ચક્રવ્યુહ... - 15 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 15

પ્રકરણ – ૧૫

“કેમ પ્રકાશભાઇ, તમે કાંઇ કોલ્ડ ડ્રીંકસ કે સ્નેક્સ વિના ઊભા છો? આમ તે કાંઇ ચાલે?” સુરેશ ખન્નાએ પ્રકાશભાઇ પાસે આવતા જ પૂછ્યુ અને સર્વન્ટને બોલાવી સ્નેક્સ-કોલ્ડ ડ્રીંકસ મંગાવ્યા.   “અરે ખન્ના સાહેબ, તમે અમારી ઉપાધી ન કરો, આમ પણ અમને આ બધુ બહારનું અને મસાલેદાર લેવાની બહુ ઓછી આદત છે.” પ્રકાશભાઇએ પ્રત્યુતર વાળતા કહ્યુ.   “તમને પસંદ આવે એવુ મંગાવીએ તો?” કહેતા જ તેણે સર્વન્ટને કહીને ફ્રેશ પાઇનેપલ જ્યુસનો ઓર્ડર લાવવા કહ્યુ.   “ખન્ના સાહેબ આ બધી ફોર્માલીટીની શું જરૂરિયાત છે, અમારી ચિંતા ન કરો તમે.”   “તમારી ચિંતા કરવી એ મારી ફરજ છે પ્રકાશભાઇ, થોડીવારમાં જ આપણે...................... સમજી ગયા ને?” સુરેશ ખન્નાએ આંખ મીચકારતા હસી પડ્યા.   “હાસ્તો ખન્ના સાહેબ.”   “તમે જ્યુસ લો, થોડીવારમાં જ હું આવું છું, પછી આપણે ઘર જોઇ લઇએ. એક્સક્યુઝ મી.” કહેતા સુરેશ ખન્ના આવનાર મહેમાનને આવકારવા દોડી ગયા.   “એક્સક્યુઝ મી સર, લેટ્સ વીઝીટ ખન્ના હાઉસ.” સુસજ્જ યુનીફોર્મમાં સજ્જ થયેલ એક વ્યક્તિએ આવીને પ્રકાશભાઇ અને કૌશલ્યાબેનને આવકાર્યા.

“ખન્ના સાહેબ???”   “ખન્ના સર આવનાર ગેસ્ટને વેલકમ કરવામાં બીઝી છે તો તેમણે મને કહ્યુ છે. સર લેટ્સ વીઝીટ ખન્ના હાઉસ. ચલો સર, પુજારૂમથી જ સરૂઆત કરીએ.” કહેતા જ તેણે આગેવાની કરતા કહ્યુ.   પૂજારૂમમાં પ્રવેશતા જ જાણે એક અલગ જ દુનિયામાં આવી પહોંચ્યા હોય તેવો અહેસાસ પ્રકાશભાઇને થયો. સંપૂર્ણ એ.સી. રૂમ અને એ પણ સાઉન્ડપૃફ, બહારની પાર્ટીનો જરા પણ અવાજ અંદર આવતો ન હતો. સુંદર રાધાકૃષ્ણની ભવ્ય પ્રતિમાને સોળે સણગાર ધરાવેલા હતા અને ભગવદગીતાના શ્ર્લોક કર્ણપ્રિય લાગી રહ્યા હતા. પ્રકાશભાઇ અને કૌશલ્યાબેન તો આંખો બંધ કરી બસ એ ભગવદગીતાના શ્લોક સાંભળવામાં તલ્લીન થઇ ગયા હતા ત્યાં સાથે આવેલ માણસે આગેવાની લેતા ઉપરના માળે લઇ જવા તરફ ઉપાડ્યા.

પ્રથમ માળે લાઇબ્રેરી હતી જેમા જુદી જુદી ભાષાના અઢળક પુસ્તકોનો ખજાનો હતો, પ્રકાશભાઇ પણ વાંચનપ્રિય હતા એટલે અહી પણ પોતાને મનભાવન વસ્તુ મળતા તે ખુબ ખુશ થઇ ઉઠ્યા. અરે, એકાદ બે પુસ્તકો તો તેણે હાથમાં લઇ વાંચન પણ શરૂ કરી દીધુ, લાઇબ્રેરીની બાજુમાં સુરેશ ખન્નાના વ્હાલસોયા પૂત્રનો સ્ટડીરૂમ અને બેડરૂમ હતો તેની બાજુમાં કાશ્મીરાનો બેડરૂમ હતો અને કીચન તો એવડુ મોટુ હતુ જાણે કોઇ હોટેલનું કીચન ન હોય. ત્રીજા માળે સુરેશ ખન્નાનો ભવ્ય શ્યુટ હતો અને બીઝનેશ માટે પણ એક પર્શનલ ઓફિસ હતી અને ગેસ્ટરૂમ હતા. પાછળના ભાગે ભવ્ય સ્વીમીંગ પુલ હતો, જ્યાં મોટા નાળિયેરીના વૃક્ષો અને બીજા અનેક મોટા વૃક્ષોથી છવાયેલો હતો એ વિસ્તાર.

જેવુ આલીશાન મકાન એવુ જ કિંમતી ફર્નીચર બનાવેલુ હતુ, ઘરની તમામ વસ્તુઓ ઇમ્પોર્ટેડ જણાતી હતી, પ્રકાશભાઇ અને કૌશલ્યાબેન આવો આલીશાન મહેલ જોઇ આભા બની ગયા લગભગ અડધી કલાકે આખો મહેલ જોઇ બધા નીચે આવ્યા ત્યાં આખો હોલ મહેમાનોથી ભરચક ભરાઇ ગયો હતો અને સુરેશ ખન્ના અને જયવંતીબેન બન્નેએ સ્ટેજ પર પોતાનુ સ્થાન મેળવી લીધુ હતુ.   થોડી જ વારમાં હોલ અને ત્રણેય માળની તમામ લાઇટ્સ ઓફ થઇ ગઇ ત્યાં બધા લોકો અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા ત્યાં મેઇન એન્ટૃન્સથી કાશ્મીરા આવતી દેખાઇ અને તેના પર લાઇટ ફોકસ થઇ અને બધાનુ ધ્યાન એ તરફ ખેંચાયુ.   “લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઇ એમ હાર્ટલી વેલકમ ઓલ ઓફ યુ.” બટન માઇક લગાવી કાશ્મીરાએ બધાનુ સ્વાગત કરતા આગળ વધી રહી ત્યારે બધાની નજરો એકદમ ચોંટી ગઇ હતી, ડિઝાઇનર વેસ્ટર્ન લોંગ ગાઉનમાં સજ્જ થયેલી કાશ્મીરાનો લુક બધાને આકર્શિત કરતો હતો. ખુલ્લા વાળ, ડાઇમંડની ડિઝાઇનર નેકલેશ અને હાઇ હીલ સેન્ડલમાં સજ્જ કાશ્મીરાનો પ્રચંડ અવાજના પડઘા હોલમાં ગુંજી રહ્યા હતા, ધીમે પગલે અમૂક ખાસ આમંત્રીતોને પર્શનલી વેલકમ કરતી કાશ્મીરા  સ્ટેજ પર આવી ગઇ. જેવી તે સ્ટેજ પર પહોંચી કે તમામ લાઇટ્સ ઓન થઇ ઊઠી.   “લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપ સૌનુ મારા ભાઇ ઇશાનની બર્થ ડે પાર્ટીમાં સ્વાગત છે. આપ સૌ ખન્ના’સ ના આમ્ંત્રણને માન આપી પધાર્યા એ બદલ અમે સૌ આપના આભારી છીએ, ટુંક સમયમાં જ જેના માટે આ પાર્ટીનુ આયોજન થયુ છે એ મારો સ્વીટ બ્રો અહી આવી જશે, ત્યાં સુધી જસ્ટ એન્જોય યોરસેલ્ફ. થેન્ક યુ.” કાશ્મીરાએ જેવી સ્પીચ પૂર્ણ કરી કે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.   “પ્રકાશભાઇ, આપ બન્નેને એક વિનંતી છે કે આપ બન્ને આ સગાઇની વાત હમણા જાહેર ન કરજો, કેમ કે આ વાત એકદમ ટોપ સિક્રેટ રાખવામાં આવી છે, ઇશાન કેક કટ કરી લે ત્યાર બાદ હું રોહન અને કાશ્મીરાની સગાઇની એનાઉન્સમેન્ટ કરવાનો છું, તમે સમજી ગયા હશો મારો મતલબ?” સુરેશ ખન્નાએ પ્રકાશભાઇને એકાંતમાં લઇ જતા કહ્યુ.   “ચોક્કસ ખન્ના સાહેબ, તમે ચિંતા ન કરો, આમ પણ અમને બન્નેને અહી તમારા અને રોહન સિવાય સાયદ કોઇ ઓળખતુ નથી કે અમે આવી વાત કોઇના મોઢે કરીએ.” કહેતા પ્રકાશભાઇ હસવા લાગ્યા.   “પ્રકાશભાઇ એકાઅર આ એનાઉન્સમેન્ટ થઇ જવા દ્યો, આખી દુનિયા તમને ઓળખી જશે. ચલો આવો હું તમારા બન્નેની ઓળખ મારી પૂત્રી સાથે તો કરાવુ.” કહેતા ખન્ના સાહેબ બન્નેને સ્ટેજ તરફ દોરી ગયા.   “કાશ્મીરા, મીટ પ્રકાશભાઇ એન્ડ હીઝ વાઇફ કૌશલ્યાબેન. રોહનના મમ્મી અને પપ્પા છે. ખાસ મારા આમંત્રણને માન આપી કચ્છથી અહી આવ્યા છે.”   “ગુડ ઇવનીંગ અંકલ આંટી. હાઉ આર યુ?” કાશ્મીરાએ ખાસ ઇન્ટેશન આપ્યા વિના બન્ને સાથે હાઇ હેલ્લો કરી લીધુ અને તેમની મુંબઇ સ્થિત કંપનીના બીઝનેશ પાર્ટનર મિસ્ટર આયંગર અને તેમની પત્ની સાથે વાતોએ વળગી ગઇ.   “કાશ્મીરા અત્યારે થોડી બીઝી છે, આપણે પછી આરામથી બેસી મુલાકાત કરીશું, આપ પ્લીઝ પાર્ટી એન્જોય કરો.” સુરેશ ખન્નાએ છોભીલા પડતા પ્રકાશભાઇને કહેવુ પડ્યુ એ પ્રકાશભાઇ સમજી ગયા.   “તમે હતાશ ન થાઓ ખન્ના સાહેબ, આ બધુ તો ચાલ્યા કરે.” કહેતા પ્રકાશભાઇ અને કૌશલ્યાબેન ત્યાંથી નીકળી ગયા.   “શું પપ્પા તમે પણ, આ બધા બીઝનેશમેન કપલ્સને છોડીને તમે મને આપણા એમ્પ્લોઇના મધર ફાધર સાથે ઓળખાણ કરાવવા બેઠા હતા. આયંગર અંકલ સાથે આપણા નેક્ષ્ટ પ્રોજેક્ટ પર હું ચર્ચા કરી રહી હતી અને તમે મને રોહનના મમ્મી પપ્પાને મળવાનું કહેવા લાગ્યા.”

“બેટા, પ્લીઝ કાલ્મ ડાઉન. ઇટ’સ ઓ.કે. આઇ એમ સોરી. નાઉ એન્જોય પ્લીઝ.” સુરેશ ખન્નાએ વાતને અલગ મોડ આપતા કહ્યુ અને ત્યાંથી નીકળી ગયા. “ઓહ માય ગોડ, આ બધુ મનમાં નક્કી તો કરી લીધુ છે પણ જો સ્ટેજ પર એનાઉન્સ બાદ કાશ્મીરાને ગુસ્સો આવી ગયો તો તે શું નું શું કરશે તે વિચારતા પણ મન થથરી ઊઠે છે.” સુરેશ ખન્ના મનમાં વિચારતા વિચારતા ત્યાંથી હસતો ચહેરો રાખી આગળ જતા રહ્યા. 

TO BE CONTINUED……………….

શું કાશ્મીરા રોહન સાથે પોતાની એન્ગેજમેન્ટને સહર્ષ સ્વિકાર કરી લેશે કે પછી કોઇ મોટૉ ભુકંપ આવશે જ્યારે રોહન અને તેની સગાઇનું એનાઉન્સમેન્ટ થશે??? શા કારણે સુરેશ ખન્નાએ પણ કાશ્મીરાના જીવનનો આવડૉ મોટૉ ફેંસલો પોતાની મેળે જ કરી લીધો??? જાણવા માટે આગળનો ભાગ આપ લોકોએ વાંચવો જ રહ્યો..............

આપ લોકો આપના પ્રતિભાવ આપ મને વ્હોટ્સ અપ મારફત પણ મોકલાવી શકો છો. (૮૦૦૦૦ ૨૧૬૪૦)