Chakravyuh - 5 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 5

ભાગ-૫

બીજે દિવસે રવિવાર હતો આથી રોહનને શાંતિ હતી. પોતાના રૂમ પર પહોંચી તેણે આરામ કર્યો. બીજા દિવસથી જ ટ્રેનીંગ જોઇન કરવાની હોવાથી ન્યુ બેગ અને ટાઇ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરી લીધી. રાત્રે બહાર જ ડિનર કરી રોહન રૂમ પર આવી ગયો અને વહેલો જ ઊંઘી ગયો.   વહેલી સવારે ઉઠી નાહીધોઇને રોહન તૈયાર થઇ આઠ વાગ્યે ઘરેથી ઓફિસ જવા નીકળી ગયો. તેના રૂમથી ઓફિસ વચ્ચેનું અંતર વીસેક મિનિટ જેવુ જ હતુ અને ઓફિસનો સમય ૯.૦૦ વાગ્યાનો હતો પણ પહેલો જ દિવસ હોવાથી રોહન કોઇ રીશ્ક લેવા ઇચ્છતો ન હતો આથી તે વહેલો જ ઓફિસ જવા નીકળી ગયો.

“હેલ્લો સર, માયસેલ્ફ રોહન ઉપાધ્યાય.”   “યસ કમ ઇન મિસ્ટર ઉપાધ્યાય. વેરી પંક્ચ્યુઅલ ઇન ટાઇમ. પ્લીઝ હેવ અ શીટ.” સુબ્રતો રોય એ રોહનને આવકારતા કહ્યુ.   “થેંકસ સર.”    ટ્રેનીંગ જોઇનીંગ લેટર અને અમુક ઓફિસીયલ ફોર્માલીટી પુરી કરી રોહન અને સુબ્રતો રોય બન્ને ટ્રેનીંગ હોલ તરફ જવા નીકળ્યા.

“હીઅર ઇઝ યોર ટ્રેનીંગ હોલ. પ્લીઝ ગો ઇનસાઇડ એન્ડ વેઇટ. શાર્પ ૯.૦૦ કલાકે ટ્રેનીંગ શરૂ થઇ જશે.” કહેતા સુબ્રતો રોય પોતાની કેબીન તરફ નીકળી ગયા.

એ.સી. હોલમાં બેઠો હોવા છતા રોહનના મનમાં રહેલો ડર પસીના રૂપે તેના ચહેરા પર દેખાઇ રહ્યો હતો. થોડી વારમાં એક પછી એક સિલેક્ટ થયેલા ઉમેદવારો આવવા લાગ્યા. લગભગ વીસેક જેવા ઉમેદવારો આવી ગયા હતા. જેમાંથી પાંચ ઉમેદવારોને ટ્રેનીંગ બાદ ફાઇનલ સિલેક્શન મળવાનુ હતુ.

“હેલ્લો એવરીવન. આપ સૌને ખુબ ખુબ અભીનંદન કે ખન્ના ગૃપમાં પ્રવેશ માટેની પહેલુ કદમ તમે પાર કરી લીધુ છે. આપ સૌને હવે અહી કાર્ય કરવાની પધ્ધતિ વિષે ટ્રેનીંગ આપવામાં આવશે અને તમારી કાબેલીયતને પારખવામાં આવશે જેના પરથી ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે, વીશ યુ ઓલ ધ બેસ્ટ.”  કાશ્મીરા ખન્નાએ સર્વેને વેલકમ કરતા કહ્યુ ત્યાર બાદ સુબ્રતો રોયે તમામ ઉમેદવારોને કંપનીના નિયમો અને કાર્યપધ્ધતિ વિશે સમજ આપવાની સરૂઆત કરી.     “નાઉ ઇટ ઇઝ લંચ ટાઇમ. આપણે બધા શાર્પ ૨.૩૦ કલાકે અહી ફરીથી મળીશું.”

“અહી તો કામ કરવુ ખુબ જ અધરૂ લાગે છે મને તો. તારુ શું કહેવુ છે રોહન?” બાજુમાં લંચ કરતા તરંગ બોલ્યો.   “નિયમો તો બહુ કડક છે પણ જ્યાં સુધી મારુ માનવુ છે આ દુનિયામાં અશક્ય કાંઇ નથી.” રોહને આત્મવિશ્વાસથી કહ્યુ.   “યાર, તારી વાત તો સાચી છે પણ આટલા કડક નિયમો વચ્ચે આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવું થોડુ મુશ્કેલ લાગે છે.”    “મુશ્કેલ તો છે પણ અશક્ય નથી.”

લંચ બાદ બધા ઉમેદવારો હોલમા આવી ગયા હતા, હજુ ટ્રેનીંગ શરૂ થવાને વીસ મીનીટની વાર હતી એટલે બધા ઉમેદવારો એકબીજા સાથે વાતો કરવામાં મશગુલ હતા. બધા એકબીજાનો પરિચય કેળવી રહ્યા હતા.   લંચ બાદ બધાને પોતાની પસંદ મુજબ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યા જ્યાં સિનીયર્સની સાથે રહીને બધા કામકાજ કરી શકે અને કોઇ પ્રોબ્લેમ હોય તો સીનીયર્સ તેમને માર્ગદર્શન આપી શકે.

“હેલ્લો રોહન, આઇ એમ રોશની, હેડ ઓફ માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ.” રોહનને માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો, ત્યાં રોશનીએ તેને આવકાર્યો.   “હેલ્લો મેડમ.”   થોડી ફોર્માલીટીની વાતો કરી બન્ને કામકાજમાં લાગી ગયા. રોહનને માર્કેટીંગનો ખુબ શોખ હતો અને અહી તેને એ જ ડિપાર્ટૅમેન્ટૅ આપવામાં આવ્યો હતો એટલે તે ખુબ જ ખુશ હતો અને સ્ફુર્તિથી તે રોશની સાથે મળી કામ કરવા લાગ્યો.

“મેડમ, તમે કેમ ટેન્શનમાં હોવ તેમ લાગે છે? એની પ્રોબ્લેમ?” રોશનીને હળબળીમાં કામ કરતા રોહને પુછ્યુ.   “યા રોહન, આજે બહુ ટેન્શન છે. કંપનીની નવી પ્રોડક્ટ લોન્ચ થવાની છે અને તેનું માર્કેટીંગ કરવા માટે પ્રેઝન્ટેશન તૈયાર કરી આજે કાશ્મીરા મેડમ સામે રજુ કરવાનુ છે પણ હજુ ધારદાર પ્રેઝન્ટેશન મારાથી બન્યુ નથી. એક કલાકમાં મારે તેની સામે જવાનુ છે.”

“ડોન્ટ વરી મેડમ, આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ટુ હેલ્પ યુ. પ્લીઝ મને કહો કે પ્રોડક્ટ શું છે અને તમે પ્રેઝન્ટેશનમાં શું તૈયાર કર્યુ છે, ચાલો આપણે બન્ને સાથે મળીને પ્રેઝન્ટેશનને ધારદાર બનાવવાની કોશિષ કરીએ.” કહેતો રોહન રોશનીની બાજુમાં બેસી તેને હેલ્પ કરવા મંડી ગયો. રોહન પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં ખુબ માહેર હતો આથી તે ફટાફટ રોશનીને મદદ કરવા લાગ્યો.   “એક્સક્યુઝ મી મેડમ, કાશ્મીરા મેડમ મીટીંગ રૂમમાં તમારી રાહ જુવે છે.”   “યા કમીંગ.” બોલતી રોશની ઉતાવળે ફાઇલ લેતી દોડતી નીકળી ગઇ.   “રોશની મેડમ.............” દોડતો રોહન પાછળ ગયો પણ ત્યાં સુધીમાં રોશની મીટીંગ રૂમમાં પહોંચી ગઇ હતી.   “સોરી સર, કોઇને અંદર જવાની મેડમ સખત ના કહી છે.” બહાર ઉભેલા પટ્ટાવાળાએ કહ્યુ.   “પ્લીઝ તમે અંદર જઇ રોશની મેડમને આ સી.ડી. આપી દ્યો, મારે અંદર જવાની બીજી કાંઇ જરૂર નથી, માત્ર આ સી.ડી. જ અંદર આપવાની છે. આજના પ્રેઝન્ટેશનની આ સી.ડી. છે.”   “સર, મને પણ અંદર જવાની મનાઇ છે. તમે તો આજે જ ઓફિસ આવ્યા છો પણ હું છેલ્લા પાંચ વર્ષથી અહી નોકરી કરું છું, મને કાશ્મીરા મેડમના સ્વભાવની ખબર છે, તેણે કહ્યા મુજબ કામ ન થાય એટલે તે હદ્દથી વધારે ગુસ્સે થઇ જાય છે.”

“કાકા તમે ચિંતા ન કરો, મેડમને હું સમજાવી દઇશ. તમારો વાંક નહી આવે.” બોલતા રોહને મીટીંગરૂમમાં જવા માટે દરવાજો ખોલી અંદર ગયો અને પટ્ટાવાળો પણ તેની પાછળ અંદર ગયો.   “એક્સક્યુઝ મી મેડમ.” રોશની અને કાશ્મીરા મેડમ બન્ને ચર્ચામાં મશગુલ હતા ત્યાં વચ્ચે રોહન બોલ્યો.   “મેડમ માફ કરજો. મે સાહેબને આવવાની ના જ કહી હતી પણ તે અંદર આવી ગયા.” પટ્ટાવાળાએ પાછળ આવતા કહ્યુ.   “મિસ્ટર રોહન, અમે બન્ને ઇમ્પોર્ટન્ટ ટોપીક પર ચર્ચા કરી રહ્યા છીએ, તમે પછી આવજો.” કાશ્મીરાએ કહ્યુ.   “સોરી ટુ સે મેડમ પણ વાત ખુબ જ જરૂરી છે. એક્ચ્યુઅલી.........”   “એકવાર કહ્યુ તેમા તમને ખબર પડે છે કે નહી???? વીલ યુ પ્લીઝ લીવ અસ? તમારી આ ભૂલ બદલ તમે નોકરીમાંથી બરખાસ્ત પણ થઇ શકો છો.” કાશ્મીરાના અવાજમાં હળાહળ ગુસ્સો તરી આવ્યો.   “મેડમ આપની જે સજા હશે તે મને મંજુર રહેશે, હું તો જસ્ટ આ સી.ડી. આપવા આવ્યો હતો જે રોશની મેડમ ભૂલી ગયા હતા. આજે તમે જે પ્રેઝન્ટેશન નીહાળવાનો છે તની આ સી.ડી. છે. ઉત્તાવળમાં રોશની મેડમ ટેબલ પર જ આ સી.ડી. ભૂલી ગયા હતા એટલે હું આપવા આવ્યો છું.” રોહને સી.ડી. ટેબલ પર રાખી અને તે માંફી માંગતો ત્યાંથી નીકળી ગયો.   “સોરી મેડમ, ઉત્તવળમાં હું એ સી.ડી. ભૂલી ગઇ હતી..” રોશનીએ ગભરાતા કહ્યુ.   “ઇટ્સ ઓ.કે., હવે આગળથી ધ્યાન રહે આવી ભૂલ ન થાય અને મિસ્ટર રોહનને પણ અહીના નિયમો સમજાવી દેવાની જવાબદારી તમને આપવામાં આવે છે મીસ રોશની.” કાશ્મીરાએ સુચના આપતા કહ્યુ.   “ઓહ માય ગોડ, આજે જે બન્યુ છે તે મારા ફાઇનલ સિલેક્શન પર બહુ માઠી અસર કરશે.” રોહન કેબીનમાં બેઠો બેઠો મનોમન વિચાર કરી રહ્યો હતો ત્યાં અચાનક ઇન્ટરકોમની રીંગ વાગી.

“હેલ્લો મિસ્ટર રોહન, મીટીંગ રૂમમાં આવો.”   “જી મેડમ.” રોહન સમજી ગયો હતો કે કાશ્મીરા મેડમનો અવાજ હતો આથી તે ઉતાવળાપગે મીટીંગરૂમ તરફ ગયો.   “આજે આ નવા એમ્પ્લોઇનું આવી બન્યુ. બહુ ચાલાક સમજે છે પોતાને પણ તેને ખબર નથી કે અહી માત્ર અને માત્ર નિયમો જ ચાલે છે, કોઇની ચાલાકી કે હોશીયારી ચાલતી નથી.” રોહને એકાદ બે જણાને બોલતા સાંભળ્યા પણ હાલ કાંઇ બોલવા જેટલો સમય ન હતો એટલે બીજી નકામી વાતોને અનદેખી કરી ત્યાંથી નીકળી ગયો.

“મે આઇ કમ ઇન મેડમ?”   “યસ કમ ઇન. પ્લીઝ હેવ અ શીટ.”

“થેન્ક્સ મેડમ.” કહેતા રોહને બેઠક સ્વિકારી.   “રોશનીએ મને બધી વાત કરી, તમે બન્નેએ સાથે મળીને બનાવેલુ પ્રેઝન્ટેશન ખુબ અસરકારક છે. આજના યુવાન ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્રેઝન્ટેશન ખુબ ફાયદાકારક રહેશે. વેરી ગુડ જોબ મિસ્ટર રોહન. આઇ એપ્રીશીયેટ યોર વર્ક.” કાશ્મીરાએ વખાણ કરતા કહ્યુ.   “થેન્ક્સ મેડમ.” નમ્ર ભાષામાં રોહને કહ્યુ.   “પ્લીઝ હેવ અ શીટ, વ્હોટ વીલ યુ પ્રીફર, ટી ઓર કોફી?” કાશ્મીરાએ રોહનને આગ્રહવશ બેસવા કહ્યુ એ જોઇ રોશની પણ દંગ રહી ગઇ કારણ કે રોશનીને ખબર હતી કે કાશ્મીરા કે તેના ફાધર મિસ્ટર ખન્ના તેના બહુ ઓછા એમ્પ્લોઇ સાથે આ રીતે વર્તાવ રાખતા હતા અને રોહનને ઓફિસ જોઇન કર્યાનો આ પહેલો દિવસ હતો અને કાશ્મીરા પહેલા જ દિવસે રોહનને ચા કોફીનો આગ્રહ કર્યો એ બહુ આશ્ચર્યજનક હતુ રોશની માટે.   “નો મેડમ, નથીંગ એટ ઓલ. થેન્ક્સ.” રોહન ખુરશી પર બેસતા કહ્યુ.   “હું બહુ ઓછા એમ્પ્લોઇને આ રીતે ચા-પાણીનું પુછું છું તો મારુ તો માનવુ એ છે કે તમારે આ ગોલ્ડન ચાન્સ જતો કરવો ન જોઇએ.” હળવી સ્માઇલ સાથે કાશ્મીરાએ કહ્યુ.   “ઓ.કે. મેડમ, આઇ વીલ પ્રીફર ગ્રીન ટી.” રોહને પણ હળવી સ્માઇલ પાસ કરી.   “ગ્રેટ, આઇ અલ્સો પ્રીફર ગ્રીન ટી એવરી ડે.” બોલતા કાશ્મીરાએ ગ્રીન ટી નો ઓર્ડર આપ્યો.   “એક્સક્યુઝ મી મેડમ, આઇ હેવ અ કોલ ઓફ વન ક્લાઇન્ટ.” રોશની ફોન પર વાત કરવા ત્યાંથી જવાની પરવાનગી માંગતી નીકળી ગઇ.   “સો મિસ્ટર રોહન, મને લાગે છે તમને માર્કેટીંગનો ખાસ્સો અનુભવ છે.” ગ્રીન ટી પીતા કાશ્મીરાએ પ્રશ્ન કર્યો.   “હા મેડમ, હું પહેલા જે કંપનીમાં જોબ કરતો ત્યાં પણ માર્કેટીંગ ડિપાર્ટમેન્ટનો હેડ હતો.”   “ધેન વ્હાય ડીડ યુ ચુઝ ધીસ કંપની? અહી તો હજુ તમે સિલેક્ટ થાઓ અને ન પણ થાઓ.” કાશ્મીરાએ તેની આગવી છટાથી પુછ્યુ.   “ઇટ્સ માય ડ્રીમ મેડમ. આ કંપનીમાં જોબ કરવાની મારી ખુબ મહેચ્છા હતી. હવે જે થશે તે પણ એકવખત તમે મને ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ કર્યો તે પણ મારા સદ્દભાગ્ય છે.” રોહન પણ વાતો કરવામાં કાંઇ ઓછો ઉતરે એમ ન હતો તે કાશ્મીરાએ મહેસુસ કર્યુ.   “વેરી ગુડ, નાઉ આઇ હેવ અન અર્જન્ટ મીટીંગ. અગેઇન વેરી ગુડ જોબ.” બોલતા કાશ્મીરા ત્યાંથી જવા નીકળી ગઇ અને બાદમાં રોહન પણ ત્યાંથી બહાર નીકળી ગયો.

“રોહન, થેન્ક્સ અ લોટ, આજે હું તારા કારણે બચી ગઇ નહી તો મેડમનો ગુસ્સો મારા પર ઉતરવાનો જ હતો.”   “એમા આભાર શાનો? ઇટ્સ માય ડ્યુટી મેડમ.” હળવી સ્માઇલ સાથે રોહને કહ્યુ અને બન્ને હસી પડ્યા.

TO BE CONTINUED………..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED