Chakravyuh - 23 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 23

પ્રકરણ-૨૩

“વીલ યુ જોઇન મી ઓન ડાન્સ ફ્લોર?” લગભગ અડધી કલાકની અરસપરસની વાતચીત બાદ ઇશાન અને અરાઇમા બન્ને એકબીજાના ખાસ મિત્રો બની ગયા હોય તેવુ લાગ્યુ.   “યા શ્યોર.”

“લેટ’સ ગો બેબી.” બોલતા ઇશાને અરાઇમાને ડાન્સ ફ્લોર પર આવવા માટે હાથ લંબાવ્યો અને બન્ને લાઉડ મ્યુઝીકમાં ડાન્સમાં મસ્તીથી ઝુમવા લાગ્યા.   “વાહ બોસ, શું આઇટમ પટાવી છે, માની ગયો તને ઇશાન.” પાછળથી હળવેકથી અંકિતે ઇશાનને કાનમાં કહ્યુ એ સાંભળી ઇશાને અંકિત સામે આંખ મીચકારી.   “યે મૌસમ કી બારીસ.....” ગીત વાગતા જ ઇશાને અરાઇમાને આત્મવિશ્વાસથી પોતાની બાહોમાં લઇ લીધી જાણે તેને ખબર જ હતી કે અરાઇમા આ વાતનો વિરોધ નહી કરે અને સાચે બન્યુ પણ એવુ જ. બન્ને એકબીજાથી ખુબ નજીક આવી ગયા હતા અને ડાંસ કરી રહ્યા હતા.   “યુ ડાન્સ વેરી ગ્રેસફુલી બેબી. આઇ લાઇક યોર વે.” ઇશાને અરાઇમાની ખુબ જ નજીક જતા તેના કાનમાં કહ્યુ ત્યાં જવાબમાં માત્ર અરાઇમાએ સ્મિત ફરકાવ્યુ. અરાઇમા મળી ગઇ એટલે જાણે ઇશાન પોતાના મિત્રોને તો ભૂલી જ ગયો કે તે બધા ક્યાં છે અને શું કરે છે. તેના મિત્રોને પણ ખબર પડી ગઇ હતી કે આજે ઇશાન તેઓના હાથમાં આવવાનો નથી એટલે તે બધા પોતાની રીતે એન્જોય કરવામાં મગ્ન બની ગયા.

“લેટ’સ હેવ સમ સ્નેક્સ. આઇ એમ હંગ્રી નાઉ.” અરાઇમાએ કહ્યુ,   “લેટ’સ ગો બેબી.” ઇશાને કહ્યુ અને બન્ને ફરી કોર્નર શોફા પર જઇને બેઠા, આ વખતે ઇશાન અરાઇમાની ખુબ નજીક આવીને બેઠો હતા અને આ વખતે અરાઇમાએ પણ એ વાતની હરકત સરખુ લીધુ ન હતુ.   “આઇ એમ કમીંગ, વ્હોટ વીલ યુ પ્રીફર?”

“એઝ યુ લાઇક.” અરાઇમાએ ટૂંકો જવાબ આપ્યો અને ઇશાન સ્નેક્સ લેવાના બહાને ત્યાંથી નીકળી ગયો.   “ઇશાન યાર, અમે તારી સાથે આવ્યા છીએ, યાદ પણ હતુ કે ભૂલી ગયો.” વિહાને કહ્યુ જ્યારે ઇશાન ઓર્ડર આપવા માટે આવ્યો.   “અરે યાર, આ ગર્લ્સ ચીઝ જ એવી છે કે તે સાથે હોય ત્યારે ઘણુબધુ કન્ટ્રોલમાં રહેતુ નથી, બોલ તેનું શું કરુ?”

“હા ભાઇ હા, હવે અમે તો ક્યાં યાદ રહેવાના? બ્યુટી ક્વીન જો સાથે છે.” અંકિતે ટોન મારતા કહ્યુ.   “સોરી બ્રો, આજની રાત તો તમારે એકલા જ રહેવુ પડશે. આજની રાત અરાઇમાના નામ.”   “તારો પ્લાન શું છે ઇશાન? જોજે કાંઇ પ્રોબ્લેમ ન થાય. તે છોકરી સાથે તારી ઓળખાણ થયાને હજુ એકાદ બે કલાક જ થઇ છે.” મયંકે સલાહ આપતા કહ્યુ.   “મયંક યાર જસ્ટ ચીલ, અરાઇમા ખુદ મને ચાન્સ આપવા ઇચ્છે છે તો તને શું પ્રોબ્લેમ છે? યાર હજુ તુ આ બધી બાબતોમાં બહુ કાચો છે. ગર્લ્સનો નશો કાંઇક અલગ જ છે મારા દોસ્ત એ અત્યારે તને નહી સમજાય.” અભિમાનથી છકેલો ઇશાન મયંકની વાત પર વિચાર કરવાને બદલે તેને સમજાવવા લાગ્યો.   “ઓ.કે. એઝ યુ લાઇક ઇશાન બટ બી કેરફુલ. હું નીકળું છું હવે, પાપાના બે કોલ આવી ગયા, તુ તારી રીતે એન્જોય કર.”

“હા યાર ઇશાન, હવે તારુ નક્કી નથી કદાચ અરાઇમા સાથે સવાર પણ પડી જાય, અમે પણ નીકળીએ છીએ.” અંકિતે હસતા હસતા કહ્યુ અને ત્રણેય મિત્રો ઇશાનને ગુડ નાઇટ વીશ કરી નીકળી ગયા.   “સોરી.....સોરી.....સોરી...... આઇ એમ લેઇટ.” અરાઇમા પાસે આવતા ઇશાન બોલ્યો અને પ્લેટ સામે ધરી જેમા મંચુરીયન, સેન્ડવીચ, બર્ગર જેવી અનેકવિધ વેરાઇટી હતી અને સાથે કોલ્ડ ડ્રીંક્સના ગ્લાસ પણ હતા.   “મારે કાંઇ મોટી ભેંસ નથી થવુ તે આટલુ બધુ મારી સામે રાખી દીધુ.” બોલતા જ અરાઇમા હસી પડી.   “સો ફન્ની, બટ આ બધુ આપણે જ પુરૂ કરવાનુ છે.” કહેતા સેન્ડવીચનો એક પીશ ઉપાડી ઇશાને અરાઇમાને ખવડાવ્યો.   “હમ્મ્મ્મ, નાઇસ, થેન્ક્સ.”   “બસ ખાલી થેન્ક્સ જ કહેવાનુ? મને નહી ખવડાવે તુ?”

“હા શ્યોર.” કહેતા અરાઇમાએ ઇશાનને પણ એક પીશ ખવડાવ્યો. બન્ને વાતોમાં મશગૂલ બની ગયા હતા, એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. એકબીજાના કોન્ટેક્ટ નંબર મેળવી લીધા.

“ઘણુ મોડુ થઇ ગયુ છે, હવે મારે નીકળવુ જોઇએ.” અરાઇમાએ ઊભા થતા કહ્યુ.   “અરે બેબી, જસ્ટ વેઇટ પ્લીઝ. હજુ દિલ ભરાયુ નથી.”   “યુ નોટી, પ્લીઝ લીવ માય હેન્ડ.” નખરા કરતા અરાઇમા બોલી.   “ઇશાન જેને એક વખત પકડે છે તે આશાનીથી છુટી શકતુ નથી બેબી. પ્લીઝ સ્ટે વીથ મી સમટાઇમ પ્લીઝ.”   “મારુ માથુ ભારે થવા લાગ્યુ છે ઇશાન, લાગે છે આ ઘોંઘાટભર્યા વાતાવરણમાં વધુ સમય રહેવાથી માથુ દુખે છે.”   “હમ્મ્મ્મ, ઓ.કે. ચલ હું તને ડ્રોપ કરતો જાંઉ.”   “નો નો ઇશાન, આઇ એમ ઓ.કે. હું એકલી જતી રહું છું.”   “નો ઇટ’સ નોટ ઓ.કે. આઇ એમ કમીંગ.” કહેતો ઇશાન પણ તેની સાથે જવા નીકળ્યો.   “આર યુ ઓ.કે. અરાઇમા?” ઘર પાસે પહોંચતા જેવી અરાઇમા બહાર નીકળી કે લથડીયા ખાતી કારના બોનેટ પર ઢળી પડી ત્યારે ઇશાને બહાર નીક્ળી તેને સંભાળતા પુછ્યુ.   “યા આઇ એમ ઓ.કે.” બોલવામાં પણ તેની જીભ લથડીયા ખાતી હતી એટલે ઇશાન તેને અંદર સુધી ડ્રોપ કરવા ગયો ત્યાં દરવાજે લોક હતુ,   “ચાવી મારા પર્શમાં છે ઇશાન, વેઇટ આઇ વીલ ગીવ યુ.” કહેતા અરાઇમાએ ચાવી શોધવા પોતાનુ પર્શ ખોલ્યુ અને ઇશાનને ચાવી આપી. ઇશાને દરવાજો ખોલ્યો અને અરાઇમાને સોફા પર બેસાડી તે પાણી લેવા માટે દોડ્યો અને અરાઇમાને પાણી આપ્યુ.   “આઇ ડોન્ટ વોન્ટ વોટર ઇશાન, આઇ વોન્ટ યુ, આઇ વોન્ટ યોર કંપની.” કહેતા અરાઇમાએ ઇશાનનો હાથ પકડી પોતાની તરફ ખેંચ્યો.   “અરાઇમા, પ્લીઝ બી કાલ્મ, અત્યારે તારી તબિયત સારી નથી, આપણે કાલે મળીશું ફરી.” ઇશાને સમજાવટની ભાષામાં કહ્યુ પણ અરાઇમા માને તો ને. તેણે ઇશાનને પોતાની બાહોમાં સમાવી લીધો અને જેમ કોઇ વેલ વૃક્ષના થડને વીંટળાય તેમ ઇશાનને ભેટી પડી.   યુવાનીનો જોશ ઘણીવાર માણસને ભાન ભૂલાવે છે અને સચોટ નિર્ણય લેવામાં તે ઊણો ઉતરે છે અને અહી ઇશાન અને અરાઇમા બન્ને યુવાન હૈયા સાથે મળ્યા હતા અને ઉપરથી એકાંત આગમાં ઘી હોમનારુ પરિબળ બન્યુ હતુ. ઇશાન પણ ભાવુક બની ગયો અને અરાઇમાના અવિરત્ત પ્રણયના ધોધમાં તે તણાવા લાગ્યો. બન્ને એકબીજામાં એકમેક થઇ ગયા. ક્યારે શું બન્યુ તે ઇશાન કે અરાઇમા કોઇ સમજી શક્યુ નહી. બસ આખી રાત બન્ને વચ્ચે પ્રણય યુધ્ધ ચાલ્યુ.

**********  

“ઓહ માય ગોડ? વ્હોટ હેપ્પન્ડ લાસ્ટ નાઇટ?” વહેલી સવારે ઇશાનની ઊંઘ ઊડી ત્યાં તેણે જોયુ કે અરાઇમા અને પોતે બન્ને નિર્વસ્ત્ર બ્લેંકેટની આડમાં બેડરૂમમાં એકબીજાની બાહોમાં સમાયેલા હતા. તેણે જલ્દીથી જીન્સ ટી-શર્ટ પહેર્યા. પોતાની વિચારશક્તિ તો અત્યારે કામ કરતી જ ન હતી કે શું કરવું એટલે તે કાંઇપણ વિચાર્યા વિના અરાઇમાને એકલી છોડી ત્યાંથી નીકળી ગયો.

“આ તો બહુ ખોટુ થઇ ગયુ. હું તો જસ્ટ ફ્લર્ટીંગ સુધી વિચારતો હતો ત્યાં અરાઇમા અને મારી વચ્ચે વન નાઇટ સ્ટેન્ડ. શીટ્ટ યાર!” બોલતા તેણે કારન બોનેટ પર જોરદાર મુક્કો માર્યો. આજુબાજુમાંથી તેને કોઇ જોઇ જવાની બીકે તે જલ્દીથી ત્યાંથી નીકળી ગયો. ઘરે જવાની તેને ઇચ્છા થતી ન હતી, બસ સતત તેને આગલી રાત્રીના વિચારો ઘેરી રહ્યા હતા. વિચારમાં ને વિચારમાં તેણે કાર પરનો બેલેન્સ ગુમાવી દીધુ અને કાર રોડ પરથી નીચે ઊતરી ગઇ. આ તો વહેલી સવાર હતી એટલે કાંઇ દુર્ઘટના ઘટી નહી એ સારૂ થયુ. તેણે એ જ ઘડીએ કાર સ્ટોપ કરી દીધી.   “ઓલ ઇઝ વેલ ઇશાન. નો નીડ ટુ વરી, જે થયુ છે તે બન્નેની સહમતીથી થયુ છે તેમાં કોઇ પ્રોબ્લેમ નથી. યુવાનીના જોશમાં ક્યારેક આવુ બની જાય છે.” પોતાના પરસેવા વાળા ચહેરાને બન્ને હાથથી લુંછતો ઇશાન મનોમન પોતાને જ સમજાવવા લાગ્યો. 

TO BE CONTINUED…………

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED