ચોર અને ચકોરી - 55 - છેલ્લો ભાગ Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 55 - છેલ્લો ભાગ

(કેશવે ચકૉરીનો હાથ જીગ્નેશના હાથમા મુક્યો. અને ચકોરી અને જીગ્નેશ જાણે હિબકે ચડ્યા.) હવે આગળ વાંચો..
કેશવે કણસતા સ્વરે ટોળા તરફ નજર ફેરવતા પૂછ્યુ.
"અહીં ગા..મદેવી મંદિ..રના પૂજારી પણ છે..?"
જીગ્નેશના બાપુ અને બા બંને કેશવની નજીક આવ્યા અને કેશવની નજર સાથે નજર મિલાવતા કિશોરપૂજારીએ કહ્યુ.
"બોલો ભાઈ હું છુ ગામદેવીનો પુજારી. તમારે. મને કંઈ કહેવું છે ?"
"અને આ બે..ન?"
ગીતામાં તરફ પ્રશ્નાર્થ ભરી નજર નાખતા કેશવે પૂછ્યુ.
"આ મારા ધર્મ પત્ની છે."
કિશોરભાઈએ ગીતામાનો પરિચય આપતા કહ્યુ.ગીતામાની નજર સાથે નજર મળતા કેશવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.
જીગ્નેશ અને ચકોરી બન્ને આ જાણતા હતા કે કેશવ શા માટે રડી રહ્યો છે..પણ ત્યાં ઉભેલી માનવ મેદની ક્યાં જાણતી હતી કે કેશવ પોતાના કયા ગુના માટે.ક્યા અપરાધ માટે રડતો હતો.
કિશોરભાઈએ કેશવને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યુ.
"રડો નહીં ભાઈ.જે કહેવુ હોય એ મન મુકીને કહી દો.મનને હળવું થવા દો."
થોડીક ક્ષણો શાંત રહીને કેશવે એક ઉંડો શ્વાસ લીધો.અને પછી એણે પોતાના બંને હાથ જોડતા કહ્યુ.
"અગિ..યાર વરસ પહે..લા.ગામ..દેવી મંદિર પાસેથી મેં..મે. તમારા દીકરા નુ અપહ..રણ કર્યું હતુ."
"હે.. શું કહો છો તમે?"
જાણે માથે વીજળી પડી હોય એમ ગીતામાં અને કિશોરભાઈ હેબતાઈ ને એકીસાથે બોલી પડ્યા.
"બે..ન મ.ને મા..ફ કરજો બેન. હું ગુને..ગાર છુ તમા..રો મારો આ અપ..રાધ માફીને લાયક ન..થી છતા હું હા..થ જોડીને તમારા બંને પાસે ભી..ખ માગું છું મને.. મને માફ કરજો."
ગીતામાએ આગળ વધીને આક્રોશ થી કેશવનો કાઠલો ઝાલ્યો અને બરાડીયા.
"ક્યાં છે?ક્યાં છે? મારો લાલ.મારો દીકરો.મારા કલેજા નો કટકો ક્યાં છે?"
ધ્રુજતી આંગળી જીગ્નેશ તરફ ચિંધતા કેશવે કહ્યુ.
"આ..આ રહ્યો તમારો લાડ..ક.વાયો બે..ન એને સાચવી લો.અને.. અને મને મારા પા..પો માથી મુ..ક્તિ આપો બેન."
ગીતામાએ જીગ્નેશ તરફ દ્રષ્ટિ કરી. ઘણા સમય પછી ગાય પોતાના વાછરડાને જોવે.અને પ્રેમથી ચાટવા માંડે એમ ગીતામા અગિયાર વર્ષે પોતાના વહાલસોયા પુત્ર જીગ્નેશને નજર સમક્ષ જોઈને વળગી પડ્યા.
"મારા દીકરા.મારા જીગા. મારુ હૈયું કહેતુ જ હતુ કે તુજ મારો લાલ છો."
કહીને જીગ્નેશને ગાલે.કપાળે.ચુંબનોની વર્ષાથી નવરાવી મૂક્યો.
અને જીગ્નેશ પણ સીતાપુરમા આવીને અત્યાર સુધી પોતાની દબાવી રાખેલી મા તરફની મમતાને હવે રોકી ન શક્યો. અને એ પણ.
"બા.બા.બા."
કરતા પોતાની વહાલ સોયી બાને વળગીને પોતાના આંસુઓથી માને નવડાવવા લાગ્યો. ત્યા એક્ઠા થયેલા તમામ લોકો.માં દીકરાનું ઔલોકિક મિલન જોઈ રહ્યા હતા.દરેકની આંખોમાંથી પણ અશ્રુ છલકાઈ રહ્યા હતા.ત્યાં કેશવે ધીમા સ્વરે જીગ્નેશ ને હાંક મારી.
"જી..ગા.જી…ગા,
જીગ્નેશ ફરી એકવાર કેશવ પાસે આવીને બેસતા બોલ્યો.
"કહો કાકા.શુ કહેવુ છે?"
"બે..ટા મેં તને તારી મા..થી વ.. રસો પહેલા અળગો ક..કર્યો હતો આજે હું તને તા..રી માને સો.. પવા જ અહીં આ..આવ્યો હતો. મને મા..ફ માફ કરજે દી...કરા."
આટલું કહીને કેશવની ડોક એક તરફ ઢળી ગઈ.
કિશોરભાઈએ પોતાના ઘરના સદસ્યની જેમ કેશવની તમામ અંતિમ ક્રિયાઓ કરી.
થોડાક સમય પછી
કિશોરભાઈ અને ગીતમાએ.ચકોરી અને જીગ્નેશના સાદાઈથી લગ્ન કરાવી આપ્યા.
અને ચારેય જણા સુખેથી રહેવા લાગ્યા.
* સમાપ્ત *
વાચક મિત્રો.
નવલકથા લખવાનો આ મારો પહેલો જ પ્રયાસ હતો. ઘણા વાચકોએ પાંચ સ્ટાર આપીને મને પ્રોત્સાહન આપ્યું છે. એ બદલ હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છુ. ઘણાએ ફક્ત એક જ સ્ટાર આપીને મને આનાથી પણ સારું લખવા માટેની પ્રેરણા આપી છે.
એને પણ હું મસ્તક પર ચઢાવુ છુ અને બહુ જલ્દી એમને પણ ગમે એવી નવલકથા લઈને હું આવીશ.
*ઈન્શાઅલ્લાહ*