સજન સે જૂઠ મત બોલો - 28 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 28

પ્રકરણ અત્ઠાવીસમું/૨૮

કવર અને પેન ડ્રાઈવને આગળ પાછળ ફેરવીને જોયા છતાં કોઈ છુપી સંજ્ઞા કે સંકેતનો અણસાર ન મળતાં સૂર્યદેવને કોઈ છુપા શત્રુ કે શુભચિંતક તરફથી અણધાર્યા બનાવના આહટના ભણકારાનો અંદેશો આવવા લાગ્યો. કવરને જીન્સના બેક પોકેટમાં સરકાવ્યા પછી..

ફટાફટ માળી પાસેથી પૂજાસામગ્રી લઈ, શ્રધ્ધાપૂર્વક અંજલિપુત્ર સામે નમન કરી, પુષ્પો ધર્યા, બે મિનીટ આંખો મીચીને આરાધના કર્યા બાદ, પરિસરની બહાર આવ્યાં પછી પૂછપરછ કરી, પણ કોઈ સંતોષકારક ઠોસ ઉત્તર ન મળ્યો.

બાઈક પર સવાર થઇ, બાઈક દોડાવી ઘર તરફ...

ઉતાવળે બંગલામાં દાખલ થઇ, ઓફીસ વર્ક માટે બેડરૂમને અડીને બનાવેલી નાની એવી ચેમ્બરમાં એન્ટર થઇ, ત્વરિત કોમ્પ્યુટર સીસ્ટમ સાથે પેન ડ્રાઈવ એટેચ કરી..

પેન ડ્રાઈવમાં એક ઓડીઓ કલીપ હતી.. જે પ્લે થઇ..

‘મેં......ખુર્શીદ લાલા બોલ રહા હૂં...મેં અપને પૂરે હોંશોં હવાસ અપના બયાન દે રહા હૂં.’

‘મરહૂમ સાહિલ કે હાદસે કે કુછ દિન પહેલે મુજે ખબર મિલી કી, ડાયમંડ માર્કેટ સે એક નૌજવાન બંદા ઇસ તારીખ ઔર ઇસ સમય પર તકરીબન એક કરોડ કે હીરે ડીલીવર કરને જાને વાલા હૈ, તબ સે મૈને ઉસે લૂટને કા પ્લાન બનાયા થા. યે બાત મૈને ઇકબાલ મિર્ચી કો બતાઈ થી પર, ઉસ બંદે કા નામ મુજે નહીં માલૂમ થા. ફિર જિસ દિન...યે હાદસા હુઆ..’


‘મુજે મિલી જાનકારી કે મુતાબિક સહી ટાઈમ ઔર લોકેશન પર મૈને ઔર મેરે ઔર એક સાથી નદીમ કાલિયાને ઉસ લડકે કા પીછા કરતે હૂએ, એક જગહ ખડી ઉસકી કારકા દરવાજા ખુલતે હી... મૈને ઉસકે સાથ કાર મેં સપના કો દેખા.. ઔર એક હી પલ મેં મેરે ખુરાફાતી ખોપડી મેં આઈડિયા આયા કી.. અગર મેં સપના કો જાનતા હૂં.. યે બાત ઇસ બંદે કો પતા ચલ ગઈ તો, સબ ઈલ્ઝામ સપના પર આ જાયેગા ઔર... ઇસ તરહ ઇકબાલ કી તરફ સે મેં સપના પર ભડાશ ભી નિકાલ લૂંગા. પર..
અચાનક સપના મુજે રોકને કે લિયે મેરી ઔર આઈ... ઔર મેરે વાર સે વો બેહોશ હો ગઈ.. ફિર વો લડકા.. બિલકુલ ગુમસૂમ હો ગયાં.. ઔર ચુપચાપ ઉસેને ડાયમંડ સે ભરી હુઈ પોટલી મેરે હાથ મેં રખ દી.. ઔર બેહોશ પડી સપના કો બૂત કી તરહ ફટી આંખો સે દેખાતા રહા..’

‘ફિર મૈને સોચા અગર સપના કો કુછ ગંભીર ચોટ આઈ હોગી ઔર.. કહીં ઇકબાલ ખફા હો ગયા તો લે ને કે દેને પડ જાયેંગે.. ઇસ લિયે મેં ઔર નદીમ બેહોશી કી હાલત મેં સપના કો ઉસ કે ફ્લેટ પર છોડકર ભાગ નિકલે... ફિર મૈને ઇકબાલ મિર્ચી કો કોલ કરકે બાત બતાઈ.. ઔર જિસ કા ડર થા વહી હુઆ.. ઇકબાલને આગ બબૂલા હોકર ગુસ્સે મેં ફોન કટ કર દિયા.. દસ મિનીટ બાદ ફિર ઇકબાલ કા કોલ આયા.. ઔર બોલા..

‘હરામજાદે.. તુને એક કરોડ કે હીરે કે બદલે હમ સબ કી મૌત કા બુલાવા દે રખ્ખા હૈ. કમીને તુજે પતા હૈ...જિસ સે તું હીરે લૂંટ કે લાયા વો કૌન હૈ.. ? અબ જાન કી ખૈરીયત ચાહતા હૈ તો ભાગ નિકલ..’
‘બસ.. ઇતના બોલ કર ઈકબાલને ઉસકા મોબાઈલ સ્વીચ ઓફ કર દિયા..ફિર મૈને કાફી દેર તક ઈકબાલ સે કોન્ટેક્ટ કરને કી કોશિષ કી મગર નાકામિયાબ રહા. ફિર કુછ ઘંટો બાદ પતા ચલા કી, જિસે સે હીરે લૂંટે ઉસકા નામ સાહિલ થા, ઇન્સ્પેકટર સૂર્યદેવસિંહ કા દોસ્ત થા, ઔર ઉસકા મર્ડર હો ગયા હૈ... તબ મેરે પસીને છૂટ ગયે.. ઔર સુબહ હોને સે પહેલે પતા ચલા કી, બિલ્લુ કે ડર કી વજહ સે ઈકબાલ ફરાર હો ચુકા હૈ..’
‘ઉસી વક્ત મેં ભી હીરે લેકે ઇસ શહેર સે અપની જાન બચા કે ભાગ નિકલા..પર આખિર આજ ચાલીસ દિનો કે બાદ મૌત કે હાથ મેરે ગિરેબાન તક પહોંચ હી ગયે.. પર મેં ખુદા ઔર અપને બીબી બચ્ચો કી કસમ ખા કે કહેતા હૂં, મૈને સિર્ફ હીરે લૂટે હૈ.. મૈને સાહિલ કો નહીં મારા... નહીં મારા... નહીં મારા....’

કરગરતા ગળગળા સ્વરમાં મહ્દઅંશે પારદર્શક લાગતી ખુર્શીદલાલાની કબુલાતના અંતિમ વાકય સાથે સાહિલ હત્યાકાંડની એક ખૂટતી અને મહત્વની કડીનું અનુસંધાન સમાપ્ત થયું ત્યારે... સૂર્યદેવએ ઠોસ ખાતરી સાથે એવું અનુમાન લાગ્વ્યું કે, ખુર્શીદ લાલાની કરપીણ હત્યા પછી સાહિલની હત્યાકેસને મહત્વનો વણાંક આપનાર આ ઓડીઓ કલીપ મોકલનારનો મૂળ એકમાત્ર જ ઉદ્દેશ છે, સપનાને કલીનચીટ આપવાનો. અને આ સુયોજિત કાવતરું બિલ્લુ સિવાય કોઈ ન કરે. એ પણ સૂર્યદેવને અંદાજ આવી ગયો. બે ઘડી આંખો મીચી સૂર્યદેવે એવું નક્કી કર્યું કે, આ ઓડીઓ કલીપ વિશે કોઈપણ પ્રકારની સાર્વજનિક નિવેદન કરીને કોઈ ટીપ્પણી ન આપવી.
જેની બિલ્લુ પ્રતિક્ષા કરી રહ્યો હશે...સાહિલની નિર્મમ હત્યા માટે કોને, ક્યાં, કેમ, કયારે અને કઈ રીતે સંકજામાં લઈને બેરહેમીથી દર્દનો ડામ આપવો તેની રણનીતિ ઘડવા સૂર્યદેવ કયાંય સૂધી ઊંડા વિચારવમળમાં વીંટળાતો રહ્યો..


આ તરફ..
પ્રવીણ પાલખીવાલા એ ખડખડાટ હાસ્ય સાથે સપના સાથેનો વાર્તાલાપ પૂરો કરતાં ગાઢ નિદ્રાની તંદ્રામાં પડેલા ખલેલથી જાગીને દામોદર કાપડિયાએ આંખો ઉઘાડ્યા વિના પથારીમાં પડ્યા પડ્યા પ્રવીણને પૂછ્યું..

‘એલા એય પ્રવિણયા.. સવાર સવારમાં કોની જોડે જામી પડ્યો છે તું ?
‘જેની પાછર ટુ, ડી ને રાટ ઊંઢું માઠું કરીને ડોયરા કરતો છે, એ સપનાનો ફોન ઉટો.’
પ્રવિણ બોલ્યો.

શિયાળાની કાતિલ કડકડતી ઠંડીની શીતલહેરમાં કોઈએ ઠંડું પાણી રેડયું હોય ત્યારે જે ધ્રુજારી સાથે ઝટકો વાગે, એવો ઝટકો દામોદરને સપનાનું નામ સંભળીને લાગતાં સ્પ્રીગની માફક ઉછળીને સફાળો જાગી, શાલ ફેંકી, ઊભો થઈ હડબડાહટમાં પૂછ્યું...

‘સપના.... સપનાનો કોલ હતો ? તને કોને કહ્યું ? શું વાત થઇ ?’
‘ઓ ડામોદરિયા... આટલો કુટકા શેનો મારે લ્યા.. ? ઈનો ફોન અવયો ઉટો. એ ની આવેલી.. અને ટેને જ મને કે’લું કે તે સપના બોલટી છે.’

ઉતાવળે દામોદરે બાજુમાં પડેલો તેનો મોબાઈલ લઈને લાસ્ટ રીસીવ કોલને ડાયલ કરતાં રીંગ સંભળાઈ...

‘હેલ્લો...’ સામે છેડેથી કોઈ પુરુષનો અવાજ સંભળાતા દામોદરે નવાઈ સાથે પૂછ્યું..
‘જી.. સપના મેડમ સાથે વાત થઇ શકે ?’
‘કોણ સપના ? કોનું કામ છે તમારે ? કોણ બોલો છો ?
નારાજગીના સ્વરમાં એકની સામે ત્રણ સવાલ ઠપકાર્યા સામેની વ્યક્તિએ.
છતાં સાવ શાંતિથી દામોદરે પૂછ્યું..
‘જી, મારું નામ દામોદર કાપડિયા છે, હમણાં થોડીવાર પહેલાં આ નંબર પરથી કોઈ સપના નામની વ્યક્તિએ વાત કરેલી, મને તેનું કામ છે.’
‘અહીં કોઈ સપના-બપના નથી.. રોંગ નંબર.’
સ્હેજ ગુસ્સામાં સામેની વ્યક્તિએ કોલ કટ કર્યો. અને તેના બમણા ગુસ્સાથી દામોદર ઝીણી આંખો કરીને પ્રવિણ સામે જોતાં બોલ્યો..

‘તને બાઈ કે ભાઈના અવાજમાં કશી ખબર પડે કે નઈ ? હવે એક કામ કર તારા સૂપડા જેવા કાનમાં બબ્બે ડબ્બા તેલ રેડી મેલ એટલે કમ સે કોઈની ઊંઘ હરામની
થાય સમજ્યો કે ?’

માથું ખંજવાળતા પ્રવિણ મનોમન બોલ્યો..
‘સાલું પેલી ‘ડીરમગલ’ ફિલમ જેવું ટો ની ઠ્યેલું ને ? સજણા ઉટી કે સપના ?

બીજા દિવસે સાંજના સમયે દામોદર કોઈ આર્ટીકલ લખવાના કાર્યમાં વ્યસ્ત હતો....ત્યાં નાનકડા બેઠકરૂમના ઉઘાડા બારણા પર ટકોરા મારતાં આવનાર યુવતીએ પૂછ્યું..

‘દામોદર કાપડિયા અહીં રહે છે ?
બારણાં તરફ જોયાં વિના લેખન કાર્યને સળંગ રાખતાં દામોદરે ઉત્તર આપ્યો..
‘જી, દામોદર જ બોલું છું, વેલકમ.’
યુવતી બેઠકરૂમમાં દાખલ થતાં ટેબલ નજીકની લાકડાની ખુરશી પર લેંઘો અને ગંજી પહેરીને બેઠેલાં દામોદરે કલમ બાજુ પર મૂકી તેણીની તરફ જોતાં..
ડાબા ખભા પર પીંક કલરનું ટ્રેન્ડી પર્સ, બ્લેક કલરના સેન્ડલ, મલ્ટીકલરના કુર્તી ડ્રેસમાં સજ્જ એક નવજુવાન ખુબસુરત યુવતીને જોતાં દામોદર સ્હેજ શ્રોભિત લાગણી સાથે બાજુની ખુરશી તરફ ઈશારો કરતાં બોલ્યો..

‘આવો.. બેસો.. હું એક મીનીટમાં આવ્યો.’
એમ કહી બેઠકરૂમની અડકીને ડાબી દિશા તરફ આવેલાં તેના બેડરૂમમાં જઈ ફૂલ સ્લીવ શર્ટ પહેરી તેના બટન બીડતાં બીડતાં બહાર આવતાં પૂછ્યું..

‘જી, આપનો પરિચય ?’
ખુરશી પર બેસતાં યુવતી બોલી..
‘મારો પરિચય પછી આપીશ... પહેલાં આપ એ કહો કે, સપનાને કયારથી અને કઈ રીતે ઓળખો છો.. ?
સાહિલ હત્યા પ્રકરણ બાદ સપના વિશે, સપનાની તરફેણમાં દામોદરે મીડિયામાં આટલો સમય લખ્યાં પછી પહેલી વાર કોઈ વ્યક્તિએ સપના વિશે પૂછતાં દામોદરને શંકા સાથે આશ્ચર્યના ભાવ સાથે સવાલ સામે સવાલ પૂછતાં દામોદર બોલ્યો..

‘આપ સપનાને કઈ રીતે ઓળખો છો ?..
‘માફ કરજો.. પણ પહેલાં મેં પ્રશ્ન પૂછ્યો છે.’
ખભા પરથી પર્સ હટાવીને ખુરશીના ટેકે ટેકવતા સપના બોલી.
દામોદરને લાગ્યું કે, શાયદ આ અજાણી યુવતીના વાર્તાલાપના અંતે સપનાના કોઈ ઠોસ સગડ મળી જાય એ આશયથી દામોદર બોલ્યો..
‘સાચું કહું તો... હું સપનાને નથી ઓળખતો.’

‘હહમ્મ્મ્મ.... જે વિષય વિષે ખુદ સપના અજાણ છે, એ વિષયવસ્તુને આપ ખાતરીપૂર્વક સાર્વજનિક કરી રહ્યાં છો, અને છતાં કહો છો કે, તમે સપનાથી અપરિચિત છો એ વાતમાં કેટલું તથ્ય ? અદબથી સપનાએ પૂછ્યું

‘વિષયવસ્તુનો મૂળ આધાર મારા અગંત સ્ત્રોત છે, પણ હું સપનાથી સદંતર અજાણ છું, એ સનાતન સત્ય છે, તે વાતમાં કેટલું તથ્ય છે ? એ તો મારાથી વધુ ઉત્તમ રીતે સપના જ કહી શકે, કારણ કે, એ પણ મારાથી મારા જેટલી જ અપરિચિત છે.’
સાવ સહજ અને શાંતિથી દામોદરે સંતોષકારક ઉત્તર આપ્યો..

દામોદરના ભારોભાર દમદાર અવાજ અને સનાતન સત્યની ચમક યુવતી તેની આંખોમાં સ્પષ્ટ જોઈ શકતી હતી.
‘હવે આપનો પરિચય આપશો ?’ દામોદરે પૂછ્યું..
‘હાં, પણ એક શર્ત પર.’ યુવતી તેના કેશને સરખા કરતી બોલી..
‘જી બોલો.’
‘પરિચયની પરિસીમા આપણા બન્ને વચ્ચે જ સીમિત રહેશે એવી ખાતરી આપો તો ?
યુવતી બોલી..

એટલે ધીમા માર્મિક હાસ્ય સાથે ખુરશી પરથી ઊભા થતાં દામોદર બોલ્યો..
‘મેડમ...અહીં તમારી ઉપસ્થિતિ જ એ વાતની ખાતરી આપી રહી છે કે, એ ખાતરીના ભરોસે જ તમે અહીં આવ્યાં છો, એ પણ હું જાણું છું. કહો તો હવે કોરા કાગળ પર લખી આપું ?
તેના આગવા અનન્ય આત્મવિશ્વાસનો પરિચય આપતાં દામોદરે પૂછ્યું.

દામોદરના ઉમદા ઉત્તરથી પ્રભાવિત થતાં સપનાએ પૂછ્યું..
‘ના, હું સહમત છું આપના પ્રત્યુત્તર સાથે. જાણી શકું કે તમે કયારેય સપનાનો સંપર્ક કે સગડ સાધવાનો પ્રયત્ન છે ?’

‘હાં, પણ અનેક પ્રયાસોમાં છતાં હું વ્યર્થ રહ્યો. પણ અમારી મુલાકાત તેમના માટે ખુબ જરૂરી છે.’
દામોદર બોલ્યો.
‘ઓહ્હ.. એ કઈ રીતે ? ’
‘મેડમ, મેં બંધ આંખે છોડેલા તીર જો લક્ષ્યવેધની આરપાર નીકળી જતાં હોય તો..સપના મારી સાથે અથવા સામે હોય તો.. શું ન થઇ શકે ?

અતિઆશ્ચર્ય સાથે મોટા ડોળા અને ઊંચા ચડી ગયેલાં ભવાં સાથે યુવતીએ પૂછ્યું..
‘તો શું તમે રાતોરાત સપનું બની ગયેલી સપનાને તમે માન્યામાં ન આવે એવું વાસ્તવિકતાનું સ્વરૂપ આપી શકવાને સામર્થ્યવાન છો, એમ કહેવા માંગો છો.’

‘હું નહીં મારી કલમ, જે તમને અહીં સુધી લઇ આવી. અને એક દિવસ સપનાનો પણ જરૂર સાક્ષાત્કાર કરાવશે.’

‘પણ માની લો કે, તમને મળવા માટે સપના તેની કોઈ શરત આગળ ધરે તો ?’
ખુરશી પરથી ઊભાં થતાં યુવતી બોલી..

‘મંજૂર છે, સપનાની કોઈપણ શરત સાંભળ્યા વગર મને મંજૂર રહેશે. અને જો તેની શરત પાળવામાં હું પીછેહઠ કરું તો... દામોદર કાપડિયા આજીવન કલમ સાથેનો રિશ્તો હંમેશ માટે ખત્મ કરી દેશે.’

એકધારું દામોદર કાપડિયાની નિષ્ઠાવાન નજરોમાં જોયા કર્યા પછી એક ઊંડો શ્વાસ લઇ, સ્હેજ દામોદરની નજદીક જઈ હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો...

દામોદર તેનો હથોડા છાપ હાથ હળવાશથી યુવતીના કોમળ હથેળી સાથે મિલાવતાં યુવતી બોલી..

‘કલમ સાથેનો તમારો રિશ્તો ખત્મ કરવા નથી આવી પણ, કલમ પર તમારી પકડ વધુ સજ્જડ અને મક્કમ કરવા આવી છું. હવે બોલો શું કરી શકો છો તમે ? સાક્ષાત
સપના ચૌધરી તમારી સમક્ષ ઊભી છે.’

ત્યાં જ અચાનક અજાણતામાં તેની મસ્તમૌલાની મસ્તીમાં મહાલાતો બેઠકરૂમમાં પ્રવિણ દાખલ થઈ ગીત ગણગણતાં બોલ્યો..

‘અરે ડીવાનો,, મુજે પેચનો...મેં હું કોન....? અરે.. મેં હું દોન... દોન દોન દોન.’


-વધુ આવતાં અંકે..