Chor ane chakori - 42 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 42

( "ચોર? પણ તુ તો સંસ્કારી છોકરો લાગે છે? બાએ કહ્યુ.). હવે આગળ વાંચો..
"બા. એની મજબૂરીએ એને ચોર બનાવ્યો છે."
જીગ્નેશ ના બદલે ચકોરીએ બાને જવાબ આપ્યો. પછી આગળ કહ્યુ.
" તમે કહ્યું તેમ એ સંસ્કારી જ છે બા. હવે તમને એના સંસ્કારની વાત કહું છુ સાંભળો."
બા અને બાપુ બંને જીગ્નેશ વિશે વધુ જાણવા અધીરા થયા. બાને તો હૃદયમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે. હો ન હો આ મારો જીગલો જ છે. એમણે ઉત્સુતાપૂર્વક ચકોરીની વાત સાંભળવા કાન માંડ્યા.
" હા બોલ ચકોરી. મને આ છોકરા વિશે જાણવું છે બેટા."
ચકોરીએ આગળ બોલવાનું શરૂ કર્યું.
" અંબાલાલ ના પંજામાંથી મને છોડાવીને જીગ્નેશ મને તેના મિત્ર સોમનાથભાઈ સાથે. સોમનાથભાઈના ઘરે લઈ ગયો. ત્યા જઈને મને જીગ્નેશે પૂછ્યું.
" ચકોરી તારું ઘર ક્યાં છે? એ કહે એટલે હું તને તારે ઘેર મૂકી જાવ. પણ હું મારી માસીને ત્યાં ફરીથી જવા માંગતી ન હતી. અને મારી ઈચ્છા અહીં તમારે ત્યાં આવવાની હતી. એટલે મેં જીગ્નેશને કહ્યું કે હું સીતાપુર મારા કાકા ને ત્યાં જવા માગું છુ. તો એણે સોમનાથ ભાઈને ભલામણ કરી કે તમે ચકોરીને સીતાપુર મુક્યાવજો. મારે બાપુને મળવા રામપુર જવું પડશે. જીગ્નેશ એના બાપુને મળવા રામપુર ગયા. ત્યાં એમણે એમના બાપુને કહ્યું કે અંબાલાલ ની હવેલી માંથી કોઈ ખજાનો નથી મળ્યો. પણ એક છોકરીને અંબાલાલની કેદમાંથી મેં છોડાવી છે અને સોમનાથ ભાઈ તેને સીતાપુર મુકવા જવાના છે. જીગ્નેશની વાત સાંભળીને તેના બાપુ એની પર ખીજવાયા કે.તુ ખજાનો ચોરવા ગયો હતો. ખજાનો ન મળ્યો અને છોકરી મળી તો તારે એને એના ઘરે પાછી મોકલવી છે? આપણે એના રૂપિયા ઉભા કરીશુ. હું જઈને અંબાલાલ સાથે સોદો કરું છું. જો અંબાલાલ સાથે સોદો પાર નહી પડે તો કોઈ ચકલા વાળીને એને વેચીશુ.તોયે સારા પૈસા આપણને આપશે."
" હે ભગવાન!"
ગીતામાના મુખમાંથી દુઃખ ભર્યો ઉદગાર નીકળી ગયો.
" કેટલા નીચ અને ઉતરતી કક્ષાના વિચારો છે એ માણસના. બેટા પછી શું થયું?"
"પણ જીગ્નેશ મને અંબાલાલને પાછી સોપવા. કે કોઠાવાળી ને વેચવા માટે પોતાના બાપુના વિચારો સાથે સહમત ન થયો. એટલે એના બાપુએ એને જુઓ કપાળમાં લાકડી મારીને બેહોશ કરી નાખ્યો.?"
ગીતામા દર્દ ભર્યા સ્વરે બોલ્યા.
"કેટલુ મોટુ ઢીમચુ ઉપસી આવ્યુ છે."
ચકોરી આગળ બોલી.
"એને ઘરમાં બેહોશીની હાલતમાં.હાથ બાંધીને. બારણે તાળુ મારીને પૂરી દીધો. જીગ્નેશના બાપુ પાલી આવ્યા.અને સોમનાથ ભાઈને કહ્યું કે.તુ બે દિવસ આ છોકરીને હજુ સાચવ.હુ દૌલતનગર અંબાલાલ પાસે આ છોડીનો સોદો કરવા જાવ છુ.હુ પાછો આવુ ત્યા સુધી આનુ બરાબર ધ્યાન રાખજે.આમ કહીને એ દૌલતનગર ગયા. સોમનાથભાઈ પણ જીગ્નેશના બાપુના વિચારો સાથે સહમત ન હતા.એમણે કહ્યુ કે જીગ્નેશે તો ચકોરીને સીતાપુર મુકવા જવાનુ કહ્યુ છે.તો બાપુએ એને પણ ધમકાવતા કહ્યુ કે જો જીગ્લાને તો મારી મારીને અધમુવો કરીને એને ઘરમા પુરીને આવ્યો છુ.હવે તુ ડોઢડાયો થાતો નય.નકર તારી પણ ખેર નથી.એટલે સોમનાથભાઈએ એમની હા મા હા કરે રાખી. અને પછી જેવા એ દૌલતનગર રવાના થયા. એટલે અમે હુ. અને સોમનાથભાઈ રામપુર આવ્યા. જીગ્નેશ ના ઘરે. ત્યાં જીગ્નેશ ચોવીસ કલાકથી કાંઈ પણ ખાધા પીધા વગરનો પડ્યો હતો.એના માથામાં લાકડી લાગવાથી મોટુ ઢીમચુ થઈ ગયું હતું.મે એક કપડાનો ટુકડો એના કપાળે બાંઘ્યો.ભુખ અને મારથીએ કમજોર લાગી રહ્યો હતો. એના શરીરમા અશકિત લાગી ગઈ હતી.મે શાક અને રોટલો કરીને એને ખવરાવ્યો. ત્યારે થોડીક શક્તિ એનામા આવી.મારા લીધે એણે પોતાના બાપુ સામે બળવો કર્યો. પોતે માર ખાધો તોય મને મૂકવા અહીં સુધી આવ્યો. આને એના સંસ્કાર નહીતો બીજુ શુ કહી શકાય."
ચકોરીની વાત પૂરી થઈ પછી ગીતામા જીગ્નેશની સામે ધારી ધારીને જોવા લાગ્યા. પોતાની બાને આ રીતે પોતાને જોતો જોઈને જીગ્નેશને ધ્રાસ્કો પડ્યો કે બા પોતાને ઓળખી તો નહીં જાય ને? એ આમ મનોમન ગભરાતા ગભરાતા વિચારતો હતો. ત્યાં બાનો પ્રશ્ન એના કાને અથડાયો.
"બેટા સાચું કહેજે કે. શુ એ ચોર તારો સગો બાપ છે?"
પોતાની બા નો પ્રશ્ન સાંભળીને જીગ્નેશ ને લાગ્યું કે બાને જરૂર શંકા પડી હોવી જોઈએ કે હું જ એમનો જીગ્નેશ છુ. એને પોતાને પણ ઊઠીને પોતાની બાને વળગી પડવાની ઈચ્છા થઈ રહી હતી પણ એ હજી પોતાનું પારખુ કરવા માંગતો હતો કે. એ જે છેલ્લા અગિયાર વર્ષથી ચોરી કરી રહ્યો હતો. એની એને આદત તો નથી પડી ગઈ ને? જો આદત પડી ગઈ હશે તો જ્યાં સુધી હું એ આદતથી પોતાને મુક્ત નહીં કરું. ત્યાં સુધી તો બા બાપુ ને જાણ નહીં થવા દઉં કે હું જ તેમનો જીગો છું.
જીગ્નેશ ક્યા સુઘી પોતાની સચ્ચાઈ છુપાવી શકશે વાંચતાં રહો ચોર અને ચકોરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED