ચોર અને ચકોરી - 46 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચોર અને ચકોરી - 46

(કાંતું માસીને લઈને દૌલત નગર જાય છે...)
ચકોરીની માસીને જોઈને અંબાલાલે અણગમા ભર્યા સ્વરે કાંતુને પૂછ્યુ.
"આ ડોસ્લીને કેમ અહીંયા લાવ્યો છો?"
જવાબમાં કાંતુએ કહ્યું
"શેઠ. કેશવને અમે ખુબ ગોત્યો. પણ ક્યાંય એનો પતો ન લાગ્યો. અમે એને.એના ગામ. રામપુરમાં એને ઘેર જઈને શોધ્યો. અને પાલીમાં પણ એને સોમનાથના ઘેર શોધ્યો. પણ કોણ જાણે એ ક્યાં અલોપ થઈ ગયો. પછી મને થયું કે આ માસીને કદાચ ચકોરી ક્યાં જઈ શકે એની જાણ હોય. એટલે અમે એને તમારી પાસે લઈને આવ્યા."
કાંતુએ માસીને અહી શું કામ લાવ્યો એનો ખુલાસો કર્યો. એટલે અંબાલાલે માસીની સામે જોઈને એને કરડાકી થી પૂછ્યું.
"બોલ એ ડોશી. શું લાગે છે તને ક્યાં ગઈ હશે ચકોરી?"
"શેઠ મને શુ ખબર કે ચકોરી ક્યાં હશે? એ વિશે હું કંઈ નથી જાણતી."
માસીએ ઠાવકાઈ થી કહ્યુ.
"ઠીક છે નો જાણતી હોય ને. તો તને મેં આપેલા મારા વીસ હજાર રૂપિયા મને છાના માના પાછા કર."
અંબાલાલે માસીની ઠાવકાઈનો જવાબ એથી એ વધારે ઠાવકાઈથી આપ્યો. પછી કાંતુને સંબોધતા કહ્યુ.
"કાંતુ..તુ જાતો માસીની હારે..માસીને પાછી એના ઘેર મૂકતો આવ.અને આપણા વીસ હજાર રૂપિયા લેતો આવ. અને જો રૂપિયાનો આપે ને તો એને સીધી નરકમાં મોકલી દેજે."
અંબાલાલ ની અવળી વાણી સાંભળીને માસીને તો પરસેવો છૂટી ગયો.
"હું...હુ..એમ કહું છું શેઠ."
એણે ધ્રુજતા સ્વરે કહ્યુ.
"હા હા બોલ.શું કહેવુ છે તારે."
માસીની સામે ડોળા કાઢતા અંબાલાલ બોલ્યો.
"ચકોરીના બાપુ હતા ને.એ સીતાપુર માં રહેતા હતા.અને સીતાપુરમાં એમનો એક ખાસ ભાઈબંધ કિશોર પૂજારી કરીને રહે છે.ચકોરીનું એ લોકો બહુ ધ્યાન રાખતા હતા.હવે એ ચોરે જો એને તમારે ન્યાથી છોડાવીને એની મદદ કરી હોય તો.ચકોરી મારી પાસે તો પાછી નો જ આવે એ દેખીતું છે.એટલે એ સીતાપુર કિશોર પૂજારીને ત્યાં જ ગઈ હોય એમ મારું ધારવું છે."
માસીએ લાંબુ લચક વૃતાંત પૂરું કર્યું. અને અંબાલાલે ઘણી જ શાંતિપૂર્વક એની વાત સાંભળી. અને પછી કહ્યું.
"ઠીક છે અમે સીતાપુરમા પણ તપાસ કરાવી લઈએ છીએ.પણ જો એ છોકરી મને ન મળી તો તારે મારા પૈસા મને પાછા આપવા પડશે."
શેઠે દમદાટી ભર્યા અવાજે કહ્યુ તો માસીએ દયામણા અવાજે દલીલ કરી.
"શેઠ તમે મને રૂપિયા આપ્યા.અને બદલામાં મેં મારી ભાણેજ તમને સોંપી દીધી હતી. પછી તમે એને ન સાચવી શક્યા એમાં મારો શું વાંક?"
"જો એ હું કાંઈ નો જાણુ.મારા હાથ માંથી છોકરી ગઈ.એમ તારા હાથમાંથી રૂપિયા પાછા મારા હાથમાં આવવા જોઈએ સમજી? હા.અમે હવે એને ગોતવાનો છેલ્લો પ્રયાસ સીતાપુરમાં કરી જોઈએ છીએ.જો મળી તો ઠીક.નકર મારા પૈસા મને પાછા જોઈએ એટલે જોઈએ.વાત થઈ પૂરી."
પછી અંબાલાલે કાંતુને કહ્યુ.
"કાંતુ.તમે બે દિવસ બહુ દોડાદોડી કરી. હવે કાલનો દિવસ આરામ કરી લ્યો. પરમ દિવસે આપણે સીતાપુર જઈશુ."
"જેવો હુકમ શેઠ."
કહીને કાંતુ માસીને દોલતનગરના બંદરે મૂકવા રવાના થયો.
જીગ્નેશ ગામમાં લટાર મારવા નીકળ્યો. અગિયાર અગિયાર વર્ષ વીતી ગયા પછી પણ.એને પોતાના ગામમાં ખાસ કોઈ બદલાવ નજરે ન ચડ્યો. એજ માટીના ધૂળિયા રસ્તા. રસ્તાની બન્ને બાજુ ઝાડવા.
ચાલતા ચાલતા પોતે જે નિશાળમાં ભણતો હતો. તે નિશાળ પાસે પહોંચ્યો. નિશાળમાં થોડુંક પરિવર્તન થયેલું એણે જોયુ. છાપરા ઉપર નળિયાની જગ્યાએ સિમેન્ટના પતરા આવી ગયા હતા. પીળો રંગ દીવાલની દીપાવતો હતો. તે મંત્રમુગ્ધ થઈને પોતાની નિશાળને નિરખી રહ્યો હતો. ત્યાં એના કાને એક કારમી ચીસ સંભળાઈ.
"બચાવો... બચાવો..."
અને એ એક પળનો પણ વિલંબ કર્યા વગર ચીસ ની દિશામાં દોડ્યો...
વધુ આવતા અંકે

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Psalim Patel

Psalim Patel 5 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 6 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 6 માસ પહેલા