ચોર અને ચકોરી - નવલકથા
Amir Ali Daredia
દ્વારા
ગુજરાતી નવલકથા પ્રકરણ
એ વીસ વર્ષનો ફૂટડો નવજવાન હતો. જીગ્નેશ ભટ્ટ નામ. જન્મ તો બ્રાહ્મણ પરિવારમાં થયો. પણ નવ વર્ષની ઉમરે કેશવ ઉઠાવગીર ના હાથે ચડી ગયો. અને એના નસીબે એને પુજા અર્ચના કરનાર પુજારી ને બદલે અવ્વલ નંબરનો ચોર બનાવ્યો. ...વધુ વાંચો એની ચકોર દ્રષ્ટિ અને લાજવાબ હિંમત ના કારણે. એ ગમે તેવી અટપટી જગ્યાએ ચોરી કરવા જતો અને ચોરી કરી ને આબાદ સફળતા પુર્વક પાછો ફરતો. એની એ આવડત ના કારણે કેશવ એને હથેળીમાં રાખતો.
એ વીસ વર્ષનો ફૂટડો નવજવાન હતો. જીગ્નેશ ભટ્ટ નામ. જન્મ તો બ્રાહ્મણ પરિવારમાં થયો. પણ નવ વર્ષની ઉમરે કેશવ ઉઠાવગીર ના હાથે ચડી ગયો. અને એના નસીબે એને પુજા અર્ચના કરનાર પુજારી ને બદલે અવ્વલ નંબરનો ચોર બનાવ્યો. ...વધુ વાંચો એની ચકોર દ્રષ્ટિ અને લાજવાબ હિંમત ના કારણે. એ ગમે તેવી અટપટી જગ્યાએ ચોરી કરવા જતો અને ચોરી કરી ને આબાદ સફળતા પુર્વક પાછો ફરતો. એની એ આવડત ના કારણે કેશવ એને હથેળીમાં રાખતો.
( દૌલનગર ના અંબાલાલ પાસે એના પૂર્વજોનો ખજાનો છે એવી એક લોકવાયકા છે અને એ લોકવાયકા સાંભળીને અત્યાર સુધીમાં ચાર ચોરોએ અંબાલાલની હવેલીમાં હાથ સાફ કરવા ની કોશિશ કરી. જેમાંથી ફક્ત કાળુ કોળી જ સહી સલામત છટકવા.મા કામયાબ થયો. ...વધુ વાંચોબીજા ત્રણ ક્યાં લાપતા થયા કોઈ નથી જાણતું. અને હવે એ ખજાનો મેળવવા આપણો જીગ્નેશ દૌલતનગર રવાના થાય છે..હવે આગળ.) દૌલતનગર મા બે માર્ગે દાખલ થવાય છે. એક અનંતનગર ના ગાઢ અને વિકરાળ જંગલ વટાવીને. અને બીજો માર્ગ ધર્મપુરી નો. ધર્મપુરીથી તમારે દાખલ થવું
(દૌલતનગર માં ખજાનાની ચોરી કરવા આવેલા જીગ્નેશને અંબાલાલ નો મુખ્ય નોકર અંબાલાલની હવેલી માજ નજરબંધ કરવાનો મનસુબો બનાવે છે. હવે આગળ)................. ...વધુ વાંચો સુખદેવ ના જતાં જ એણે સોમનાથ ને કહ્યું "વાહ સોમનાથ ભાઈ. બરાબર ટાઈમે તમે આવ્યા. નહીં તો આ બારોબાર મને કાઢી મુકત. પણ તમે મને ઓળખ્યો કેવી રીતે?" જવાબમાં સોમનાથ સ્મિત કરતા બોલ્યો.
(અંબાલાલ નો ખજાનો કઈ રીતે સાફ કરવો એનો આખો પ્લાન જીગ્નેશના દિમાગમાં ફીટ થઈ ચૂક્યો હતો. હવે એ એને અમલ માં મૂકે એ પેહલા અંબાલાલ નો મુખ્ય ચાકર સુખદેવ એને હવેલીએ લય જાવા આવે છે...) ...વધુ વાંચો સાંજે સાત વાગ્યા ન વાગ્યા ત્યા. સોમનાથની ઝૂંપડીએ સુખદેવ પોહચી ગયો."સોમનાથ. એય સોમનાથ." અવાજ સાંભળીને સોમનાથ અને જીગ્નેશ બન્ને બાહર આવ્યા. જીગ્નેશને જોઈને કતરાતા સુખદેવ બોલ્યો."હાલો મેમાન. હવે અમારી મેમાનગતી માણો.""હા.હા.હાલો.હુ તૈયાર જ છુ.""મારો વાલો બોવ ડાયો. હાલ ત્યારે મોર થા." જીગ્નેશનુ બાવડું ઝાલીને પોતાની આગળ ધકેલતા સુખદેવ બોલ્યો. જીગ્નેશને ક્રોધતો ધણો આવ્યો. એણે દાંત કચકચાવ્યા. ડાબા હાથની અડબોથ સુખદેવના ડાચા ઉપર
(સુખદેવના સુવાની રાહ જોતો જીગ્નેશ મહાદેવના નામનું રટણ કરતો પડ્યો હતો અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મહાદેવે જાણે એની પ્રાથના સાંભળી અને સુખદેવ સુખની નિંદ્રામાં ઘેરાયો......) હવે આગળ વાંચો..... ...વધુ વાંચો હવેલીમાથી એ લપાતો છુપાતો બાહર આવ્યો. અને ધીમા પગલે ગેસ્ટહાઉસ તરફ ચાલ્યો. ગેસ્ટહાઉસની પાછલી દીવાલને અડીને જે પીપળાનું ઝાડ એણે સવારે પસંદ કર્યું હતું. એ ઝાડ પર ચઢીને પહેલાં તો એ દીવાલ પર આવ્યો. બારેક ફુટ ઉંચી દીવાલ હતી. એણે સોમનાથને કહી રાખ્યું હતું એમ સોમનાથે દીવાલ ઉપર એક ડાંગ અને એક નાની એવી કોદાળી મુકી રાખી હતી. કોદાળી ને
(અંબાલાલની હવેલીમાં ખજાનો છે એવી લોકવાયકા સાંભળીને જીગ્નેશ એ ખજાનો લૂંટવા દૌલતનગર આવે છે. ગેસ્ટહાઉસમાં ખોદકામ કરે છે પણ કંઈ હાથ નથી લાગતું. અને ગેસ્ટહાઉસથી પાછો જતો હોય છે ત્યાં અંબાલાલને ચકોરી ઉપર જુલ્મ કરતા જુવે છે...હવે આગળ.....) ...વધુ વાંચો અંબાલાલની આવી ક્રૂર વાણી સાંભળીને જીગ્નેશનું લોહી ઉકળી ઉઠ્યું. એકજ ઝાટકે એણે છાપરા પરથી ચાર નળિયાં ઉડાડયા. નીચે અંબાલાલ અને એના બેવ ચાકરો કંઈ સમજે એ પહેલા.'જય મહાદેવ' નો એણે જય ઘોષ કરીને એણે છાપરેથી સીધી અંબાલાલ ઉપર છલાંગ લગાવી.એનું શરીર એણે અંબાલાલ ઉપર પાડ્યું અને એના પગ બન્ને રાખેવાળો ની છાતીમાં એણે ફટકાર્યા. રાખેવાળો ઓરડાના દરવાજા સાથે જઈ ભટકાયા.
(અંબાલાલનો ખજાનો લૂંટવા આવેલા જીગ્નેશને. ખજાનાના બદલે ચકોરી મળી આવી. એને અંબાલાલના ચંગુલ માંથી છોડાવવા.પહેલા અંબાલાલ અને એના ચાકરો નો સામનો કરવો પડ્યો.પછી સુખદેવનો.) હવે આગળ વાંચો.... ...વધુ વાંચો હવેલીમાં જીગ્નેશ ની બાજુમાં સૂતેલા સુખદેવ ની જ્યારે આંખ ખુલી. અને એણે જીગ્નેશ ની પથારી તરફ દ્રષ્ટિ નાખી તો જીગ્નેશ ની પથારી ખાલી હતી. એ વખતે લગભગ ત્રણ વાગવા આવ્યા હતા જીગ્નેશ ની ખાલી પથારી જોઈને સુખદેવ ઝાટકા સાથે ઉભો થયો. અને હાથમાં કટાર લઈને એ હવેલી ની બહાર આવ્યો. તેણે ગેસ્ટ હાઉસ તરફ નજર નાખી તો ત્યાં એક એને માનવ આકૃતિ ઊભેલી દેખાણી. અંધારામાં
(ચકોરીને મૂકીને ચાલતા થયેલા.જીગ્નેશ અને સોમનાથની પાછળ ચકોરી દોડી. અને ખિજાતા બોલી. ' એક અબળાને આ રીતે રઝળતી મૂકીને ચાલ્યા જતા વિચાર નથી આવતો?.')....હવે આગળ... ... ' વિચાર તો ઘણો આવે છે. પણ તમારી સાથે ...વધુ વાંચોકરવા માં રોકાશું.તો તમારી સાથે અમે પણ સપડાઈ જશુ. એટલે ઉતાવળ રાખવી જરૂરી છે.' જીગ્નેશ ચાલતા ચાલતા કહ્યું. એ ત્રણે દોલત નગર ના જેટી ઉપર આવ્યા. જ્યાં સાંજે સોમનાથે એક નાવડી તૈયાર કરીને રાખી હતી. એમાં બેસી ગયા અને હોડકાને જવા દીધું ખાડીમાં. જીગ્નેશે હલેસા હાથમાં લીધા.તો સોમનાથ બોલ્યો.' જીગ્નેશ તું રહેવા દે. હું હલેશા મારું છું.' ' ના સોમનાથ
(જીગ્નેશ હળવે હળવે હોડકાને હલેસા મારી રહ્યો હતો. અને એની ચકોરી સાથે મીઠી નોક્ઝોક ચાલી રહી હતી.)...હવે આગળ..... એકાદ કલાક સતત એણે હલેસા ચલાવ્યા તેથી હવે એના બાવડા દુખવા લાગ્યા ...વધુ વાંચોએટલે એણે સુતેલા સોમનાથને સાદ પાડ્યો. ' સોમનાથ ભાઈ. ઓ સોમનાથ ભાઈ ઉઠો હવે.' સોમનાથ ઉઠીને બેઠો થયો. અને એણે આંખ ચોળતા ચોળતા પુછ્યુ. ' થાકી ગયો હોઈશ તું બરાબર?' ' હા ભાઈ.પહેલા કોદાળી ચલાવી.પછી હલેસા. બાવડા દુખવા મંડ્યા હો.' 'ઠીક ત્યારે. હવે તુતારે આરામ કર. હુ હલેસા હંકારું છુ.' કહીને સમનાથે હોડકા ના હલેસા હાથમાં લીધા. જીગ્નેશ ચકોરીના સામેના બાંકડે આવીને બેઠો. ' હવે તમે ક્યાં જશો.?' ' હમણાં તો
(ગયા અંક નો સારાંશ=તમારા પૌત્રનું ફકત એકવીસ દિવસનુ જ આયુષ્ય છે. આમ જ્યોતિષે કરેલી ભવિષ્ય વાણી થી હેબતાઈને પશા સરપંચ અને એમના દિકરા રમેશથી રાડ પડાઈ ગઈ." હે.!"......હવે આગળ.......) "એલા ભ્રામણ. શુ બોલે છે એનુ ...વધુ વાંચોછે તને?."પશાકાકા ક્રોધથી ધ્રુજતા બોલ્યા. "બરાબર ભાન છે મને અને એટલે જ હુ કેતો તો. કે બાળકનું ભવિષ્ય જાણવાનું રેવા દો." બાપુએ ગંભરતાપૂર્વક કહ્યુ. રમેશે બાપુનું બાવડુ ઝાલીને એના ઘરની બહાર ધકેલ્યા. "યાદ રાખજે ભામટા. મારા દિકરાને કંઇ પણ થયુ છે તો તારી ખેર નથી." "બાપુ ચિંતાતુર ચહેરે ઘેર આવ્યા. બાપુને ચિંતામાં જોઈને મે પૂછ્યું. " શુ થયુ બાપુ? આજે કેમ તમારા ચેહરા ઉપર ચિંતા દેખાય છે?"
(પંડિતે જોયેલા જોષ અનુસાર પશાકાકા ના પૌત્ર નુ એના જન્મ ના એકવીસ મા દીવસે મૃત્યુ થયુ.આથી ક્રોધે ભરાયેલા પશા સરપંચ અને એમનો દિકરો રમેશ કેટલાક ગુંડાઓ ને લઈને પંડિત ના ઘેર પોહચ્યા.) હવે આગળ વાંચો..... "એય. જોષિડા. બારો નીકળ." ...વધુ વાંચોત્રાડ પાડી. "બાપુ બાજુના ગામ ધુમાલ નગર મા કોઈ કામસર ગયેલા. રમેશ ભાઈ ની ત્રાડ સાંભળીને હુ ધુર્જતા ધૂર્જતા બાર આવી. " શુ.. શુ. છે?" મે બીતા બીતા પુછ્યુ. "શુ છે ની હવાદણી. તારો ડોહો કયા ગુડાણો છે. બાર કાઢ એને.' પશાકાકા ક્રોધથી નાખોરા ફૂલાવતા તાડુક્યા. "એ. એ. એ ઘરમાં નથી. ધુમાલનગર ગ્યા છે." બીકના માર્યા મારા શબ્દો મારા મુખમાંથી
(વિધિના લખેલા વિધાન વાંચી શકવાનુ જ્ઞાન ચકોરીના બાપુને હતું. જેના કારણે એમણે પશા સરપંચના પૌત્ર નુ ભવિષ્ય જૉયું અને ઉપાધિ ઉભી થઈ. એમનું કથન સાચુ પડ્યું અને સરપંચનો પૌત્ર એકવીસમા દીવસે મૃત્યુ પામ્યો. રમેશ એના ગુંડાઓ સાથે એમના ઘેર ...વધુ વાંચોકિશોરે ચકોરી ને પોતાને ઘેર આસરો આપ્યો. સાંજે કિશોરનો પાડોસી તિવારી દોડતો દોડતો આવ્યો અને બોલ્યો. કિશોર ગામને સીમાડે જોષી ભાઈ ની લાશ પડી છે.) હવે આગળ વાંચો..... ધુમાલનાગર થી પાછા ફરતા બાપુને ગામના પાદરે જ ગભાએ આંતર્યા. આંખોમાંથી આંસુ ટપકાવતા ચકોરીએ પોતાનુ જીવન વૃતાંત આગળ ચલાવતા કહ્યુ. બાપુને એ ચારેય જણાએ મોટરમા નાખીને પશાકાકાના વાડે લઈ ગયા. પોતાના પૌત્ર
(ગયા અંકમાં આપે વાંચ્યું કે...એક અબળાને નરાધમ ના પંજામાંથી છોડાવવા બદલ કાકા ચોક્ક્સ શાબાશી આપશે એમ જીગ્નેશ પોરસાતા બોલ્યો હવે આગળ.....) પાલીના બંદરે ઉતર્યા ત્યારે રોંઢો થવા આવ્યો હતો. નાવને બંદર પર લાંગરી ને ત્રણે નીચે ઉતર્યા. ઉતરતા વેંત ...વધુ વાંચોચકોરીએ સવાલ કર્યો. "આપણે ક્યા આવ્યા?"ચકોરી ના સવાલનો જવાબ આપતા સોમનાથ બોલ્યો. "આ પાલી ગામ છે. અને અહી મારો પરિવાર રહે છે. આપણે ઘરે જઈને. નાહી ને જમીશું. પછી આરામ કરીશું. પછી તમારે રોકાવું હોય તો રોકાવાની છુટ છે. પણ ચકોરી તમે ક્યા જશો?"સોમનાથે સવાલ પુછીને ચકોરી ને વિચાર મા મુકી દીધી. થોડોક વિચાર કરીને ચકોરી બોલી. "આ તો મનેય
(તમે અહી સોમનાથ ભાઈને ત્યાજ રોકાવ હુ ભાઈને ભલામણ કરી દઈશ કે એ તમને તમારા કાકાને ગામ સીતાપુર મુકી જશે..... ગયા અંકમાં તમે વાચેલું હવે આગળ.....) ચકોરી ને કીશોરકાકાને ત્યા પહોચડવાની જવાબદારી સોમનાથના માથે નાખીને જીગ્નેશ રામપુર જવા રવાના ...વધુ વાંચોજીગ્નેશને જોતાવેંત કેશવ ઉત્સાહથી બોલી ઉઠયો. "આવ્યો. આવ્યો મારો હાવજ આવ્યો." જીગ્નેશને જોશભેર છાતી સરસો ચાંપતા પુછ્યુ. "બોલ દિકરા. સિંહ કે શિયાળ?"જીગ્નેશ નિરાશા ભર્યા સ્વરે બોલ્યો."કાકા. શિયાળ. આ વખતે ખાલી હાથે પાછા ફરવું પડ્યું." જેટલા જોશથી કેશવે જીગ્નેશને છાતીએ ચાંપ્યો તો. એટલી જ ત્વરાથી એને અળગો કરતા નવાઈ ભર્યા સુરે પુછ્યુ. "શુ વાત કરે છે તુ? તુ અને ખાલી હાથે?
…..(ગયા અંકમાં વાંચ્યું કે એક જોરદાર થપ્પડ જીગ્નેશના ગાલ પર લગાવતા કેશવે પુછ્યુ."શુ કરી લેવાનો તુ." હવે આગળ વાંચો)...... "કાકા. તમે મારી જીંદગી તો બરબાદ કરી પણ સોગંધ મહાદેવની. હુ તમને એ માસુમ અને અનાથ છોકરીની જીંદગી નય બરબાદ ...વધુ વાંચોદવ." જીગ્નેશ ગાલ પંપાળતા બોલ્યો. જવાબમા કેશવે બીજા ધડાધડ ચાર લાફા એના ચેહરા ઉપર ફટકારતા કહ્યુ. "મારુ લુણ ખાઈને મારી સામે તારે શિંગડા ભરાવવા છે. કાં?" "લૂણ હુ તમારું નય. તમે મારુ ખાવ છો કાકા. મારી પાસે ચોરિયું કરાવીને તમે તમારું પેટ ભરો છો." જીગ્નેશે વરસોથી સંઘરી રાખેલો બળાપો આજે બાર કાઢ્યો. જીગ્નેશને આ રીતે પોતાની સામે તાણીને બોલતા જોઈને
.….(કેશવ ચકોરીને ફરીથી અંબાલાલ ને સોંપવા ઈચ્છતો હતો. જો અંબાલાલ સાથે સોદો પાર પડે તો. નહીતો કોઠાવાળીને વેચવાની એની તૈયારી હતી. અને આ બધુ જયારે એ સોમનાથને કહી રહ્યો હતો. ત્યારે દરવાજાની આડશે થી ચકોરીએ એ બધુ સાંભળી લીધુ ...વધુ વાંચોહવે આગળ.......... સોમનાથ ચકોરીને બોલાવવા પોતાના ઓરડામા દાખલ થયો. ઓરડાના દરવાજાની આડશે ઉભેલી ચકોરી. કેશવની બધી વાત સાંભળી ચુકી હતી. સોમનાથને જોઈને એ કંઈક કહેવા જઈ રહી હતી. પણ સોમનાથે પોતાના હોઠ ઉપર આંગળી મૂકીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. અને પછી ચકોરીની નજદીક આવીને એકદમ ધીમા સાદે બોલ્યો. "મોટાભાઈની સામે એમજ વર્તજે જાણે તે કંઈ સાંભળ્યું જ નથી. એ
.....(અંબાલાલ સાથે ચકોરી નો સોદો કરવા ગયેલો કેશવ અંબાલાલ ને કહે છે"મારુ ખિસ્સુ ગરમ કરો તો હુ તેને તમારે હવાલે કરવા રાજી છુ.)...... હવે આગળ..... કેશવ સાઈઠ વર્ષનો. ચોરોનો ઉસ્તાદ હતો. અને વાતો ઉપજાવી કાઢવામા પણ એક્કો હતો. તો ...વધુ વાંચોઅંબાલાલ પણ જમાનાનો ખાધેલ. પંચાવન વર્ષનો આધેડ અને અનુભવી માણસ હતો. એ તરત પામી ગયો કે આ માણસ મારી સાથે બનાવટ કરી રહ્યો છે. એણે પણ એની સાથે રમત રમવાનુ નક્કી કર્યુ. એણે ચેહરા ઉપર કડવાશ ભર્યું સ્મિત ફરકાવતા કહ્યુ."હં. તો હુ તારુ ખિસ્સુ ગરમ કરુ તો તુ એ છોકરી મને સોંપી દેશે. બરાબર.?""હા શેઠ. મારે છોકરીનું શુ કામ? મારે
(ગયા અંક મા વાંચેલું.... લાલ્યા અને કાંતુને આગળ આવતા જોઈને કેશવ ધમ પછાડા કરવા લાગ્યો....).. હવે આગળ વાંચો. સોમનાથના ઘરેથી કેશવના દૌલતનગર જવા રવાના થયા પછી. ચકોરી એ સોમનાથને કહ્યુ. "સોમનાથ ભાઈ. આપણે તરત જીગ્નેશની મદદે જવુ જોઈએ. એ ...વધુ વાંચોકાલનો કોણ જાણે કઈ હાલતમા પડ્યો હશે." "તારી વાત બરાબર છે ચકોરી. પણ તુ ચિંતા ન કર. હુ હમણા જ રામપુર જવા રવાના થાવ છુ." સોમનાથને પણ જીગ્નેશની ચિંતા થતી હતી. "હુ પણ તમારી સાથે આવુ છુ ભાઈ. એમણે મુસીબતના સમયે મારી મદદ કરી હતી. હવે હુ શુ લેવાને પાછળ રહુ" ચકોરી બોલી તો સોમનાથે પુછ્યુ." તુ ત્યા આવીને શુ
(ગયા અંકમાં વાંચેલુ કે... અંબાલાલના ઈશારે કાંતુએ સટ્ટાક કરતુ ચાબુક કેશવ ની પીઠ પર ફટકાર્યું....) હવે આગળ "ઓય ઓય માડી.." કેશવના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો. ચાબુક નો ફટકો એવો જૉરદાર હતો કે કેશવે જે પહેરણ પહેર્યું હતુ. એની ઉપર ...વધુ વાંચોજ ફટકે લોહીનો ડાઘ ઉપસી આવ્યો હતો. અને અંબાલાલ. કોઈ નાનો છોકરો બીજા છોકરાને ચીડવે એમ કેશવને ચીડવતા પુછ્યુ. "કાં. કેવુ લાગ્યુ. મારું ચાબુક? મારા ચાબુકે ઘણા દિવસે લોહી ચાખ્યું. હજી ખાવુ છે તારે હજી ખાવુ છે...?""ના.. ના.. શેઠ.. મને માફ કરી દો. મારે. મારે એક ફદિયું ય નથી જોઈતું. હુ જાતે વગર પૈસે ચકોરીને તમારે હવાલે કરી દઈશ. પણ
(ગયા અંકમાં તમે વાંચ્યું. કે તાળુ ખોલવાનો આવાજ આવતા જીગ્નેશ સાવધ થઈ ગયો. એને લાગ્યુ કે કેશવ પાછો આવ્યો છે. એને કેશવ ઉપર દાઝ ચડી હતી. એટલે બન્ને હાથે લાકડી પકડીને કેશવ દરવાજા માથી દાખલ થાય એની રાહ જોવા ...વધુ વાંચોહવે આગળ વાંચો..... બન્ને હાથે થી કચકચાવી ને એણે લાકડી પકડી રાખી હતી. અને દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ એણે મારવા માટે લાકડી ઉગામી. ત્યા."હ હ હ" કરતો પહેલા સોમનાથ દાખલ થયો. અને એની પાછળ પાછળ ચકોરી ઘરમા આવી. ચકોરી અને સોમનાથને જોઈને જીગ્નેશ ભોઠો પડ્યો. "મને એમકે કાકા છે. તમે બન્ને અહીં ક્યાંથી?"પોતાની ભોઠપને છુપાવવાનો પ્રયાસ કરતા એણે સોમનાથને
(જીગ્નેશને ખાતરી હતી કે કેશવ અંબાલાલને અહીંનુ જ સરનામુ આપશે અને એટલે એ અત્યારે કોઈ જૉખમ લેવા ઈચ્છતો ન હતો) હવે આગળ વાંચો.... જમી કરીને બે ત્રણ કલાક આરામ કરીને એ ત્રણે જણ ઘરમાથી બાહર આવ્યા. જીગ્નેશે દરવાજાને તાળુ ...વધુ વાંચોપછી જીગ્નેશે સોમનાથને કહ્યુ. સોમનાથ ભાઈ. તમે અહીથી પાલી જાવો. અને ત્યાથી મંદાભાભીને લઈને સીતાપુર આવી જજો. મંદાને લઈને શુ કામ? હુ હમણા જ તમારી સાથે આવુ છુ. તમને મુકીને ત્યાથી હૂ પાલી જતો રહીશ. સોમનાથે બોલવાનુ પુરુ કર્યુ ત્યા જીગ્નેશ ઉચાટ ભર્યા સ્વરે બોલ્યો.જીગ્નેશ મા એક ખાસીયત હતી કે જયારે એ મુશ્કેલી હોય ત્યારે એની છઠ્ઠી ઈન્દ્રિય સક્રીય થઈ
(તમે વાંચ્યું કે અંબાલાલ ના માણસોને કેશવ ના ઘરમાંથી કંઈ મળ્યુ નહી.આથી ગુસ્સામા લાલ્યો બોલ્યો કે દૌલતનગર જઈને હાહરા ની ખાલ ઉતરડવી પડશે)... હવે આગળ.... દૌલતનગર પહોચતા જ લાલ્યાએ બે અડબોથ કેશવના ચેહરા ઉપર લગાડી. લાલ્યાને આમ ગુસ્સામા જોઈને ...વધુ વાંચોપુછ્યુ. "કેમ ભાઈ શુ થયુ? કેમ આમ લાલચોળ છો?""આવડો આ ખોટાડીના પેટનો છે શેઠ. ખોટે ખોટો રામપુરનો ફેરો કરાવ્યો." અંબાલાલે કેશવની સામે જોયુ. ગઈ કાલે પોતે કેશવને ચાર પાંચ તમાચા માર્યા હતા પણ એની કોઈ અસર કેશવને કદાચ થઈ ન હતી. પણ આજે લાલ્યાની ફ્કત બે અડબોથે એના હોઠને ચીરી નાખ્યા હતા. અને એમાથી લોહી નીકળીને એની દાઢીએ દડીને એના
(સીતાપુર જવા નિકળેલા જીગ્નેશને પોતાનુ બચપણ. પોતાનો ભુતકાળ યાદ આવવા લાગ્યો હતો.)... રામપુર ના બસસ્ટેન્ડ ઉપર બેઠેલા. જીગ્નેશ અને ચકોરી. બસ ના આવવાની રાહ જોતા હતા. અને જીગ્નેશ પોતાના ભૂતકાળના વિચારો માં ખોવાયેલો હતો. અને ચકોરીએ જયારે એને પૂછ્યું ...વધુ વાંચોમે તમને બહુ તકલીફ આપકી કાં?" જવાબ માં જીગ્નેશ બોલેલો,"તમે મને તકલીફ નહિ. પણ મારો ભૂતકાળ મને આપ્યો છે" ત્યારે આશ્ચર્યથી જીગ્નેશને તાકતા ચકોરી એ પુછ્યુ. "હું કઈ સમજી નહિ?" અને બરાબર એજ સમયે બસ આવીને ઉભી રહી, બંને જણા બસ માં ચડ્યા. સીટ ઉપર ગોઠવાયા. અને બસ રામપુર થી સીતાપુર તરફ દોડવા લાગી. લગભગ દોઢ થી બે કલાક ની
(કાંતુ. ઓલી આંગળા કાપવાની છરી લઈ આવ.પછી જોઈએ કે ક્યા આ સુઘી મોઢુ નથી ખોલતો." અને આ શબ્દ સાંભળતા જ કેશવ ના પેટમા ધ્રાસકો પડ્યો.).. હવે આગળ..... કેશવને હજી એમજ લાગતુ હતુ કે અંબાલાલ એની સાથે ધોલધપાટ ભલે કરે. ...વધુ વાંચોબહુ તો ચાબુકના ફટકા મારશે. અને એ બધુ સહન કરવાની ત્રેવડ તો એનામા ઘણી ભરી પડી હતી અને જ્યારે અંબાલાલે આંગળા કાપવાની છરી કાંતુ પાસે મંગાવી ત્યારે પણ એને તો એમજ લાગતુ હતુ કે આતો મને બિવરાવવાનો પ્રયાસ થય રહ્યો છે. આંગળા કાપી નાખે એટલી ક્રુરતા એક વાણિયામા તો નોજ હોય. પણ એ નોતો જાણતો કે આ વાણિયો કોઈ નોખી
(એક મરણતોલ ચિસ કેશવ ના મોંમાથી નીકળી અને એ બેહોશ થઈને ઢળી પડ્યો.).. હવે આગળ... કેશવ ભાન માં આવ્યો અને એની નજર સીધી પોતાની હથેળી તરફ ગઈ. તો ત્યાં પાટો બાંધેલો હતો. એ જે જગ્યાએ સૂતો હતો બરાબર એની ...વધુ વાંચોજે એક કાચ ની બાટલી પડી હતી. અને એમાં એની ચારેય કપાયેલી આંગળીયો મુકવામાં આવી હતી. એની નજર એ કપાયેલી પોતાની આંગળીયો પર પડતાજ એને ફરી થી એ આખું દ્રશ્ય યાદ આવી ગયું. એનુ કાંડુ ઝાલીને લાલ્યાએ એની હથેળીને જમીન સરસી દબાવી અને બીજી જ ક્ષણે કાંતુ એ છરી ફેરવીને એની આંગળીઓને એની હથેળી થી છુટ્ટી પડી દીધી. પીડા થી
(જીગ્નેશ અને ચકોરી સીતાપુર પોહચે છે) હવે આગળ.... જીગ્નેશે એક ખેતરમાથી શેરડીનો સાઠૉ ખેંચી કાઢ્યો. " હં હં હં શું કરો છો?" ચકોરી એ એને રોકવાની કોશિશ કરી. "કોઈને પૂછ્યા વગર એના ખેતર માં થી શેરડી નો લેવાય." "કાં? ...વધુ વાંચોજીગ્નેશ એ હસતા હસતા પૂછ્યું. "એને ચોરી કહેવાય" ચકોરી નો એ ઉપદેશ સાંભળીને જીગ્નેશ ખડખડાટ હસી પડ્યો અને પછી હસતા હસતા પૂછ્યું. "તો હું કોણ છુ ?" જીગ્નેશ નો પ્રશ્ન સાંભળીને ચકોરી ગંભીર થઇ ગઈ. અને બોલી. "જીગા તું બ્રાહ્મણ નો દીકરો છો. તારા ભાગ્યે તને થોડાક સમય માટે ચોર જરૂર બનાવ્યો હતો. પણ એમાં વાંક તારો ન હતો.પણ હવે