ચક્રવ્યુહ... - 33 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 33

( ૩૩ )

“આઇ એમ સોરી ટુ સે સર, પાપા હજુ ઇશાનના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યા નથી અને જ્યાં સુધી મને હબર છે ત્યાં સુધી પાપા આવી કોઇ વીનીતા નામની છોકરીને નહી ઓળખતા હોય.”   “સોરી મીસ કાશ્મીરા કે આવા સમયે હું ડિસ્ટર્બ કરી રહ્યો છું આપને અને આપના પરિવારને.”   “ઇટ’સ ઓ.કે. સર. અને હા બીજુ કે ઇશાનની કારનો પતો મળ્યો કે?”   “હા એ કાર અકસ્માતના ઘટના સ્થળથી થોડા અંતરે પાર્ક કરેલી મળી આવી છે અને તેની જાણ મે ખન્ના સાહેબને ફોન મારફત કરી હતી પણ હવે સમજાય છે કે સાયદ આ બાબતે તેમણે તમારી જોડે કશી વાત કરી નહી હોય.”   “મને એ સમજાતુ નથી કે ઇશાને કાર શા માટે પાર્ક કરી હશે અને શા માટે તે કોઇની પાછળ દોડતો હશે? કદાચ અક્સ્માત કરનાર પકડાઇ પણ જાય તો પણ આપણે લીગલી તેને બ્લેઇમ ન જ કરી શકીએ કારણ કે દિલ્લીના રસ્તે પૂરપાટ ચાલતી કારમાં અચાનક કોઇ વચ્ચે આવી ચડે તો શું થાય એ હું સમજી શકુ છું.”   “બાય ધ વે મીસ ખન્ના, ઇશાનનું કોઇ સાથે અફેર ખરૂ, આઇ મીન હી વોઝ ઇન લવ વીથ વીનીતા.”   “આઇ ડોન્ટ થીંક સો સર, બાકી હવે જેને ખબર છે એ જ આપણી વચ્ચે નથી તો શું થઇ શકે?”

“ડોન્ટ લુઝ હોપ, જો આ બધુ જાણીજોઇને થયુ હશે તો અપરાધીએ કાંઇક તો ચૂક કરી જ હશે અને એ ચૂક આપણે આ બધાના મૂળ સુધી લઇ જશે. એક કામ કરજો તમે કે ઇશાનના નજીકના મિત્રોને આ નામ પૂછજો, સાયદ તેને કાંઇ ખબર હોય.”   “હા સર, એ વાત તો મને સુઝી જ નહી. હું તેના ક્લોઝ્ડ ફ્રેન્ડ્સ સાથે વાત કરીને તમને ઇન્ફોર્મ કરું છું.”   “ઓ.કે. મીસ ખન્ના. ટેઇક કેર.” કહેતો ચેતન પટેલ ત્યાંથી નીકળી ગયા.

**********  

“પાપા આજે ઇશાનના મૃત્યુને પંદર દિવસ વિતવા આવ્યા છતા તમે હજુ શોકમાં જ ડુબેલા છો, જે થયુ તેને પાછુ વાળી શકાય તેમ તો નથી માટે મારુ કહેવુ છે કે હવે તમે ઇશાનને ભૂલવાનો પ્રયત્ન કરો તો સારૂ.” દારૂના નશામાં ચકનાચુર ઢળી પડેલા તેના પિતાજીને સમજાવતા કાશ્મીરાએ કહ્યુ અને તેમને સોફા પર વ્યવસ્થિત બેસાડ્યા.   “લીવ મી અલોન કાશ્મીરા.” કહેતા સુરેશ ખન્નાએ ધૃજતા ધૃજતા વળી એક ગ્લાસ દારૂનો ઉપાડ્યો.   “બસ કરો પપ્પા. આ બધુ બંધ કરી દો પ્લીઝ. આ સરાબ અને સ્મોકીંગ તમને પણ અંદરથી કમજોર કરી દેશે તો આવડા મોટા બીઝનેશને કોના ભરોસે છોડશો તમે.”   “જે થવાનુ હોય તે થાય, આઇ ડોન્ટ કેર. લીવ મી અલોન.” કહેતા સુરેશ ખન્નાએ કાશ્મીરાને ધક્કો માર્યો ત્યાં કાશ્મીરા બાજુના સોફા પર ફંગોળાઇ ગઇ.   “મે આઇ કમ ઇન મેડમ?” સામેથી રોહને પરવાનગી માંગી તે તરફ કાશ્મીરાનું ધ્યાન ગયુ.   “યસ કમ ઇન રોહન.”   “સોરી ટુ ડિસ્ટર્બ યુ મેડમ પણ અમૂક જરૂરી બાબતો પર ચર્ચા કરવાની હતી એટલે અહી આવવુ પડ્યુ. જો આપ કહો તો હું પછી આવુ.”   “નહી, ઇટ્સ ઓ.કે. પ્લીઝ હેવ અ શીટ.”  હજુ તો કાશ્મીરા બોલતી જ હતી ત્યાં સુરેશ ખન્ના લથડીયા ખાતા ઊભા થઇ ત્યાંથી ચાલતા થયા.   “સર, તમારી સાથે પણ ચર્ચા કરવાની છે ઓફિસ રીલેટેડ. તમે બેસો તો સારૂ.” રોહને ઊભા થતા કહ્યુ પણ ખન્ના સાહેબ તો સીગારેટનો કસ ખેંચતા ઉપર જવા લાગ્યા.   “સોરી ટુ સે મેડમ, પણ ખન્ના સાહેબ હવે ઇશાન સરના દુઃખમાંથી બહાર આવી જાય તો સારૂ છે નહી તો બીઝનેશ રીલેટેડ અમૂક નિર્ણય તેમની સહી વિના શક્ય જ નથી.”   “યા આઇ ક્નો રોહન પણ હું શું કહુ તને.....” બોલતા બોલતા કાશ્મીરા રડી પડી.   “સોરી મેડમ, મારો ઇરાદો આપને હર્ટ કરવાનો ન હતો. આઇ એમ રીઅલી વેરી સોરી.” રોહને ટેબલ પર પડેલો ગ્લાસ આપતા કહ્યુ.   “ઇટ’સ ઓ.કે. પણ જે છે તે તુ જોઇ રહ્યો છે. એક બાજુ પપ્પાની આવી હાલત અને બીજી બાજુ મમ્મી પણ ઇશાનના દુઃખમાં જ છે. દરરોજ ઊંઘની ત્રણ ટેબ્લેટ લે છે તો પણ અડધી રાત્રે જાગી જાય છે, વધુમાં ઇશાનના મૃત્યુનુ રહસ્ય. કાંઇ સમજાતુ નથી હું શું કરુ અને ક્યાં પહોંચુ?”   “ઇશાન સરના મૃત્યુનું રહસ્ય? હું કાંઇ સમજ્યો નહી મેડમ.”

“ઇશાન છેલ્લા થોડા સમયથી કોઇ વીનીતા નામની છોકરીના સંપર્કમાં હતો. કલાકો સુધી તેની સાથે વાતો કર્યાનું કોલ હિસ્ટરીમાં બતાવે છે અને મૃત્યુના દિવસે તે પોતાની કાર મૂકીને કોઇની પાછળ દોડી રહ્યો હતો અને તેનો અકસ્માત થયો, હવે એ સમજાતુ નથી કે આ વીનીતાનું શું ચક્કર છે.”   “મેડમ તમે ઇશાનના મિત્રોને આ બાબતે પુછ્યુ?”   “હા આજે જ તે બધા મને મળવા આવ્યા હતા પણ તેઓ કોઇ વીનીતાને તો ઓળખતા જ ન હતા. ઇશાનની એક ક્લોઝ્ડ ફ્રેન્ડ હતી પણ તેનુ નામ અરાઇમા હતુ એવુ તેના મિત્રો કહેતા હતા પણ આ વીનીતાને તો તેના ખાસ અને અંગત કહેવાતા મિત્રો પણ ઓળખતા નથી.”   “સ્ટ્રેન્જ, તો તમે અરાઇમાને આ બાબતે પુછ્યુ કે નહી?”   “ઇશાનનો ખાસ મિત્ર અંકિત અને હું બન્ને અરાઇમા જ્યાં રહેતી હતી ત્યાં ગયા હતા પણ તે ઘર બંધ હતુ અને આજુબાજુમાં પુછપરછ કરતા જાણવા મળ્યુ કે તે છોકરી તો તેના નેટીવ પ્લેસ જતી રહી છે. તેનુ નેટીવ પ્લેસ ક્યુ હતુ તે શું કરતી હતી તે બાબતે આજુબાજુના પડોશીઓને બહુ ખ્યાલ પણ નથી અને તેના સંપર્ક નંબર પણ કોઇ પાસે નથી.”   “ઓહહહ... પણ મેડમ તમને સાચે એવુ જ લાગે છે કે ઇશાન સરના મૃત્યુ પાછળ કોઇનો હાથ હશે કે પછી આ એક અકસ્માત જ છે?”   “મને કાંઇ સમજાતુ નથી રોહન, ઘરના ટેન્શનમાંથી બહાર નીકળુ તો કાંઇક થાય ને? આજે મારી જાતને હું એકલી ફીલ કરુ છું. એમ લાગે છે કે કોઇ મારી સાથે નથી.” બોલતા વળી કાશ્મીરાની આંખમાં આંસુ આવી ગયા.   “મેડમ, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. આપણી વચ્ચે જે બન્યુ તે પણ બીઝનેશ હોય કે તમારા ઘરનું ટેન્શન, તમે બેજીજક મને કહેજો, આઇ વીલ હેલ્પ યુ.”   “થેન્ક યુ રોહન. જરૂર પડ્યે તારી મદદ લઇશ.”

“ઓ.કે. મેડમ, આ બધી ફાઇલ્સ છે જે તમે ચેક કરી લેજો, હું હવે નીકળુ છું.” કહેતો રોહન ત્યાંથી નીકળી ગયો.   “કઇ માટીનો બનેલો છે આ રોહન? અમારી વચ્ચે આટ્લુ બની ગયુ છતા આટલી વફાદારી દાખવે છે. પપ્પા સાચુ કહેતા હતા કે રોહન જેવો છોકરો મને મળવો મુશ્કેલ છે, પણ મારા કિસ્મત કે મે માણસ કરતા પૈસાને વધુ મહત્વ આપ્યુ અને રોહન સાથે સગાઇ કરવાની ના કહી દીધી.” એક ઊંડો નિઃસાસો નાખતી કાશ્મીરા બસ રોહનને જતો જોઇ રહી...

To be continued……

દુઃખમાં માણસને ખબર પડે છે કે કોણ તેનું પોતાનુ છે તેમ કાશ્મીરાને આજે રોહનની કદર થઇ અને અફસોસ પણ થયો કે તેણે પોતે રોહન સાથે સગાઇની ના કહી દીધી. તો શું હવે કાશ્મીરાનો રોહન પ્રત્યેનો ઝુંકાવ સગાઇમાં પરિવર્તીત થશે? શું સુરેશ ખન્ના આ બધા દુઃખમાંથી બહાર આવશે કે પછી તેની પળેપળની ખબર રાખનાર તેનો દુશ્મન આ બધી વાતનો ફાયદો ઉઠાવી હજુ એક પ્રહાર કરશે? જાણવા માટે વાંચો નેક્ષ્ટ પાર્ટ...............