ચોર અને ચકોરી. - 15 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચોર અને ચકોરી. - 15

…..(ગયા અંકમાં વાંચ્યું કે એક જોરદાર થપ્પડ જીગ્નેશના ગાલ પર લગાવતા કેશવે પુછ્યુ."શુ કરી લેવાનો તુ." હવે આગળ વાંચો)......
"કાકા. તમે મારી જીંદગી તો બરબાદ કરી પણ સોગંધ મહાદેવની. હુ તમને એ માસુમ અને અનાથ છોકરીની જીંદગી નય બરબાદ કરવા દવ." જીગ્નેશ ગાલ પંપાળતા બોલ્યો. જવાબમા કેશવે બીજા ધડાધડ ચાર લાફા એના ચેહરા ઉપર ફટકારતા કહ્યુ.
"મારુ લુણ ખાઈને મારી સામે તારે શિંગડા ભરાવવા છે. કાં?"
"લૂણ હુ તમારું નય. તમે મારુ ખાવ છો કાકા. મારી પાસે ચોરિયું કરાવીને તમે તમારું પેટ ભરો છો." જીગ્નેશે વરસોથી સંઘરી રાખેલો બળાપો આજે બાર કાઢ્યો. જીગ્નેશને આ રીતે પોતાની સામે તાણીને બોલતા જોઈને કેશવનો પિત્તો સાતમા આસમાને પહોંચ્યો. એણે ખુણામાં પડેલી લાકડી ઉપાડી અને જીગ્નેશ ઉપર તુટી પડયો. જીગ્નેશને સામે હાથ ઉપાડવાની ઈચ્છા થઈ આવી. પણ અગિયાર અગિયાર વર્ષથી જેની છાયામા પોતે ઉછર્યો એના માન ખાતર એ ફ્કત આડા હાથ કરીને પોતાનો બચાવ કરતો રહ્યો. કેશવ એને હાથે પગે પીઠે લાકડી ફટકારતો હતો. એમા એક ફટકો જીગ્નેશના કપાળે લાગ્યો. અને એ તમ્મર ખાઈને જમીન પર ઢળી પડ્યો. એને બેભાન અવસ્થામા મુકીને કેશવ ઘરને બારથી તાળુ મારી ને સોમનાથના ઘરે પાલી જવા રવાના થયો.
કેશવ ને જોઈને અચંબિત થતા સોમનાથે પુછ્યુ.
"મોટાભાઈ. તમે?" કેશવે જીગ્નેશની
જેમ સોમનાથને પણ બચપણ મા જ ક્યાંકથી ઉપાડી લાવ્યો હતો. એને પણ ચોરીઓ કરતા શિખવાડ્યું હતુ. પણ ધીરે ધીરે સોમનાથની ઉમર વધતા એનુ શરીર પણ વધવા લાગ્યુ. એટલે જે સ્ફૂર્તિ એક ચોરમાં હોવી જોઈએ એ સોમનાથમાં રહી નોતી. એટલે એ ફ્કત હવે કેશવના ખબરી તરીકે કામ કરતો. ક્યા ગામમા કોની પાસે કેટલો દલ્લો છે. અને એ કેવી રીતે હાથકરવો એની માહિતી આપતો. બાકીનુ કામ જીગ્નેશ સંભાળી લેતો. જીગ્નેશ કેશવ ને કાકા કહેતો. અને સોમનાથ મોટાભાઈ કહેતો. સોમનાથે જયારે ચકિત થઈને પુછ્યુ.
"મોટાભાઈ તમે.?" સોમનાથ ના પ્રશ્ન ના ઉત્તરમાં કેશવ ધીમા સાદે બોલ્યો.
"હા. હુ. ઓલી સોડી ક્યાં?"
"એ ઘરમા મંદા સાથે ગપાટા મારે. ખમો બોલાવુ." કહીને સોમનાથ ચકૉરીને હાંક મારવા જતો હતો. પણ કેશવે એને રોકતા કહ્યુ.
"ખમ. ઘડીક. પેલા મારી વાત સાંભળ."
"હા.હા ક્યોને મોટાભાઈ."
"તુ એ સોડીને સીતાપુર મુકવા જવાનો સો.?"
"હા મોટાભાઈ. એ બચારી અનાથ છે. સીતાપુર મા એના બાપુના કોક દોસ્તાર રે છે. એને ન્યા એને મુકવા જવાની છે."
"તો હાંભળ. હમણા કંઈ પણ બાનુ કાઢીને બેચાર દાડા એને રોકી રાખ."
"કેમ મોટાભાઈ.?"
"મે કીધુ ને એમ કર. સામા સવાલ નો કર." સોમનાથને તતડાવતા કેશવે કહ્યુ.
"પણ.. જીગ્નેશે કીધુ છે,..." સોમનાથ અચકાતા અચકાતા હજી વાક્ય પૂરું કરે એ પહેલાં કેશવ ફૂફાડો મારતા તાડુક્યો.
"હવે જીગ્નેશ ગ્યો હુ કવ ન્યા. ને તુ કાન ખોલીને હાંભળ. હુ કાલ વેલી સવારે દૌલતનગર જાવ છુ. ન્યા અંબાલાલને મળીને એની હારે આ સોડીનો સોદો કરુ સુ. સોદો પાર પડી જાય તો એને જ કઈસ કે આય આવીને સોડીનો કબજો લઈ લે. અને જૉ એની હારે સોદો પાર નો પડે તો. કોઈ ચકલા વાળીને વેચી દઈશું."
"પણ મોટાભાઈ. ઈ બ્રામણની કન્યા છે...." સોમનાથને બોલતા અધવચ્ચે જ રોકતા કેશવે કહ્યુ.
"જો તુ જીગાની જેમ વેવલો થાતો નય. એય તારી જેમ જ મારી હારે વાત કરતોતો કે ભામણ ની સોડીની મદદ કરીયે તો પુન મળે. એને તો હુ હારી પેઠે ઠમઠોરીને. ને ઘરમા પુરીને તાળુ મારી ને આવ્યો સુ. જેથી એ મારો ખેલ નો બગાડે. હવે તુ મારી હારે ખોટી માથાકૂટ નો કરતો." સોમનાથ ચુપચાપ કેશવ ની વાત સાંભળતો રહ્યો. એની તો બુદ્ધિ જ બેર મારી ગયી કેશવ ની વાત સાંભળીને
"હવે જા જઈને ઓલી સોડીને બોલાય. તો મનેય પડે કે કેવીક દેખાવડી સે." સોમનાથ કેશવના જ કારણે ચોર તો બન્યો હતો. પણ એનામા ક્રુરતા નોતી. કોઈ અબળા ની લાચારીનો ફાયદો ઉપાડતા એનુ હ્રદય માનતુ ના હતુ. પણ જીગ્નેશની જેમ એ પણ કેશવ આગળ વિવશ હતો. કચવાતા મને એ ચકોરીને બોલાવવા પોતાના રૂમમા દાખલ થયો. પણ રૂમના દરવાજા ની આડશે ઉભી ઉભી ચકોરી કેશવ ની બધી વાત સાંભળી ચુકી હતી......
શુ થશે ચકોરી નુ? શુ કેશવ એને ફરીથી અંબાલાલ ના હવાલે કરશે કે જીગ્નેશ અને સોમનાથ એને એના કાકાને ત્યા મોકલશે. વાંચતા રહો. ચોર અને ચકોરી....

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

JAGDISH.D. JABUANI

JAGDISH.D. JABUANI 8 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 11 માસ પહેલા

Sheetal

Sheetal 11 માસ પહેલા