ચક્રવ્યુહ... - 24 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 24

પ્રકરણ-૨૪

“વાઉ યાર, અરાઇમા સાથે આખી રાત અને એ પણ તેના બેડરૂમમાં, માની ગયા ઇશાન તને યાર. એવું તે શું ચક્કર ચલાવ્યુ કે એ તને તેનુ સર્વસ્વ આપવા તૈયાર થઇ ગઇ?” વિહાન અને અંકિતને ઇશાને મળવા બોલાવ્યા અને બધી વાત કરી ત્યારે બન્નેએ તેની મસ્તી ઉડાવતા કહ્યુ.   “યાર તમે બન્ને શું દાઝ્યા પર ડામ દ્યો છો? પ્લીઝ સ્ટોપ ધીસ નોન-સેન્સ.”

“નોન સેન્સ??? અરે બરખુરદાર એક જ રાતમાં ગર્લ્સથી ધરાઇ ગયો? એવુ તે શું છે અરાઇમા મેડમમાં કે તને એક રાતમાં જ નશો ઉતારી દીધો?” અંકિતે હસતા હસતા પુછ્યુ.   “યાર એવુ કાંઇ નથી અંકિત, મારો ઇરાદો તો જસ્ટ તેની સાથે ફલર્ટ કરવાનો હતો બાકી આ બધુ બની જશે તેનો મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.   “શું શું થયુ બન્ને વચ્ચે ઇશાન? તુ ઉપર હતો કે.....”   “યુ બ્લ્ડી રાસ્ક્લ. સ્ટોપ ધેટ બ્લ્ડી ટોલ્ક્સ અધરવાઇઝ આઇ વીલ કીલ યુ.” ઇશાનનો મગજ ફાટફાટ થતો હતો ત્યાં અંકિતે મસ્તી કરતા ઇશાને તેનુ ગળુ પકડી લીધુ.   “ઇશાન જસ્ટ કન્ટ્રોલ યોરસેલ્ફ, અંકિત યુ અલ્સો પ્લીઝ સ્ટોપ ધીસ.” વિહાને બન્નેને છુટા પાડતા કહ્યુ.

“વેઇટર જલ્દી ચા નાસ્તો લઇ આવ ભાઇ. અહી ભુખ્યા ભુખ્યા ક્યાંક મોટો ઝઘડો થઇ જશે.” વિહાને ઓર્ડર મારતા કહ્યુ.   “સોરી અંકિત યાર, આઇ એબ્યુઝડ યુ.”

“ઇટ’સ ઓ.કે. યાર, મારી પણ ભૂલ હતી, જે થયુ તારી સાથે તેને ઉછાળવુ ન જોઇએ મારે.”   “હમ્મ્મ્મ, યે હુઇના બાત.” વિહાન હસી પડ્યો અને બોલ્યો ત્યાં ગરમા ગરમ ચા-નાસ્તો લઇને વેઇટર આવી પહોંચ્યો.   “હવે શું વિચાર્યુ છે તે ઇશાન?”   “કાંઇ નહી એ તેના રસ્તે હું મારા રસ્તે, આઇ ડોન્ટ વોન્ટ એની રીલેશન વીથ હર.”

“ઇશાન જે થયુ તેમાં સૌથી વધુ ગુનેગાર તુ છે. માન્યુ કે અરાઇમા બહેકી ગઇ હતી કારણ કે તે નશામાં હતી પણ તુ તો નશામાં ન હતો, તો પછી કેમ તું પણ તેની સાથે આવુ કરી બેઠો?” વિહાને તેને સમજાવ્યો.   “કે પછી કસીનોમાં તેની ડ્રીન્કમાં કાંઇ મેળવ્યુ ન હતુ ને જેથી તે નશામાં ચડી જાય અને તેનો તુ ભરપૂર લાભ ઉઠાવી શકે?” અંકિતે ગંભીર સ્વરે પુછ્યુ.   “અરે બુળબક, મને કાંઇ ખબર હતી કે એ એકલી રહે છે તે હું તેના ડ્રીન્કમાં કાંઇ મેળવું? યાર પ્લીઝ મારા ગુસ્સાને ભળકાવ નહી તુ પ્લીઝ. હું અહી આ વાતનું શોલ્યુશન મેળવવા આવ્યો છું અને ક્યારનો તુ મારી મસ્તી જ કરે જાય છે.”   “સોરી યાર, પણ એક વાત હું તને કહું તો જેમ આજે સવારે તુ અરાઇમાને એકલી છોડીને નીકળી ગયો એ યોગ્ય ન કહેવાય. કમ સે કમ તારે તેને જગાડીને બધી વાત કરવાની જરૂર હતી.” અંકિતે કહ્યુ.   “હા ઇશાન, અંકિત ઇઝ રાઇટ. તારે એક વખત અરાઇમા સાથે વાત તો કરવી હતી કે જે થયુ તે કેવા સંજોગોમાં થયુ.”

“યાર, જ્યારે મારી ઊંઘ ઊડી ત્યારે અમારા બન્નેની પરિસ્થિતિ જોઇ હું ગભરાઇ જ ગયો, આમ પણ થાકને લીધે મને કાંઇ વિચાર આવે તેવી સ્થિતિ જ ન હતી મારી.”   “એમ, થાક પણ લાગે એમાં? કઇ રીતે?”

“અંકિત મજાક નહી પ્લીઝ.” વિહાને અંકિતને ઠપકો આપતા કહ્યુ.   “ઠીક છે, અત્યારે હવે ઘરે જા. તારા ફાધરનો રાત્રે મને કોલ આવ્યો હતો ત્યારે મે બહાનુ બતાવ્યુ હતુ કે તુ મારી સાથે છે, હવે ઘરે જઇ આવ, થોડો ફ્રેશ થા અને જે થયુ તે વિચારોમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર. સાંજે આપણે મળીએ બધા.” વિહાને ઇશાનને સમજાવતા કહ્યુ.   “અને હા, એક વખત અરાઇમા સાથે વાત કરી લેજે.” અંકિતે કહ્યુ.

“અરે હા, એ તો હું ભૂલી જ ગયો. બીજુ બધુ પછી, પહેલા તુ અરાઇમા સાથે વાત કરજે. ક્યાંક તે કોઇ અઘટિત પગલુ ન ભરી લે. નહી તો તારે બહુ મોટી પ્રોબ્લેમ આવી પડશે અને જો તારા ઘરમાં કાંઇ ખબર પડશે તો તારી સિસ્ટર કે ફાધર તને નહી છોડે.”

“ઓ.કે. યાર, આઇ એમ ગોઇંગ ટુ હોમ.”

“ઓ.કે. ચલ બાય.” બધા ત્યાંથી વિખુટા પડ્યા. ઇશાને કારમાં બેસતા જ અરાઇમાને કોલ કર્યો પણ તેનો ફોન સ્વીચ્ડ ઓફ આવતો હતો એટલે ઇશાન સમજી ગયો કે તે હજુ સુતી હશે એટલે પોતે પણ ઘર બાજુ જવા રવાના થઇ ગયો.

**********  

“ઇશાન, તને કાંઇ ભાન પણ છે કે નહી? આખી આખી રાત બહાર રહે છે તો એક કોલ તુ નહી કરી શકતો ઘરે? મમ્મી-પાપા કેટલા ટેન્શનમાં આવી ગયા હતા તેની તને ખબર પણ છે તને?” ઇશાને ઘરમાં જોતાવેંત જ કાશ્મીરા તેના પર તૂટી પડી.   “સોરી દીદી, મિત્રો સાથે હતો એટલે ભૂલી જ ગયો. હવેથી ધ્યાન રહેશે.” બહુ ટૂંકો જવાબ આપી તે પોતાના રૂમમાં જવા નીકળી ગયો. રૂમમાં જઇ તે સીધો બાથરૂમમાં દોડી ગયો અને શાવર નીચે પહેરેલા કપડે ઊભો રહી ગયો, જાણે તે આગલી રાતની બધી યાદોને ભુંસી નાખવા ઇચ્છતો ન હોય.

ગર્લ્સ સાથે ફલ્ર્ટ કરવામાં અવ્વલ આવનાર ઇશાન આજે જાણે અંદરથી તૂટી ગયો હતો. પોતે કરેલી ભૂલનો તેને પારાવાર પસ્તાવો હોય તેવુ તેના ચહેરા પરથી જણાઇ આવતુ હતુ અને એ પણ એવી ભૂલ કે જેને હવે બદલાવી શકાય એમ ન હતી. વારેવારે આગલી રાતના વિચારો ઇશાનને કોરી ખાઇ રહ્યા હતા. લગભગ અડધી કલાક બાદ બાથરૂમમાંથી બહાર નીકળી તેણે ફોન હાથમાં લીધો તો અરાઇમાના વીસેક કોલ છુટેલા તેને દેખાયા. તે જોઇ તેણે તરત જ અરાઇમાને કોલ જોડ્યો.   “હાય અરાઇમા, સોરી યાર હું બાથરૂમમાં હતો એટલે રીંગ સંભળાઇ નહી મને. આઇ એમ રીઅલી સોરી ફોર ધેટ.”

“ઇટ’સ ઓ.કે. ઇશાન, નો પ્રોબ્લેમ.” અરાઇમાના શબ્દોમાં રહેલી વેદના આટલે દૂર બેઠેલા ઇશાનથી છુપી ન રહી શકી.   “હાઉ આર યુ?” કાંઇ પુછવાનુ ન સુઝ્યુ એટલે ઇશાને વાતને આગળ ધપાવતા પુછ્યુ.   “શું લાગે છે તને? મારી હાલત શું હશે?” બોલતા અરાઇમાનું ડુંસકુ અહી ઇશાનના દિલને વીંધી ગયુ.   “પ્લીઝ બેબી, ડોન્ટ ક્રાય. તને મારી કસમ છે. રીઅલી મારો એવો કોઇ ઇરાદો ન હતો.” ઇશાને અરાઇમાને સમજાવી પણ ફોન પર જ તે ધૃસકે ધૃસકે રડી પડી.   “હું હમણા જ તારા ઘરે આવુ છું. પ્લીઝ યાર તુ રડતી નહી.” ફોન કટ કરી ફટાફટ શોર્ટ્સ ટી-શર્ટ પહેરી તે અરાઇમાના ઘરે જવા નીકળ્યો.   “વળી ક્યાં જાય છે ઇશાન તુ?” બહાર નીકળતો જ હતો ત્યાં કાશ્મીરાએ પાછળથી બૂમ મારી.   “અંકિતના ઘરે જાંઉ છું દીદી, બહુ અર્જન્ટ કામ છે.” બોલતો તે પોતાની બાઇક લઇ વાયુવેગે નીકળી ગયો.   “આ છોકરો ક્યારે ગંભીર બનશે? જ્યારે જોઇએ ત્યારે બસ મિત્રો સાથે ટાઇમપાસ કરવામાં જ મગ્ન હોય છે.” કાશ્મીરા મનોમન બબડતી ઓફિસ જવા નીકળી ગઇ.

**********  

“પ્લીઝ ડોન્ટ ક્રાય અરાઇમા, આઇ એમ સોરી.” અરાઇમાના ઘરમાં અંદર આવતા જ ઇશાન અરાઇમાને ભેંટી પડ્યો, આ બાજુ અરાઇમા પણ ઇશાનને ભેંટી ચોધાર આંસુએ રડી પડી.   “પ્લીઝ કાલ્મ ડાઉન બેબી. જે થયુ તે મારા કારણે થયુ છે. માન્યુ કે તુ હોંશમાં ન હતી પણ હું તો હોંશમાં હતો જ,છતા પણ ભાવનાઓમાં હું બહેકી ગયો.” અરાઇમાની આંખોમાંથી વહેતા આંસુને પોતાના હાથે પોંછતા ઇશાન બોલ્યો.   “પ્લીઝ ફ્રેશ થઇ જા, ચલ આપણે બહાર જઇએ. તને સારૂ લાગશે.”

“મને નહી ગમતુ ક્યાંય જવાનુ ઇશાન, મને મરવાની ઇચ્છા થાય છે. હું મરી જઇશ ઇશાન.”   “હેય બેબી, પ્લીઝ ડોન્ટ સે લાઇક ધીસ. જે બન્યુ છે તે આ ચાર દિવાલની વચ્ચે આપણી વચ્ચે થયુ છે અને હું એવો લોફરબાઝ નથી કે આપણા વચ્ચે જે થયુ તેને બધાને કહેતો ફરું. ડોન્ટ ક્રાય બેબી, આઇ એમ વીથ યુ. તારા સન્માન પર કોઇ આંગળી ચીંધી નહી શકે.” અરાઇમાને ઇશાને પોતાની બાહોમાં સમાવી લેતા આશ્વાસન આપતા કહ્યુ.

TO BE CONTINUED…………

શું ઇશાન સાથે જે બન્યુ છે તે ઘટનાથી ઇશાન સુધરી જશે કે પછી આ બધુ મગરમચ્છના આંસુ જેવુ છે?  શું આ ઘટનાથી સુરેશ ખન્ના અને તેના પરિવાર પર આવનારા તોફાનના સંકેત છે??? આ બધુ જાણવા માટે આગળનો ભાગ આપ લોકોએ વાંચવો રહ્યો.