ચોર અને ચકોરી - 32 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 32

ગયા અંકમાં તમે વાંચ્યુ (આમ તો મે એને ક્યારેય ભૂલાવ્યો નથી પણ આજે એની યાદ.અનહદ આવી રહી છે.રહેમાન ગળગળા સાદે બોલ્યો)... હવે આગળ વાંચો...
જીગ્નેશે ઊભા થઈને રહેમાનના ખભે હાથ મૂક્યો. દિલસોજી વ્યક્ત કરતા.અને દિલાસો આપતા પોતાના સ્વરમા. બને એટલી કરુણતા લાવતા. દુઃખી અને ધીમા સ્વરે બોલ્યો.
" હિંમત રાખો રહેમાનભાઈ. જે ચાલ્યુ ગયુ છે.એની ખોટ તો કોઈ કાળે નથી પુરાવાની. અને એ પણ સત્ય છે કે એ પાછુ પણ તો નથી જ આવવાનુ. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે. એ તમારા મિત્ર જીગાને સદગતિ આપે. જીગ્નેશ ની પ્રાર્થના સાંભળીને. રહેમાનનો મગજ સાતમા આસમાને પહોંચ્યો.
".. એ ભાઈ,..એ ભાઈ.... મારો મિત્ર મર્યો નથી. કે તમે એની સદગતિની પ્રાર્થના કરવા લાગ્યા. જાણ્યા સમજ્યા વગર બસ કોઈને પણ ઉપર મોકલી દેવાના?" રહેમાન ધુવાફુવા થતા બરાડ્યો. જવાબમાં જીગ્નેશે પોતાના હોઠો ઉપર આવી રહેલા હાસ્યને. પરાણે દબાવતા. એટલા જ ગંભીર અવાજે કહ્યું.
" તમે હમણાં કહ્યું ને.કે. તમને તમારા મિત્ર જીગા ની.અનહદ યાદ આવી રહી છે. અને આમ કહેતા કહેતા.તમે ગળગળા પણ થઈ ગયા. તો મને એમ કે....."
" શુ મને એમ કે?.. જીગ્નેશના ચાળા પાડતો હોય એમ રહેમાન બોલ્યો.
"કંઈ પણ ધારી લેવાનુ? મારો દોસ્ત જ્યાં પણ હશે ત્યાં તંદુરસ્ત હશે." અને પછી પોતાની આંખોમાં આવેલા આંસુઓ ને લૂછતા બોલ્યો.
"મારો ભાઈબંધ મર્યો નથી ચોરાણો છે." "ચોરાણો છે? એટલે શુ?" નવાઈ પામવાનો આબાદ અભિનય કરતા જીગ્નેશ બોલ્યો.
" એટલે અહીંથી થોડે દૂર. આ જ રસ્તા ઉપર. ગાવ દેવીનું મંદિર છે. અમે બધા મિત્રો. મંદિરની બહાર રોજ ભેગા થઈને પકડા પકડી. કે લુપા છૂપી. જેવી રમતો રમતા. એક દિવસ.એ અમારી રાહ જોતો મંદિરની પાસે આવેલા ઝાડ નીચે બેઠો હતો. અને ત્યાંથી કોઈક એને ઉપાડીને લઈ ગયુ." રહેમાને ઉદાસ સ્વરે કહ્યુ.
" ઓહ. એમ વાત છે?. તો હું મહાદેવને પ્રાર્થના કરીશ. કે એ જ્યાં હોય ત્યા. સ્વસ્થ હોય. ખુશ હોય તંદુરસ્ત હોય. અને બહુ જ જલ્દી.તમારી સાથે એનો મેળાપ કરાવી દે.ચાલો હવે નીકળીએ અમે." આમ કહીને જીગ્નેશ અને ચકોરી. ખાટલા ઉપરથી ઉભા થયા.
" સાચવીને જાજો છોકરાઓ." મહેર દાદાએ ચિંતાતુર સ્વરે કહ્યુ.
"તમે ચિંતા ના કરશો દાદા. બસ અલ્લાહ પાસે. અમારા માટે પ્રાથના કરજો." જીગ્નેશે સ્મિત ભર્યા ચહેરે કહ્યુ
" કંઈ કામકાજ હોય તો બંદાને બેફિકર યાદ કરજો." રહેમાને જીગ્નેશ તરફ હાથ લંબાવતા કહ્યુ.
" ચોક્કસ" જીગ્નેશે રહેમાન સાથે હાથ મેળવતા જવાબ આપ્યો.
"અહીં કેટલું રોકાવાના છો જીગ્નેશભાઈ?" રહેમાનનો સવાલ સાંભળીને. જીગ્નેશ બે ઘડી. રહેમાનના ચહેરાને તાકી રહ્યો. અને પછી બોલ્યો કાંઈ નક્કી નથી. પણ લગભગ હમણા તો અહીં જ મુકામ કરવાનો વિચાર છે. પણ મને કદાચ તમારી મદદની જરૂર પડશે હો.રહેમાન ભાઈ મદદ કરશો ને?"
" એ શું બોલ્યા જીગ્નેશભાઈ? અડધી રાતે પણ જરૂર પડે ને. તો આ ગેરેજ પાસે આવીને સાદ કરજો. હું તમને અહીં જ મળીશ."
" ઠીક છે. ચાલો ત્યારે ફરી મળીશુ." કહીને જીગ્નેશ અને ચકોરી ઘર તરફ ચાલ્યા.
ચકોરીના મનમાં પ્રશ્ન ઘોળાય રહ્યો હતો. કે શુ કિશોર કાકા મને આશરો આપશે? ક્યાંક મને પાછી માસીને ત્યા તો નહીં મોકલી આપે ને? ગીતાકાકી એ. હું જ્યારે નાની હતી ત્યારે. જે પ્રેમ આપ્યો હતો. શુ એવો જ પ્રેમ. ફરી મને આપશે?
જ્યારે જીગ્નેશનું હૃદય તો. જેમ જેમ એનું ઘર નજીક આવતું જતુ હતું એમ એમ જોર શોર થી ધડકતું જતું હતુ.

....અગિયાર વર્ષે પોતાના ઘેર જઈ રહેલા જીગ્નેશનુ એના મા બાપ સાથેનું મિલન કેવુ હશે?... વાંચો આવતા અંકમાં