Chor ane chakori - 47 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 47

(બચાવો બચાવો ની ચીસ સાંભળતા જ એક પળનો પણ વિલંબ કર્યા વગર જીગ્નેશ ચીસની દિશામાં દોડયો) હવે આગળ વાંચો..
એ નવેક વર્ષની છોકરી હતી. એણે લાલ રંગનુ ફરાક પહેર્યું હતુ.અને એના એ લાલ રંગ જોઈને જ આખલો ભુરાયો થઈને એની પાછળ દોડી રહ્યો હતો. અને એ આખલાની પાછળ પાછળ એ છોકરીની માં દોડી રહી હતી. અને.
"બચાવો... બચાવો... કોઈ મારી દીકરીને બચાવો...,"
એ રીતની એ બુમો પાડતી આખલાની પછવાડે દોડી રહી હતી.
"બા આ... બા આ..."
કરતી એ નાની બાળકી પણ ચીસો પાડતી. મુઠ્ઠીઓ વાળીને દોડી રહી હતી. એ સ્ત્રીની અને એની છોકરીને ચીસો સાંભળીને ગામના ઘણા લોકો તમાશો જોવા દોડી આવ્યા હતા. પણ એમાનુ કોઈ વિફરેલા આખલાને રોકવાની કોશિશ કે.એને શાંત પાડવાની કોઈએ હિંમત ન દેખાડી.અને ત્યાં જીગ્નેશના કાને એ બન્ને મા દીકરીની ચીસો સંભળાઈ.અને એ એક પળનો પણ વિલંબ કર્યા વગર એ ચીસની દિશામાં દોડ્યો.
એણે એ દ્રશ્ય જોયુ આખલાની આગળ દોડતી બાળકી અને પાછળ દોડતી બાળકીની માતા.આખલો એ બાળકીની સાવ નજદીક પોહચી ગયો હતો.જીગ્નેશ આંખના પલકારામા બાળકી અને આખલાની વચ્ચે પોહચ્યો અને પોતાનામા હતી એટલી શક્તિથી. દોડતા આખલાના શીંગડાને પોતાના બંને હાથે પકડીને એને રોક્યો. પણ ક્યાં એ પાંચસો છસો કિલોનો સાંઢ.અને ક્યાં જીગ્નેશ.? જીગ્નેશે પોતાની તમામ શક્તિ આખલા ને રોકવામાં ખર્ચી.અને આખલો બે પાંચ પળ માટે. અચાનક આવેલા અવરોધના કારણે. રોકાયો પણ ખરો.પણ આખલાના બળ આગળ જીગ્નેશ નું બળ કામ ન આવ્યું. આખલાએ એટલા જોરથી પોતાના મસ્તકને ધુણાવ્યું કે જીગ્નેશ ગળથોલ્યુ ખાઈને જમીન ઉપર પછડાયો.પણ એ ઝડપથી પાછો ઊભો પણ થઈ ગયો. અને એ દરમિયાન એ છોકરીની મા પોતાની છોકરીની પાસે પોહચી ગઈ અને એને ઉંચકીને નિશાળના ડેલામાં વઈ ગઈ. આખલા ને જ્યારે એ છોકરી નજરે ન પડી ત્યારે એણે પોતાનો ક્રોધ જીગ્નેશ ઉપર ઉતારવા એ જીગ્નેશ તરફ ઘસ્યો.નિશાળની બરાબર બાજુમાં એક કૂવો હતો. અને ત્યાં પાણી ભરવાની એક ડોલ રસી સહિત કોઈકની પડી હતી. જીગ્નેશે દોડીને ડોલ ઉપાડીને આંખલાના માથામાં ભેરવી દીધી. અચાનક ડોલ માથામાં ભરાવાથી આખલાને દેખાતું બંધ થઈ ગયુ.અને જીગ્નેશે એ ડોલની રસી આખલાના આગલા બે પગમા ઝડપથી બાંધી દીધી. અને એ માતેલો સાંઢ બંધાયેલા પગના કારણે ત્યા ને ત્યા જ ફસડાઈને પડ્યો. આખલાના જમીનદોસ્ત થતાજ જીગ્નેશ.એની પડખે બેસીને પ્રેમપૂર્વક એની ગરદન ઉપર ધીમે ધીમે હાથ પસરાવવા લાગ્યો.આમ અચાનક પ્રેમાળ સ્પર્શ થતા આખલામાં આવેલું ઝનુન શાંત પડવા લાગ્યુ.
ગામના લોકો આ યુવાનની બહાદુરી જોઈને પ્રભાવિત થયા વિના ના રહ્યા. એ બધા જીગ્નેશ અને આખલાની ફરતે વીટળાઈને ઉભા રહી ગયા. અમુકના મોઢામાંથી તો પ્રશંસાના શબ્દો પણ નીકળ્યા.
"વાહ જુવાન વાહ.ખરી હિંમત દેખાડી.તે હો."
જીગ્નેશે પ્રશંસા કરનારની સામે ફક્ત સ્મિત ફરકાવ્યું. અને પછી એણે. આખલાના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા. બીજા હાથે આખલાના ચહેરા ઉપર ઢંકાઈ ગયેલી ડોલ દૂર કરી. આખલાએ માયાળુ નજરે જીગ્નેશ તરફ જોયુ.અને જાણે વર્ષોથી એને ઓળખતો હોય એ રીતે પોતાનું માથું જીગ્નેશના ખોળામાં ઢાળી દીધું.તમામ ત્યાં ઉપસ્થિત ગામ લોકો આ દ્રશ્ય જોઈને દિગ્મૂઢ થઈ ગયા. હવે જીગ્નેશે આખલાના પગમાં બાંધેલી રસી પણ ખોલી નાખી.એટલે આખલો ઉભો થયો અને શાંતિથી જે માર્ગેથી એ દોડતો આવ્યો હતો. એ માર્ગે ધીમે ધીમે રવાના થયો.
આખલાના જતા જ પેલી સ્ત્રી પોતાની દીકરીને લઈને નિશાળના ડેલા માંથી બહાર આવી. અને જીગ્નેશ ને બોલી.
"ભાઈ તમે તો મારી દીકરીનો જીવ બચાવ્યો. તમારો જેટલો પાડ માનુ એટલો ઓછો છે. તમારો આ ઉપકાર હું કોઈ ભવે ફેડી શકુ એમ નથી."
બોલતા બોલતા એ સ્ત્રીને આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી.અને એના બંને હાથ આપોઆપ જીગ્નેશ ની સમક્ષ જોડાઈ ગયા. જીગ્નેશે પોતાની બન્ને હથેળીથી જોડાઈ ગયેલા સ્ત્રીના હાથોને સ્પર્શ કરતા કહ્યુ.
"અરે બેન આ શું કરો છો? ભાઈ પણ કહો છો અને ભાઈ સામે હાથ પણ જોડો છો."
તે સ્ત્રીની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી અને ત્યાં એનો ધણી દોડા દોડ આવ્યો.
"શું થયું પૂર્વીને રમીલા?"
એણે ઉચ્ચક જીવે પૂછ્યુ.
વધુ આવતા અંકે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED