ચોર અને ચકોરી - 29 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચોર અને ચકોરી - 29

(કાંતુએ મેઘલાને મોટર ઊભી રાખવા કહ્યુ "મેઘલા ઘડીક મોટર ઊભી રાખ આની હારોહાર આપણેય હળવા થઈ જાયી.) હવે આગળ વાંચો...
મેઘલાએ ઘનઘોર જંગલમા મોટર ઊભી રાખી. કાંતુ. કાંતુના બે સાથી અને કેશવ. એમ ચાર જણા મોટરમાથી ઉતર્યા. નીચે ઉતરીને કાંતુએ મેઘલાને સાદ કર્યો.
"અલ્યા. તારે નથ હળવા થવુ?"
"ના બાપુ. મને નથ લાગી. તમતમારે પતાવો." મેઘાલાએ કાંતુના સવાલનો મોટરમા બેઠાબેઠા જ જવાબ દીધો. કાંતુ અને એના બેવ સાથી એક એક ઝાડ પાસે ઉભા રહી ગયા. અને કેશવ એ ત્રણેયથી ઉંધી દિશામા ચાલ્યો તો કાંતુએ એને તતડાવ્યો.
"ન્યા ક્યા જાસ? આય અમારી પંગતમાં ઉભોરે." ઉસ્તાદ કેશવે ઉત્તર આપ્યો.
"તમારી પંગતમા ઉભા રેતા મને તો બાપલા શરમ આવે. તમતમારે ઉભા રયો. હુ આ હાલ્યો." આમ કહીને એણે મુઠ્ઠીયુ વાળીને ગાઢ જંગલના ઝાડવાઓ મા દોટ મુકી. અને કાંતુએ રાડ પાડી.
"મેઘલા દોડ. મારો હાળો ભાગ્યો. પકડ એને" મેઘલાએ ગાડીમાથી ઉતરીને કેશવની પાછળ દોટ મૂકી. અડધી એકી રોકીને જેમતેમ લેંઘાનું નાડુ બાંધતા કાંતુ પણ એની પાછળ દોડ્યો. એકી રોકવાની કોશિષ મા એનો અડધો લેંઘો પણ પલળી ગ્યો.
રીઢો ચોર અને જમાનાનો ખાધેલ કેશવ.ગીચ ઝાડીઓમા વાંદરાઓની જેમ ઠેકડા મારતો અલોપ થઈ ગયો. કાંતુ ખુન્નસમા હાથમા ખંજર લઈને પોતાનાં સાથીઓને ઉદ્દેશી ને બોલ્યો.
"અલ્યા એવ ધ્યાનથી સાંભળો તમેય તમારા હથિયાર હાથમા રાખજો. કેશવો દેખાય તો મુકતા નહી. ઠાર મારજો એ.. રાં... ના ને." કેશવને ગાળ દેતા ઉશ્કેરાટમા કાંતુ બોલ્યો.
"ચકોરીનો પત્તો ભલે નો લાગે. પણ આણે તો આપણી પત્તર બરાબરની ખાંડી છે.એટલે આને તો આજ પતાવે જ પાર." એ ચારેય જણા ખુલ્લા હથિયારો સાથે કેશવને ગોતવામા લાગી ગયા. અને કેશવ પોતાનો જીવ બચાવવા જંગલમા ઝાડો સાથે આટાપાટા રમતો આ ચારેય ખૂંખાર પહેલવાનોથી પોતાને છુપાવતો દોડ્યે જતો હતો.
મહેરદાદાના પૌત્ર રહેમાનનું સીતાપુર ગામમા દાખલ થતા જ મોટર રીપેર કરવાનુ ગેરેજ હતુ. એ ગાડીયુ રિપેર કરતો ગાડીયુ ધોય પણ આપતો અને સાથે ગાડીયુ ના સ્પેરપાર્ટ અને ઇલેક્ટ્રિકલ પાર્ટ પણ વેચતો. મહેરદાદા ગેરેજ પાસે પોહચ્યા. કે તરત એમણે રહેમાનને સાદ કર્યો.
"રેહમાન." દાદાનો સ્વર સાંભળીને રહેમાન બાહર આવ્યો.જીગ્નેશે રહેમાન ઉપર નજર નાખી. એનીજ ઉમરનો હતો રહેમાન. પણ શરીરમા એનાથી ડબ્બલ હતો. રહેમાનને એ અગિયાર વર્ષે જોય રહ્યો હતો એટલે એને એ ઓળખી તો ન શક્યો પણ જીગ્નેશને બાળપણનુ એક દ્રશ્ય યાદ આવી ગયુ.
જીગ્નેશ અને રેહમાન હમઉમ્ર હતા અને પાક્કા દોસ્તાર પણ હતા. રેહમાનના બાપુ સલીમ. સાયકલના પંચર બનાવતા અને સાયકલ ભાડે આપવાનુ કામ કરતા. એટલે રેહમાન પોતાની દુકાનેથી સાયકલ લયને ચલાવતો. અને જીગ્નેશને પણ ચલાવવા આપતો.કયારેક જીગ્નેશને પોતાની પાછળ બેસાડતો.જીગ્નેશનો વજન ઓછો હતો એટલે એ એને આરામથી ફરાવી શકતો.પણ જો એ કયારેક જીગ્નેશની પાછળ બેસતો તો જીગ્નેશ હાફી જતો. એક દીવસ આમજ બન્ને સાયકલ ચલાવી રહ્યા હતા. આજે જીગ્નેશ આગળ બેઠો હતો અને રહેમાન પાછળ બેઠો હતો. જીગ્નેશ સાયકલ ઉપર બેવડ વળીને પેંડલ મારતો હતો. ત્યા સાયકલના પાછળના પૈડાનો તાર તુટ્યો અને રહેમાનની પીંડી મા ઘુસી ગ્યો. બન્ને સાયકલ ઉપરથી નીચે પડયા. રહેમાન દર્દથી કરાહવા લાગ્યો. પીંડીમાથી લોહી વહેવા લાગ્યુ. જેમતેમ કરીને જીગ્નેશે તાર એની પિંડીમાથી ખેંચી કાઢ્યો. અને એને ફરીથી સાયકલ ઉપર બેસાડીને ડોકટર દીનાનાથના દવાખાને લઈ ગયો.દવાખાને બેસાડીને એ એના બાપુ સલીમને બોલાવી લાવ્યો હતો...
"દાદા કોણ છે આ લોકો.?" રહેમાનના પ્રશ્ને એને ભુતકાળ માથી વર્તમાનમા લઈ આવ્યો.
.... શુ રહેમાન જીગ્નેશ ને ઓળખી શકશે? વાંચો આવતા અંકમાં...

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 9 માસ પહેલા

Balramgar Gusai

Balramgar Gusai 10 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 10 માસ પહેલા