ચોર અને ચકોરી - 27 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 27

(કેશવને સો ટકા ખાતરી હતી કે ચકોરીનો પત્તો પોતે નહી બતાવે તો અંબાલાલને એના બીજા હાથની આંગળીઓ પણ કાપતા વાર નહી લાગે એટલે એ ચકોરીનો પત્તો દેખાડવા તૈયાર થયો.) હવે આગળ વાંચો...
કેશવ કાંતુને લઈને પાલી સોમનાથના ઘરે જવા નીકળ્યો. ચકોરી હજુ ત્યા જ છે એમ એ માનતો હતો. અનંતપુરના ગાઢ જંગલમાથી કાંતુનો ડ્રાઈવર મોટર ચલાવી રહ્યો હતો. અને ગાઢ જંગલને જોઈને કેશવના મનમા એક વિચાર આવ્યો કે આ જંગલમા આ લોકોને હાથતાળી દેવાનો સારો મોકો છે. એને હજુયે ચકોરીને અંબાલાલને સુપૃત કરવાની ઈચ્છા ન હતી. ચકોરીના ચક્કરમા હથેળીની આંગળીઓ ગઈ છતા એની લાલચ ગઈ ન હતી. ફરી એકવાર એનુ મન શેખચલ્લી ની જેમ સપનાઓ જોવા લાગ્યુ. કે પોતે કાંતુના હાથમાથી છટકીને સિધો આમ્રપાલીબાઈના ચકલે પોહચે છે.
"આવ. આવ કેશવ. ઘણા દિવસે દર્શન દિધાને કંઈ."
"હા. હવે આ ઉમર. તારા ઉંબરે મને આવવા નથી દેતી." ખંધુ હસતા કેશવે કહ્યુ. કેશવની મજાકથી ખોટુ લાગ્યુ હોય એમ છણકો કરતા આમ્રપાલી બોલી.
"તો આજે કાં ગુડાણો? જુવાની પાછી આવી?"આમ્રપાલીએ ટોણો માર્યો.
"અરે ના. આમ્રપાલી. એક મસ્ત છોકરી હાથ લાગી છે. બોલ કેટલા આપીશ?"
"એમ માલ જોયા વિના ભાવ ન થાય." મોઢામા પાનનો ડૂચો ઠુસ્તા આમ્રપાલી આગળ બોલી.
"છોકરીને જોયા પછી કવ કે કેટલા આપીશ."
"અરે બોવ મસ્ત છે. અબોટી. રુપાળી ઍવી.કે જૂવો તો જોતા જ રહી જાવ એવી કન્યા છે." ચકોરીના વખાણ કરતા કેશવે કહ્યુ.
"સો વાતની એક વાત. એને અહી લઈ આવ. જેવી અને જેટલી એ મરોડદાર અને દેખાવડી હશે એ હિસાબે રુપિયા ગણી આપીશ ."
"પણ અંદાજો તો કે.."
"જો સાધારણ હશે તો બાર થી પંદર હજાર.અને રુપાળી હશે તો પચ્ચીસ. અને આંતરડી ઠારે એવી હશે તો પચાસ ગણી દઈશ."
"વાહ. વાહ. તો પુરા પચાસ મારા..."
અને આ વાક્ય કેશવથી જોરથી બોલાય ગયુ. અને કાંતુએ એક ધબ્બો એના સાથળ ઉપર માર્યો.
"એલા.શેના ગાંડા કાઢસ? કયા પચ્ચાસ હજાર તારા? " અને ધોળે દિવસે દિવાસ્વપ્ન જોતા કેશવની તંદ્રા તુટતા એ ઓછપાઈ ગયો. ભોંઠપ અનુભવતા જીભના લોચા વાળતો. એ બોલ્યો.
"ના. ના. ના.. કંઈ નઈ.. કંઈ નઈ..."
"અલ્યા તારા આંગળાં વાઢયા તોય હજુ રૂપિયાના જ સપના જોતો લાગસ"
"ના ભઈ. આતો જરીક આંખ લાગી ગયતી તે સપનુ આવી ગ્યુ." પછી ડ્રાઈવરને ઉદ્દેશી ને બોલ્યો.
"ડ્રાઈવર બાપુ. એક પાંચ મિનિટ ઉભી રાખને ભાઈ."
"કાં શુ છે?" કાંતુએ કરડાકીથી પુછ્યુ.
"એકી લાગીસે બાપલા."
"ગાડી ઉભી નય રે." કાંતુએ દાંત ભીંસીને કહ્યુ.
"એકી લાગી હોય તો રોકી રાખ." કેશવ પાંચ મિનિટ શાંતિથી બેઠો. પણ એને ખબર હતી કે જંગલ પુરુ થઈ ગયુ તો છટકવુ અશક્ય છે. એટલે ફરીથી એ કરગરતા અવાજે બોલ્યો.
"નથી ખમાતુ એક બે મિનિટ ઉભી રખાવોને ભાઈસાબ."
"ના પાડીને તને. આય જંગલમા ગાડી નય ઉભીરે. બેઠોરે છાનોમાનો." કાંતુએ એને દબડાવ્યો. પણ કેશવ નોખી માટીનો હતો. એ જાણતો હતો કે જો છટકવું હોય તો આ જંગલ જ કામનુ છે બાકી જંગલ પુરુ થયુ તો સપના પુરા નય થાય. એટલે બીજી પાંચ મિનિટે એ ફરીથી કરગર્યો.
"હવે બાપલા લેંઘો ભીનો થઈ જાહે. શીદને હેરાન કરો સો." એવો દયામણો અને રીબામણો એણે ચેહરો કર્યો કે આ વખતે કાંતુને ખરેખર લાગ્યુ કે જો ગાડી ઉભી નય રખાવુ તો આ આખી સીટ પલાળશે એટલે એણે ડ્રાયવરને ગાડી ઉભી રાખવાનો આદેશ આપ્યો.
"મેઘલા. ઘડીક ઉભી રાખતો ગાડી. અને હાલ્ય હારોહાર આપણેય હળવા થઈ જાયી."

શુ કેશવ કાંતુના હાથ માથી છટકવા મા સફળ થાશે? વાંચો આવતા અંકમાં..