Chakravyuh - 37 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 37

પ્રક્રરણ-૩૭

“સાહેબ કઇ બાજુ જવુ છે તમારે?” રીક્ષાચાલકે રોહનને પુછ્યુ પણ રોહને તેને જવાબ ન આપ્યો એટલે રીક્ષાચાલકે રીક્ષો સાઇડમાં ઊભો રાખી દીધો.   “સાહેબ છેલ્લી દસેક મિનીટથી તમને પૂછુ છું કે તમારે જવાનું ક્યાં છે પણ તમે કાંઇ જવાબ આપતા જ નથી. એટલા તે ક્યાં ખોવાઇ ગયા છો કે સાંભળવાનું પણ મૂકી દીધુ છે.”   “જી, સોરી ભાઇ. હું જરા વિચારોમાં ખોવાઇ ગયો હતો.”   “હવે તમારા વિચારોમાંથી બહાર નીકળો અને મને કહો તમારે જવુ છે ક્યાં?”   “એ જ તો ખબર નથી કે ક્યાં જવાનુ છે.”

“સાહેબ બાર-બપોરે પી ગયા છો કે શું? કાંઇ કામ ધંધો છે કે નહી? કે પછી પૈસા વધી પડ્યા છે? જલ્દી કહો ક્યાં જવાનુ છે નહી તો અહી જ ઉતરી જાઓ એટલે હું મારા કામે વળગુ.”

“ઠીક છે બોલ, કેટલુ ભાડુ થયુ?” રોહન ત્યાં રસ્તામાં જ ઉતરી ગયો અને ભાડુ ચુકવી તેણે તેના ઘર તરફ જવા પગ ઉપાડ્યા.

*********  

“અરે કાશ્મીરા, આવી ગઇ તુ? કેવી રહી શર્માજી સાથેની મીટીંગ? ડીલ ફાઇનલ કરી કે નહી?” કાશ્મીરાને આવતા જોઇ સુરેશ ખન્નાએ પુછ્યુ પણ કાશ્મીરાએ તેના પિતાજીની વાત જાણે સાંભળી જ ન હોય તેમ તેના રૂમ તરફ જતી રહી.   “થાકી ગઇ લાગે છે. બીઝનેશની જવાબદારી જરૂર કરતા વધી જતી હોય તેમ લાગે છે.” હસતા હસતા ખન્ના સાહેબ ન્યુઝ પેપર વાંચવામાં મશગુલ બની ગયા. આ બાજુ કાશ્મીરા દોડતી તેના રૂમમાં ભરાઇ ગઇ અને ધૃસકે ધૃસકે રડવા લાગી. આજે જેને પામવા માટે તેણે શર્માજી સાથેની મીટીંગ જાણી જોઇને રદ્દ કરી હતી એ બહાને કે તે રોહન સાથે થોડો સમય વિતાવીને તેના મનની વાત કહી શકશે પણ તેણે જેવુ ધાર્યુ હતુ તેના કરતા કાંઇક અલગ જ બન્યુ. રોહન સાથે થોડી આત્મીયતા કેળવાઇ હતી તે પણ આજે તૂટી ગઇ. આજે તે મનથી તૂટીને ચકનાચુર થઇ ગઇ હતી. એક સ્ત્રીહ્રદયની વેદના આજે તેને સમજાઇ રહી હતી. આજ સુધી તે બસ પોતાના બીઝનેશના ધ્યેયને લક્ષમાં રાખી જીવી રહી હતી જ્યારે આજે તેને સમજાયુ કે એક સ્ત્રી તરીકે તેને બીજી પણ જરૂરિયાત છે પણ તેને જ્યારે આ બધુ સમજાયુ ત્યારે સાયદ બહુ મોડુ થઇ ગયુ હતુ એ વિચારે તે ચોધાર આંસુ સારી રહી હતી ત્યાં અચાનક તેના ફોનની રીંગ વાગી પણ કોઇ બીઝનેશ રીલેટેડ કોલ હશે એમ સમજી તેણે ફોન સામે જોવાનુ પણ ટાળી દીધુ પણ ફોનની એક પછી એક રીંગ વાગે જ જઇ રહી હતી એટલે તે ઊભી થઇ ફોન પર નજર કરી ત્યાં તે ખુશીથી ઉછળી પડી, સામે રોહનનું નામ ફ્લેશ થઇ રહ્યુ હતુ, જરાપણ સમય વેસ્ટ કર્યા વિના તેણે ફોન ઉપાડી લીધો.   “સોરી રોહન, મને ખ્યાલ ન હતો કે તારો કોલ છે. આઇ એમ રીઅલી વેરી સોરી ફોર ધેટ.” આંસુ પોંછતા તે માંડ માંડ બોલી શકી.   “ઇટ’સ ઓ.ક.એ મેડમ. ઇનફેક્ટ આઇ એમ સોરી ફોર માય બીહેવીયર. મારે એમ કહ્યા વિના જવુ ન જોઇએ સો આઇ એમ સોરી ફોર ધેટ.”

“ઇટ’સ ઓ.કે. રોહન, આઇ એમ સો હેપ્પી કે તે મને કોલ કર્યો. થેન્ક્સ અ લોટ રોહન.”   “મેડમ, તમે આજે જે વાત કરી એટલે કાંઇ સમજી ન શક્યો કે શું કહું, શું ન કહું. મન કાંઇક કહેતુ હતુ, મગજ કાંક બીજુ કહેતુ હતુ એટલે ત્યાંથી નીકળી જવાનુ જ મે મુનાસીબ સમજ્યુ.”   “હું એટલી ડરી ગઇ હતી કે તેની વાત ન પૂછ, એકવાર તો એમ થયુ કે આપણા વચ્ચે જે થોડી ઘણી દોસ્તી હતી તે પણ આજે ખતમ પણ તારો કોલ આવતા થોડો હાંશકારો અનુભવ્યો.”   “નહી મેડમ, એવુ તે કાંઇ નથી, આઇ એમ ઓ.કે.”   “રોહન, તુ ચાહે એટલો સમય લઇ શકે છે તારો જવાબ આપવામાં, તુ ચાહે ના કહે તો પણ મને પ્રોબ્લેમ નથી કારણ કે આજે હું સમજી ગઇ છું કે પૈસાથી બધુ ખરીદી શકાતુ નથી. પૈસાથી ઘરમાં કામ કરવાવાળા નોકર-ચાકર મળી શકે છે પણ જેની સાથે આપણા મનના ભાવો અને ફીલીંગ્સ શેર કરી શકીએ તેવો હમદર્દ ન મળે.”

“એવુ નથી મેડમ, તમારી સાથે લગ્ન કરવાવાળા તમને ઘણા મળી રહેશે જ્યારે હું એક મામુલી માણસ છું જે તમારી કંપનીમાં એકમાત્ર એમ્પ્લોઇ છે, નથીંગ એલ્સ.”   “રોહન, આ એક વાક્ય કહીને તુ મને વધુ ગીલ્ટ ફીલ ન કરાવ પ્લીઝ. મને એ વાત સમજાઇ ગઇ છે કે માત્ર પૈસાથી માણસનું મૂલ્ય અંકાતુ નથી, પૈસાથી વધુ પણ કાંઇક હોય છે અને એ બધા ગુણો તારામાં છે જે એક છોકરી તેના જીવનસાથીમાં જોવા ઇચ્છે છે.”   “મેડમ, લગ્નજીવન કાંઇ ઢીંગલા-ઢીંગલીની રમત નથી કે ગમ્યુ ત્યાં સુધી રમ્યા અને પછી ફેકી દીધા. લગ્નજીવનમાં બે પાત્રો જઝબાતથી જોડાય છે અને જ્યારે કોઇના જઝબાત તૂટે છે ત્યારે તેનો અવાજ કોઇને સંભળાતો નથી. મારા જઝબાત એકવખત તૂટી ગયા છે મેડમ અને દૂધથી દાઝેલો માણસ છાસ પણ દસ વાર વિચારેને અડકે તેમ હું લગ્ન બાબતે અને એ પણ તમારી સાથેના વિચારથી ધૃજી ઊઠુ છું.”   “રોહન પ્લીઝ યાર, તારા આ શબ્દોથી મને બહુ તકલિફ થાય છે. મે માન્યુ કે જે બન્યુ તેમા મારી જ ભૂલ હતી, તુ અને તારો પરિવાર સંપૂર્ણ નિર્દોષ જ હતા પણ ત્યારે હું પૈસાના મોહમાં અંધ બની ગઇ હતી, મને ખબર ન હતી કે મારા એક ફેંસલાથી તારા દિલ પર આટલી માઠી અસર પહોંચશે.”   “ઇટ’સ ઓ.કે. મેડમ, તમે ગીલ્ટી ફીલ ન કરો અને મારી તો સલાહ એ જ છે કે આ બાબતે તમે હજુ વધારે વિચારો, જલ્દબાઝીમાં લીધેલા નિર્ણય પછી ભવિષ્યમાં આંખના કણાની જેમ ચુભે છે.”   “મે વિચારી લીધુ છે રોહન, મને તારા જવાબનો ઇન્તઝાર છે.”   “મે હમણા જે કહ્યુ તે તમારી સાથે સાથે મને પણ લાગુ પડે જ છે. તમે આ બાબતે વિચારી લીધુ છે પણ મારે હજુ વિચારવાની સરૂઆત કરવાની છે કારણ કે તમે મને રીજેક્ટ કર્યો ત્યારથી હું લગ્ન વિષે વિચારવા જેવો રહ્યો જ ન હતો. મારા માટે ઘણી છોકરીઓના માંગા આવ્યા હતા પણ મે મમ્મી-પપ્પાને ના જ કહી દીધી હતી કારણ કે સાચુ કહુ તો આ શબ્દથી જ મને નફરત થઇ ગઇ હતી અને આજે ફરી તમે જ આ વિષય છેડ્યો છે તો પ્લીઝ મને થોડો સમય આપો.”   “યા રોહન, પ્લીઝ ટેઇક યોર ટાઇમ. આઇ વીલ બી વેઇટ ફોર યુ.”   “ઓ.કે. થેન્ક્સ રોહન.”   “ઇટ’સ ઓ.કે. મેડમ,”   “યુ કેન કોલ મી કાશ્મીરા.”   “તે સમયને હજુ ઘણી વાર છે મેડમ. વખત આવ્યે તમને નામથી બોલાવીશ અત્યારે મેડમ કહેવુ જ મુનાસીબ છે મારા માટે.” કહેતા રોહને ફોન કટ કરી દીધો.

“પ્લીઝ ગોડ, હેલ્પ મી. કાંઇક એવુ કરો કે રોહનનો જવાબ પોઝીટીવ રહે અને મારા કર્યાની માંફી મને મળી જાય.” આંખ બંધ અને હાથ જોડી કાશ્મીરા મનોમન પ્રાર્થના કરવા લાગી.......

To be continued……………

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED