છો ?’ વિલાસે હસીને પૂછ્યું.

‘ના,’ દિલગીરીભર્યા અવાજે રસનિધિએ કહ્યું.

વિલાસે તેના મુખ ઉપર છવાયેલી ગ્લાનિ જોઈ અને પૂછ્યું :

‘કેમ ? અહીંયાં ફાવે છે ? કંઈ જોઈતું-કરતું હોય તો કહેજો.’

‘મને જોએ તે તમે કરીને આપી શકશો ?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું.

‘શું જોઈએ છે ? બાપુને જે કહેશો તે બધું મળશે.’

‘બા ! તમે તો બાળક છો. બધું ક્યાંતી મળશે ? - ક્યાં માલવા ને ક્યાં તૈલંગણ ?’

‘કવિરાજ ! તૈલંગણમાં શું ઓછું છે ? તમે હજુ જોયું નથી તેથી આમ કહો છો.’

‘ના ! ભલે તૈલંગણ સોનાનું હોય, તેમાં મારે શું ? મારી અવંતીનાં પ્રિય પુરજનો, મારા મહાકાલેશ્વરના ગગનભેદી ઘંટનાદો, મારા પિતાની પુનિત દાહભૂમિ - એ ક્યાં મળશે ?’

‘આ તો મારી બા કહે છે તેમ તમે કહો છો. તેને પણ સ્યૂનદેશ વિના ચેન પડતું નથી.’

‘ખરી વાત છે.’

‘પણ તમને શું ? મારી બા તો રાણી હતી તેથી તેને સાલે છે. તમે તો ત્યાં પણ કવિ હતા, અહીંયાં પણ છો. મુંજરાજ કરતાં ભિલ્લમરાજ તમારો વધારે આદર કરશે.’

‘વિલાસવતી !’ ફરીથી મ્લાન વદને હસી રસનિધિએ કહ્યું, ‘પરજનની મૈત્રી કરતાં સ્વજનની સેવા સારી.’

‘મને વાત ખોટી લાગે છે.’

‘કારણ કે તમે સ્વજન અને પરજન વચ્ચે ભેદ ભાળ્યો નથી.’

‘તમારે સ્ત્રી છે ?’

રસનિધિએ વિચાર કરી કહ્યું : ‘હા.’

‘ત્યારે તો યાદ આવતી હશે.’

‘હાસ્તો, અમારે કંઈ તમારી માફક ત્યાગવૃત્તિ સેવવી છે ?’

‘જુઓ ત્યારે હું શું કહેતી હતી ? ત્યાગવૃત્તિ નથી સેવી તેમાં જ તમને દુઃખ થાય છે.’

‘વિરહ ભોગવી દુઃખી થવાને બદલે કઠોર બની પ્રેમીજનોને વીસરી જવાં તેમાં હું મોટાઈ માનતો નથી.’

વિલાસ સમજી નહિ. તેણે એક ડગલું આગળ ભર્યું. તેઓ ધીમે ધીમે ભિલ્લમરાજના મહેલ તરફ જતાં હતાં.

‘વિરહ શું ?’

‘પ્રેમ સમજ્યા વિના તે કેમ સમજાય ?’ રસનિધિએ કહ્યું. તેણે વિસ્મય પામી આ નિર્દોષ છોકરી સામે જોયા કર્યું.

‘કવિરાજ ! મારું માનીને જરા તપશ્ચર્યા આદરો,’ વિલાસે કહ્યું, ‘તમારું ચિત્ત શાંત થશે.’

‘એવી ચિત્તની શાંતિને શું કરું ?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું, ‘ચિત્ત અશાંત છે - અશાંત થવાનું તેને કારણ છે - તો શા સારુ એવો ખોટો પ્રયત્ન કરવો ? મારી સ્ત્રી તમારા જેટલી છે; તે બિચારી દિન ને રાત આંસુ સારતી હશે - તેની પળેપળ વિષમ બની રહેતી હશે. તે આવું દુઃખ ભોગવે અને હું સ્વાર્થી શાંતને ખાતર તપશ્ચર્યા આદલી નઠોર બનું ? જે સુખ આપે તેને માટે દુઃખી થવું એ પણ એક લહાવો છે.’

વિલાસ અનુકંપાભરી નજરે જોઈ રહી : ‘ત્યારે તમને દુઃખી થવું તેમાં સુખ દેખાતું લાગે છે.’

‘ના -’ ‘ત્યારે બીજું શું ?’ ‘હું દુઃકી ન થાઉં તે માટે હૃદયનાં ઝરણાં સૂકવી નાખું તો પછી તે

સુખભીનું કદી ન થાય.’

‘એ ભ્રમ છે. સુખ એટલે દુઃખનો અભાવ.’

‘કોણે કહ્યું ?’ જરા જુસ્સાથી રસનિધિએ પૂછ્યું, ‘તમને સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ એટલે માત્ર દુઃખનો અભાવ નહિ. માત્ર સંતોષ એટલું જ નહિ; સુખ એટલે શરીર અને મનની ઊર્મિએ ઊર્મિનું નૃત્ય. સવારમાં પંખીઓનો કિલ્લો જોયો છે ? એનું નામ સુખ.’

‘એ સુખ કેમ મળે ?’

રસનિધિએ પલવાર તેની સામે જોયું : ‘તમે પરણશો ત્યારે ખબર પડશે. તમારું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે ?’

‘હા.’

‘ત્યારે તેને જોઈ તમારું હૃદય થનગન નાચતું નથી ?’

‘શા માટે ? એ સંયમી છે ને હું પણ સંયમી છું.’

‘તેને સ્પર્શ કરી, તેના શબ્દો સાંભળી અંતર ટારવાનું મન નથી થતું ?’

‘કોઈક જ વખત.’

‘ત્યારે વિલાસવતી !’ રસનિધિએ કહ્યું, ‘તમને સુખ કે દુઃખની શાની સમજ પડે ?’

વિલાસ હતી.

‘મને સમજ પાડો જોઈએ.’

‘તમારું હૈયું ઉજ્જડ થયું છે તે ક્યાંથી સમજ પડસે ? લો, હવે મહેલ આવ્યચો, વધારો.’

‘કવિરાજ ! મારી જોડે વાત કરવી ગમતી નથી, કેમ ? તમારું ચિત્ત અસ્વસ્થ છે - અવંતી ગયું છે. તમે દુઃખી થાઓ તે મને ગમતું નથી.’ ‘ના, તમે છો એટલી વાર હું મારું દુઃખ ભૂલી જાઉં છું.’ ‘ત્યારે તમને એક-બે વાત પૂછવી છે,’ કહી એક ઝાડના થાળા પર વિલાસ બેઠી. ‘પૂછો,’ ખિન્ન વદને હસી રસનિધિએ કહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED