Sajan se juth mat bolo book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sajan se juth mat bolo is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સજન સે જૂઠ મત બોલો - નવલકથા
Vijay Raval
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’
સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક વર્ષાન્તના સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી.
વર્ષના અંતિમ મહિનાના, પ્રથમ સપ્તાહના વીક એન્ડનો પહેલો દિવસ, મતલબ કે, શનિવાર. જતાં ચોમાસા અને આવતાં શિયાળાના મૌસમની પરાણે વ્હાલી લાગે એવી પહેલી વ્હેલી મુલાયમ ગુલાબી ઠંડીના આલ્હાદક વાતાવરણ વચ્ચે, પરોઢના સાત અને પચ્ચીસ મીનીટે, શહેરના મધ્યમ ધનાઢ્ય કહી શકાય એવા, બજરંગવાડી પોશ વિસ્તારના મેઈન રોડના કોર્નર પર આવેલી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શારદા વિધા મંદિર’ પ્રાયમરી સ્કૂલના કર્મચારીએ રોજિંદી ઘટમાળને ઘાટ આપતાં સ્કૂલનો ઘંટ વગાડી, સૌ ભૂલકોઓને પ્રાથના ખંડ તરફ જવાના આદેશનો ઘંટનાદ સંભળાવ્યો.
‘સજન સે જૂઠ મત બોલો’પ્રકરણ-પહેલું/૧‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક વર્ષાન્તના સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી.વર્ષના અંતિમ મહિનાના, પ્રથમ સપ્તાહના વીક એન્ડનો પહેલો દિવસ, મતલબ કે, શનિવાર. જતાં ...વધુ વાંચોઅને આવતાં શિયાળાના મૌસમની પરાણે વ્હાલી લાગે એવી પહેલી વ્હેલી મુલાયમ ગુલાબી ઠંડીના આલ્હાદક વાતાવરણ વચ્ચે, પરોઢના સાત અને પચ્ચીસ મીનીટે, શહેરના મધ્યમ ધનાઢ્ય કહી શકાય એવા, બજરંગવાડી પોશ વિસ્તારના મેઈન રોડના કોર્નર પર આવેલી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શારદા વિધા મંદિર’ પ્રાયમરી સ્કૂલના કર્મચારીએ રોજિંદી ઘટમાળને ઘાટ આપતાં સ્કૂલનો ઘંટ વગાડી, સૌ ભૂલકોઓને પ્રાથના ખંડ તરફ જવાના આદેશનો ઘંટનાદ સંભળાવ્યો. શાળાના વિશાળ
પ્રકરણ-બીજું ૨આ આકસ્મિક ગોઝારી જીવલેણ ઘટના ઘટી, ઠીક તેના એક વર્ષ પૂર્વેના સમયકાળની એક મસ્ત મજાની સુંદર સવારથી કથાનો શુભારંભ કરતાં કહું તો.... ‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ રતનપુર... ગામના ભામાશા તરીકે ઓળખાતા દાનવીર દશરથ પટેલ છેલ્લી વાર અમેરિકા જતાં ...વધુ વાંચોગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવાના આશયથી, તેમનું બે માળનું ખાનદાની જુનવાણી મકાન, ગામના વિશ્વાસ પાત્ર ટ્રસ્ટને સોંપીને ગયા હતાં તે, ‘ગાંધી વિદ્યા’ બાલમંદિરનો બેલ વાગતાંની સાથે કિલકિલાટ કરતાં સૌ નાના નાના ભૂલકોની જોડે જોડે શાળામાં દાખલ થઇ, સપના.સપના ચૌધરી. જેનું કર્મભૂમિ અને જન્મભૂમિ હતું રતનપુર. એ બાવીસ વર્ષીય સપના એટલે, મનહરલાલ ચૌધરી અને શારદાબેનના આંખનું રતન. બે દાયકા
પ્રકરણ ત્રીજું ૩જે દુર્દશાની સ્થિતિમાં મનહરલાલ પડ્યા હતાં, તે જોઇને એક સેકંડ માટે સપના ધબકારો ચૂકી ગઈ. આંખોના ડોળા ફાટી રહ્યાં. મનહરલાલની હાલત જોઇને રીતસર દોડીને, ધ્રૂજતા ધ્રૂજતા સપનાએ ઊંધાં પડેલાં તેના શરીરને સરખું કરી, તેનું માથું ખોળામાં લેતાં ...વધુ વાંચોતો.. ફરી સપનાની રાડ ફાટી ગઈ...મનહરલાલની નિસ્તેજ ઉઘાડી આંખો અને મોઢાંમાંથી નીકળેલાં ફીણ જોઇને સપનાનું હૈયાફાટ રુદન શરુ થયું. શાંત પડી ગયેલા હ્રદયના ધબકારા અને હાથની નાડી ચકાસતાં મનહરલાલની છાતી પર માથું પટકીને આક્રંદ સાથે જોશથી બૂમ પડી...’ઓ.. માડી રે.. મનહરલાલમાં દેહને વ્યવસ્થિત કરી, વીજળીની ગતિએ ફટાફાટ દોડી આડોશ પડોશમાં રહેતા હરજીભાઈ, ગીધુકાકા, દક્ષાબેન, કરશનકાકા, રવજીભાઈ અને ભીખાલાલના ઘર તરફ જઈને
પ્રકરણ- ચોથું/૪હદ બહાર હવા ભરેલા ફુગ્ગાને સ્હેજ અમથી કોઈ અણીયાણી વસ્તુ અડતાં વ્હેત જે રીતે ઘડીકમાં ફુગ્ગો ફૂસ્સ થઇ જાય, એમ ચીમનલાલના મેલા મનોરથનો રથ ફસડાઈ પડ્યો. ખંધા ચીમનલાલના ખેલ ઉંધા પડતાં તેના છાતીના પાટિયા બેસી ગયાં. ધોતિયું ઢીલું ...વધુ વાંચોગયું. હડકાયા કૂતરા જેવી ઉપડેલી હવસને માંડમાંડ વશમાં કરતાં ખ્યાલ આવ્યો કે, સપના બૂમ બરડા કરીને ગામ ભેગું કરશે તો, જાતી જિંદગીએ ગરમી કાઢવા જતાં ચરબી ઉતરડાઈ જશે. એવા ભયથી ફફડતો ચીમનલાલ કપડાં સરખા કરી, રૂમાલથી મોઢું સંતાડી, ધીમેકથી ડેલી ઉઘાડી, ઊંધાં માથે દોટ મૂકી રાતના અંધારામાં ભાગ્યો ઊભી પુંછડીએ.રૂમના બંધ બારણાંનો ટેકો લઈ, ટુંટિયું વાળીને થરથર કાંપતી સપના સ્હેજમાં
પ્રકરણ- પાંચમું ૫ક્ષણમાં તો સપના સમસમી ગઈ. સપનાને એમ થયું કે, મજાક કરતાં કરતાં પાછળથી કોઈએ રીતસર જોરથી ધક્કો મારી તેને હજારો ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધી. ક્ષણ માટે સપના ધબકારો ચુકી ગઈ. રક્ત થીજી ગયું. સોફા પરથી ઊભાં ...વધુ વાંચોસ્હેજે હિંમત નહતી છતાં, મન સાથે મનોબળ મજબૂત કરીને દોટ મૂકી તેના રૂમ તરફ અને ત્યાંથી પર્સ લઈ, ફાટફાટ દોડી ફ્લેટની બહાર નીકળી એન્ટર થઇ લીફ્ટમાં, નીચે આવીને પહોંચી છેક સોસાયટીના મેઈન ગેઇટ પાસે. છાતી ધમણની માફક ધણધણતી હતી, ગળું અને હોઠ સુકાઈ ગયા હતાં.બાજુના સ્ટોરમાંથી એક વોટર બોટલ લઇ. ઓટોમાં બેસી રવાના થઇ સમીર પંચાલને મળવા તેના ક્લાસીસ તરફ.