Pruthvivallabh - 16 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 16

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૬. ફરી એક પ્રયત્ન

મૃણાલવતીનો ગુસ્સો સંયમની મર્યાદા મૂકી આગળ વધ્યો. જપ, તપ, ધ્યાન કે પારાયણે તે શમ્યો નહિ. પૃથિવીવલ્લભનું વિજયી હાસ્ય મન આગળ રમી રહ્યું - પોતાની સત્તા બધા પર બેસાડતું ગયું. શાંત, સપાટ ને શુષ્ક રણ પર મહેરામણનાં મોજાં ફરી વળવા માંડ્યાં.

તે અધમતાનો સ્વાદ ચખાડવા ગઈ - પણ પોતે ચાખીને પાછી પડી. મનમાં શંકા થઈ : વિજેતા કોણ : પોતે કે પૃથિવીવલ્લભ ? આ ઉપનામથી તે કદી મુંજ વિશે વાત કરતી નહિ. છતાં કોણ જાણે કેમ એ નામ તેનું જ હોય એવો ભાસ તેને થવા લાગ્યો. એ ભાગ જેમ થવા લાગ્યો, તેમ અકળામણ વધવા લાગી.

મનમાં અસ્પષ્ટ રીતે ખ્યાલ ખડો થવા લાગ્યો કે આ પુરુષ અદ્‌ભુત અને અપ્રતિમ હતો. બુદ્ધિની મદદથી આ ખ્યાલને તેણે દબાવી દીધો - ભ્રમ લેખી દૂર કરવા પ્રયત્ન આદર્યો. એમાં શું હતું ? તે હતો, માત્ર માણસ જેવો માણસ જ. આ વિચાર તેણે હજાર વાર મોટેથી ઉચ્ચાર્યો, છતાં અંતરમાં ગેબી અવાજથી પ્રશ્નનો પડઘો પડ્યો : ‘શું માણસ જેવો માણસ ?’

બપોર પડ્યો. સૂર્યનારાયણના પ્રતાપથી ડરી પૌરજનો ઘરમાં ભરાઈ બેઠા; રસ્તાઓ સૂન્ય થઈ રહ્યા; નગર પર નિર્જનતાના જેવી શાંતિ પ્રસરી ગઈ. પોતાના એકાદ ખંડની નિર્જનતામાં પણ વિચિત્ર વિચારોએ કરેલી ગીચ વસ્તીમાં તે ગૂંચવાઈ, અકળાઈ બેઠી.

તેનું પ્રભાવશાળી મગજ આ નવી અકળામણને શમાવવા અને મુંજને નમાવવા નવા-નવા પ્રયોગો શોધવા મંડ્યું. શોધ ઘણી કરી, જડ્યો નહિ.

તેણે બારી ઊઘાડી. રસ્તો નિર્જન હતો અને ગરમ પવન વાતો હતો. મહામહેનતે કેળવેલી નિદ્વદ્વતાને પરિણામે આ તાપનો તેને હિસાબ નહોતો. છતાં જંગલમાં, દાવાનળ ભૂભૂકતાં પહેલાં જેમ પાતરાંઓમાં પડ્યો-પડ્યો ધુમાય તેમ, કંઈ અંતરમાં થતું; અને તેનો તાપ ઓછો, અસ્પષ્ટ તેના હૈયાને શેકવાની શરૂઆત કરી રહ્યો હતો.

થોડે દૂર એક અગાશીમાં એક સ્ત્રી લૂગડાં સૂકવતી હતી. તાપના પ્રતાપે નિરાધાર બનેલું શહેર સ્મશાન સમું શાંત હતું. તે શાંતિમાં પેલી સ્ત્રી ગાતી હતી તે સાંભળ્યું :

‘તૈલપ તણી નગરી સદા રસગાન -’

મૃણાલની આંખમાંથી અંગાર વર્ષ્યા. તે ક્રોધની ભભૂકતી જ્વાળા શમાવતાં ધ્રૂજી ઊઠી. તીરંદાજ સૈનકિને બોલાવી પેલી સ્ત્રીને વીંધી નાખવાનો હુકમ કરવાનું મન થયું, પણ એ કૃત્ય કેવું મૂર્ખાઈ ભરેલું દેખાય તે વિચાર આવતાં તેમે મનને રોક્યું. આ બધી અશાંતિનું મૂળ કારણ તો મુંજ હતો, આ નિર્જીવ પ્રજા પર શા માટે તેનો કાળ કાઢવો ?

તેણે ગુસ્સો રોકી પાછો વિચાર કરવા માંડ્યો : શી રીતે મુંજ મહાત થાય ? કાષ્ઠપિંજર તો મુંજની મહત્તા સ્થાપનારું સિંહાસન બન્યું હતું. તૈલંગણની પ્રજા તેના શબ્દોનો ઉચ્ચાર કરતાં પોતાનાં ફરમાનોનું પણ ઉલ્લંઘન કરી રહી હતી. શો રસ્તો ?

તે બીજા છજામાં ગઈ. ત્યાંથી કાષ્ઠપિંજર દેખાતું હતું. તેના હુકમથી સૈનિકો પાંજરાની ચારે પાસ ફરી વળ્યા હતા, અને ચોકી કરતા હતા.

આ તાપમાં, આવી સ્થિતિમાં પણ મુંજ તેવો ને તેવો ઊભો હતો અને બે-ત્રણ સૈનિકો જોડે વાત કરતો હતો. તેનું મોં હસતું હતું, તેની આંખોમાં આનંદ હતો, તેનું ગૌરવ અભંગ હતું, તેનું શરીર અઅમનમેલનું ને પ્રભાવદર્શી તેજ પ્રસારી રહ્યું હતું.

તેની છજાની બારી ઊઘડતાં મુંજે ઊંચું જોયું. ને પ્રતાપી સૌંદર્યે અપૂર્વ દેખાતા મુખ-ધનુષ્યમાંથી એક ભયંકર હાસ્યબાણ મૃણાલ તરફ ધાર્યું. ગુસ્સામાં પગ ઠોકી તે છજામાંથી પાછી આવી ને જોરથી બારણું બંધ કર્યું.

‘કોઈ’ છે કે ?’ વિકરાળ અવાજે તેણે બરાડો માર્યો.

‘બા !’ એક દાસી આવી.

‘રણમલ્લ નાયક છે કે ?’

‘બા જોઉં.’

થોડી વાર તેણે આમતેમ ફર્યા કર્યું અને નાયક આવી પહોંચ્યો.

‘રણ !’ સખ્તાઈથી તેણે કહ્યું.

‘બા,’ નાયક હાથ જોડી, આ સખત અવાજથી ધ્રૂજતાં બોલ્યો.

‘આ પ્રમાણે તારા માણસો ચોકી કરે છે ?’

‘કેવી -’

તેણે જઈ છજાનું બારણું ઉઘાડ્યું ને રણમલ્લને પાંજરું બતાવ્યું.

‘આ પેલા ચોકી કરે છે કે હોળી ખેલવા નીકળ્યા છે ? દરેકને કહી દે કે જો કોઈએ મુંજ જોડે વાતચીત કરી તો તેનો કાલે વધ કરવામાં આવશે.’

‘જેવી આજ્ઞા,’ કહી નાયક પાછો ગયો.

જેમ સાંજ પડવા લાગી તેમ તેના હૃદયમાં પણ શાંતિ પ્રસરવા લાગી અને આ ગુસ્સો તેને નિરર્થક લાગ્યો. મુંજ પાપી હતો - તે દયાને પાત્ર વધારે લાગ્યો. આવા માણસ તરશ ગુસ્સો કરવો તે તેને ભૂલ લાગી. અધમ તરફ ક્રોધ કરવો, તેને ત્યાજ્ય તરીકે તરછોડવો એ એને પોતાની નિયમની વિરુદ્ધ લાગ્યું. મુજં છેક તો ખરાબ ન જ હોય. દરેક મનુષ્યના હૃદયમાં કોઈ એક સદ્‌ગુણનો સ્થંભ મળી આવે જ, અને તેને આધારે જો પુનઃરચના થાય તો જરૂર તે હૃદય નિષ્કલંક થાય. તેને પોતાને પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ થયો. તેણે મુંજને વધારે વાત કરવા દીધી હોત તો જરૂરતેન સ્વભાવમાં છૂપાયેલો સદ્‌ગુણનો સ્થંભ હાથ લાગત. આ વિચારમાલાના મણકા ગણતાં તેને પોતાની અપૂર્ણતાનું ભાન થયું અને પૂર્ણતા પ્રાપ્ત કર્યાની જે ખાતરી હતી તે નષ્ટ થવા લાગી.

સાંજના તૈલપરાજ મળ્યા.

‘કેમ બા ! આજે દેખાયાં નહિ ?’

મૃણાલ ગૂંચવાઈ. જીવનમાં પહેલી વાર શો જવાબ દેવો તે તેને સૂઝ્‌યું નહિ.

‘તારી કીર્તિનો વિચાર કરતી હતી.’

‘હવે શો વિચાર કરવો બાકી છે ?’

‘મુંજનું માન હજુ ઊતર્યું નથી, ત્યાં સુધી બધું જ બાકી છે.’

તૈલપની ઝીણી આંખોમાં રતાશ આવી.

‘હા ! મેં સાંભળ્યું કે કાષ્ઠપિંજરમાં પણ તેની નફ્ફટાઈ તે છોડતો નથી.’

‘હા. હું ફણ તેનો ગર્વ ગાળવાનો ઉપાય જ યોજું છું.’

‘શા માટે ? કાલે રાજ્યસભામાં એને બોલાવવો છે, એટલે ત્યારે હું એનો ગર્વ ગાળીશ.’

‘હા. તું ગભરાતો નહિ. હું એને એના દુષ્કર્મનો પૂરેપૂરો પશ્ચાત્તાપ કરાવીશ.’

‘તમારા પ્રભાવમાં મને શ્રદ્ધા છે,’ તૈલપે કહ્યું, ‘અને કાલે રાજસભામાં એની પાસે પાદપ્રક્ષાલન કરાવીશ ત્યારે એ સીધો દોર થઈ જશે.’

‘ભાઈ સમાલીને કામ લેજે. એ બીજા રાજાઓ જેવો નથી. એને વાળવો એ કઠણ કામ છે.’

‘બા ! તમારા આસીર્વાદ ને તમાલી સલાહ; પછી કોની મદગૂર છે કે સામે થાય ?’

‘ને હમણાં હું એને મળવા જાઉં તો -’

‘કેમ ?’

‘એને એના કલંકિત જીવનનો ખ્યાલ પૂરેપૂરો કરાવવો છે. મારી કીર્તિ પર એણે કેટલી ધૂળ નંખાવી છે ! મારા પર કેવાં-કેવાં કાવ્યો ને નાટકો રચ્યાં છે ને રચાવ્યાં છે ! એ બધાંનો ચૂપકે હિસાબ આપવો છે.’

‘ત્યારે એનો હાલ વધ તો કરાવીએ જ નહિ ?’

‘ના ભાઈ ! એ વિજય માત્ર ટૂંકજીવી થઈ પડશે. જેમ એ રિબાશે, જેમ એ માનભંગ તશે તેમાં જ કીર્તિ વધશે. આવા દુશ્મન પર દોર બેસાડવો એ બધા ચક્રવર્તીઓનાં નસીબે નથી લખાયેલું હોતું.’

‘ઠીક ! ત્યારે આજે તમે મળો, કાલે રાજસબા છે. પછી જોઈએ કેમ ચાલે છે ! કાષ્ઠપિંજરની પાસે સૈનિકોની ચકી તમે મુકાવી ?’

‘હા. તેં નહિ જોયું ? પ્રજાજન પાસે તારી ઠેકડી કરાવતો હતો.’

‘હા, મને દેવીએ કહ્યું. મને તો એની જીભ કેંચી કાઢવાનું મન થયું, પણ તમારી સંમતિ નહોતી એટલે માંડી વાળ્યું. ઠીક, કાંઈ નવીન હોય તો રાતે કહાવજો.’

‘હા.’

તૈલપે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને મૃણાલે આશીર્વાદ દીધો.

મૃણાલના હૃદયમાં એક ડંખ થયો : શું તેનું હૃદય કલંકિત થયું ? શા માટે તેણે તૈલપને દિલ ખોલીને વાત ન જ કરી ? શા માટે પોતાના તર્કવિતર્કો દબાવવા તેણે મિથ્યા વાતો કર્યા કરી ? પણ આ વાતથી પોતાના ને પોતાના ભાઈના પ્રતાપમાં તેને જે

અડગ શ્રદ્ધા સરવા લાગી હતી તે પાછી દૃઢ થઈ. મુંજના ખોટા આડંબરથી તે અંજાઈ ગઈ હતી, નિરાધાર કેદીની નફ્ફટ વાતોથી મહાત થઈ હતી, પોતે કેવી મૂર્ખ હતી કે આમ અંજાઈ ગઈ, આમ મહાત થઈ ! તેના હૃદય જેવા નિષ્કલંકી હૃદયને આ ઘટે ? વિચારો જુદી દિશા તરફ વળ્યા, હૈયામાં હામ આવી ને સરી જતી સ્વસ્થતા સુદૃઢ કરી તે મુંજને મળવા તૈયાર થઈ.

એ માણસના વિચારેવિચાર જાણવા, એના કર્તવ્યહેતુનું પૃથક્કરણ કરવું, એની જીવનજાળનાં ગૂંછળાં ઉકેલવાં એ તેના જેવી પ્રતાપી યોગિની ને મુત્સદ્દી સિવાય કોણ કરી શકે ? એ કાર્યમાંથી ડગવામાં તેને કાયરપણું લાગ્યું. તેનો ભાઈ તો પાદપ્રક્ષાલન મારી-ઠોકી કરાવશે, પણ પોતે નિષ્કલંક જીવનની પ્રબલ સત્તાથી જ અધમ અવંતીનાથ પાસે પશ્ચાત્તાપના જળે પોતાના પગ ધોવડાવશે.

રણમલ્લને બોલાવી તેણે હુકમ કર્યો કે, મુંજને પાંજરામાંથી ભોંયરામાં લઈ જવો. આ કામ કરી નાયક પાછો આવ્યો કે તેને સાથે લઈ તે મુંજને મળવા ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED