Chor ane chakori - 45 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 45

(ગયા અંકમાં તમે વાંચ્યું કે જીગ્નેશ રહેમાનને કહે છે "જ્યારે મને લાગશે કે ચોરી એ મારી આદત નહી પણ મજબૂરી હતી ત્યારે હુ બા બાપુ ને પગે લાગી ને કહીશ કે હુ જ તમારો જીગલો છુ.") હવે આગળ..
"ઠીક છે હું દરેક રીતે તને સાથ સહકાર આપીશ. જીગ્નેશ.હવે કહે કે તું મારી પાસે મદદ માંગતો હતો ને? શું મદદ જોઈએ છે બોલ તને?"
રહેમાને પૂછ્યુ.
" મને રહેવા માટે એક ઓરડીનો બંદોબસ્ત કરી દે દોસ્ત. અને પછી કોઈ કામ પણ મને શોધી આપ. જે પણ કામ હશે એ હું કરીશ."
જીગ્નેશે કહ્યુ.
"તારે ઓરડી લેવાની કોઈ જરૂર નથી જીગા. તું અમારી સાથે રહેજે. આમ પણ અમારા ઘરમાં હું અને દાદા બે જણા જ છીએ હવે આપણે ત્રણ જણા રહીશુ."
"ના રહેમાન ના. તારી સાથે નહીં ફાવે." જીગ્નેશે થોડાક મજાકીયા સુરમાં કહ્યુ. એને તો રહેમાનને ફકત છંછેડવો હતો. અને રહેમાન ખરેખર છંછેડાઈ ગયો.
" કેમ નહીં ફાવે?"
તે ઊંચા આવાજે બોલ્યો.
" હું મુસલમાન.અને તું બ્રાહ્મણ છે એટલે?"
"ના ભાઈ એવું નથી."
જીગ્નેશે એને શાંત પાડવાની કોશિશ કરી "તો પછી કેવું છે? તુજ કે. શા માટે તને અમારી સાથે નહીં ફાવે?"
રહેમાનના સવાલના જવાબમા જીગ્નેશ ચુપ જ રહ્યો.રહેમાન નો આક્રોશ એને ગમ્મત પડી.એને ખામોશ જોઈને રહેમાને કહ્યું.
"અચ્છા અમે માંસાહારી. અને તું શાકાહારી છો એટલેને? પણ હું તને વચન આપું છું જીગ્નેશ. કે જ્યાં સુધી તું અમારી સાથે રહીશ ત્યાં સુધી અમે માસાહાર નહીં કરીએ બસ."
"અરે ના ભાઈ ઍવુ નથી.મેં કહ્યું ને કે મને તારી સાથે રહેવાનું નહીં ફાવે. તું એક મને ઓરડી નહીં શોધી દે?" જીગ્નેશને પોતાની વાત ઉપર અડગ જોઈને રહેમાનને લાગી આવ્યુ. એ દુઃખી સ્વરે બોલ્યો.
"બાળપણમાં આપણે કેટલી વાર સાથે જમ્યા હોયશુ જીગ્નેશ. કોણ જાણે કેટલીવાર મેં તારા ઘરે આવીને ગીતામાના હાથની રસોઈ ખાધી હશે? એવી જ રીતે તે પણ મારા ઘરે આવીને મારી અમ્મીના હાથની રસોઈ ખાધી હશે?અને હવે મોટા થયા પછી તું ભેદભાવ કરતા શીખી ગયો.? હજી આજે પણ કિશોર કાકા ને મેં ક્યારેય કોઈની પણ સાથે ભેદભાવ કરતા નથી જોયા. અહીંથી મારા ગેરેજ પાસેથી નીકળે અને તરસ લાગી હોય તો સામેથી સાદ પાડીને કહે કે એ રહેમાન બેટા એક ગ્લાસ પાણી પાતો. અને તું મારો દોસ્ત થઈને ભેદભાવ કરવા લાગ્યો."
ઉશ્કેરાયેલા રહેમાનને.એના આક્રોશના ઉભરાને જીગ્નેશે ઘણી જ શાંતિથી એને ઠાલવવા દીધો. એક પણ શબ્દ બોલ્યા વગર એણે રહેમાનને બોલવા દીધો. હવે એણે રહેમાનને પૂછ્યુ.
"બોલી લીધું? કે હજી કાંઈ કહેવાનું બાકી છે?"
"બસ મારે હવે કંઈ નથી કહેવુ" છોકરીની જેમ છણકો કરતા રહેમાન બોલ્યો.
"જો ભાઈ હું કોઈ ભેદભાવ નથી કરતો. હું બ્રાહ્મણ છું અને શાકાહારી છું એટલે મારું લોહી લીલા રંગનું નથી ગયુ. તારી જેમ લાલ રંગનું જ લોહી મારી રગોમાં પણ દોડે છે.અને તે કહયુ ને કે હું તારી સાથે રહું ત્યાં સુધી તુ માંસાહાર નહિ કરે. મારા માટે તુ આટલી બાંધછોડ કરવા તૈયાર છો એ તારી મહાનતા છે રહેમાન."
" નાના હું કોઈ મહાન બહાન નથી." રહેમાનના નાખોરા હજુ ફુલેલા જ હતા. જીગ્નેશે હવે ફોડ પાડતા કહ્યુ.
"ભાઈ ગુસ્સો થૂંકી નાખ અને મારી વાતને શાંતિથી સાંભળ.હું એકલો હોત ને તો મેં તને સામેથી કહ્યુ હોત કે ભાઈ મને થોડાક દિવસ તારી સાથે રહેવા દે."
"તો તારી સાથે છે કોણ? તુ એકલો તો છો."
રહેમાને જુસ્સા ભેર કહ્યુ.
"મારો એક ભાઈબંધ પોતાની પત્ની સાથે પાલીથી આવવાનો છે. એટલે અમે ત્રણ જણા છીએ માટે અમને અલગ જ ઓરડી જોઈએ ને?"
" તો તારે પહેલા કહેવુ જોઈએ ને? અમથુ અમથુ મારું સવા શેર તે લોહી બાળ્યુ."
વધુ આવતા અંકે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED