Chakravyuh - 17 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 17

પ્રકરણ-૧૭

રોહન અને કાશ્મીરાની સગાઇના ન્યુઝ સાંભળી કેટલાક લોકોના ચહેરા પર ખુશી છવાઇ ચૂકી હતી, કેટલાક લોકોના ચહેરા આશ્ચર્યથી ફાંટી ગયા હતા જ્યારે કોઇ એક હતુ જે ખુણામાં બેસી આંસુઓના દરિયામાં ગરકાવ થઇ રહ્યુ હતુ જ્યારે કાશ્મીરા ગુસ્સાથી લાલચોળ થઇ યંત્રવત્ત સ્ટેજ પર ઊભી હતી, તેને શું રીએક્ટ કરવુ તેનુ પણ ભાન રહ્યુ ન હતુ જ્યારે સુરેશ ખન્ના તો પોતાની ખુશીમાં આનંદથી હિલોળા લઇ રહ્યા હતા.

“પાપા આ કાંઇ સમય છે આવી એનાઉન્સમેન્ટ કરવાનો? તમને મે પહેલા જ કહ્યુ હતુ કે મારો લગ્નનો કોઇ વિચાર નથી અને એ પણ રોહન સાથે. રોહન એ આપણી કંપનીનો એમ્પ્લોઇ છે, માન્યુ કે તે કંપનીને વફાદાર છે તો એનો મતલબ શું તેને જમાઇ બનાવવો? અને એ પણ મારી સાથે કોઇ જાતની ગંભીર ચર્ચા કર્યા વિના, હાઉ ઇઝ ધીસ પોશીબલ?

“મિસ્ટર ખન્ના, તમારી કંપનીના એક એમ્પ્લોઇને તમારો જમાઇ બનાવવાનો વિચાર? આ પાછળ તમારો કોઇ બીઝનેશ માઇન્ડ છે કે પછી કાંઇ બીજો ઇરાદો છે તમારો?”   “શું તમારી એક ની એક વ્હાલસોઇ પૂત્રીને તમારી કંપનીના એમ્પ્લોઇ સાથે પરણાવવી એ તમારો જ વિચાર છે કે પછી તમારી પૂત્રીની ઇચ્છા છે?”   “રોહન જેવા હોનહાર એમ્પ્લોઇ તમારી કંપની છોડીને બીજે ક્યાંય જાય નહી એટલા માટે તો આ વિચાર આવ્યો નથી ને?” પત્રકારોના અને મિડિયાના એક પછી એક પ્રશ્નોના વરસાદ વરસવાનુ ચાલુ થઇ જતા સુરેશ ખન્ના હતપ્રભ બની ગયા. કાશ્મીરા પણ મિડિયાના બકવાસ સવાલોથી ત્રાહીમામ થઇ ગઇ. તે વળતો જવાબ આપવા જતી જ હતી ત્યાં સુરેશ ખન્નાએ તેનો હાથ પકડી લીધો અને તેને જવાબ આપતી રોકી લીધી.    “કાશ્મીરા આ કોઇ સમય નથી જવાબ આપવાનો. તારો એક આડો અવળો જવાબ આપણી રેપ્યુટેશન પર બહુ મોટી અસર કરી શકે છે પણ વિચાર્યા વિનાનુ તારુ એક પગલુ આપણે બહુ મોંઘુ પડી શકે છે તે યાદ રાખજે, તે જ કહ્યુ હતુ કે રોહન જો હા પાડતો હોય તો તને સગાઇથી કોઇ પ્રોબ્લેમ નથી એટલે મે રોહનને મનાવ્યો અને તેણે હા કહી એટલે જ મે આ પગલુ ભર્યુ. રહી વાત તને કહેવાની તો એ મારી ભૂલ કે મે તને આ બાબતે કાંઇ કહ્યુ નહી બાકી રોહન મારી પસંદ છે એ વાત મે તને પહેલા જ કહી હતી. બાકી હવે તારી ઇચ્છા કે તારે મારી અને આપણી કંપનીની રેપ્યુટેશન જાળવવી છે કે નહી. ઇફ યુ લાઇક, તુ સગાઇ માટે ના કહી શકે છે પણ તેના પરિણામો કેટલા ભયંકર હશે એ બાબતે તુ એકવાર વિચાર જરૂરથી કરી લેજે પછી આગળ પગલુ ભરજે.: સુરેશ ખન્નાએ કાશ્મીરાને બહુ સ્પષ્ટ શબ્દોમાં ઘણુ સમજાવી દીધુ અને ત્યાર બાદ બહુ સીધી અને સ્પષ્ટ ભાષામાં એક એક શબ્દ જોખીને પત્રકારોના પ્રશ્નના જવાબ આપવામાં વ્યસ્ત બની ગયા.

ઓહ માય ગોડ, પપ્પાએ આ શું નઓ બખેડો ઊભો કરી દીધો. અત્યારે તો પપ્પાની હા માં હા મીલાવવામાં જ ફાયદો છે બાકી રોહન, માય ફુટ.” ગુસ્સામાં ઉકળતી કાશ્મીરાએ પણ નાછુટકે મોઢા પર કૃત્રીમ સ્મિત રાખવુ પડ્યુ.

“નાઉ નો ક્વેશ્ચન્સ પ્લીઝ, ઇટ્સ ટાઇમ ફોર રીંગ સેરેમની. પ્લીઝ રોહન કમ હીઅર. કાશ્મીરા યુ ટુ. બન્નેના હાથ પકડી સુરેશ ખન્નાએ બાજુમાં ઊભવા કહ્યુ અને બે પ્રાચીન ચાંદીની ડેકોરેટીવ થાળીમાં અગાઉથી જ ઓર્ડર આપેલી રીંગ જયવંતીબેન લઇ આવ્યા.   “પ્લીઝ કાશ્મીરા, રોહનને રીંગ પહેરાવી દે.” જયવંતીબેને હાથમાં રીંગ આપતા કાશ્મીરાને કહ્યુ, કાશ્મીરા માટે આ બધુ અસહ્ય હતુ પણ આખરે તો તે સુરેશ ખન્નાની દિકરી હતી ને, પોતાના પિતાજીએ ઊભા કરેલા બીઝનેશ એમ્પાયર પર તે આંચ આવવા દ્યે એમ તો ન હતી એટલે આગળ ભવિષ્યનો વિચાર કર્યા વિના તેણે રોહનને રીંગ પહેરાવી દીધી, હવે રોહનનો વારો હતો રીંગ પહેરાવવાનો, જેવો કાશ્મીરાએ આગળ હાથ લાવ્યો કે તેની કંપનીના મેનેજર સુબ્રતો રોય દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યો.   “મેડમ, પ્લીઝ ગીવ મી જસ્ટ ટુ મિનિટ પ્લીઝ, આઇ એમ રીઅલી સોરી ટુ ડિસ્ટર્બ યુ બટ ઇટ્સ વેરી અર્જન્ટ.”   “વ્હોટ હેપ્પન્ડ મિસ્ટર રોય? કેમ પરસેવાથી રેબઝેબ છો તમે? શ્વાસ પણ તમારો ફૂલે છે, ઇઝ એવરીથીંગ ઑલરાઇટ?” કાશ્મીરાએ રીંગ સેરેમની પડતી મૂકી સુબ્રતો રોય સાથે વાત કરવા માંડી.   “મિસ્ટર રોય, અત્યારે ઓફિશીયલ મેટર ડિસ્કસ કરવાનો આ કોઇ સમય નથી, પ્લીઝ કમ બેક આફ્ટર સમટાઇમ. ડોન્ટ યુ ક્નો ધ ઓકેશન એન્ડ ટાઇમ?” સુરેશ ખન્ના ગુસ્સાથી તરબતોળ થઇ ગયા અને તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યુ કે તેનો અવાજ આખા હોલમાં બટન માઇકના કારણે ગુંજી રહ્યો છે.   “પાપા, ટેક ઇટ ઇઝી, જસ્ટ ટુ મિનીટ પ્લીઝ.” કાશ્મીરાએ વાતને વાળતા કહ્યુ.   “નો, મિસ્ટર રોય કમ હીઅર એન્ડ ટેલ મી, વ્હોટ યુ વોન્ટ ટુ ટોલ્ક વીથ કાશ્મીરા.”   “સર ઇટ્સ અ બેડ ન્યુઝ ફોર અસ.”

“બેડ ન્યુઝ? કાશ્મીરા અને સુરેશ ખન્ના બન્નેની આંખો પહોળી થઇ ગઇ.   “શું થયુ સુબ્રતો અંકલ? પ્લીઝ ટેલ મી ફાસ્ટ.”   “મેડમ..... મેડમ..... આપણી મુંબઇ સ્થિત કાપડની કંપનીમાં આગ લાગી છે, ત્યાંથી કંપનીના મેનેજર ચોતરાણીનો ફોન હતો.   “વ્હોટ????? ઓહ માય ગોડ અંકલ, ઇટ્સ અ વેરી બેડ ન્યુઝ. આપણે ત્યાં જવુ પડે અત્યારે જ. રેશમ સિલ્ક કાપડનો બહુ મોટો સ્ટૉક ત્યાં સંગ્રહિત છે, જો આગ વધુ હશે તો આપણે કરોડોનું નુકશાન થશે.” કાશ્મીરાની આંખો ફરવા લાગી અને આ બાજુ સુરેશ ખન્ના તો પાસે પડેલી ખુરશી પર ફસડાઇ જ પડ્યા. તેના માટે આ આંચકો અસહ્ય હતો. ખન્ના ગૃપમાં આ પહેલો રેકર્ડ હતો કે જ્યારે કોઇ બ્રાન્ચમાં આગ લાગી હોય અને એ પણ મુંબઇ સ્થિત કાપડની કંપનીમાં જેમા બહુ મોટા પ્રમાણમાં કિંમતી કાપડનો સ્ટૉક સંગ્રહાયેલો હતો.   “સર આર યુ ઓલરાઇટ? તમે ચિંતા ન કરો, બધુ ઠીક થઇ જશે.” કહેતા રોહને સુરેશ ખન્નાને પાણી આપ્યુ ત્યાં પત્રકારો અને મિડીયાને તો જોતુ હતુ એ મળી ગયુ, મસાલેદાર ન્યુઝ મેળવવા તે કાશ્મીરા અને સુબ્રતો રોય પર પ્રશ્નોનો મારો વરસાવવા લાગ્યા.   “સોરી લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઇટ્સ અ વેરી સીરીયસ મેટર વીથ અસ ઇન અવર મુંબઇ બ્રાન્ચ, સો આઇ હેવ ટુ ગો ધેર. યુ ઓલ ટેક ડિનર પ્લીઝ, એન્ગેજમેન્ટ સેરેમની ઇઝ ઓવર.” કહેતી કાશ્મીરા ઉપર રૂમ તરફ જતી રહી, આ બાજુ જયવંતીબેન પણ સુરેશ ખન્નાને રૂમમાં જવા નીકળ્યા.   રોહન અને તેના મમ્મી-પપ્પા તો બસ આ બધુ જોઇ જ રહ્યા.

“રોહન તુ અહી રહેજે, અમે હવે નીકળીએ છીએ. આમ પણ હવે સગાઇ થાય એવુ લાગતુ નથી.” પ્રકાશભાઇએ રોહનનો ખભો દબાવી સાંત્વના આપતા કહ્યુ અને બન્ને નીકળી ગયા.  

*******************  

“કાશ્મીરા હું પણ સાથે આવુ છું મુંબઇ.” રોહને સૌ પ્રથમ વાર કાશ્મીરાને તેના નામથી બોલાવી હતી પણ એકબાજુ તેની મરજી વિરૂધ્ધ રોહન સાથે તેની સગાઇ અને બળતામાં ઘી હોમાય તેમ મુંબઇ કંપનીમાં આગ લાગ્યાના સમાચારથી કાશ્મીરા પહેલેથી જ ગુસ્સે હતી અને ત્યાં રોહને સૌ પ્રથમ વાર તેને નામથી બોલાવી અને કાશ્મીરાનો મગજ છટક્યો.

“મિસ્ટર રોહન, માઇન્ડ યોર ઓન લેન્ગ્વેજ. લાગે છે કે મેનર્સ શું છે તે મારે તમને શીખવવુ પડશે. હજુ આપણી સગાઇ થઇ નથી કે તમે મને મારા નામથી બોલાવો અને રહી વાત મુંબઇ આવવાની તો એ મેટર હું સોલ્વ કરી લઇશ, આપની હેલ્પની કાશ્મીરાને જરૂર નથી, ચલો સુબ્રતો અંકલ.” કહેતી કાશ્મીરા સુબ્રતો રોયને લઇને ત્યાંથી નીકળી ગઇ. 

TO BE CONTINUED……………………

અચાનક મુંબઇ બ્રાન્ચ અને ગોડાઉનમાં આગ ક્ઇ રીતે લાગી? આ કુદરતી અકસ્માત છે કે પછી જાણીજોઇને આ કૃત્ય થયુ છે??? જો જાણી જોઇને આ કૃત્ય થયુ છે તો તેની પાછળ કોણ છુપાયેલુ છે જે પાછલા દરવાજેથી સુરેશ ખન્ના અને તેની ફેમિલીનું દુશ્મન છે??? જાણવા માટે આપ લોકોએ આગળનો ભાગ વાંચવો જ રહ્યો.............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED