Chor ane chakori - 10 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 10

(ગયા અંક નો સારાંશ=તમારા પૌત્રનું ફકત એકવીસ દિવસનુ જ આયુષ્ય છે. આમ જ્યોતિષે કરેલી ભવિષ્ય વાણી થી હેબતાઈને પશા સરપંચ અને એમના દિકરા રમેશથી રાડ પડાઈ ગઈ." હે.!"......
હવે આગળ.......)
"એલા ભ્રામણ. શુ બોલે છે એનુ ભાન છે તને?."પશાકાકા ક્રોધથી ધ્રુજતા બોલ્યા.
"બરાબર ભાન છે મને અને એટલે જ હુ કેતો તો. કે બાળકનું ભવિષ્ય જાણવાનું રેવા દો." બાપુએ ગંભરતાપૂર્વક કહ્યુ. રમેશે બાપુનું બાવડુ ઝાલીને એના ઘરની બહાર ધકેલ્યા.
"યાદ રાખજે ભામટા. મારા દિકરાને કંઇ પણ થયુ છે તો તારી ખેર નથી."
"બાપુ ચિંતાતુર ચહેરે ઘેર આવ્યા. બાપુને ચિંતામાં જોઈને મે પૂછ્યું.
" શુ થયુ બાપુ? આજે કેમ તમારા ચેહરા ઉપર ચિંતા દેખાય છે?" બાપુએ મને બથમા લઈ. મારા માથા પર હાથ પસરાવતા બોલ્યાં.
"ચકોરી. મારી વહાલી દિકરી. મને મારું મૃત્યુ બહુ નજીક લાગે છે." મે બાપુના મોઢા પર હાથ મૂકીને કહ્યું.
"એવુ ના બોલો બાપુ. શુ થયુ છે તમને?"
"બેટા. કાળજુ કઠણ રાખીને સાંભળ. ટુંક સમયમાં મારૂ અકાળે મોત થશે. મારા મૃત્યુ પછી તુ તારી માસીના ઘરે ચંદન નગર જતી રહેજે. હુ કીશોરકાકા ને ભલામણ કરી દઈશ એ તને માસીના ઘરે મુકી જશે." બાપુની વાત સાંભળીને હુ બાપુને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બાપુ મારી પીઠ પર હાથ ફેરવવા તા મને સાતવન દેતા કહેવા લાગ્યા.
"બેટા. રડ નહી. તુ તો મારી બહાદુર દિકરી છો. અને મૃત્યુ તો જીવનની એક એવી સચ્ચાઈ છે કે જે દરેકને એક મળે. મળે અને મળે જ છે." અને પછી બાપુ કિશોરકાકાને મળ્યા. જે અમારા ગામ સીતાપુર ના ગામદેવી મંદિરના પૂજારી અને બાપુના પરમ મિત્ર હતા.
" કિશોર.મારા ભાઈ. મારું એક કામ કરીશ."
"અરે એક શુ બે કામ કરીશ. શુ કામ છે કે જોયીયે."
"મને અગર કંઈ થય જાય ને કિશોર. તો મારી ચકોરીને એની માસીને ત્યા ચંદનનગર તુ પોહચાડી દેજે." બાપુની વાત સાંભળીને કિશોરકાકા મજાક ભર્યા સ્વરે બોલ્યા.
"અરે મારા અઠાકઠા જુવાન જોધ દોસ્ત. તને શુ થવાનુ છે આ જુવાનીમાં? મરે તારા દુશ્મન." બાપુએ કાકાને વિસ્તારથી પશાકાકાના પૌત્રનુ જોયેલુ ભવિષ્ય કહી સંભળાવ્યું.અને પછી ઉમેર્યું.
"કિશોર..મારું ભવિષ્ય સો ટકા સાચુ પડશે.અને મને ખાતરી છે કે પછી સરપંચ મને પણ જીવતો નહી મુકે" કિશોરકાકા પણ હવે ગંભીર થયા.
'તો તુ અહીંથી કયાંક દુર જતો રહે.' કિશોર કાકા સલાહ આપતા બોલ્યા.પણ બાપુએ એમની સલાહને અવગણતા કહ્યું.
'કિશોર.મારું મૃત્યુ આજ રીતે લખાયેલું છે.એને ટાળવાનો મીથ્યા પ્રયાસ કરવાનો કોઈ મતલબ નથી.'
'પણ ચેતતા નર સદા સુખી. તને જો અંદેશો આવી ગયો હોય તો સાવચેતી રાખી અહીં થી દુર ચાલ્યો જા.' કિશોરકાકાએ બાપુને સમજાવવાનો ફરી એકવાર પ્રયત્ન કર્યો.પણ બાપુ એક ના બે ન થયા.એમણે ફરી એકવાર પોતાની વાત દોહરાવતા કહ્યું.
"કિશોર. તુ મારી ચકોરી ને એની માસી પાસે મુક્યાવજે." હવે કિશોરકાકાએ પણ હથિયાર નાખી દેતા કહ્યું.
"ભલે ભાઈ હુ તારી ઈચ્છા પ્રમાણે કરીશ. પણ હુ તો હજી કવ છુ કે તુ હજુ એકવાર વિચાર કર અને અહીંથી જતો રહે." જવાબમાં બાપુએ ફ્કત ચેહરા ઉપર સ્મિત ફરકાવ્યું.
બાપુએ ભાખેલા ભવિષ્ય પ્રમાણે પશાકાકાના પૌત્રનુ એના જન્મ ના એકવીસ મા દીવસે મૃત્યુ થયુ. પોતાના પૌત્ર ના મૃત્યુ ના દોષનો ટોપલો એમણે બાપુ ઉપર ઢોળ્યો. એમના પૌત્રની અંતિમ વિધિ પત્યા પછી. રમેશ. પશાકાકા અને એમના થોડાક ગુંડાઓ હાથમા લાકડીઓ લઈને અમારા ઘરે આવ્યા....
(શુ પશા સરપંચ અને એમના માણસો ચકોરી ના બાપુને ખરેખર મારી નાખશે? આવતો એપિસોડ જરુરથી વાંચજો. રાહ જુવો....)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED