Sajan se juth mat bolo - 8 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 8

પ્રકરણ- આઠમુ/૮

તેની આગવી ઓળખ જેવી પરંપરાગત વેશભૂષા અને અદાથી જે રીતે બિલ્લુએ સહજ રીતે ફ્લેટમાં એન્ટ્રી મારી, તે જોઇને રાત્રીના બાર વાગ્યે ફ્લેટમાં એકલી રહેલી સપના એકાદ-બે ક્ષણો માટે તો ધબકારો ચુકી ગઈ. નજદીકમાં અચાનક જ કોઈ ધમાકાનો ધ્વનિ સંભળાય એ પછી જેમ કોઈ પારેવું અજાણ્યાં ભયથી ફફડતું હોય એવી સપનાની સ્થિતિ જોઇને બિલ્લુ મનોમન હસતો હતો.
‘બિલ્લુ બનારસી’ નામ સાંભળતા સ્હેજ હાશકારો સાથે સવ્સ્થતા અનુભવતાં સપના બોલી..

‘જી, કહો, શું કામ છે ?

‘એક મિનીટ.’ એમ કહી મોબાઈલ હાથમાં લઇ બિલ્લુએ કોલ લગાડ્યો...
સામે છેડેથી અવાજ આવ્યો.

‘હુકમ ભાઈસાબ.’


‘અરે..મહાવીર નગર વાલે ફ્લેટ પે આયા હૂં. ઔર યે જો નઈ લડકી રહેને આઈ હૈ, વો તો મારે કો દેખકે ભીગી બિલ્લી જૈસી કાંપ રહી હૈ.. જૈસે કી મૈને ઉસકી કનપટ્ટી પે બંદુક તાન દી હો.. જરા સમજા ઇસે.. લે બાત કર.’
હસતાં હસતાં બિલ્લુએ મોબાઈલ સપનાના હાથમાં આપતાં સપનાએ સ્ક્રીન પર નામ વાચ્યું.. ‘સમીર શાણા’

‘હેલ્લો...’
‘અરે.. સપના, શું થયું ? ડરવાની કોઈ વાત નથી. એ તો બિલ્લુભૈયાનો ગેટ-અપ અને સ્ટાઈલ જ એવી છે કે, કોઈપણ પહેલીવાર જુએ એટલે નવાઈ લાગે. બાકી તેમના જેવો દિલદાર માણસ શોધ્યો ન જડે. ડોન્ટ વરી.’ બોલ બીજું કંઈ કામ છે ?

‘ના’ એકાક્ષરી ઉત્તર આપતાં સપના બોલી.
‘ઠીક છે, ફોન બિલ્લુ ભૈયાને આપો.’
સમીરે એવું કહ્યું એટલે સપનાએ મોબાઈલ બિલ્લુ તરફ લંબાવ્યો.

‘ચલ ઠીક હૈ, અબ સો જા, સુબહ મેં બાત કરતાં હૂં તુજસે. રામ રામ.’
‘રામ રામ ભાઈસાબ,’ કહી સમીરે કોલ મૂકી મનોમન સપનાની મનોદશાની ઈમેજીન કરતો સુઈ ગયો.

‘માફ કીજીયે, બિલ્લુ ભૈયા, મૈને આપકો પહેચાના નહીં, અબ કહીયે, મેં ક્યા કર શકતી હૂં, આપ કે લિયે ?
‘ગુજરાતીમાં બોલ, હું પન થોડા થોડા ગુજરાતી બોલું છું, અચ્છા પહેલે મારે માટે એક સરસ મજાનો... નઈ મજાની ચા બનાવી આપ ચલ. પછી હું તારી સાથે વાત કરવાનો. કેમ સારો છે, મારો ગુજરાતી ? હસતાં હસતાં બિલ્લુ બોલ્યો.

સપના મનોમન હસતાં બોલી... બિલ્લુ બનારસીના પપ્પા દુર્ગાપુર ગયાં હશે કે, સુબોધ બેનરજીની મમ્મી મિર્જાપુર આવી હશે ?

આંશિક રીતે નિશ્ચિંત હોવા છતાં મનમાં એક છુપા ભય સાથે સપના કિચનમાં આવી.
શું કરશે ? રાતના બાર વાગ્યે અચનાક આવવાનો શું આશય હશે ? કે,પછી હું ફ્લેટ પર એકલી છું, એવી છુપી રીતે બાતમી મેળવી, અહેસાન તળે એકલતાનો લાભ લઈને કદાચ ...? આ ચાર છોકરીઓ અને સમીર સૌએ સાથે મળીને તો કોઈ ભેદી કારસ્તાનને અંજામ આપવાનો કારસો તો નહીં ઘડ્યો હોય ને ? અને આ જંગલી બિલાડા જેવો બિલ્લુ હુમલો કરે તો અહીં બચાવવા પણ કોણ આવે ? અને અડધી રાત્રે છટકીને જવું પણ ક્યાં ? ગેસ સ્ટવ પર ઉકળતી ચા સાથે સપનાના દિમાગમાં કંઇક ધડમાથા વિનાના વિચારો ઉછળવા લાગ્યાં. ચીમનલાલ અને ગજેન્દ્ર, બે હવસખોરના હૂમલામાંથી માંડ માંડ બચ્યાં પછી હવે ઝેરના પારખા કરવાનો કોઈ ઈરાદો નહતો. અને હવે કરવું તો પણ શું ? ભયભીત ચહેરાના ભાવ કૃત્રિમ સ્મિત પાછળ સંતાડી તેના ટેસ્ટ મુજબની મસ્ત ટેસ્ટી ચા લઈને સપના આવી બેઠકરૂમમાં.

બિલ્લુ તેની મસ્તીમાં ગીત ગણગણતો હતો. ‘એક લડકી કો દેખા તો અઈસા લગા..’
ચુપચાપ ટીપોઈ પર ચાનો મગ મૂકી, બેડરૂમ તરફ જતાં બોલી..
‘આવું છું, એક મીનીટમાં.’ બેડરૂમમાં જઈ સ્લીવલેશ ગાઉન પર રેશમી શાલ ઓઢીને ફરી બેઠકરૂમમાં આવી બિલ્લુની સામેના સોફા પર બેઠી. ત્યાં બિલ્લુ બોલ્યો..

‘છોરી, કહાં થી આવે છે તું ? મારો મતબલ કે, તારો ગાંવ કે શહેરનો નામ ? ચાનો ઘૂંટડો ભરતાં બિલ્લુ બોલ્યો.

‘જી, રતનપુર.’ સપના બોલી
‘અકેલી છો ? બિલ્લુએ પૂછ્યું.
‘હાં.’ સપના બોલી.
‘ગાંવની સીધી સાદી જિંદગી છોડીને ઇહાં શહેરમાં અકેલી શું લેવા આઈ છો ?

‘હમમમ.. તમે મુદ્દાની વાત કરી, પણ હું એમ પૂછું કે, મારા જેવાં તો સેંકડો લોકો આંખ મીંચીને કૂદી પડે છે, મહાસાગર જેવા આ મહાનગરમાં કોઈ મંઝીલ કે મકસદ નક્કી કર્યા વગર. એક અરસા પછી એવું લાગે કે, અહીં તો કશું જ નથી, છતાંયે છત વિના દાયકાઓ વિતાવ્યા બાદ પણ આ શહેર છોડીને જવું કોઈને ગમતું કેમ નથી ? એવું તે શું ચુંબકીય આકર્ષણ છે, આ શહેરમાં ? એવું તે કેવું સુવર્ણમૃગ જેવું છળ અને મૃગજળ જેવી ભ્રમણા છે કે, જેણે બલવંતરાય જોરાવરસિંગ યાદવને પણ બિલ્લુ બનારસી બનવા માટે મજબુર કરી મુક્યા ? તમે સમજી ગયાં ? સુવર્ણમૃગ અને મૃગજળનો મતલબ ? તેની વાત પૂરી કરતાં અંતે સપનાએ પુછ્યું


હોઠ સુધી આવેલો હાથમાંનો કપ અને બિલ્લુની માંજરી આંખો બન્ને સ્થિર થઇ ગઈ.
પછી સપનાની સામું જોઇને બોલ્યો..
‘હાં.. હાં... સોનેકા હીરન ઔર મૃગજલ સમજ મેં આવી ગયો.
‘પર.. દમ છે , છોરી, તારી બાતોમાં દમ છે. તારી બાત સુણીને હું એમ સોચું કે,લંબી રેસમાં હિસ્સો લિયે બીના તારો ઘોડો વીન થઇ જવાનો.’

ગહન ચર્ચાની શરૂઆત સાથે સપનાને બિલ્લુના સત્સંગમાં સાત્વિકતાના સંકેત મળતાં ભયનું બાષ્પીભવન થઇ ગયું, હવે સપનાએ તેના ભાવી સપનાને ઠોસ આધાર આપવાના અનુમાન તરફ અંગુલીનિર્દેશ કરતાં પૂછ્યું.
‘પણ, બિલ્લુભૈયા આ ઘોડો તાલીમ અને લગામ વિનાનો છે તેનું શું ? ’


‘વોહી તો મેં સોચું કે, આગાઝ યે હૈ તો અંજામ ક્યા હોગા ? અરે.. છોરી.. યે બેકારની બાત ભૂલી જા, મેં પૂછું તેના મને સહી સહી જવાબ આપ.’
‘શુરુ સે શુરુ કરકે તારી કહાની મને સૂણાવ.’ બિલ્લુ બોલ્યો.

સમીરને કહેલી કરમ કહાણી શબ્દશ: સપનાએ બિલ્લુને કહી સંભળાવી...ગામના જમીનનું રહસ્ય, ચીમનલાલે શરમ નેવે મૂકી આચરેલી નિર્લજ્જ નીચતાનો નિષ્ફળ પ્રયાસ અને ગજેન્દ્રએ વર્દીની ધાક અને રૂપિયાની ગરમીના જોરે. નિસહાય, લાચાર, મજબુર સ્ત્રીને મસળીને માણી લેવાની અભદ્ર અશ્લીલ માંગણી, આ બધું જ કહી સંભળાવતાં સુધીમાં સપના રડી પડ્યા પછી બોલી..

‘જે રીતે તમે આ સમયે મારા માટે એક અજનબી તરીકે મારી સામે આવ્યાં ત્યારે મારા ડરનું માત્ર આ એક જ કારણ હતું.’

‘તારી બાત સાચી છે. હવે એક બાત મને કે, તું શું સોચીને શહેરમાં આઈ હૈ. ક્યા કરના હૈ ? કોઈ ઈરાદા ? કોઈ મકસદ ? કોણ સી દિશા મેં જાના હે ? તુજે એક પત્તે કી બાત બોલું.. તેરે જૈસી અકેલી છોરી કો ઇસ શહેર મેં અકેલા રેના હૈ, તો ખુદ કો ઇતના તાકતવર ઔર નીડર બના લે કી, કોઈ આંખ ઉઠાને કી હિંમત તો ક્યા સોચ ભી ન શકે.’

‘સાચું કહું બિલ્લુભૈયા, કોલેજમાં આવી ત્યારે મુઘ્ધાવસ્થા મતલબ.. જબ નઈ નઈ જવાની શુરુ હુઈ થી... અઠરા બરસકી બાલી ઉંમર, આપ સમજ ગયે ન ?

મનોમન હસતાં ડોકું ધુણાવીને બિલ્લુએ ‘હા’ ના સંકેતમાં ઉત્તર આપ્યો.

‘એ સમયને યાદ કરતાં જયારે શહેરમાં આવી ત્યારે સામાન ઓછો અને સપના વધુ લાવી’તી. પણ, હવે એવું લાગે છે કે, હું અહીં આવી નથી મારી જાતને પરાણે મન મારીને લાવી છું. પપ્પાની હયાતિની સપના કંઇક જુદી જ હતી. બિલ્લુભૈયા મરદજાત તેની મર્દાનગી ઔરત પર જ કેમ જતાવે છે ? મારા જેવી લાખો મજબુર સ્ત્રીઓ આર્થિક લાચારીની કારણે તેનો સંસાર ચલાવવા ઘરની બહાર પગ મૂકતાં જ લોકોની ગંદી નજરનો શિકાર થવાં લાગે છે. મંઝીલ કે મકસદ તો માલૂમ નથી પણ, મરદની મુજબ તો જિંદગી નહીં જ જીવું એ વાત તો નક્કી છે. હું જાણું છું કે મારા જેવી એકલવાયી સ્ત્રી માટે આ કઠીન છે.’


‘પર તારા જેવી છોરી માટે ચુટકી બજાને જીતના આસાન કામ છે. તેના વાસ્તે મરદજાતની સબસે બડી તાકતને તેની કમજોરી બના દે. સૂન લડકી, શેર કા શિકાર કરને જંગલમાં જાવો પડે. તૂને સર્કસ મેં શેર દેખ્યા હૈ ? બિલકુલ વૈસા બન જાવે મરદ અગર તું રીંગ માસ્ટરની બની જાયે તો, સમજમે આવે હે મારી બાત ? યે જો ચાર લડકિયા યહાં રહેતી હૈ, વો મરદ કો નચાવે અપની ઉંગલી પે. પર તું સબ સે અલગ હે.’

બિલ્લુની વાતનો સંકેત સ્પષ્ટ રીતે ન સમજાયો એટલે સપનાએ પૂછ્યું.
‘મતલબ ? હું કંઈ સમજી નહીં,’

સોફા પરથી ઊભા થઈને બાલ્કની તરફ આવતાં બિલ્લુ બોલ્યો..
‘મછલી કો ફાંસને કે લિયે કાંટા ડાલના પડે કી નહીં ? મેરે સાથ કામ કરેગી ? તેરી મરજી કે બગૈર કોઈ મરદ તુજે છૂ ભી નહીં શકેગા બોલ. બલવંત જોરાવરસિંગ યાદવ કો બિલ્લુ બનારસી બનને મેં કઈ સાલ લગ ગયે મગર તુજે મેં એક સાલ મેં ઇસ શહેરકી બદમાશ બિલ્લી બના શકતા હૂં.’
બિલ્લુના ચહેરાની ગંભીરતા અને આંખોની ચમક અને સ્વર પરની મજબુત પકડ પરથી સપનાને એવો આંશિક અંદાજ આવી રહ્યો હતો કે. બિલ્લુના શેતાની અને શાતિર દિમાગમાં કઈ ગંભીર ષડ્યંત્ર જેવી શતરંજના પાસા ગોઠવાઈ રહ્યાં હશે ?
જિંદગીની રેસ જેવી ચેસબોર્ડ પર મારી શું ભૂમિકા હશે ? એક સામાન્ય પ્યાદાની કે, વજીરની ?

વિચાવૃન્દમાં ભૂલી પડેલી સપનાને ખોંખારો ખાઈને બિલ્લુએ પૂછ્યું.
‘કીસ સોચ મેં પડ ગઈ છોરી...?


અંતે સપનાને સમીરના શબ્દો સાંભર્યા...
‘કોઇપણ કામ દિલ માને તો કરવાનું નહી તો નહીં કરવાનું બસ.’ એટલે સપના બેધડક બોલી.
‘અગર માથા પર તમારો હાથ અને સાથ છે, તો સપના સાકાર કરવા થોડી શૈતાની પણ કરી લઈએ એવું સોચું છું..પર પહેલાં ખુલ કે બાત કરો.’

‘બેસ,’ બિલ્લુ એવું બોલતાં બન્ને સામ-સામે સોફા પર બેઠાં.

‘મેં જો બોલું યા ઓફર કરું વો કરના નહીં કરના તારી મરજી. કબ તક, કીસ હદ તક કરના એ તું સોચી લે. તું જો ભી કરેગી તેરા બાલ ભી બાંકા નહીં હોગા યે બિલ્લુ કી જબાન કા વાદા હૈ. યે કામ તુજે ઇસ લિયે બતા રહાં હૂં કી, તેરી બાતો મેં જાદૂ હૈ. ઔર ઇસ ધંધે કી યહી એક ખાસ ખાસિયત ઔર અહેમિયત હૈ.’

‘અબ મેરી બાત ધ્યાન સે સૂન.’
‘કોલ સેન્ટર માલૂમ હૈ ? ફ્રેન્ડશીપ ક્લબ સેન્ટર ? ચેટીંગ એપ ? કોલ પર મીઠી મીઠી બાતેં કરકે ખુદ કો રાજ ઔર રાહુલ સમજતે લોંડો કો ચંદ મિન્ટો મેં કૈસે રાજપાલ યાદવ બનાકે ક્લીન બોલ્ડ કરતે હૈ, યે સબ જાનતી હો ?

શરમાઈને નીચું જોઈ જતાં સપના બોલી..
‘હાં, આના વિષે વાચ્યું છે, સાંભળ્યું છે.. પણ મારે..’

‘એક મિનીટ.. પહેલે મારી બાત ખત્મ કરને દે..’
સપનાની વાત કાપતાં બિલ્લુ બોલ્યો..

‘મગર અબ યે સબ ચોંચલે પુરાને હો ગયે..તૂને હનીટ્રેપ કે બારે મેં સૂના હૈ યા પઢા હૈ ?’

‘સાંભળ્યું છે, પણ બહુ ડીપમાં નથી ખબર ? સપના બોલી

‘મેરી જબાન મેં બોલું તો આખિર મેં સામને વાલા યે કહે કી.. ખાયા પિયા કુછ નહીં..ઔર ગિલાસ તોડા બારાના. મર્દ અપની સબસે બડી તાકત દિખાને કે વાસ્તે, અંધા બનકે ઉસ ખ્વાબ કે પીછે કાફી હદ તક જાતા હૈ, મગર જબ આંખ ખુલતી હૈ, ઉસ કે બાદ ફિર જિંદગીભર કે લિયે ઔરત કા નામ સૂનતે હી પતલૂન ઔર ધોતી ગીલી હો જાતી હૈ. સમજી ? ઇસ લાઈન મેં એક બાર દિલ ખોલ કે બાતેં કરની હૈ ફિર પૂરી જિંદગી બાત નહીં કરકે કે, મતલબ ચૂપ રહેને કે પૈસે મિલતે હૈ. એક બાર કોઈ મરદ ઓપરેશન હનીટ્રેપ મેં ફંસતા હૈ વો લાઈફટાઈમ દિમાગી તૌર સે નપુંસક બન જાતા હૈ.’ આટલું બોલી બિલ્લુ ખડખડાટ હસવાં લાગ્યો..

બિલ્લુએ તેની રમુજી અદામાં સાવ હળવાશથી વાત રજુ કરી પણ સપનાને સાંભળતા જ તેની ગંભીરતાનો ખ્યાલ આવતાં ડીલ અને દિમાગમાં ડર પેધી ગયો.

સ્હેજ વિચારીને બોલી..
‘પણ.. બિલ્લુભાઈ આ તો બહુ જોખમી કામ છે અને મને સમજણ પડે છે, ત્યાં સુધી આ કોઈ એક, અથવા સામાન્ય માણસનું કામ નથી. અને સામે કોઈક શેરની માથે સવા શેર ભાટકી જાય તો ? તો..તો.. ઘર બાર અને આબરૂ બધું જતું રહે રાતોરાત.’ આંશિક નનૈયા જેવા અર્થના સંદર્ભમાં ઉત્તર આપતાં સપના બોલી..

‘અરે છોરી... આ બાત મેં શરુઆતમાં કરી દીધી... કે, સર્કસ વાલા પહેલેથી જ શેરના નાખૂન કાઢીને જ પછી ખેલ બતાવે. સમજી. જેમ રસ્તા પરના મદારી સાપના ઝેરી દાંત નીકાળી લે એમ. હનીટ્રેપ કી જાલ બિછાને વાલે આવાં નાખૂન બગૈર સિંહના જ શિકાર કરે. તને ફકત બકરી જ બનવાનું છે, સિંહ કો પિંજરે મેં પૂરને કે વાસ્તે.’

‘પણ.’
આટલું બોલીને સપના અટકી ગઈ.. પછી જાતને પૂછ્યું.. જે રસ્તે જવું નથી તેના વિશે જાણીને શું કામ સમય અને દિમાગ ખરાબ કરવો ? પછી વિચાર્યું કે, સાવ ઘસીને ના પાડી દઈશ તો કદાચને બિલ્લુને માઠું લાગશે એવું વિચાર્યું.


‘પણ...શું ? બિલ્લુ બોલ્યો..
‘આ કામ તમે કરો છો ? સપનાએ પૂછ્યું

એટલે ખડખડાટ હસતાં બિલ્લુ બોલ્યો..
‘યે સબ કામ બિલ્લુ કી હેસિયત કે સામને ચવ્વની અત્ઠની કે બરાબર હૈ. મેરા એક જીગરી દોસ્ત કરતાં હૈ.. મેરે પ્રોટેક્શન કે નીચે.’

‘તમારા પ્રોટેક્શન મતલબ ? નવાઈ સાથે સપનાએ પૂછ્યું
‘ઇસ મેં લફડે મેં પુલીસ કો પહેલે સે શામિલ કરની પડતી હૈ, ઔર વો સબ મેરે હુકમ સે હોતા હૈ. બહુત લંબી બાત હૈ. અગર યે આઈડિયા તારી ખોપડી મેં ફીટ બૈઠતા હૈ તો મને બોલના.’

એટલું બોલી રાત્રીના બે વાગ્યાનો સમય જોયા પછી ટીપોઈ પરથી રિવોલ્વર અને મોબાઈલ ઉઠાવતાં બિલ્લો બોલ્યો..

‘દેખ લડકી... રિસ્ક તો સાંસ લેને મેં ભી હૈ... ઔર એક બાત ઇસ દુનિયા કા દસ્તૂર હૈ કી, હર બડી મછલી છોટી મછલી કો નિગલ જાવે હૈ. હમારે ધંધે મેં જબાન કી કિંમત હોવે. ઔર યે બિલ્લુ તૂજે જબાન દેવે હૈ કી, કોઈ ભી તારી તરફ આંખ ટેઢી કર કે દેખે તો મારે કો કોલ લગા દીજીયો.. બસ વહીં કે વહીં કિસ્સા ખત્મ. અચ્છા અબ ચલુ રામ-રામ.’

હવે સપનાની ભયસપાટી સાવ તળમાં આવી ગઈ હતી.. લાગણીવશ અને સ્હેજ ભીની આંખોની કોર સાથે બિલ્લુ સામે બે હાથ જોડી સપના બોલી..

‘બિલ્લુભૈયા તમારી મહેરબાની માટે મારી પાસે શબ્દો નથી. પણ હું ક્યાંય પણ તમારા ખપમાં આવું તો મને યાદ કરજો.. એ બહાને હું તમારું ઋણ ચૂકવી દઈશ.’

‘કોઈ ભી લડકી, કિસી કે ભી સામને હાથ જોડે, યે બાત મને અચ્છી ના લાગે, હાથ ઇન્સાન કે સામને નહીં ઈન્સાનિયત કે સામને જોડને ચાહિયે. ઔર એક બાત..

‘શું ? સપનાએ પૂછ્યું..
‘તારે સે, તેરી ચાય કા જાયકા જ્યાદા અચ્છા હૈ,’

‘શુક્રિયા સરકાર.’ હસતાં હસતાં સપના આગળ બોલી..
‘મગર આપકી બાતોં સે, આપકી આંખે ઔર આવાઝ જ્યાદા અચ્છી હૈ.’

‘તારે કો ઝૂઠી તારીફ કરની ભી અચ્છી આતી હૈ.’ એમ કહી બિલ્લુ તેની અનોખી અદામાં ડગલાં ભરી, ફ્લેટનું બારણું બંધ કરીને રવાના થયો.

ફ્રેશ થઇ તેના બેડરૂમમાં આવીને પડતાં સમય જોતાં સપના બોલી..
‘ઓહ..સવા બે વાગી ગયાં. પછી સ્વ સાથે સંવાદ સાંધવાના સિલસિલાની શરૂઆત કરતાં મનોમન બોલી..

‘બિલ્લુ બનારસી.’

રૂપાળી કે કદરૂપી કોઈપણ સ્ત્રીને ભીડમાં પણ જોયા પછી પુરુષના બે કાનની વચ્ચે ઘડીના છટ્ઠા ભાગમાં ફૂંટી નીકળતા કામેચ્છાનો સંચાર અડધી સેકન્ડમાં છેક બે પગની વચ્ચે આવી જતાં જાહેરમાં પણ એ મીઠી ખુજલીને ખંજવાળવામાં સ્હેજે શરમ અનુભવ્યાં વિના તેની મામૂલી મર્દાનગી અને અક્કલ સાથે તેના ખાનદાની સંસ્કારનું પણ સરેઆમ પ્રદર્શન કરતાં અચકાતો નથી.... મહદ્દઅંશના પુરુષોમાંની આ જન્મજાત ખોડના લક્ષણનો લેશમાત્ર અંશ સપનાને બિલ્લુમાં નજરે ન પડ્યો.
ન તેની વાતમાં, શબ્દોમાં કે ન તો તેની નજરમાં. બે કલાકમાં બિલ્લુએ શું કર્યું તેના કરતાં બિલ્લુ શું કરી શકત એ મહત્વની અને ગંભીર વાતનો અંદાજ આવતાં સપનાની ભીતરમાં બિલ્લુ પ્રત્યે એક અલગ આદર ભાવ જન્મ્યો.

સપનાએ ધારણા બાંધી કે, બિલ્લુ અને સમીરની સારપ અને સુરક્ષાના સહારે તે ધારે તો આ પુરુષપ્રધાનનો ઠેકો લઈને બેસેલી જમાતમાં તેનો સિક્કો જમાવી શકે છે. અને જતાં જતાં સપનાએ ખારા આંસુની આડમાં બિલ્લુની પાણીદાર આંખમાં ઉતરી આવેલી ખરી પ્રમાણિકતા અને પવિત્રતા નરી આંખે જોઈ શકાતી હતી.

પિતા સમાન કાકાના નાતા અને માનવતાના સંબંધને ભૂલી કામાંધ ચીમનલાલે જો બળજબરીથી મને તાબે કરી લીધી હોત તો.. ? જિંદગી ચીંથરેહાલ થઇ ગઈ હોત..અને ઇન્દુ, જેનો પતિ લોકરક્ષક હોવા છતાં તે ખુદ તેના ઘરમાં ભક્ષક પતિથી સુરક્ષતિ નથી તો પછી મારું તો શું ગજું ? પછી મનોમન હસતાં.. વિચાર્યું.. પારકા કે પોતાના કોઈપણ પુરુષના આડકતરા અથવા સ્ત્રીની અનિચ્છાની દરકાર કર્યા વગર શારીરિક સંબંધ માટે રીતસર કરતાં હુમલાના છુપા ભયથી જે સ્ત્રીઓ હમેશાં સલામતી શોધતી હોય છે, એવી ઝેડ પ્લસ કરતાં ચડિયાતી સુરક્ષા એ જ પુરુષવર્ગ માંથી મને ઘર બેઠાં અજાણ્યાં પુરુષ પાસેથી બાહેંધરી સાથે વરદાનના રૂપમાં મળે છે અને હજીયે હું અબૂધની માફક વિચારું છું કે શું કરું ? રીયલી આઈ એમ લીટરલી મેડ.

અંતે.... ‘હવે એકલી નથી’ એવી શત્ત પ્રતિશત નિશ્ચિંતતાની અનુભૂતિની અનુભવતાં, હળવી માનસિકતા સાથે સપના બિન્દાસ થઈ, નિદ્રામાં સરતાં વ્હેત રચવા માંડી પડી ભય વિનાના ભાવીની સુંદર સ્વપ્ન સૃષ્ટિ.

-વધુ આવતાં અંકે



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED