Chakravyuh book and story is written by Rupesh Gokani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chakravyuh is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચક્રવ્યુહ... - નવલકથા
Rupesh Gokani
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
“આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ હતો. ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપનીમાં પોસ્ટ મેળવવા માટે તે તૈયારી કરતો હતો તે દિવસ આવી ચુક્યો હતો, હવે બસ એક રાત બાકી હતી. ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીની ખુબ જ ખ્યાતનામ કંપની હતી. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની શાખા વિસ્તરેલી હતી. કોઇપણ વ્યક્તિ આ કંપનીમાં નોકરી મળે તેને પોતાનુ સદભાગ્ય સમજતા પરંતુ જેની વિખ્યાતી આટલી મોટી હોય તે કંપનીમાં સરળતાથી નોકરી મળી શકતી નહી. એ જ કંપનીમાં નોકરી મેળવવા છેલ્લા એક વર્ષથી રોહન ઉપાધ્યાય પર્શનાલીટી ડેવલપમેન્ટ, જનરલ નોલેજ, માઇન્ડ શાર્પનેશ જેવા અનેક ક્લાસ કર્યા હતા. રોહને માત્ર જ્ઞાનને જ એકમાત્ર પરિબળ માન્યુ ન હતુ પરંતુ પોતાની પર્શનાલીટી અસરકારક છાપ છોડી જાય તે માટે તેણે અનેક મલ્ટીનેશનલ કંપની દ્વારા લેવામાં આવતા અનેક ઇન્ટરવ્યુ પર ઘણુ શંશોધન કર્યુ હતુ. “ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન” કહેવત મુજબ તે કોઇપણ ખતરો ઉઠાવવા માંગતો ન હતો.
ભાગ-૧ RUPESH GOKANI “આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ હતો. ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપનીમાં ...વધુ વાંચોમેળવવા માટે તે તૈયારી કરતો હતો તે દિવસ આવી ચુક્યો હતો, હવે બસ એક રાત બાકી હતી. ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીની ખુબ જ ખ્યાતનામ કંપની હતી. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની શાખા વિસ્તરેલી હતી. કોઇપણ વ્યક્તિ આ કંપનીમાં નોકરી મળે તેને પોતાનુ સદભાગ્ય સમજતા પરંતુ જેની વિખ્યાતી આટલી મોટી હોય તે કંપનીમાં સરળતાથી નોકરી મળી શકતી નહી.
ભાગ-૨ ચક્રવ્યુહ નોવેલના પ્રથમ પ્રકરણમાં આપણે વાંચ્યુ કે હેન્ડસમ યુવાન રોહન ઉપાધ્યાય ખન્ના ગૃપ ઓફ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાય છે, ત્યાં તેનું ઇન્ટરવ્યુ ખુબ સારૂ જાય છે અને રોહન ખુબ ખુશ થાતો પોતાના માદરે વતન ભુજ પહોંચી જાય છે ...વધુ વાંચોમાતા-પિતાને મળવા અને પોતાના મિત્રોને મળવા પહોંચી જાય છે, ત્યાં તે પોતાના જીગરજાન મિત્રો સાથે માંડવી બીચ પર ફરવા જાય છે અને ખુબ મોજમસ્તી કરે છે, પાછા ફરતી વખતે અચાનક તે ગાડી રોકવાનું કહે છે, ચલો હવે વાંચીએ આગળ................... “શું થયુ રોહન??? અચાનક કેમ કારને રોકી? એનીથીંગ સીરીયસ?” અભયે પુછ્યુ. “સોરી ગાઇઝ બટ આઇ વોન્ટ ટુ બી ફ્રેશ.” રોહને ઇશારો
ભાગ-૩ ચક્રવ્યુહ નોવેલના બીજા પ્રકરણમાં તમે વાંચ્યુ કે રોહનને કાંટાની વાળ પાછળ દુલ્હનના કપડા અને ઘરેણાની છાબ દેખાય છે અને કોઇના રડવાનો અવાજ આવે છે, તેના મિત્રોને બોલાવતા ત્યાં બધુ ગાયબ હોય છે, બીજા દિવસે વાડીએ હોજમાં તેને કોઇ ...વધુ વાંચોહોય તેવો ભાસ થાય છે અને અચાનક સવારે તેનો ફોન રણકી ઉઠે છે, હવે વાંચો આગળનો ભાગ-૩ “હેલ્લો, મિસ્ટર ઉપાધ્યાય સ્પીકીંગ?” “યસ, રોહન ઉપાધ્યાય સ્પીકીંગ. હુ આર યુ?” “આઇ એમ ફ્રોમ ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આઇ એમ ગ્લેડ ટુ ઇનફોર્મ યુ ધેટ યુ આર વન ઓફ ધ સિલેક્ટેડ પર્શન. પ્લીઝ ચેક યોર મેઇલ. વી સેન્ટ યુ ધ જોઇનીંગ
(૪) “આટલી રાત્રે છોકરો કેમ રડતો હશે? લાગ છે કાંઇ અજુગતુ બની રહ્યુ છે.” વિચાર કરતા તેણે બાઇક એક બાજુ પાર્ક કરી અને રડવાની દિશામાં તે ચાલવા લાગ્યો ત્યાં અચાનક જ બે બાઇકસવાર પુરવેગે તેની બાજુમાંથી નીકળ્યા. રોહને જોયુ ...વધુ વાંચોતે બન્નેની વચ્ચે એ જ બાળક હતો જેનો રડવાનો અવાજ આવતો હતો. બીજી કાંઇ પણ પરવા કર્યા વિના રોહને પણ બાઇકનો પીછો કરવા લાગ્યો. ગાડી ભુજ બહાર નીકળી ગઇ તો પણ રોહને તેનો પીછો કરવાનુ ચાલુ જ રાખ્યુ. અચાનક જ રોહનને બાઇક દેખાતી બંધ થઇ ગઇ. રોહને પોતાની બાઇક થોભાવી દીધી અને ચારે બાજુ નજર કરવા લાગ્યો. “ઓય.......માળી......રે..........” બસ
ભાગ-૫ બીજે દિવસે રવિવાર હતો આથી રોહનને શાંતિ હતી. પોતાના રૂમ પર પહોંચી તેણે આરામ કર્યો. બીજા દિવસથી જ ટ્રેનીંગ જોઇન કરવાની હોવાથી ન્યુ બેગ અને ટાઇ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરી લીધી. રાત્રે બહાર જ ડિનર કરી રોહન ...વધુ વાંચોપર આવી ગયો અને વહેલો જ ઊંઘી ગયો. વહેલી સવારે ઉઠી નાહીધોઇને રોહન તૈયાર થઇ આઠ વાગ્યે ઘરેથી ઓફિસ જવા નીકળી ગયો. તેના રૂમથી ઓફિસ વચ્ચેનું અંતર વીસેક મિનિટ જેવુ જ હતુ અને ઓફિસનો સમય ૯.૦૦ વાગ્યાનો હતો પણ પહેલો જ દિવસ હોવાથી રોહન કોઇ રીશ્ક લેવા ઇચ્છતો ન હતો આથી તે વહેલો જ ઓફિસ જવા નીકળી ગયો. “હેલ્લો