Chakravyuh - 11 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 11

ભાગ-૧૧

“હાઉ આર યુ યંગ બોય રોહન?” સુરેશ ખન્નાએ ઉત્સાહપૂર્વક આવતા તેને પૂછ્યુ.   “વેરી ફાઇન સર. બસ આજે ડિસ્ચાર્જ મળી જશે.”
“ઇટ’સ ઓ.કે. યંગ મેન. હજુ બે-ચાર દિવસ આરામ કર્યા બાદ જ ઓફિસ જોઇન કરજે. બાય ધ વે, આ બાબતની જાણ તારા ઘરે તે કરી કે નહી?”   “બસ આજે સવારે જ ફોન આવ્યો હતો પપ્પાનો ત્યારે મે તેમને બધી વાત કરી, પહેલા જાણ કરી હોત તો તે નાહક ચિંતા કરત, આજે પપ્પાને કહ્યુ તો તેઓ અહી આવવા માટે જીદ્દ કરવા લાગ્યા. મહા મહેનતે મે તેમને રોક્યા છે.”
“જો રોહન, મા-બાપનું દિલ બહુ નાજુક હોય છે, સંતાન પર નાની અમથી તકલિફ જોઇને પણ તેઓ આકુળ-વ્યાકુળ થઇ જાય છે. મારુ જ દ્રષ્ટાંત આપ તો કાશ્મીરા અને વેદાંત મારા બન્ને સંતાનો બાબતે હુ ખુબ પઝેશીવ છું જ. વેદાંત આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી કરે છે છતા પંદર વીસ દિવસે તેની સંભાળ લેવા હું જઇ જ આવુ છું. બીઝનેશમાં ગમે તેવી ભાગદોડ હોય પણ મારા માટે સંતાનોની સાર સંભાળ એ મોખરે છે.”
“વાહ સર, તમારી વાતો સાંભળી મને મમ્મી-પપ્પાની યાદ આવી ગઇ. ભલે તેમનાથી હું ઘણો દૂર છું પરંતુ હરપળ મારા વિચારોમાં તે યાદ આવતા જ રહે છે.”   “તો પછી એક કામ કર રોહન, તારા મમ્મી-પપ્પાને બોલાવી લે, દિલ્લીમાં ઘણા સ્થળો છે જોવાલાયક. બે ચાર દિવસ તેમને પણ તારી સાથે રહેવાનો મોકો મળી જશે અને એ બહાને હું અને કાશ્મીરા પણ તેમને મળી લઇશુ.” સુરેશ ખન્નાએ મોકો સાધતા કહ્યુ.   “હમ્મમ, ઓ.કે. આઇ વીલ સર. આમ પણ જ્યારથી જોબ મળી છે ત્યારથી આજ સુધી તેઓ અહી આવી શક્યા નથી. હું પાપાને વાત કરીશ આ બાબતે.”
“બીજી એક વાત ઘણા સમયથી મારા મનમાં છે એ બાબતે હું તારી સાથે ચર્ચા કરવા અહી આવ્યો છુ રોહન.”
“શું વાત છે સર? ઇઝ ધેટ એની પ્રોબ્લેમ વીથ બીઝનેશ સર? ટેલ મી સર, આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ.” રોહન ઉત્તાવળા સ્વરે બોલી ગયો.   “તુ જેવુ વિચારે છે તેવી કોઇ પ્રોબ્લેમ નથી. તુ કાશ્મીરા શ્રોફ અને ઐયર જેવા કર્મનીષ્ઠ એમ્પ્લોઇને કારણે મારે એ બાબતે કાંઇ ચિંતા જેવુ નથી.”   “તો શું પ્રોબ્લેમ છે સર?”   “કાશ્મીરા............”   “કાશ્મીરા મેડમ??? હું કાંઇ સમજ્યો નહી.”   “જે બાપની દિકરી યુવાન થઇ ગઇ હોય તેને બીજી શું ચિંતા હોય રોહન?”
“ઓહહહ.. સમજી ગયો. મેડમના મેરેજ બાબતે આપને ચિંતા છે?”
“હાસ્તો, એક યુવાન જોયો છે જે કાશ્મીરા માટે લાયક છે પણ કાશ્મીરા ઇન્કાર કરે છે.”   “તમે મેડમ માટે જેને પસંદ કર્યો હશે તે મેડમ માટે લાયક જ હશે તો પછી મેડમ કેમ ના પાડે છે?”   “કાશ્મીરાનું કહેવુ છે કે એ છોકરો હા પાડે તો તેને કાંઇ વાંધો નથી.”   “તો પછી શું પ્રોબ્લેમ છે? આપના જેવા સબંધી મળે અને મેડમ જેવા હોનહાર જીવનસાથી મળે એ તો કોઇ માટે બહુ સદ્દનશીબ કહેવાય. મને વિશ્વાસ છે કોઇપણ યુવાન મેડમ સાથે સગાઇ કરવાની ના નહી જ પાડે. તમે તે યુવાન સામે આ પ્રસ્તાવ મૂકો, આઇ એમ ૧૦૦% શ્યોર કે તે ના નહી જ પાડે.”
“બસ એ જ વાતનો ડર છે કે તે યુવાન હા પાડશે કે નહી? કારણ કે તે બહુ સામાન્ય ફેમિલીને બીલોંગ કરે છે અને અમારા પરિવારનો તો તને ખ્યાલ જ છે.”   “સર, એક વખત વાત કરવામાં શું જાય છે? જ્યાં સુધી હું વિચારુ છું ત્યાં સુધી ના તો નહી જ પાડે કેમ કે એક તો આપની ફેમિલીની રેપ્યુટેશન અને કાશ્મીરા મેડમ પણ બહુ હોંશીયાર છે માટે ના પાડવાનો તો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી. તમે એકવાર હિમ્મત તો કરીને જુવો.”
"ઓ.કે. આ પ્રશ્ન હું તને જ પૂછુ તો????”   “સર???? હું સમજ્યો નહી કાંઇ.”   “મતલબ, તુ મારી કાશ્મીરા સાથે લગ્ન કરીશ? તેનો જીવનસાથી બનવાનુ પસંદ કરીશ?” સુરેશ ખન્નાએ હિમ્મત ઝુંટાવી રોહનને પૂછી જ લીધુ.   “સર...... હું??? તમે આ બધુ મને કેમ પૂછો છો?”
“કારણ કે મે કાશ્મીરા માટે જેની પસંદગી કરી છે તે બીજુ કોઇપણ નહી પણ તુ પોતે જ છે.”   “સર.... ઇટ’સ ઇમ્પોશીબલ. તમારી અને મારી કોઇ તુલના જ નથી. તમે રહ્યા કંપનીના બોસ અને હું રહ્યો આપનો એમ્પ્લોઇ, આ વાતનો કોઇ તાલમેલ જ નથી.”   “લુક રોહન, મારી પાસે અઢળક સંપતી છે, મારો પૂત્ર વેદાંત હજુ ઉમરમાં નાનો છે અને આ વૈભવને સાચવી શકે તે માટે વિશ્વાસુ અને મહેનતુ જમાઇ હોવો આવશ્યક છે. કાશ્મીરા પણ મારો વારસો સંભાળવા ઇચ્છે છે પણ તે માટે તેના માટે એવો જીવનસાથીની જરૂર છે જે તેને સમજે અને આ બધુ કામ કરવા માટે તેને છુટ આપે અને તેની હિમ્મત બને. તેને લગ્ન કરીને બંધન જોઇતુ નથી, તેને કોર્પોરેટની દુનિયામાં ઊડવુ છે અને તે ઊડાન માટે તારી હિમ્મત અને ઉત્સાહ રૂપી પાંખની ખાસ તેને જરૂર છે.”   “પણ સર......”   “નો એકસક્યુઝીસ રોહન. તારા જીવનમાં કોઇ બીજુ પાત્ર હોય તો હું જીદ્દ નહી કરુ પણ આ ગરીબ તવંગરનુ બહાનુ કરવાનુ રહેવા દે કે પછી કાશ્મીરા તને પસંદ જ નથી. “   “સર એવુ તો કાંઇ નથી પણ સાચુ કહુ તો કાશ્મીરા મેડમને મે ક્યારેય એવી નજરથી જોયા જ નથી.”   “કાશ્મીરા ભલે એઝ અ બોસ બહુ કઠોર હોય પણ તેની પર્શનલ લાઇફમાં તે બહુ શાંત પ્રેમાળા અને સહજ સ્વભાવની છે. તેને જે જીવનસાથી જોઇએ છે તે બધ ગુણો તારામાં છે અને મારી પસંદગી પણ તુ જ છે.”   “સર મને બીજો કોઇ વાંધો નથી, ઇટ’સ માય લક ધેટ યુ ચુઝ મી ફોર યોર ડોટર. પણ આપણા બન્નેના પરિવારનો કોઇ તાલમેલ નથી એ તમે પણ જાણો છો અને હું......”   “મારે પૈસાનુ મહત્વ નથી, બસ મારે સંસ્કારી અને પ્રામાણિક જમાઇની જરૂર છે અને તે બધા ગુણોથી તરબતોર છે અને છેલ્લી વાત કે હવે આજથી મને પપ્પા કહેવાની ટેવ પાડી જ દે.”   “ઓ.કે. સર......, સોરી....... સર.......આઇ મીન પાપા.” રોહનની જીભ લોચે વળવા લાગી અને બન્ને ખડખડાટ હસી પડ્યા.   “રોહન એક બીજી વાત, આ વાતને સરપ્રાઇઝ જ રાખવાની છે, ઇવેન કાશ્મીરાને પણ હું સરપ્રાઇઝ આપવા ઇચ્છુ છું માટે હાલ આ વિષે કોઇને કાંઇ કહેવાનુ નથી, બસ તારા મમ્મી-પપ્પાને અને સગા સબંધીઓને બોલાવી લેજે. આગામી ૨૨ એપ્રિલે મારા પૂત્રનો જન્મદિવસ છે અને તે બર્થડે પાર્ટીમાં હું તમારા બન્નેના સગાઇની જાહેરાત કરવાનો છું.”
“ઓ.કે. સર..............”
“સર?????????” હસતા હસતા સુરેશ ખન્ના રોહનને શાબાશી આપતા ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ રોહન આશ્ચર્યચકિત અને સાથે સાથે ખુશ પણ થઇ ઊઠ્યો અને તેણે પોતાના પિતાજી સાથે ચર્ચા કરવા માટે ફોન જોડ્યો.
************
“સુરેશ ખન્ના તો તેની લાડકવાયી દિકરી માટે જીવનસાથીની શોધમાં છે. આ જ સાચો સમય છે જ્યારે તેના પરિવારની નીવ હલાવી શકીએ. મે કહ્યુ છે તેમ જ થવુ જોઇએ સમજાયુ કે નહી?”   “ઓ.કે. બોસ.”   “સુરેશ ખન્ના જેટલુ ખુશ થવાનુ હોય તેટલો ખુશ થઇ લે, હવે તારા રડવાના દિવસો શરૂ થવા જઇ રહ્યા છે.” બહુ મોટા રૂમમાં અંધારામાં બેઠેલો કોઇ વ્યક્તિ બોલતા બોલતા ખડખડાટ હસી પડ્યો.                  

 ************

TO BE CONTINUED………..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED