Chakravyuh - 47 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 47

પ્રકરણ-47

“હું કોણ છું? ક્યાંથી આવ્યો છું અને આ બધુ હું કઇ રીતે જાણુ છું એ બધુ તો ગૌણ પ્રશ્ન છે શ્રીમાન સુધીર દેસાઇ. ચલો હજુ વાતને આગળ વધારુ.” રોહને સુરેશ ખન્નાની આંખમાં આંખ મીલાવતા કહ્યુ.   “નક્કી આ ધરમશી ભાઇનો દિકરો જ લાગે છે, ત્યારે મે કાલીયા ને કીધુ હતુ કે એ મર્યો છે કે નહી તેની ખાત્રી કરી લે પણ સાલો એ બે કોડીનો લફંગો તેની હોંશીયારીમાં રહી ગયો અને આજે એ જ ધરમશીનો દિકરો મારી માથે બેસી રાસ રમે છે.” સુરેશ ખન્ના મનોમન વિચારે ચડી ગયા ત્યાં જ રોહને સુરેશ ખન્નાની ખુબ નજીક જતા તેના ચહેરા પાસે ચપટી વગાડી ત્યાં જાણે બહુ મોટી ચોરી પકડાઇ ગઇ હોય તેમ તે ચમકી ગયા.   “આટલુ હેરાન થવાની જરૂર નથી ખન્ના સાહેબ. તમે જે મનમાં વિચારો છો એ સત્ય નથી. તમારી કુટનીતીથી પરે એવા ધરમશીભાઇને એ ખબર પણ ન હતી કે તમે તેના માથા પર પથ્થરની એ ઘંટીથી વાર કર્યો હતો અને એ બીચાળા પોતાની પત્નીને બચાવવા માટે રદીયો પ્રયત્ન કરી રહ્યા હતા પણ તમે કરેલો પીઠ પાછળનો વાર એટલો ઘાતકી હતો કે બીચાળા એ ધરમશીભાઇ તમને બોલાવી પણ ન શક્યા, બસ બે હાથ લાંબા કરી તમારી સામે મદદની પોંકાર કરતા રહ્યા જ્યારે આ બાજુ તેની પત્ની તો ક્યારની ય ભગવાનને ધામ પહોંચી ગઇ હતી, બીજી બાજુ ધરમશીભાઇ પણ લોહીની નદીઓની વચ્ચે કણસતા જ રહ્યા ત્યાં પેલી બાજુ........... ઘરની અંદર.......... દરવાજે ઊભેલું કોઇ આ તમામ ઘટનાને જોઇ ગયુ. તમને તો યાદ જ હશે કે એ કોણ હતુ?”   “મને.... મને .... યાદ નથી કાંઇ.... યાદ નથી આવતુ મને.....” ખન્નાની જીભ લોંચા વળવા લાગી.   “સામે ઊભેલો રોનક આ બધુ જોઇ ગયો હતો અને મોંતનો ખેલ જોઇ તે અવાચક બની ગયો હતો, જ્યારે તમે બધા તમારી ખોંખલી જીતનો જશ્ન મનાવવામાં ચૂર હતા ત્યાં કાલી ગુંડો રોનકને જોઇ ગયો અને તે બધા ગુંડાઓના ચહેરા પરની રોનક ઊડી ગઇ. તેમના રાતા પડી ગયેલા ચહેરા જોઇ તમે એક ભુખ્યો સિંહ જેમ હરણબાળ પર તરાપ મારી પણ રોનક હતો બહાદુર એટલે તમે તેને પકડો એ પહેલા જ ત્યાંથી ભાગી નીકળ્યો ત્યાં કાલી એ બાજુમાં પડેલી લાકડીનો છુટ્ટો ઘા કર્યો કે સીધો તે ઘા રોનકના માથામાં વાગ્યો પણ તે મન મક્કમ કરીને ત્યાંથી ભાગ્યો તો ખરો જ. રોનક આગળ આગળ અને તમે બધા તેની પાછળ પાછળ..... એક તો લાકડી વાગી હતી તેનો ઘાવ અને બીજી બાજુ જીંદગી સામે જીતવાની દોડ પણ રોનકે હાર ન માની તે દોડતા દોડતા ગામની બહાર નીકળી ગયો.”

**********    

“ગામથી થોડે દૂર થોરનું કાંટાળુ જંગલ હતુ. રોનક તમારાથી બચતો બચતો એ કાંટાની વાળમાં જઇ છુપ્યો. તમે બધા બાંવરા બની તેને આમથી તેમ શોધી રહ્યા હતા. અચાનક.... અચાનક તમે તમારી ગંદી ટેવવશ રોનકને પાછળથી દબોંચી લીધો અને બીચાળા એ રોનકને તમે ઢોર માર માર્યો. તમે બધા એ નાનકડી જાન પર ફરી વળ્યા અને મારી મારીને બીચાળાને અધમૂવો કરી નાખ્યો. રોનકના ખોળીયામાં જીવ હતો કે નહી તે જોવાનુ કાલી ગુંડાએ ના વિચાર્યુ અને તેને તમે થોરની ગીચ કાંટાળી વાળમાં ફેંકી દીધો. થોરનો કદાચ એક કાંટો પણ ખુંચી જાય તો પણ માણસને તેની બે દિવસ પિડા રહે છે જ્યારે તમે એ નાનકડા પાંચ વર્ષના બાળકને એ વાળમાં ફેંકી દીધો. ભલે રોનક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો પણ હજુ તેની આત્માએ તેના શરીરને છોડ્યુ ન હતુ, હવે વિચારો કે એ પિડા કેટલી અસહ્ય હશે રોનક માટે???”   “તમે એક ક્ષણ માટે પણ રોનકના દુઃખ વિષે વિચાર્યુ હતુ??? એક ક્ષણ માટે પણ તમને વિચાર આવ્યો હતો કે તમારા રામ જેવા મોટાભાઇને તમે બેરહેમીથી પથ્થરની ઘંટીનું પડ માર્યુ ત્યારે? એક ક્ષણ માટે પણ તમને હીરાલાલ બાપાની બધી સંપતિ હળપ કરી જતા ગીલ્ટ ફીલ ન થયુ? ક્યાંથી થાય સુરેશ ખન્ના??? તમારે બસ ધનવાન થવુ હતુ એ પણ ખોટા રસ્તે ચાલીને. બસ, તમે ધરમશીભાઇના આખા પરિવારનો કચ્ચરઘાણ વાળી દીધો. આખા ગામ સામે તમે એવુ સાબિત કરી દીધુ કે રાત્રે લુટારાઓ આવી ધરમશીભાઇ અને તેના પરિવારને પતાવી દીધો અને ત્યાર બાદ ધીમે ધીમે બધુ શાંત થતા તમે બધી સંપતિ અને તમારા પરિવાર સાથે દિલ્લી સ્થિર થઇ ગયા અને ત્યાં આવી તમે પૈસાના જોરે તમારુ નામ અને અટક બધુ ફેરવી તોળ્યુ અને સુધીર દેસાઇ મટી તમે સુરેશ ખન્ના બની ગયા.”   “આમાંથી એક પણ વાક્ય ખોટુ હોય તો તમે કહો. કેમ બોલતા બંધ થઇ ગયા શ્રીમાન દેસાઇ? બોલો માર્યા હતા કે નહી તમે ધરમશીભાઇ અને તેમના પરિવારને? છેલ્લી વાર તમારા મોઢે મારે સાંભળવુ છે કે આ બધુ સત્ય છે કે મારા મનના ખયાલી પુલાવ? બોલો સુધીર દેસાઇ બોલો. આઇ સેઇડ ટેલ મી સુધીર દેસાઇ, હેવ યુ કીલ્ડ યોર બ્રધર એન્ડ હીઝ ફેમિલી ઓર નોટ???” રોહનનો ગુસ્સો તેના અવાજમાં સાફ સાફ તરી આવ્યો હતો અને તેનો અવાજ આખા હોલમાં ગુંઝવા લાગ્યો અને ચારે બાજુ હોલમાં પડઘા પડવા લાગ્યા.”

To be continued……………

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED