ચોર અને ચકોરી - 7 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 7

(અંબાલાલનો ખજાનો લૂંટવા આવેલા જીગ્નેશને. ખજાનાના બદલે ચકોરી મળી આવી. એને અંબાલાલના ચંગુલ માંથી છોડાવવા.પહેલા અંબાલાલ અને એના ચાકરો નો સામનો કરવો પડ્યો.પછી સુખદેવનો.) હવે આગળ વાંચો....
હવેલીમાં જીગ્નેશ ની બાજુમાં સૂતેલા સુખદેવ ની જ્યારે આંખ ખુલી. અને એણે જીગ્નેશ ની પથારી તરફ દ્રષ્ટિ નાખી તો જીગ્નેશ ની પથારી ખાલી હતી. એ વખતે લગભગ ત્રણ વાગવા આવ્યા હતા જીગ્નેશ ની ખાલી પથારી જોઈને સુખદેવ ઝાટકા સાથે ઉભો થયો. અને હાથમાં કટાર લઈને એ હવેલી ની બહાર આવ્યો. તેણે ગેસ્ટ હાઉસ તરફ નજર નાખી તો ત્યાં એક એને માનવ આકૃતિ ઊભેલી દેખાણી. અંધારામાં પણ એ. એ માનવ આકૃતિ ને એના આકાર ઉપરથી આસાનીથી ઓળખી ગયો. અને એણે એક ત્રાડ નાખી.
' સોમનાથ.' અને પછી એ સોમનાથ તરફ દોડ્યો. સુખદેવ ની ત્રાડ સાંભળી ને સોમનાથના તો ગાત્રો જ ગળી ગયા. પોતાની તરફ સુખદેવને દોડીને આવતા જોઈને. સોમનાથ ગેસ્ટ હાઉસ ના ડેલા તરફ દોડ્યો. બરાબર એ જ વખતે જીગ્નેશ ચકોરીનો નો હાથ પકડીને ડેલા માંથી બાર નીકળ્યો.અને સોમનાથને દોડીને આવતા જોયો. અંધારામાં દોડી ને આવતી માનવ આકૃતિ ને જોઈને જીગ્નેશ ડેલા પાસે જ દિવાલ સરસો ઉભો રહી ગયો. અને ચકોરીને પણ દિવાલ સરસે ટટ્ટાર ઉભી રાખી દીધી. સોમનાથ જેવો નજદીક આવ્યો જીગ્નેશ એને ઓળખી તો ગયો. પણ બરાબર એની પાછળ દોડીને આવતા સુખદેવને હાથમાં ખુલ્લી કટારી સાથે એણે જોયો.એટલે એણે સોમનાથને તો આગળ જવા દીધો. અને એની પાછળ દોડીને આવતા. સુખદેવના બંને પગની વચ્ચે.એવી રીતે ડાંગ ભરાવી કે સુખદેવ ગંદી ગાળો બોલતા જમીન ઉપર ફસડાયો. સુખદેવના પડવાનો ધુબાકો. આગળ દોડી રહેલા સોમનાથે સાંભળ્યો. અને એ દોડતા દોડતા અટકી ગયો. એણે પાછળ ફરીને જોયું તો સુખદેવ ની છાતી પર જીગ્નેશ ચઢી બેઠો હતો. તે દોડીને પાછો આવ્યો અને પાંચ દસ ઘડીમાં તો જીગ્નેશે. સુખદેવ નું કામ તમામ કરી નાખ્યું. સુખદેવ તરફડીને શાંત થઈ ગયો જીગ્નેશ એની છાતી પરથી હાથ ખંખેરીને ઊભો થયો.ત્યારે સોમનાથે પૂછ્યું.
' જીગ્નેશ કંઈ હાથ લાગ્યું.?' જીગ્નેશે ચકોરી તરફ ઈશારો કર્યો.
'જો આ હાથ લાગી.' સોમનાથે ચકોરીને જોઈને ચોંકી પડતા પૂછ્યું.
' આ કોણ છે ?' જવાબમાં જીગ્નેશે ચકોરી નો હાથ પકડ્યો અને બોલ્યો.
' ચાલો આપણે ચાલતા ચાલતા વાતો કરીએ. અહીં ઊભા રહેવામાં સારપ નથી.' સોમનાથે જ્યારે પૂછ્યું કે કંઇ હાથ લાગ્યું અને જવાબમાં જીગ્નેશ જ્યારે પોતાના તરફ ઈશારો કરીને કહ્યું કે આ હાથ લાગી. આ વાત ચકોરી ને જરાય ન ગમી.અને જીગ્નેશે જ્યારે એનો હાથ પકડીને કહ્યું કે ચાલો ચાલતાં ચાલતાં વાતો કરીએ ત્યારે. ચકોરીએ તરત જ જીગ્નેશ ના હાથમાંથી ઝટકો દઈને પોતાનો હાથ છોડાવ્યો.
'તમે લોકો મને સમજો છો શું?' ચકોરી લાલપીળી થતા બોલી.
'ચકોરી. ચકોરી આ હુસાતુસી કરવાનો સમય નથી.' જીગ્નેશે ચકોરીને ટાઢી પાડતાં કહ્યું.
'આ હાથ લાગી. એટલે તમે કહેવા શુ માંગો છો.?'
'અમારો કોઈ ગેર મતલબ નથી. ખોટા વહેમાવ નહીં.'
' તમે લોકો ચોર છો. અને મારી નજર સામે તમે ખૂન ખરાબા પણ કર્યા છે.' એ ઉશ્કેરાટ પુર્વક બોલી.
'હા અમે ચોર છીએ એ સાચું.અને તે તારી નજરે જોયું ને કે હાલત કેવી હતી?આને ખૂન ખરાબા ન કહેવાય. આને આપણો બચાવ કર્યો કહેવાય.'
'સો વાતની એક વાત હું તમારી સાથે નહીં આવું.' ચકોરી એ મક્કમતાથી પોતાનો નિર્ણય જીગ્નેશ ને સંભળાવ્યો. અને ચકોરીનો અંતિમ ફેંસલો સાંભળીને જીગ્નેશ ને પણ વધુ જીદ કરવામાં માલ ન લાગ્યો.એટલે એ પણ કડવાશથી બોલ્યો.
'તો મર અહીં મારે શું.?' કહીને એણે સોમનાથ ને કહ્યું.
'ચાલો સોમનાથ ભાઈ.વહેલામાં વહેલી તકે દોલત નગર માં થી નીકળી જવામાં જ આપણી ભલાઈ છે.' આમ કહીને સોમનાથ નો હાથ પકડીને જીગ્નેશ બંદર તરફ ઝડપથી ચાલવા લાગ્યો. ચકોરીએ હવે મહેસૂસ કર્યું કે.આ બન્ને.નક્કી મને મૂકીને ચાલ્યા જશે.એટલે પચાસ કદમ દુર ગયેલા જીગ્નેશ અને સોમનાથ ની પાછળ એ દોડી. અને જીગ્નેશ ની ઉપર ખીજાતા બોલી.
' એક અબળાને આ રીતે રઝળતી મૂકીને ચાલ્યા જતાં તમને જરાય વિચાર નથી આવતો.?....
...... શુ એ ત્રણે સહીસલામત દૌલતનગર માંથી નીકળી શકશે?....રાહ જુઓ...