રાજર્ષિ કુમારપાલ

(67)
  • 31.5k
  • 3
  • 16.8k

પાટણના સિંહાસન ઉપર મહારાજ કુમારપાલનો અધિકાર સ્થાપિત થઇ ચૂક્યો હતો. રાજમાં અને પરરાજમાં સૌને ખાતરી થઇ ગઈ કે પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ મહારાજ જેવો જ સમર્થ અને તેજસ્વી પુરુષ આવ્યો છે. શાકંભરી, માલવા, મેદપાટ, નડૂલ, આબુ, સોરઠ – સઘળાં શાંત હતાં. ગુજરાત પ્રત્યે નજર ન નાખવામાં જ સૌને પોતાની મર્યાદા સચવાતી જણાતી. પણ ગુર્જરેશ્વર કુમારપાલ જેવો રણજોદ્ધો હતો, એવો જ પ્રેમધર્મને વરેલો મહાન પુરુષ પણ હતો. એણે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી માત્ર દુઃખ જ જોયું હતું અને અનુભવ્યું હતું, એને છેવટે સંગ્રામ કરીને પાર પણ કર્યું હતું. એનો એ અનુભવ એને પળેપળે રાજનીતિમાં દોરી રહ્યો હતો. ‘દુઃખ કોઈને નહિ’ એ જાણે કે એનો જીવનધર્મ બની ગયો હતો. રાજનીતિની પરંપરાને પણ એ પોતાના અનુભવથી માપવા માંડ્યો, યોગ્ય લાગે ત્યાં તોડવા પણ માંડ્યો.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

રાજર્ષિ કુમારપાલ - 1

ધૂમકેતુ પ્રવેશ પાટણના સિંહાસન ઉપર મહારાજ કુમારપાલનો અધિકાર સ્થાપિત થઇ ચૂક્યો હતો. રાજમાં અને પરરાજમાં સૌને ખાતરી થઇ ગઈ પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ મહારાજ જેવો જ સમર્થ અને તેજસ્વી પુરુષ આવ્યો છે. શાકંભરી, માલવા, મેદપાટ, નડૂલ, આબુ, સોરઠ – સઘળાં શાંત હતાં. ગુજરાત પ્રત્યે નજર ન નાખવામાં જ સૌને પોતાની મર્યાદા સચવાતી જણાતી. પણ ગુર્જરેશ્વર કુમારપાલ જેવો રણજોદ્ધો હતો, એવો જ પ્રેમધર્મને વરેલો મહાન પુરુષ પણ હતો. એણે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી માત્ર દુઃખ જ જોયું હતું અને અનુભવ્યું હતું, એને છેવટે સંગ્રામ કરીને પાર પણ કર્યું હતું. એનો એ અનુભવ એને પળેપળે રાજનીતિમાં દોરી રહ્યો હતો. ‘દુઃખ કોઈને નહિ’ ...વધુ વાંચો

2

રાજર્ષિ કુમારપાલ - 2

૨ મહાપંડિત દેવબોધ દેવબોધ વિશે આનકે કહેલી વાત એક રીતે સાચી હતી. રાજા કુમારપાલનું વલણ જૈનધર્મી થતું જાય છે, જોઇને સામંતો, શૂરવીરો, ક્ષત્રિયો અને બ્રાહ્મણોમાં એક પ્રકારનો ગુપ્ત તેમજ પ્રગટ વિરોધ ઊભો થયો હતો. ભૃગુકચ્છમાં રહેલા દેવબોધને એ ખબર પડી. તે પાટણમાં આવી પહોંચ્યો. એણે આવતાંવેંત પહેલું કંટેશ્વરીદ્વાર ઉપર આહ્વાનપત્ર જ મૂક્યું. એની ભાષામાં શાર્દૂલનો ગર્વ હતો. મદોન્મત ગજરાજનું ગૌરવ હતું. દેવબોધને પાટણ નવું ન હતું કે પાટણને દેવબોધ નવો ન હતો. એક વખત મહારાજ સિદ્ધરાજ જેવાને જેણે ભોંય ઉપર બેસાડીને પછી જ વાત કરી હતી એ આ દેવબોધ! એ વાત પાટણમાં નાનું શિશુ પણ જાણતું હતું. એના મસ્તકમાં ...વધુ વાંચો

3

રાજર્ષિ કુમારપાલ - 3

૩ કોણ રડી રહ્યું હતું? રાજાનું મન મનને કહી રહ્યું હતું, ‘કોણ હશે?’ અને તેના અંતરમાં અચાનક સિદ્ધરાજ મહારાજના અનેક રાત્રિપ્રસંગો આવી ગયા. લોકકંઠમાં, લોકકથામાં, લોકવાણીમાં ને લોકહ્રદયમાં હજી તેઓ બેઠા હતા. પોતે પણ આજે એવો જ કોઈ પ્રસંગ મેળવી શક્યો હોય! તે બહુ જ ધીમે સાવચેત પગલે આગળ વધ્યો. જરા જેટલો પણ અવાજ ન થાય તે માટે થોઈ વાર ચાલ્યા પછી એણે નીચે બેસીને જ ચાલવા માંડ્યું. પચીસ-પચાસ કદમ જ દૂરથી કોઈકનું અંતર હલાવી નાખે તેવું રુદન હવે સ્પષ્ટ સંભળાવા માંડ્યું! કોઈ ધ્રુસકેધ્રુસકે રડી રહ્યું હતું. રાજા આગળ વધ્યો. નજીક આવતાં એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એક નહિ ...વધુ વાંચો

4

રાજર્ષિ કુમારપાલ - 4

૪ ગોત્રદેવીનું ભોજન! કુમારપાલને શયનખંડમાં પછી નિંદ્રા આવી શકી નહિ. તે પ્રભાતની રાહ જોતો પડખાં ફેરવતો રહ્યો. એને મનમાં નિશ્ચય થઇ ગયો હતો: ‘રુદતીવિત્ત એ મહાભયંકર અમાનુષી વસ્તુ છે. એની વાત એ મંત્રીસભામાં મૂકે તો કોઈ એ સ્વીકારે એ અશક્ય હતું. અર્ણોરાજને પણ એટલા માટે જ એણે વાત કરી ન હતી. એણે પ્રભાતમાં જ ડિંડિમિકાઘોષ કરવી દેવાનો સંકલ્પ કરી લીધો. એની આંખ બે ઘડી મીંચાઈ ગઈ. રાજા જાગ્યો ત્યારે પહેલું કામ જ એણે એ કર્યું. પોતે જાતે જ ત્રિલોચનને એ આજ્ઞા આપી દીધી. તૈયાર થઈને પછી એ પૌષધશાળામાં જવા નીકળ્યો. એને દેવબોધની વાતનું આશ્ચર્ય થયું હતું. તેમ મનમાં હર્ષ ...વધુ વાંચો

5

રાજર્ષિ કુમારપાલ - 5

૫ શ્રીધરને શું કહ્યું? કૃષ્ણદેવને મહારાજ કુમારપાલે હણી નાખ્યો ત્યારે ઉદયને મહારાજનું એ રૌદ્ર રૂપ નજરોનજર જોયું હતું. એ રૂપ હજી એ ભૂલ્યો ન હતો. એણે પંચોલીને કહ્યું તો ખરું કે રાજસભામાં આવજો, પણ એના મનમાં મોટામાં મોટી ગડમથલ ચાલી રહી હતી. જરાક જેટલો અગ્નિ પાટણની અત્યારની પરિસ્થિતિને સળગાવી દેવા માટે બસ હતો. પળેપળમાં અને વાક્યેવાક્યમાં ધ્યાન રાખવું પડે એવી નાજુક પરિસ્થિતિ અત્યારે પ્રવર્તતી હતી. રાજસભામાં કાંઈ પણ અણધાર્યું ઘર્ષણ ઊભું થઇ જાય – કોઈનાથી – તો બધી જ બાજી પોતાના હાથથી ચાલી જાય અને છેલ્લા ચાવડા રાજા સામંતસિંહનો જમાનો પાટણ ફરીને દેખે. એટલે રાજસભામાં આમાંથી જ કોઈ કાંઈ ...વધુ વાંચો

6

રાજર્ષિ કુમારપાલ - 6

૬ સર્વ-અવસર મહારાજ કુમારપાલ રાજદ્વાર પર લટકતી સોનેરી ઘંટા જેમ હરકોઈ માટે ન્યાય માગવા સારુ રાત્રિદિવસ ખુલ્લી રહેતી, તેમ સભાના પ્રંસગે મહારાજના સાન્નિધ્યમાં હરકોઈને આવવાનો અધિકાર રહેતો અને હરકોઈ વાત કહેવાનો અધિકાર રહેતો. આજના ‘સર્વ-અવસર’ની તો આખી નગરીને ખબર હતી, એટલે ચારે તરફથી સૌકોઈ રાજમહાલયના ચોગાન તરફ જવા માટે ઊપડ્યા હતા. આજે પંચોલી શ્રીધરને મહારાજ શો ન્યાય આપે છે એ તરફ સૌની દ્રષ્ટિ મંડાણી હતી. કર્ણોપકર્ણ એક વાત ફેલાતી રહી હતી. કુમારપાલ જેવો લોભનો કટકો બોંતેર લક્ષ દ્રમ્મ હવે ભંડારમાંથી પાછા અપાવે એ વાતમાં માલ શો હતો? ગવૈયા સોલાકે એક વખત મહારાજની વિડંબના કરી હતી એ સૌને યાદ આવી ...વધુ વાંચો

7

રાજર્ષિ કુમારપાલ - 7

૭ રાજપિતામહ પણ એ શબ્દના પડઘા શમ્યા-ન-શમ્યા અને રાજસભામાં છેડે બેઠેલાઓમાંથી એક ગૌરવર્ણનો ઊંચો પુરુષ ઊભો થઇ ગયેલો સૌની પડ્યો. એની રીતભાત અને વેશ પરદેશી જેવા હતાં. તે રૂપાળો, સશક્ત અને પ્રતાપી લાગતો હતો. તેના એક હાથમાં ગ્રંથ હતો. કવિની છટા દર્શાવતું એનું ઉપવસ્ત્ર ખભા ઉપરથી લટકી રહ્યું હતું. ધનુષટંકારવ સમા અવાજે આહ્વાન આપતો હોય તેમ એ બોલ્યો: ‘મહારાજ! આ બિરુદ – “રાજપિતામહ” આવી રીતે બોલી નાખનાર કવિજન અજ્ઞ જણાય છે. શું આંહીં, આ રાજસભામાં કોઈ જ જાણતું નથી કે આ બિરુદ ધારણ કરવાનો અધિકાર માત્ર એક જ રાજપુરુષનો છે – કોંકણરાજ મહારાજ મલ્લિકાર્જુનનો?’ એની આ વાણી સાંભળતાં જ ...વધુ વાંચો

8

રાજર્ષિ કુમારપાલ - 8

૮ સોરઠનું જુદ્ધ થોડી વારમાં જ કાકભટ્ટ દેખાયો. સોરઠનો એક નાનકડો સામંત રાણો સમરસ કેટલાંક માણસો ઊભા કરીને રંજાડ રહ્યો હતો ને સોમનાથ ભગવાન પાસેના કેદારેશ્વર મંદિરના જાત્રાળુઓને હેરાન કરી રહ્યો હતો. વિમલાચલ (શત્રુંજય) આસપાસ પણ એણે રાડ બોલાવી હતી. બર્બરક એને ભાતભાતના શસ્ત્રઅસ્ત્રની મદદ કરતો. જયદેવ મહારાજનું છેલ્લું વેણ બધા ભૂલી ગયા હતા. કાક, કૃષ્ણદેવ, મલ્હારભટ્ટ, કેશવ, ત્રિલોચન, ઉદયન – બધા એક કે બીજી રીતે ભૂલી ગયા. એક ન ભૂલ્યો તે આ જંગલી બર્બરક! એણે દ્રઢ નિશ્ચય કર્યો હતો: કુમારપાલને ચૌલુક્ય સિંહાસન ઉપર બેસાડી દેનાર હણાવો જ જોઈએ. મહારાજ સિદ્ધરાજને સ્મરણાંજલિ આપવી જ જોઈએ. જંગલી જેવા બર્બરકની એ ...વધુ વાંચો

9

રાજર્ષિ કુમારપાલ - 9

૯ ઉદયનની ચિંતા મંત્રીશ્વર અને કાકભટ્ટ બહાર નીકળ્યા. મહારાજ સિદ્ધરાજના જમાનાથી બંને સાથે કામ કરી રહ્યા હતા, એકબીજાના હ્રદયની સમજી શકતા હતા. કાકભટ્ટે વર્ષોથી મંત્રીનું સાન્નિધ્ય સેવ્યું હતું. એણે જ મહારાજને અર્બુદગિરિમાં વિક્રમથી રક્ષ્યા હતા; પણ આજે ડોસાએ એંશી વરસે જે રાજભક્તિ દર્શાવી એ જોઇને કાકભટ્ટને કેશવની જલસમાધિ સાંભરી આવી. રાજભક્તિની આવી વજ્જર જેવી મજબૂત જીવંત દીવાલોમાં બેઠેલું પાટણ એને અમર લાગ્યું. કુમારપાલ અત્યારે હવે પાટણ છોડે એમાં સોએ સો ટકા જોખમ હતું. કુમારપાલનો વજ્જર-નિશ્ચય અને એનું રાજનૈતિક અવ્યવહારુ લાગતું જૈની વલણ એ બંનેએ એના માટે અનેક નવા દુશ્મનો ઊભા કર્યા હતા. અજયપાલ સોરઠમાં જાય એ પણ ઠીક ન ...વધુ વાંચો

10

રાજર્ષિ કુમારપાલ - 10

૧૦ ગુજરાતનો વિદ્યાપતિ એ વખતે ગુજરાતનો વિદ્યાપતિ કવિ રામચંદ્ર હતો. કવિ શ્રીપાલ ખરો. એનો સિદ્ધપાલ પણ ખરો. એમ તો સર્વજ્ઞ વિદ્વાન હતો. પણ કવિ રામચંદ્રની વાણીમાં સાક્ષાત સરસ્વતી રહેતી! એની વાણી, એની છટા, એનો શબ્દટંકાર – સભામાં એ વિજયી સેનાપતિ સમો દેખાતો. એની એકએક ઉક્તિ આવે ને માણસોના મન અને શીર્ષ ડોલી ઊઠે! એની ભરતીમાં ટંકારવ ધનુષનો હતો, તો શબ્દોમાં ખુમારી નિરંકુશ વાણીપતિની હતી. રામચંદ્રની સિદ્ધિ જોઈ કલિકાલસર્વજ્ઞ જેવા આચાર્ય હેમચંદ્રાચાર્યને પણ થઇ આવ્યું હતું કે કહો-ન-કહો, વિદ્યાનું અવિચળ સ્થાન ગુજરાતમાં આ ચલાવશે! બીજાને એક વિદ્યાના સ્વામી થતાં નેવનાં પાણી મોભે જતાં; રામચંદ્ર તો ત્રણત્રણ વિદ્યાનો અદ્વિતીય સ્વામી હતો. ...વધુ વાંચો

11

રાજર્ષિ કુમારપાલ - 11

૧૧ કોંકણનું જુદ્ધ! મહારાજ કુમારપાલની રાજસભામાં આમંત્રણ પામેલો કવીન્દ્ર કર્ણાટરાજ સુખાસનમાંથી ઊતરીને રાજસભા તરફ આવતો દેખાયો અને એની ચાલમાંથી ઉદયને એનું માપ કાઢી લીધું! એણે કવિ રામચંદ્રને કહ્યું હતું તે બરાબર હતું: આ માણસ કાવ્યરસ માણવા નહિ, માણસોને માપવા માટે જ આવ્યો હતો. પાટણની પરિસ્થિતિનો એણે ઠીક ખ્યાલ ક્યારનો મેળવેલો હોવો જોઈએ. એ જુદ્ધ લેવા આવ્યો હતો. એણે તાત્કાલિક જ એક નિર્ણય કરી લીધો: એને પાટણમાંથી આજ ને આજ કોઈ પણ રીતે રવાના કરી દેવો જોઈએ. પહેલી વાત એ, પછી બીજું. એણે સભામાં એક દ્રષ્ટિ ફેરવી. કાકને ત્યાં બેઠેલો જોયો. એ પણ એ જ મતનો જણાયો. એક નજરમાં બંને ...વધુ વાંચો

12

રાજર્ષિ કુમારપાલ - 12

૧૨ આમ્રભટ્ટની રણ-ઉત્સુકતા! કર્ણાટરાજ અદ્રશ્ય થયો કે તરત જ મહારાજ કુમારપાલની દ્રષ્ટિ આખી સભા ઉપર ફરી વાળી. એમાં સ્પષ્ટ રણનાદ બેઠો હતો. મલ્લિકાર્જુનની મહત્વાકાંક્ષા જાણીતી હતી. દાદા થઈને એને નવસારિકા સુધીનો પ્રદેશ પડાવી લેવાની વાત હતી. આ કર્ણાટરાજ તો પહેલું માપ લેવા આવ્યો હતો. કાવ્યવિલાસમાં વખત ન કાઢતાં એને સીધેસીધો વળાવવામાં આવ્યો એ મહારાજને ગમી ગયું. પણ એમની દ્રષ્ટિ આખી સભા ઉપર ફરી વળતાં તેઓ એક વાત પામી ગયા. ઠંડી ઉપેક્ષાભરેલી ઉદાસીનતા ત્યાં બેઠી હતી! પોતે હમણાં જે પગલાં લઇ રહ્યા હતા એનો છાનો સબળ વિરોધ અત્યારે પ્રગટ થયો જણાયો. મહારાજ કાંઈ બોલ્યા નહિ. કેવળ એમના મનમાં ચાલી રહેલા ...વધુ વાંચો

13

રાજર્ષિ કુમારપાલ - 13

૧૩ પ્રભાતે શું થયું? મહારાજ કુમારપાલનો આજનો સંયમ જોઇને ઉદયન છક થઇ ગયો હતો. આવો જ આજ્ઞાભંગ જેવો પ્રસંગ બન્યો હોત તો ત્યાં જ લોહીની નદીઓ વહી હોત! પણ આજે તો મહારાજે અદ્ભુત જ સંયમ બતાવ્યો હતો. એક પળભર એમની આંખ ફરેલી જોઈ, ત્યારે એ ધ્રૂજી ઊઠ્યો હતો, પણ એમાંથી એક વાત તે પામી ગયો: મહારાજ હજી એના એ હતા. સમય આવ્યે તેઓ એકલા રણમેદાને પડીને મેદાન મારી આવે ને બધાને પાણી ભરતા કરી મૂકે! ફક્ત એ વાત મનમાં આવે એટલી જ વાર! એ જ આત્મશ્રદ્ધા ભરી રણસુભટતા હજી ત્યાં હતી! છતાં એના મનમાં પ્રભાતની ચિંતા ઘર કરી રહી ...વધુ વાંચો

14

રાજર્ષિ કુમારપાલ - 14

૧૪ અર્ણોરાજને વાત કરી! કંટેશ્વરીમાં તે દિવસે અગ્નિ પ્રગટ્યો નહિ. પણ એટલે તો મહાઅમાત્યની ચિંતા વધી ગઈ હતી. હવે ભારેલો અગ્નિ થઇ ગયો હતો. ગમે તે પળે એમાંથી ભડકો થાય એવો સંભવ હતો. પોતે સૌરાષ્ટ્ર તરફ જાય એની રાહ જોવાતી હોય એમ પણ બને. એમાં મહારાજને કોંકણ તરફ જવું પડે તો-તો શું થાય? અને એટલામાં કર્ણાટરાજને વળાવીને પાછા વળેલા કાકે જે સમાચાર અપાય તે વધારે ચિંતાજનક હતા. મલ્લિકાર્જુનનો ગર્વ સકારણ હતો. તે કલ્યાણના ચૌલુક્યરાજ તૈલપ ત્રીજાની ધૂંસરીમાંથી મુક્ત થયો હતો. ગોપકપટ્ટનનો ‘શિવચિત્ત’ પરમર્દી એના ઉપર પાછળથી આવે તેમ ન હતું, કોલ્હાપુર સાથે એણે મેળ રાખ્યો હતો. એણે યેન કેન ...વધુ વાંચો

15

રાજર્ષિ કુમારપાલ - 15

૧૫ દધિસ્થળીમાં જાણીતો રસ્તો છોડી દીધો, એટલે ઉદયન, આમ્રભટ્ટ અને ત્રિલોચન ત્રણે દેથળીના કિલ્લા પાસે તો કોઈની પણ જાણ આવી પહોંચ્યા, પણ મુશ્કેલી હવે જ હતી. કોણકોણ આંહીં છે એ વાત હજી અંધારામાં હતી. કોઈ એમને જાણી ન જાય એવી બધી તૈયારી એમણે રાખી હતી અને ત્રણે જણા રાયકા બની ગયા હતા. કોઈ આવનાર સામંતોની પોતે સાંઢણી હાંકી આવ્યા હશે એમ ધારીને બહુ પૃચ્છા ન થાય એ એમનો હેતુ હતો. દ્વારપાલ દરવાજો બંધ કરે ને કિલ્લા ઉપરથી ચઢવું પડે તે પહેલાં અંધારાનો લાભ લઈને ત્રણે દેથળીમાં પ્રવેશી ગયા. ત્રિભુવનપાલનો દરબાર ઉદયનને શોધવો પડે તેમ ન હતો. આંહીં તો એનાં ...વધુ વાંચો

16

રાજર્ષિ કુમારપાલ - 16

૧૬ આલ્હણ-કેલ્હણની જોડી ઉદયનનાં અંતરમાં કોણ જાણે ક્યાંથી એક સ્ફુરણ આવી રહ્યું હતું. જાણે હવે એ પાટણને ફરીને નિહાળવાનો એને બોલનારા કરતાં મૂંગા રહેતા માણસો ભયંકર લાગતા હતા. દેથળીના દરબારગઢમાં બર્બરકને એકે શબ્દ બોલતો સાંભળ્યો ન હતો. અને છતાં આહીંથી પણ એ પોતેને ભોં ગળી જાય એવી રીતે અદ્રશ્ય થઇ ગયો હતો. એ પાટણમાં હોય તોપણ એ ક્યાં રહેતો હશે એ કળવું મુશ્કેલ હતું અને એ ક્યાં નહિ હોય એ જાણવું વળી એથી વધુ મુશ્કેલ હતું. દેથળીના દરબારગઢમાં એ બોલ્યો એક શબ્દ ન હતો, પણ પાટણની અત્યારની રાજતંત્રની નીતિનો સૌથી વધારેમાં વધારે ભયંકર દુશ્મન કોઈ હોય તો એ. એની ...વધુ વાંચો

17

રાજર્ષિ કુમારપાલ - 17

૧૭ સોરઠ-જુદ્ધના લડવૈયા ઉદયન મહારાજ પાસે ગયો. સોરઠ જતાં પહેલાં એને એક વસ્તુ ચોક્કસ કરી લેવાની હતી. આંતરિક ઘર્ષણ હરેક સંભવ ટાળવાનો હતો. અજયપાલ તો હવે દેથળીમાં બેસી ગયો હતો. એના ઉપર સતત જાગ્રત ચોકી પણ ત્રિલોચને ગોઠવી દીધી હતી, એટલે મહારાજ પાસે આ વાત અટય્રે ન કરવામાં એણે સાર જોયો. તેણે સોરઠની રણતૈયારીની વાત મૂકી. ‘મહારાજ! સોરઠના સૈન્યને હવે મહારાજ વિદાય આપે. બધું તૈયાર છે!’ ‘પણ કોને મોકલવો છે, મહેતા, એ નક્કી કર્યું છે? કાક તો ત્યાં વર્ધમાનપુર પહોંચી ગયો છે. બીજું કોઈન જાય છે?’ ‘કાક ત્યાં વર્ધમાનપુર છે. આ સૈન્ય ત્યાં એને મળીને આગળ વધશે. સમરસને ભિડાવવા ...વધુ વાંચો

18

રાજર્ષિ કુમારપાલ - 18

૧૮ મહાઅમાત્યની વિદાયઘડી રાજમહાલય સમા ઉદા મહેતાના વાડામાંથી તે દિવસે એક પાલખી ગુરુની પૌષધશાળા ભણી ગઈ અને ત્યાં અમાત્યના ફરવાની રાહ જોતી થોભી રહી. મહેતાના મનમાં દેથળીના દરબારગઢની વાત રમી રહી હતી. કોઈ રીતે ઘર્ષણ અટકે, છતાં જૈન ધર્મ એ તો રાજધર્મ જેવો જ થઇ રહે અને પ્રતાપમલ્લનો જ વારસો ચોક્કસ થાય એ એને કરવાનું હતું. સોમનાથ ભગવાનની પરંપરાને જરા સંભાળી લેવાની જરૂર એને લાગી હતી. એના મનમાં આ બધી વાત ભરી હતી. તે પૌષધશાળામાં ગયો તો ત્યાં જાણે એક નવી જ સૃષ્ટિ હતી! ત્યાં તો ગુરુ હેમચંદ્રાચાર્ય હંમેશના નિયમ પ્રમાણે શબ્દ-મહાર્ણવમાં નિમજ્જિત હતા! આંહીંની આ દુનિયામાં જાણે કે ...વધુ વાંચો

19

રાજર્ષિ કુમારપાલ - 19

૧૯ જુદ્ધભૂમિમાં મધરાત ભાંગ્યા પછી તરત અંધારી રાતમાં જ ઉદયન સોરઠ તરફ ચાલી નીકળ્યો. આલ્હણજી ને કેલ્હણજી પણ એની હતા. એના મનથી એણે પાટણમાં કરવાનું બધું કરી લીધું હતું. અજયપાલ ઉપર ત્રિલોચનની જાત-ચોકી બેસી ગઈ હતી. આલ્હણ-કેલ્હણ એની સાથે હતા. ધારાવર્ષદેવજી આબુ જતા રહ્યા હતા. સોમેશ્વર આમ્રભટ્ટ સાથે હતો. જેની દરમિયાનગીરીથી સામંતોનું ઘર્ષણ બળવાન થઇ તાત્કાલિક ભડાકા થતાં વાર લાગે નહિ એવો કોઈ હવે પાટણમાં હતો નહિ. અને પ્રતાપમલ્લ મહારાજ પાસે રહેતો હતો. પટ્ટણીઓ એને ભાવિ વારસ ગણે તેવું વાતાવરણ હતું. વળી ગુરુદેવ ત્યાં મહારાજ માટે પૂર્વભૂમિકા ઘડી રહ્યા હતા. વળી શાસનદેવની કૃપા થઇ તો ભાવ બૃહસ્પતિ ને દેવબોધ ...વધુ વાંચો

20

રાજર્ષિ કુમારપાલ - 20

૨૦ છેલ્લી પળે કેટલાકની પહેલી પળમાં ગગનાંગણનાં નક્ષત્રો કાવ્ય રચે છે, કેટલાકની છેલ્લી પળમાં. મહાઅમાત્યની છેલ્લી પળમાં એક અલૌકિક સૂતું હતું. કાક ભટ્ટરાજ ત્યાં એક દ્રષ્ટિએ મંત્રીશ્વરને જોતો ઊભો રહ્યો. તેના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. એ વર્ષોથી ઉદયનનો મિત્ર હતો. અનેક રણક્ષેત્રો એમણે સાથે ખેડ્યાં હતાં. મંત્રીની મૂર્છા એનું હ્રદય વિદારી રહી હતી. એટલામાં આલ્હણજી આવ્યા. થોડી વારમાં કેલ્હણજીએ આવીને જુદ્ધ તદ્દન સમાપ્ત થઇ ગયાના સમાચાર આપ્યા. સોરઠી સુભટોને ત્યાં રણક્ષેત્રમાં જ રાખ્યા હતા. અત્યારે તો સૌના દિલમાં મહાઅમાત્યની આ ઘેનનિંદ્રા બેઠી હતી. એટલામાં ધીમાં પગલે વૈદરાજ તેમની પાસે આવ્યો. તેણે નિશાની કરી. સૌ પટ્ટઘરની બહાર નીકળ્યા. ...વધુ વાંચો

21

રાજર્ષિ કુમારપાલ - 21

૨૧ ઘર્ષણ વધ્યું પાટણની દક્ષિણે થોડે અંતરે આવેલું નાનુંસરખું સિદ્ધેશ્વર પોતાનું એક અનોખું મહત્વ ધરાવતું હતું. એમાં અનેક મંદિરો તેથી નહિ, પણ સિદ્ધરાજ મહારાજે ત્યાં સિદ્ધેશ્વરની સ્થાપના કરી પછી એ રણે ચડતાં સેનાપતિઓની પ્રસ્થાન-ભૂમિ જેવું થઇ પડ્યું હતું તેથી. ત્યાંથી પ્રસ્થાન કરનારા વિજયમાળા પહેરીને પાછા આવતા, કાં અપ્સરાની પુષ્પમાળા પામતા. પરાજયનું એમને સ્વપ્ન પણ ન આવતું, એટલે ત્યાંથી પ્રસ્થાન કરવા માટે સૌ કોઈ આતુર રહેતા. રણ-આતુર જોદ્ધાઓનાં દિલમાં સિદ્ધેશ્વરનું અનોખું સ્થાન હતું, પણ એથી વધુ મહત્વ એને મળ્યું હતું બીજે એક કારણે. રણપ્રશ્નોની અનેક ગુપ્ત યોજનાઓ માટે સેનાપતિઓ સિદ્ધેશ્વરને પસંદ કરતાં. એ ચારે તરફ વિકટ જંગલોથી ઘેરાયેલું તદ્દન એકાંત ...વધુ વાંચો

22

રાજર્ષિ કુમારપાલ - 22

૨૨ આમ્રભટ્ટનો પરાજય અર્ણોરાજ પાછો ફર્યો. ત્રિલોચન આતુરતાથી એની રાહ જોઈ રહેલો લાગ્યો. દુર્ગપતિ બહુ અણનમ ગણાતો. અજયપાલજીને પ્રભાતમાં દાખલ કરી દેવાનું મહારાજે સોંપેલું કામ પાર ઉતારવાને એ ઘણો ઉત્સુક જણાતો હતો, પણ અર્ણોરાજને એ કામમાં રહેલું ઘર્ષણ હવે ધ્રુજાવી રહ્યું હતું. ‘કેમ, વાઘેલાજી! શું હતું? ત્યાં મળ્યા અજયપાલજી મહારાજ?’ ત્રિલોચને ઉતાવળે પૂછ્યું. અર્ણોરાજે વિચાર કર્યો. અજયપાલનું ઘર્ષણ ઊભું કરવામાં પાટણનું સ્પષ્ટ અહિત રહ્યું હતું. તેણે પ્રત્યુતર આપ્યો: ‘આપણે ત્રિલોચનપાલજી! એકદમ હવે પાટણ પહોંચી જઈએ. મહારાજને સમાચાર આપીએ. આંહીં તો ભારે થઇ છે!’ ‘કેમ, શું છે?’ ‘આમ્રભટ્ટજી આવ્યા જણાય છે.’ તે પાસે આવીને ધીમેથી બોલ્યો. ‘ખરેખર? કેમ જાણ્યું?’ ‘એમની ...વધુ વાંચો

23

રાજર્ષિ કુમારપાલ - 23

૨૩ જીવનકાવ્યની છેલ્લી પંક્તિ ‘આંહીં જ લાગે છે, વાગ્ભટ્ટ! પેલું શ્યામ વસ્ત્રઘર દેખાય! એ પોતે ત્યાં ઊભેલ જ છે. આપણે જરાક આંહીં થોભી જાઓ... આપણે વાત શી રીતે ઉપાડીશું?’ અર્ણોરાજ ને ત્રિલોચન સાંભળી રહ્યા. પરાજય સિવાયની બીજી કોઈ વાત હોય તેમ જણાયું. ‘મને પણ એ લાગે છે,મહારાજ! વાત કહેવી શી રીતે? એક તો એ સૌથી નાનો છે. પિતાથી પહેલી જ વખત જુદો પડ્યો હતો. પિતાજી પ્રત્યે એને અનહદ પ્રીતિ છે. એને તો કોંકણરજની વિષહર છીપ લાવીને પિતાજીને બતાવવી હતી અને ત્યાં તેઓ તો ચાલી નીકળ્યા! આ સમાચાર એને કહેવા શી રીતે? કાક ભટ્ટરાજ આવી ગયા હોત –’ અર્ણોરાજ ને ...વધુ વાંચો

24

રાજર્ષિ કુમારપાલ - 24

૨૪ ફરીને રણઘોષ વાગ્ભટ્ટ સાથે સૌ આમ્રભટ્ટની સેનાના પડાવ તરફ ચાલ્યા. એટલામાં તો આમ્રભટ્ટ અને મહારાજ કુમારપાલ બંને વસ્ત્રઘર આ બાજુ આવતા દેખાયા. શાંત, ધીમી, પ્રોત્સાહક વાણીથી મહારાજ એની સાથે કંઈક વાતો કરી રહ્યા હોય તેવું જણાયું. કાકભટ્ટને આગળ કરીને મહારાજની દ્રષ્ટિ પડે એટલે દૂર સૌ ઊભા રહ્યા. પણ મહારાજે તેમને નિશાની કરીને ત્યાં બોલાવ્યા. આમ્રભટ્ટ, વાગ્ભટ્ટને જોતાં જ, કાંઈક લજ્જાસ્પદ રીતે જમીન ભણી જોઈ રહ્યો. એણે એને કોંકણ-ચઢાઈનું પદ લેવાના સાહસ માટે વાર્યો હતો તે તેને યાદ આવ્યું. ‘આંબડ!...’ વાગ્ભટ્ટ અચાનક બોલ્યો: ‘આ કાકભટ્ટ સોરઠથી આવ્યા છે. એમણે વાત કરી ને હું તો છક થઇ ગયો છું. તારું ...વધુ વાંચો

25

રાજર્ષિ કુમારપાલ - 25

૨૫ મદ્યનિષેધ મહારાજ કુમારપાલની અંતરની એક ઈચ્છા હતી – અજયપાલને પ્રેમભરેલી રીતે મેળવી લેવાની. આ પ્રયત્ન પણ એ માટે પણ બાલચંદ્ર કોઈ ને કોઈ રીતે અગ્નિને પવન આપતો રહ્યો હતો, એટલે અજયપાલ પાટણ તરફ પગ માંડે તેમ ન હતો! એને કપાળકોઢ જોઈતો ન હતો, અકાલ મૃત્યુ પણ ખપતું ન હતું! પાટણમાં એને માટે એ બે રાહ જોતાં હતાં એમ એ માનવા માંડ્યો. મહારાજ કુમારપાલ પોતે સિદ્ધેશ્વરના મંદિરમાં આવ્યા. જો માને તો અજયપાલને લઇ જવા માગતા હતા. એમને કાનમાં ભણકારા ક્યારના વાગી ગયા હતા. અજયપાલ એમનું કર્યું ન-કર્યું કરી નાખશે, જો રાજગાદી મળી તો. અને રાજગાદીનો વારસ એ જ હતો. ...વધુ વાંચો

26

રાજર્ષિ કુમારપાલ - 26

૨૬ હેમચંદ્રાચાર્યે બતાવેલો માર્ગ તે રાતે રાજાને નિંદ્રા આવી નહિ. એણે શરુ કરેલા વ્યાપક સંસ્કારધર્મને કોઈ મૂળમાંથી જ છેદી હોય એવું એને લાગવા માંડ્યું. આવો સમર્થ દેવબોધ જેવો સાધુ જે વાત કહે તે ખોટી માનવાનું પણ કેમ બને? એના મનમાં આખી પૃથ્વીને અનૃણી કરીને મહાન કીર્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા બેઠી હતી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર એ કરી શકે એમ એ માની રહ્યો હતો. એમના વચન પ્રમાણે એણે આ પ્રવૃત્તિ માંડી હતી. પણ આંહીં તો દેવબોધ એની પ્રવૃત્તિમાત્રને ઉચ્છેદી નાખવાની શક્તિ ધરાવતો જણાયો. તેણે વહેલી સવારે પહેલવહેલાં જ પૌષધશાળાનો રસ્તો લીધો. હેમચંદ્રાચાર્ય ગુરુને ત્યાં તો એ જ વાતાવરણ અત્યારમાં હાજર થઇ ગયું ...વધુ વાંચો

27

રાજર્ષિ કુમારપાલ - 27

૨૭ કવિ વિશ્વેશ્વર સંન્યાસી દેવબોધનો પ્રશ્ન હવે વહેલેમોડે થાળે પડી જશે અને ઘર્ષણ સરજાવ્યા વિના જ એને પાટણમાંથી વિદાય શકાશે એવી ગુરુ હેમચંદ્રને ધીમેધીમે ખાતરી થતી આવી. રામચંદ્રે એક દિવસ સમાચાર આપ્યા કે દેવબોધે પંડિત સભા ભરીને કનકકુંડલ ને કડાં વહેંચ્યાં! બીજે દિવસે બાલચંદ્રે કહ્યું કે દેવબોધે નર્તિકાઓને મૌક્તિકમાલાઓ આપી! સુવર્ણદ્રમ્મ તો ત્યાં વહેંચાતા જ રહેતા! દેવબોધ મોકળે હાથે ખરચતો ગયો, શ્રેષ્ઠી આભડ આપતો ગયો, પણ તેમતેમ એની પાસે પહેલાંના માગનારાઓનો તકાદો પણ વધતો ગયો. સૌને થયું કે પંડિત પાસે દ્રમ્મ તો છે, પણ કાઢતા નથી! દેવબોધના ભવનની આસપાસ ધીમેધીમે માગનારાઓનાં એટલા બધાં કૂંડાળા થવા મંડ્યા કે દેવબોધ ગમે ...વધુ વાંચો

28

રાજર્ષિ કુમારપાલ - 28

૨૮ મંદિરનિર્માણ બીજા દિવસે રાજા અને આચાર્ય ‘યોગસૂત્ર’નું રહસ્યવાંચન કરી રહ્યા હતા, એટલામાં સામેથી દ્વારપાલને આવતો જોયો ને હેમચંદ્રાચાર્ય ગયા. કવિ વિશ્વેશ્વર ભાવ બૃહસ્પતિને આહીં લાવી શક્યા હતા. આચાર્યને એ વસ્તુમાં જ અરધો વિજય લાગ્યો. એટલામાં વિશ્વેશ્વર પોતે દેખાયા. એમના ચહેરા ઉપર પ્રસન્નતાભરેલું માધુર્ય હતું. તેમની પાછળ જ ... હેમચંદ્રાચાર્ય ઊભા થઇ ગયા. રાજા કુમારપાલે પણ હાથ જોડીને મસ્તક નમાવ્યું. જાણે કોઈ દિવસ કાંઈ ખટરાગ જ ન હોય તેવું વાતાવરણ સ્થપાતું જોઇને આચાર્યના મનમાં આનંદ-આનંદ થઇ ગયો. એમને એ જ જોઈતું હતું. પાટણનું પુનરુત્થાન એમાં હતું. ‘પ્રભુ!’ ભાવ બૃહસ્પતિ પણ બેસતાં જ વિનયથી બોલ્યા: ‘મને વિશ્વેશ્વરે કહ્યું, આપ આંહીં ...વધુ વાંચો

29

રાજર્ષિ કુમારપાલ - 29

૨૯ હૈય રાજકુમારી ભગવાન સોમનાથના અભિનવ મંદિરની ઘોષણાએ પાટણની હવામાં ફેરફાર કરી નાખ્યો. એ ઘોષ થયો અને એની વીજળિક દેશને ખૂણેખૂણે પહોંચી ગઈ. તમામના અંત:કરણમાં સૂતેલું એક મહાન અને ભવ્ય મંદિર રચવાનું સ્વપ્ન ઊભું થયું. બધાનાં મનમાં ઉત્સાહ આવી ગયો. ઠેકાણેઠેકાણે એ જ વાત થવા માંડી. સ્થળેસ્થળે ભગવાન સોમનાથનો મહિમા ગવાવો શરુ થયો. નવીનવી ભક્તમંડળીઓ નીકળી પડી. લોકોએ ભગવાન સોમનાથના નામે, ભાવ બૃહસ્પતિનાં ચરણે, સોનારૂપાની નદીઓ વહેવરાવવા માંડી. દેશભરમાંથી અનેક પ્રકારનાં સાધનોનો વરસાદ વરસવો શરુ થયો. સમસ્ત ગુર્જરપ્રજા અનોખો ઉલ્લાસ અનુભવી રહી. ઠેરઠેરથી જનપ્રવાહ પાટણ તરફ વહેવા માંડ્યો – ગાડાં ઉપર ને ઊંટ ઉપર, પાલખીમાં ને સુખાસનમાં, હાથી ઉપર, ...વધુ વાંચો

30

રાજર્ષિ કુમારપાલ - 30

૩૦ વિષહર છીપ! હૈહય રાજકુમારી કર્પૂરદેવી પરબારી સોમનાથને પંથે ભાવ બૃહસ્પતિને મળવા ઊપડી ગઈ હતી. એ સંદેશો થોડી વાર આવ્યો. આમ્રભટ્ટ કોંકણવિજય કરીને આવી રહ્યો હતો, એ વખતે ચેદિની રાજકુમારીની આંહીંની હાજરી રાજદ્વારી પુરુષોને આંખમાં કણાની પેઠે ખટકવાનો પણ સંભવ હતો. આ સમાચાર આવતાં સૌએ છુટકારાનો દમ લીધો. આમ્રભટ્ટનો કોંકણવિજય એ ગુજરાત માટે જેવોતેવો મહત્વનો પ્રશ્ન ન હતો. હંમેશને માટે એ તરફથી ચડાઈનો ભય રહેતો, પણ મલ્લિકાર્જુનને આમ્રભટ્ટે હણી નાખ્યો, એટલે એ વાત તાત્કાલિક શાંત થઇ ગઈ. આમ્રભટ્ટ આવ્યો. ધારાવર્ષદેવના પરાક્રમની મહારાજને એણે જાણ કરી. સોમેશ્વર ચૌહાણે મહારાજ જયસિંહદેવના દૌહિત્રનું નામ યશસ્વી કર્યું હતું. મહારાજ કુમારપાલે એ ત્રણેનું બહુમાન ...વધુ વાંચો

31

રાજર્ષિ કુમારપાલ - 31

૩૧ બીજ વવાયું વેડફાઈ ગયેલી મહત્વાકાંક્ષામાં મહાફણાધરનું વિષ રહે છે. નીલમણિને એક વખત સ્વપ્ન હતું ગુજરાતની મહારાણી બનવાનું. પણ પતન થયું એ એટલું વિધ્યુદ્વેગી, ભયંકર ને માનહાનિ નીપજાવનારુ હતું કે નીલમણિ પછી તો જાણે તરત અદ્રશ્ય જ થઇ ગઈ. એણે જોયું કે કુમારપાલની સામે ઊભો રહી શકે એવો શક્તિમાન કોઈ છે જ નહિ. એ પોતે ડાહપણભરેલી રીતે એકાંતવાસી થઇ ગઈ. એ વાત ઉપર વર્ષોનો અંધારપછેડો પડી ગયો. હમણાં એણે કર્ણોપકર્ણ ચર્ચા થતી સાંભળી: મહારાજ કુમારપાલનો એક સમર્થ પ્રતિસ્પર્ધી જાગ્યો છે – અજયપાલ! એ તો એટલે સુધી માનતો કે ખરી રીતે અત્યારે જ રાજ ઉપર મહારાજ કુમારપાલને બદલે એ હોવો ...વધુ વાંચો

32

રાજર્ષિ કુમારપાલ - 32

૩૨ ગુરુના ગુરુ ‘રામચંદ્ર!’ મહારાજ કુમારપાલના પ્રતિહાર વિજ્જલદેવે બીજે દિવસે પ્રભાતમાં આવીને ત્યાં મહાઆચાર્યના હાથમાં એક વિજ્ઞપ્તિપત્ર આપ્યો ને એને જોતા જ સમજી ગયા: આ કામ રામચંદ્રનું! તેમણે ધીમેથી રામચંદ્રને બોલાવ્યો: ‘રામચંદ્ર! જરા આવો તો.’ રામચંદ્ર તરત આવ્યો. તેના એક હાથમાં ગ્રંથના પાનાં રહી ગયાં હતાં. ‘રામચંદ્ર!’ કલિકાલસર્વજ્ઞે કાંઈક ગંભીર અવાજે કહ્યું: ‘આ તમે મહારાજને લખાવ્યું છે?’ ‘શું, પ્રભુ?’ ‘જુઓ આ...’ આચાર્યે તેની સામે વિજ્ઞપ્તિપત્ર ધર્યો. સોનેરી શાહીમાં એ શોભી રહ્યો હતો. રામચંદ્ર તેમાં ઉતાવળી નજર નાખી ગયો. તેણે ગુરુ સામે જોયું, બે હાથ જોડ્યા: ‘અપરાધ તો મેં કર્યો છે, પ્રભુ!’ ‘બીજું કાંઈ નહિ, રામચંદ્ર! મહારાજે એ ઈચ્છા ઘણી ...વધુ વાંચો

33

રાજર્ષિ કુમારપાલ - 33

૩૩ છોકરાંની રમત વહેલા પ્રભાતમાં એક દિવસ બંને ત્યાં સરસ્વતીને કિનારે ફરી રહ્યા હતા. સેંકડો નૌકાથી નદીના બંને કાંઠા લગતા હતા. પાટણ તરફ દ્રષ્ટિ કરતાં ઇન્દ્રની કોઈ અપ્સરાનું જાણે શતકોટિ આભરણ-વસ્ત્ર નીચે પડી ગયું હોય તેમ સેંકડો ને હજારો કનકકળશોથી નગરીમાં રમ્ય મહાલયો શોભી રહ્યાં હતાં. પૃથ્વીને કોઈ દિવસ તજવાનું મન ન થાય એટલી મોહક રમણીયતા ત્યાં રેલાઈ રહી હતી. બંને સાધુ નગરીને પ્રેમથી નિહાળી રહ્યા. હેમચંદ્રાચાર્યે અચાનક કહ્યું: ‘પ્રભુ! આવી ઇન્દ્રપુરી જેવી નગરી છે, વિક્રમ સમો રાજા છે...’ ‘અને, હેમચંદ્ર! તારા સમો ગુરુ છે...’ દેવચંદ્રજીએ હસતાં-હસતાં કહ્યું. ‘પણ એક વસ્તુ આંહીં નથી!’ ‘શું?’ ‘આંહીં કોઈ જ અકિંચન નથી, ...વધુ વાંચો

34

રાજર્ષિ કુમારપાલ - 34

૩૪ ઉપાલંભ મહારાજ કુમારપાલ પાસે આવ્યા ત્યારે એમનો વેશ જોઇને આચાર્યને પણ નવાઈ લાગી. તદ્દન સાદો, જરાક પણ જાત ન કરી દે તેવો એ વેશ હતો. દેખીતી રીતે રાત-આખી વેશપલટો કરીને, નગરચર્યા જોવા માટે તેઓ ગયા હોય તેમ જણાયું. એમણે આવતાંવેંત દેવચન્દ્રાચાર્યને પંચાંગ નમસ્કાર કર્યા. બે હાથ જોડીને તેઓ ત્યાં ઊભા રહ્યા. ‘મહારાજ! આમ અત્યારે ક્યાંથી?’ હેમચંદ્રાચાર્યે પૂછ્યું. જવાબમાં મહારાજે એક જબ્બર નિશ્વાસ મૂક્યો: ‘રાજભંડાર તમામ ખાલી કરું તોપણ ટાળી ન શકાય એટલી ગરીબી જોઇને આવું છું. પ્રભુ! આ સહ્યું જાતું નથી! ઈશ્વર આપણને વાહન ન બનાવે?’ ‘શેનું, રાજાજી?’ દેવચન્દ્રાચાર્યે પોછ્યું. ‘મહારાજ! તમામને અનૃણી કરવાનું. મને એ એક શક્તિ ...વધુ વાંચો

35

રાજર્ષિ કુમારપાલ - 35

૩૫ બીજું વિષબીજ વવાયું! વિધિની આ એક વિચિત્રતા છે. એક તરફ માણસો મહોત્સવ માણતા હોય, ત્યારે એ જ ઉલ્લાસસાગરને બીજી બાજુ કરુણ રુદનનાં બીજ વવાતાં હોય! કોંકણવિજય એ પાટણમાં મહોત્સવની સીમા હતો. એક પળભર સૌને લાગ્યું કે હવે પાટણના મહારાજની સીમામર્યાદા સ્થપાઈ ગઈ. મહારાજ કુમારપાલે વિશ્રાંતિનો શ્વાસ લીધો. ધારાવર્ષદેવ અર્બુદ ગયા. સોમેશ્વર હજી શાકંભરીની પ્રતીક્ષા કરતો પાટણમાં જ રહ્યો. આમ્રભટ્ટ શકુનિકાવિહારની રચનામાં રચી રહ્યો. આલ્હણ-કેલ્હણને મહારાજે નડૂલ પાછું સોંપી દીધું. દંડનાયકને તેડાવી લીધો. આ પ્રમાણે જ્યારે પાટણમાં ઉપરઉપરથી શાંતિ સ્થપાઈ ગઈ લાગતી હતી, બરાબર ત્યારે જ શાંતિસાગરમાં અંદર વિષનાં બીજ પણ આવી રહ્યાં હતાં! નવા રમનારાઓ એક પછી એક ...વધુ વાંચો

36

રાજર્ષિ કુમારપાલ - 36

૩૬ સોમનાથનો શિલ્પી! ભાવ બૃહસ્પતિ ને વાગ્ભટ્ટ બંને સોમનાથ મંદિરની ભવ્ય રચનાને ઉતાવળે આગળ ધપાવી રહ્યા હતા. લોકમાં તો ઘોષને અજબ પ્રોત્સાહન આણ્યું હતું. ભારતભરમાંથી રાજવંશી પુરુષો, ભેટ લઇ-લઇને ધરવા માટે આવી રહ્યા! હૈહયની તો રાજકુમારી પોતે જ સોનાનાં કમળ લઈને આવી હતી. શિવચિત્ત પરમર્દીએ છેક ગોપકપટ્ટનથી ચંદન મોકલ્યું હતું. સોમનાથ તરફ જનારા માણસોનો એક અવિચ્છીન પ્રવાહ શરુ થયો હતો. મહારાજ કુમારપાલનો વિજયઘોષ ગવાઈ રહ્યો. પાટણમાં અજબની શાંતિ થઇ ગઈ. ગુરુ હેમચંદ્રાચાર્યનો આત્મા પ્રસન્ન-પ્રસન્ન થઇ ગયો. હરેક પ્રકારનું ઘર્ષણ એમના મનથી એમણે ટાળી દીધું હતું. હવે તો કેવળ અજયપાલનું ધ્યાન રાખવામાં આવે તો પાટણનો ઉત્કર્ષ હજી પણ થવાનો હતો. ...વધુ વાંચો

37

રાજર્ષિ કુમારપાલ - 37

૩૭ વિધિના રમકડાં! મહારાજ કુમારપાલના આ શાંત વર્ષોની શાંત પળોમાં એક વિચિત્ર વ્યક્તિએ એક વિચિત્ર ઉદ્યોગ આરંભ્યો હતો. એ બાલચંદ્ર, બાલચંદ્ર કવિ હતો. એ પોતાને રામચંદ્રથી અધિક માનતો હતો, પણ લોકો એમ માનતા ન હતા. એ એમનાથી જુદો પડ્યો. પરિણામે રામચંદ્રના કાવ્ય-નાટકો પાટણની પોળેપોળમાં ભજવાતાં એ જોવા માટે ધમાલ થવા માંડી. એનું ત્રણ વરસનું શિશુ પણ જાણતું થયું, જ્યારે બાલચંદ્રના નામે એક ચકલું પણ ક્યાંય ફરકતું નહિ! લોકોની ગાંડી રસવૃત્તિને બાલચંદ્રે પહેલાં તો ખૂબ ઝાડી, પણ તેમતેમ એ વૃત્તિ વધતી જ ગઈ. રામચંદ્રના નાટક-કાવ્યોની સંખ્યા ગણવા માટે બે આંગળીના વેઢા ઓછા પડવા માંડ્યા! ‘રામચંદ્રે ઠીક સંખ્યા વધારી!’ એવા ટાઢા ...વધુ વાંચો

38

રાજર્ષિ કુમારપાલ - 38

૩૮ સોમનાથની જાત્રા સોમનાથનું મંદિર તૈયાર થવા આવ્યું. સમયને જતાં શી વાર લાગે છે? પણ એ તૈયાર થયાના સમાચાર ત્યારે એ મહોત્સવપ્રસંગે હાજર રહેવા માટે જનારાઓની સંખ્યા સેંકડોથી નહિ, હજારોથી ગણાવા માંડી. આખી પાટણનગરીમાં જાણે કોઈ ઘેર જ રહેવા માગતું ન હતું! મહારાજને પણ ચિંતા થઇ: કોને હા કહેવી ને કોને ના કહેવી? કેટલાક ચુસ્ત જૈનોમાં મંદ ઉત્સાહ હતો, એટલે એમના ઉપર પાટણનો ભાર સોંપીને જવાની તૈયારીઓ થવા માંડી. આમ્રભટ્ટ શકુનિકાવિહાર બંધાવી રહ્યો હતો, એટલે એ ભૃગુકચ્છમાં હતો. એણે પાટણનો રક્ષણભાર સોંપાયો. પણ કર્ણોપકર્ણ વાત ચાલી: ‘ગુરુજી હેમચંદ્રાચાર્ય સોમનાથ પાટણ જાય છે ખરા? કે નથી જતા?’ સામાન્યોમાં એ કુતૂહલનો ...વધુ વાંચો

39

રાજર્ષિ કુમારપાલ - 39

૩૯ વિધિની એક રાત્રિ બીજે દિવસે પ્રભાતે ભગવાન સોમનાથનાં દર્શન કરવા માટે પરમ પાશુપાતાચાર્ય ભાવ બૃહસ્પતિ પોતે મહારાજ કુમારપાલની જવાના હતા. મહારાજે ભાવ બૃહસ્પતિને સાધારણ પૃચ્છા કરી, તો ખબર મળ્યા કે ગુરુ હેમચંદ્રાચાર્ય હજી આવ્યા નહોતા. રાજાને પણ ચિંતા થઇ: ગુરુ મહારાજ આવશે કે નહિ આવે? નહિ આવે તો? પણ તેઓ ગુરુને ઓળખતા હતા. ગુરુ આવ્યા વિના નહિ રહે. કેટલાકે એટલી વાતમાંથી રજનું ગજ કરવા માંડ્યું! ‘ગુરુ હેમચંદ્ર નીકળ્યા ખરા, પણ આવ્યા નહિ! શું કરે, ભાઈ! રસ્તામાં માંદા પડી ગયા!’ બીજાએ કહ્યું. ‘ભૈ! એ તો મંદવાડ – પણ એમનો!’ જેને જેમ ઠીક પડે તેમ ચર્ચા થતી રહી. તે રાત્રિએ ...વધુ વાંચો

40

રાજર્ષિ કુમારપાલ - 40

૪૦ સોમનાથપ્રશસ્તિ બીજે દિવસે પ્રભાત થતાંમાં તો સોમનાથ મંદિર તરફથી આવતા મંગલ વાજિંત્રોના સૂરોએ રાજાની છાવણીને વહેલી જ જગાડી હતી. ભાવ બૃહસ્પતિ, કવિ વિશ્વેશ્વર, મહાશિલ્પી વિંધ્યદેવ, સોરઠના રા’ મહીપાલદેવ, આભીર ગમદેવ, રાણા સામંતો, મંડલેશ્વરો, મંડલિકો, ઉપરાજાઓ, સેંકડો પ્રજાજનો – મોટો સમૂહ રાજાનો સત્કાર કરવા સામે આવતો હતો. મહારાજ કુમારપાલ પણ પગપાળા જ ચાલી રહ્યા હતા. માનવસમૂહના ઉલ્લાસની કોઈ સીમા ન હતી. સૌને પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતર્યું જણાતું હતું. ભાવ બૃહસ્પતિ આવ્યા અને મહારાજ કુમારપાલને પ્રેમથી આશિર્વાદ આપતા ભેટ્યા. કવિ વિશ્વેશ્વરે પ્રશસ્તિ કરી. વિંધ્યદેવે નમન કર્યું. રાજા-રાણાએ પ્રણામ કર્યા. મહારાજે સૌને પ્રેમથી સમાચાર પૂછ્યા. એટલામાં તો જનસમૂહમાં જાણે એક લાંબી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો