સજન સે જૂઠ મત બોલો - 21 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 21

પ્રકરણ એકવીસમું/૨૧

એ પછી સૂર્યદેવે સાહિલના સગડ અને સલામતી માટે કોલ જોડ્યો તેના ખાસ જીગરી અને ખબરી દોસ્ત દીલાવરખાનને...

અને આ તરફ સપનાના લાપતાની ખબર સાથે ભગીરથના તૂટલાં કરોડોના સપનાને સાંધવાની અને સપનાના સગડ શોધવાની મથામણના અંતે કંટાળેલાં ભગીરથે કોલ લાગવ્યો, એક ઘા ને બે કટકા કરે એવાં હુકમના પાના જેવા બિલ્લુભૈયાને..

‘હુકમ કરો સાહેબજી’
સૂર્યદેવનો કોલ રીસીવ કરતાં તેની પડછંદ કાયાને અનુરૂપ દમદાર અને પહાડી અવાજમાં દિલાવર ખાન બોલ્યો..

‘કહાં હો દિલાવર ? ’ સૂર્યદેવ
‘જી.. વો ઇકબાલ મિર્ચી કે એરિયા મેં હૂં.’
‘અચ્છા એક બાત સૂન...’
એ પછી ટૂંકમાં સૂર્યદેવે સાહિલની ગતિવિધિ પર નજર રાખવાની સૂચના આપી અને વાત પૂરી કરી.

દિલાવર ખાન..
નામને સાર્થક કરે એવાં શખ્શિયતનો ધણી સાથે સાથે સખ્ત પણ ખરો. સત્યની વ્હારે હોય ત્યારે કોઈની શેહ શરમ ન રાખે, એવો ચુસ્ત પાંચ વખતનો ચુસ્ત નમાઝી. તેની કદાવર કાયા જોઇને કાચાં પોચા ના હાજા ગગડી જાય અને માયા પણ એવી રાખે કે, મરણ પથારીએ પડેલું કોઈ મૌતને પણ મ્હાત આપી દે.

આ તરફ ભગીરથનું નામ સ્ક્રીન પર વાંચતા બિલ્લુભૈયા મનોમન બોલ્યો.
‘મેલી મુરાદની મંશા વગર ભગીરથનો રથ આ દિશા તરફ ભૂલો ન પડે ’

કોલ રીસીવ કરતાં ભગીરથ બોલ્યો..
‘રાજનીતિ કે મહારાજ, બિલ્લુભૈયા કો હમારા પ્રણામ.’

‘સાલે મુફ્ત મેં મખ્ખન લગાને કી તેરી આદત અભી તક ગઈ નહીં. બોલ કૈસે યાદ કિયા ?’
ભગીરથના ફિતરતની રગેરગથી વાકિફ બિલ્લુએ તડ અને ફડની ભાષામાં ભગીરથને મૂળ મુદ્દાની વાત પર આવવાનું કહી દીધું.

જેના માટે લંપટ અને લાલચની કોઈપણ વ્યાખ્યા ટૂંકી પડે એવા રીઢા અને બેશરમ ભગીરથે જાતને હસવામાં કાઢી નાખ્યાં પછી બોલ્યો..
‘કિસી કો ઢૂંઢના હૈ.’

‘વજહ ?’ બિલ્લુ બોલ્યો
હજુ ભગીરથ ચતુરાઈથી ચંડાળ ચોકડીની રમતના ચોકઠાં ગોઠવે એ પહેલાં તો એક જ શબ્દમાં ભગીરથે બખૂબીથી પાથરેલી બદમાશીની બિસાત બિલ્લુએ ખેંચીને ફેંકી દીધી. ઉસૂલ અને જબાનના પક્કા બિલ્લુના કાયદાથી પણ કડક નિયમથી ભગીરથ ભલી ભાંતિ વાકેફ હતો એટલે ભગીરથ સમજી ગયો કે, હાલ વાત ટાળવામાં જ ભલીવાર છે. એટલે ખંધુ હસતાં હસતાં બોલ્યો..

‘અરે..માલિક અબ હમ ચવ્વની અત્ઠની કમાને વાલે કે પાસ ક્યા કોઈ બડી વજહ હોગી. બસ એક સેવા કા કામ થા, તો સોચા આપકી ક્રિપા દ્રષ્ટિ હો જાયે તો કિસી બિચારે ગરીબ કા ભલા હો જાયે.’

‘ભગીરથ, મેં ચંદા ભી દેતા હૂં, ઔર વક્ત આને પર ગલા ભી કાટતા હૂં, પર જબ મેરા ઝમીર ઇઝાઝાત દેતા હૈ તબ. અબ પૂરી બાત બતાઓ, અગર હો શકેગા તો જરૂર કર દુંગા.. પર કિસીકો ઢૂંઢના હૈ તો ઉસ કે લિયે તો તેરા બેટા હી કાફી હૈ, ફિર મુજે ક્યુ સેવા કા મૌકા દે રહા હૈ ?
ફરી ભગીરથની એક નબળી કડી પકડીને બિલ્લુએ ભગીરથને આંટીમાં લીધો.

સ્હેજ પણ અચકાયા વગર ભગીરથ બોલ્યો..
‘દેખો બિલ્લુભૈયા મેં અપને નીજી કામ સે અપને બેટે કો દૂર રાખતાં હૂં,.. ઔર વો ભી તેરી તરહ ઉસૂલ કા પક્કા હૈ. અચ્છા ઠીક હૈ તો ઇસ બાત કે લિયે હમારા રૂબરૂ મિલના હી ઠીક રહેગા.. કબ મિલ શકતે હૈ ?

‘પન્દ્રહ દિનો કે બાદ.’ બિલ્લુ બોલ્યો
‘ઠીક હૈ મેં પન્દ્રહ દિનો કે બાદ ફિર કોલ કરુંગા’ એમ કહી ભગીરથે કોલ કટ કર્યો..

કોલ કટ કરતાની બીજી જ પળે ભગીરથ મનોમન બોલ્યો..
સપનાની ભાળ મેળવવા જતાં જતાં આ બિલ્લુ વાતની તળ સુધી પહોચી ગયો તો, કયાંય મારું નામ વોન્ટેડ લીસ્ટના ચોપડે ન ચડાવી દે. ગાંધીના વેશમાં આ ગોડસેનું માથું ભાંગે એવો નથુરામ મારે શોધવો જ પડશે.’
નિયમિત ઇવનિંગ વોકના આદિ વીસ પચ્ચીસ યંગસ્ટર્સથી લઈને પ્રોઢ સુધીના સ્ત્રી પુરુષો રત્નેશ્વર પાર્કમાં ટહેલતા’તા, અન્ય મુલાકાતીઓ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બનેલાં તૂટેલાં બાંકડાઓ પર બેસીને ચહલ-પહલ નિહાળતા હતાં, ઠીક એ પાર્કની સામે આવેલાં ‘પંચનાથ’ દેવાલયમાં સાંય કાળના દર્શનાર્થીઓ નીલકંઠને માથું ટેકવા કતારબદ્ધ ઊભા હતાં

ત્યાં ઠીક પાંચ અને દસ મીનીટે સાહિલ.....વૂડલેન્ડના મરૂન કલરના શૂઝ, ઓફ વ્હાઈટ કલરના ટ્રાઉઝર પર ડેનીમ બ્યુ કલરનું ફૂલ સ્લીવ રાઉન્ડ નેક ટી-શર્ટ, સ્લીવને કોણીથી સ્હેજ નીચે સુધી ઉપર ખેંચેલી. ક્લીનશેવ, લેટેસ્ટ હેયર સ્ટાઈલ, ચહેરાને અનુરૂપ વ્હાઈટ ગ્લાસના ગોગલ્સ સાથેના વસ્ત્ર પરિધાનમાં આજે સાહિલના ચહેરા પર તેની ભીતરના ઉમળકા, ઉત્સાહ અને ઉમંગ જેવી કંઇક મિશ્રિત લાગણીની લાલી તેના ગુલાબી ગાલ પર સાફ દેખાઈ આવતી હતી. પહેલી નજરે જોતા સાહિલનો એટીટ્યુડ કોઈ પ્રોફેશનલ મોડેલને ટક્કર મારે તેવો હતો.

એ પછીની પાંચ મીનીટમાં ચાર વખત કાંડા ઘડીયાલમાં જોયું. પળે પળે કુમળી કુંપળ માફક ફૂંટતી અદમ્ય ઇચ્છાઓની વચ્ચે ક્ષ્રણે ક્ષણ બેતાબીની રેખાઓ સાહિલના ચહેરા પર ઉતરી આવે પહેલાં કોઈએ તેની પીઠ પાછળ હળવેકથી ધુંબો મારતાં પરત ફરીને નજર કરી તો.. નજર સ્થિર ગઈ.

કમરથી સ્હેજ ઊંચાં ડાબા ખભા પર રાખેલાં ખુલ્લાં ચળકતાં કેશ, કાજળ ભર્યા નયન, હોંઠોને મખમલી મુલાયમતા બક્ષતો લાઈટ પિંક કલરનો લિપસ્ટિક શેડ, કાનમાં મધ્યમ કદના ઝૂમખાં, મીડીયમ ડાર્ક પોરર્પીંછ કલરના ગોલ્ડન પ્રિન્ટેડ, ક્લાસી અને સ્ટાઈલીસ લૂક આપતાં રેયોનના કુર્તા પ્લાઝોના વસ્ત્ર પરિધાનમાં સપનાને પહેલી નજરે જોતાં તેનું ડ્રેસ સેન્સ કેટલું રીચ છે, તેનો અંદાજ આવતો હતો.
.
સ્હેજ પણ મટકું માર્યા વગર ચોંટી ગયેલી સાહિલની સ્થિર નજર સામે ચપટી વગાડતાં સપના બોલી..

‘ઓ... જાગો મોહન પ્યારે, આમ સરેઆમ ઉઘાડી આંખે સરિતાને સપનાની માફક તાકતા રહેવું એ સારી વાત નથી.’

થોડી ક્ષ્રણોની તંદ્રા સાહિલને સરિતાનું સોહામણું સ્વરૂપ તળ સુધી તાણી ગઈ.

‘ઓહ્હ..આજે તમારી અનન્ય અને અચંબિત આભા માટે મારું શબ્દભંડોળ ઓછુ પડશે.’
‘પણ આવું તો તમે અનેક સિમરનને કહી ચુક્યા હશો ને ?
મંદિરના સામેના ખુલ્લાં ચોગાન તરફ ચાલતાં ચાલતાં સપનાએ પૂછ્યું.

‘તમને ખરેખર એવું લાગે છે.’ સપનાની સાથે ધીમા ડગ ભરતાં સાહિલે પૂછ્યું.

ચાલતાં ચાલતાં થંભી જઈ સાહિલની આંખમાં જોઇને સપના બોલી..

‘કદાચ શબ્દોનું પુનરાવર્તન હોઈ શકે પણ જે, તારોરાજા અને પોતીકી અભિવ્યક્તિની ચમક તમારી આંખોમાં જોઈ રહી છું, તે જોતાં એટલું જરૂર કહીશ કે, આજે મારું શબ્દભંડોળ ટૂંકું પડશે. અચ્છા, ચલો ત્યાં સામે પેલી મઢુલી જેવું છે, ત્યાં બેસીએ..પછી હરભોલેના દરબારમાં હાજરી પુરાવીશું, રાઈટ ?

‘યુ આર ઓલ્વેઝ રાઈટ.’ મંદ સ્મિત સાથે બન્ને ધીમા પગલે આગળ વધ્યાં.
આરામદાયક બેઠક પર બન્ને સામસામે ગોઠવાયાં પછી સપના બોલી..
‘હું નિર્ધારિત સમય કરતાં દસ મિનીટ બીફોર ટાઈમ આવી, પેલા સામેના કોર્નર પર ઊભા ઊભા તમારી હરકત જોઈ રહી હતી..’

‘ઓહ.. તો શું જોયું તમે ? આશ્ચય સાથે સાહિલે પૂછ્યું
‘કેટલી સિમરનને તમે વિચલિત કરી શકો છો. અને કેટલીથી તમે થાઓ છો ?
સ્હેજ હસતાં હસતાં સપના બોલી
સ્હેજ શરમાતાં સાહિલે પૂછ્યું
‘તો શું લાગ્યું તમને ?
‘હમમમ.... મેં એ માર્ક કર્યું કે, આજે તમારા પંડમાં રાજ નથી અને આજે તો ખુદ તમે જ ઓલરેડ્ડી વધુ વિચલિત છો, બસ એ જ.’

‘યુ આર રાઈટ તમારું ઓબ્ઝર્વેશન સટીક છે. આજે તમારી સામે બેઠો એ નખશિખ સાહિલ છે, અને મારી એક રીક્વેસ્ટ છે.’

‘જી બોલો.’ સપનાએ પૂછ્યું

‘મને ફક્ત અને ફક્ત સાહિલ તરીકે ઓળખશો તો વધુ ગમશે.. આ રાજ-સિમરનના પાત્રોનો આપણે આપણા વાર્તાલાપમાંથી હંમેશ માટે તિલાંજલિ આપી દઈએ તો, સાહિલ સરિતા વચ્ચેનું અંતર વધુ કરીબ આવી શકે.’

‘કેટલું કરીબ, અને કારણ જાણી શકું ?
સટીક સવાલ પૂછીને મનોમન ઓળઘોળ થઇ રહેલાં સાહિલની મનોદશાને ગોળગોળ લઇ જવાના બદલે એક જ ધડાકે સાહિલને દિલ ખોલીને ફટકા બાજી કરવાં મોકળું મેદાન આપતાં સપનાએ પૂછ્યું..

થોડી ક્ષ્રણોની સાહિલની ચુપકીદી તોડતાં ફરી સપનાએ પૂછ્યું..
‘જેની એક નજર કંઇક ખુબસુરત બલાને બહેકવા માટે કાફી છે, એ સાહિલ આજે કેમ ઉલઝનમાં છે ?
‘તમારાં સવાલમાં જ મારો જવાબ છે... કેમ કે અત્યાર સુધી મારી નજરો ફક્ત ભટકતી હતી, તે તમને જોઇને સ્થિર થઇ ગઈ છે, અને રહી વાત કરીબીના અંતરની તો તેનો આધાર તમારા પરિચય પર નિર્ભર છે.’ સાહિલ બોલ્યો.

‘મારો પરિચય.. ? ફરજીયાત છે કે મરજિયાત ? સપનાએ પૂછ્યું


ઉત્તર આપતાં સાહિલ બોલ્યો..
‘મેં લાગણીના અર્થમાં પૂછ્યું છે, માંગણીના અર્થમાં નહીં. અને એ પણ એટલાં માટે કે, નજર સમક્ષ હોવા છતાં તમારુ પોટ્રેટ પઝલ અને ગાઢ ધુમ્મસ જેવું લાગે છે,જે દેખાય છે,સમજાય છે, મહેસૂસ પણ થાય છે પણ પકડમાં નથી આવતું એવું કેમ ?’

‘અને હું એમ કહું કે, મારા નામ જેટલો જ મર્યાદિત મારો પરિચય છે, તો.. તમારી લાગણીમાં કેટલું અંતર હશે ? સપનાએ પૂછ્યું.

‘અંતર તો અંતે સરિતા જ રાખે. સાહિલ તો સદૈવ સ્થિર છે તેના નિશ્ચિત સ્થાન પર, સરિતાના સામીપ્ય માટે અને ભરતી અને ઓટ તો સરિતાના સ્વરૂપ અને સ્વભાવ જવાબદાર છે.’
સટીક ઉત્તર આપતાં સાહિલ બોલ્યો..

‘મહાગ્રંથ જેવડી ગુમનામ જિંદગીનું નામ છે, સરિતા શ્રોફ. એકલી છું, છતાં મોટા મનમાં ભરાતાં મેળાના ટોળામાં લહેર કરું છું. સ્વરચિત સિદ્ધાંતના દાયરામાં છુ, છતાં તન અને મન બન્નેના સ્વતંત્રતાની કોઈ સીમા રેખા નથી. ટૂંકમાં બેહદ છું પણ હદમાં છું. બહારથી બિન્દાસ અને ભરાડી છું, પણ ભીતરથી લજામણીના છોડ જેવી છું. ક્યારેક સાવ ઝાકળબિંદુ જેવું છું, પણ સબ્રનો બાંધ તૂટે તો, રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં સ્હેજે વાર નથી લાગતી. પુરુષત્વનું પાણી બતાવવા તત્પર રહેતી કોમને નાક કાપીને એવી નકેલ પહેરાવું કે, તેની આવતી સાત પેઢી સુધી નપુંશકતાના પોલીયોના ટીપાની અસર અકંબંધ રહે. હવે બોલો આટલો પરિચય પર્યાપ્ત છે ?


હજુ સાહિલ કશું બોલવા જાય તેનો મોબાઈલ રણક્યો. સાહિલ કોલ રીસીવ કરે એ પહેલાં તરત જ સપનાએ સ્વસ્થતાથી પૂછ્યું..
‘એક મિનીટ સાહિલ.. તમે અત્યારે આ સ્થળ પર છો, તેની કોને કોને જાણ છે ?
‘ત્રણ સિવાય કોઈને નહીં.’
‘ત્રીજું કોણ ?’ આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું.
‘તુમ, મેં ઔર તીસરે મહાદેવ.’ હસતાં હસતાં સાહિલ બોલ્યો.
‘અને મહાદેવ તો એ પણ જાણે છે, જે તમે નથી જાણતાં.’
‘અચ્છા.. તો હવે તમે જ કહી દો ને.’ સપના બોલી.

‘અચ્છા એક મિનીટ હું કોલ રીસીવ કરી લઉં
‘હાં. બોલીએ ખાં સાબ ? દીલાવર ખાનનો કોલ સીસીવ કરતાં સાહિલ બોલ્યો
‘જનાબ, દિલરુબા સે ફુરસત મિલે તો કભી દિલાવર સે ભી મિલ લિયા કરો.’

‘અરે જરૂર, કબ ઔર કહાં મિલના હૈ, આપ બસ હુકમ કરો ઔર બંદા હાજીર.’
‘અભી કહાં હો ? ’સ્હેજ આંખો ઝીણી કરતાં દિલાવરે પૂછ્યું.
‘જી.. અભી સરદારનગર મેં એક પાર્ટી કે સાથ બેંક મેં બૈઠા હૂં, જી બોલીયે કુછ કામ થા ક્યા ?
‘જી કુછ ખાસ નહીં, બસ ઐસે હી યાદ કિયા અચ્છા ઠીક હૈ બાદ મેં મિલતે હૈ.’
જેવો સાહિલે કોલ કટ કર્યો એટલે તરત જ સપના બોલી..
‘ગઈ ભેંશ પાણીમાં.’
આશ્ચર્ય ચકિત થઇ સાહિલે પૂછ્યું..
‘કેમ શું થયું ?
‘તમે જે ખાં સાબ સાથે વાત કરતાં હતાં તેઓ શાયદ મંદિરે નહીં ગયાં હોય પણ તેમને એટલો જરૂર ખ્યાલ હશે કે, હજુ બેંકમાં ઘંટ વગાડવાનો વટહુકમ રીઝર્વ બેંકે બહાર નથી પાડ્યો. જાણી શકું કોણ છે આ ખાં સાહેબ.’

‘સૂર્યદેવના અંગત મિત્ર અને તેના ડીપાર્ટમેન્ટના....’ હજુ એવું બોલવા જાય ત્યાં શબ્દો સાહિલના હોઠે થંભી ગયાં. બીજી જ સેકન્ડે વર્તન બદલ્યા વગર વાત કરતાં કહ્યું કે,

‘અરે...એ તો સાવ ધૂની દિમાગનો માણસ છે, એ આવું કંઈ માર્ક ન કરે. મારા બિઝનેશ સાથે સંકળાયેલી એક પાર્ટી છે, કંઈ ખાસ કામ નહતું, જસ્ટ જાણવા કોલ કર્યો હતો કે, હું ક્યાં છું. અને મને જે સુજ્યું એ કહી દીધું બસ.’

‘ક્યાં છું. એ જ ખાસ કામ હતું.’ એવું સપના મનોમન બોલી..
પછી સાહિલે પૂછ્યું
‘હવે એ કહો કે તમારી નજરમાં ઝીંદગીની શું પરિભાષા ?

‘ચિલ્ડ બીયરની બોટલ ખોલતાં ફ્ઝઝ્ઝ્ઝ....અવાજ આવે એ ઝીંદગી. દર્પણ સામેનો નગ્ન દેહ એટલે ઝીંદગી. મૃત્યુને ફ્લાઈંગ કીસ કરો એ ઝીંદગી. સિક્સ પેક ધરાવતાં બાહુબલી પુરુષના ખભાનો ઢાળ એટલે ઝીંદગી. તસતસતા ચુંબન સાથેના ગાઢ આલિંગનની પળોમાં ઉછળતાં ઉત્તેજનાની ક્ષણોનો ગ્રાફ એટલે ઝીંદગી. વિશ્વવિખ્યાત સેલીબ્રીટીની મનગમતી ગણિકા એટલે ઝીંદગી, પ્રેત જેવો પ્રેમ એટલે ઝીંદગી અને જે છે, છતાં નથી એટલે ઝીંદગી. જિંદગી નહીં, ઝીંદગી એટલે ઝીંદગી.’

સાહિલ ઓળઘોળની સાથે સાથે ગોળ જેવો ગળગળો થઇ ગયાં પછી સાહિલ બોલ્યો.. ‘પણ આ મેં ક્યાંય વાચ્યું છે.’

એટલે ધીમેકથી સપના બોલી.. ‘કોઈને કહેતા નહીં મેં વાંચ્યું પણ જ છે ને, ગ્રહણ પણ કર્યું છે.’ અને પછી હસતાં હસતાં આગળ બોલી.. ‘હવે તમારી જાણ ખાતર કહી દઉં, જે હું અને મહાદેવ જાણીએ છીએ, એ તમે નથી જાણતાં ?’

‘ઈર્શાદ’ સાહિલ બોલ્યો
‘પણ તમે પ્રસાદ સમજીને ગળે ઉતારી જજો.’
એમ કહી સાહિલને નજીક આવવાનો ઈશારો કરતાં સાહિલ કરીબ આવતાં હળવેકથી સપના બોલી..
‘બહોળા પ્રમાણમાં પોહળા થયેલા હૈયાં સાથે સ્હેજ હિંમત કરીને બળ કરો તો.. નબળા પ્રેશરને કારણે ઘણા દિવસોથી હલવાયેલું તમારું ‘આઈ લવ યુ’ બહાર નીકળી જાય.’

એ પછી સપનાનો અનહદ હાસ્યધોધ છુટ્યો.. માંડ માંડ હાસ્ય રોકવાનો પ્રયત્ન કરે પણ જેવી નજર સાહિલના ચહેરા તરફ જાય એટલે ફરી બમણું હાસ્ય નીપજે.

સાહિલ બાઘાની માફક જોતાં જોતાં વિચારતો રહ્યો કે, આ બલાની બ્યુટી બેન્ડિટ ક્વીનને કોઈ કાળે નહીં પહોચાય.’

મુશ્કિલથી હાસ્ય રોક્યા પછી સપનાએ પૂછ્યું..
‘અચ્છા હવે કહો કે, એ તમારી નજરમાં પૈસાની શું વ્યાખ્યા છે ? સપનાએ પૂછ્યું.

‘પૈસો એટલે હાથનો મેલ બીજું શું ? ફાટક કરતો સાહિલ બોલ્યો.
‘એમ.. તો કાઢીને બતાવો લ્યો.’ સપના બોલી.
તરત જ સાહિલનું મોં હવા નીકળી ગયેલાં ફુગ્ગા જેવું થઇ ગયું એટલે હસતાં હસતાં ઊભા થતાં સપના બોલી..

‘પૈસો હાથનો મેલ નહીં, પણ મસ્ત હસ્તરેખાનો ખેલ છે. હાથનો મેલ એમના માટે છે, જેના મન અને મસ્તિષ્ક મલીન હોય સમજયા સાહિલ બાબૂ. હવે આપણે નાળીયેર પાણી પીને ગળા ભીનાં કરીએ, પછી હું તમને પૈસાની વ્યાખ્યા સમજાવું.’

એ પછી બંને નાળીયેરની લારી પર આવ્યાં બાદ, સ્ટ્રો દ્વારા સીપ ભરતાં સપના બોલી..

‘રૂપિયામાં રમવાનો વ્યવસાય છે, છતાં રૂપિયાના રંગરૂપનો ખ્યાલ નથી ?

‘સાચું કહું તો, મેં સંપતિને કયારેય સીર્યસ્લી લીધી જ નથી. પૈસો મારા માટે ગૌણ છે.’ સાહિલ બોલ્યો
‘જેનો કોઈ તોડ કે તળ ના હોય તેવા તાળાની કુંચી એટલે પૈસો.’ સપના બોલી

‘કદાચ તમારી દ્રષ્ટિએ હશે, પણ હજુ સુધી હું કોઈ એવા અનુભવમાંથી પસાર નથી થયો.’ સાહિલ બોલ્યો

‘અચ્છા, હવે તમે કોલમાં એમ કહ્યું હતું કે, સરિતાનો રુખ ન બદલું તો મારું નામ સાહિલ નહીં.. એ વાત પણ યાદ રાખજો. આ વાત વિસ્તારથી સમજાવશો ?

સાહિલને થયું કે હવે અર્થવિહીન ઔપચારિકતાના ચોલા ઉતારીને મુદ્દાની વાત પર આવું તો ઉઘાડી આંખે રમતાં આંધળાપાટાની રમત વહેલી પૂરી થાય.

સપનાની આંખોમાં જોઇને સાહિલ બોલ્યો.

‘સાંભળ, તારી વૈચારિક સ્વતંત્રતા, તારા સપના, તારી લાઈફ સ્ટાઈલ, પસંદ- નાપસંદ સાથે હું સાહિલ રવજી કોટડીયા માંહ્યલાની મંજુરીથી તને સ્વીકારવા કટિબદ્ધ છું, શું, તું આઠ કરોડની ભીડમાં મારા જીવનપથની હમસફર બનવાનું પસંદ કરીશ, સરિતા ?

સાહિલ જે રીતે ગોરંભાયેલો હતો તેના પરથી સપનાને હળવા ઝાપટાના આગાહીની પૂર્વ ધારણા હતી પણ, વંટોળ સાથે ચિક્કાર વર્ષાધાર થશે એવો તો સપનાને અંદાજ જ નહતો. બંધ બાજીમાં રમાતી ગેમમાં સપના ઊંઘતી ઝડપાઈ ગઈ. સાહિલ આટલી જલ્દી બાજી મારી જશે એ વાત સપનાની કલ્પનાશક્તિની બહારની નીકળી.

હવે સાહિલ અને સ્થિતિ બન્ને ગંભીર હતાં. જે સહજતાથી સહ્રદય સાહિલે સપનાને સામે ખુલ્લાં શબ્દોમાં નજરોમાં નજર પરોવીને પ્રણય પ્રસ્તાવ મુક્યો તે પછી સપના માટે વજનદાર વાતને વાળવા કે ટાળવા માટે થોડું કપરું થઇ પડ્યું. થોડીવાર સ્હેજ ઝંખવાયા પછી સપના બોલી..

‘સરિતા કોઈ મનગમતાં ઘાટને નીરખી શકે, પણ તેના માટે તેના પ્રવાહની દિશા બદલવી અશક્ય છે. તેને કોઈ બાંધ જ બંધનમાં બાંધી શકે. અને સરિતાનો પરિચય જાણ્યાં પછી તને નથી લાગતું કે મને બાંધવી એ ખર્ચાળ અને જોખમી છે ? અને મારો રુઆબદાર રૂતબો રૂપિયાને આભારી છે. જે મેં આકરી કિંમત ચૂકવીને હાંસિલ કરી છે.’

એક પણ સેકંડનો વિલંબ કર્યા વગર ભરપુર આત્મવિશ્વાસ સાથે સાહિલ બોલ્યો..
‘આઈ રીપીટ માય વર્ડ્સ.... સરિતાનો રુખ ન બદલુ તો હું મારું નામ બદલી નાખીશ અને એવું નહીં બને તો સાહિલ ખુદનું અસ્તિત્વ મિટાવીને સરિતા જોડે વહી જશે અને આવ વાત હું સભાનતા સાથે સ્વીકારું છું.’

ચોવીસ કેરેટ સુવર્ણ કરતાં ચળકતા અને ચડિયાતા સાહિલના શબ્દોની ચમક સપનાને સાહિલની પાણીદાર આંખોમાં સાફ નજર આવતી હતી. સ્હેજમાં સપનાને થયું કે, પગ તળેથી ઝમીન ખસકી ન જાય તો સારું. હવે સમજણ બહારની સ્થિતિને સંતુલિત કરવાં માટે સપનાને શબ્દો શોધવા પડતાં હતાં.

ધસમસતા પ્રવાહ સામે અચનાક કોઈ આડશ આવતાં જળનો પ્રવાહ જે રીતે ફંગોળાઈ જાય એવી મનોદશા સપનાની હતી. સાહિલના પરિપક્વ પાવન પ્રણયને હસ્યાસ્પદ ગણીને હાંસિયામાં ધકેલવાની હિમાકત કરીને સપના સ્વયંને ખુદની નજરમાંથી ઉતારવા નહતી માંગતી. એટલે વાર્તાલાપને સિફતથી સુંદર વણાંક આપતાં બોલી..

‘સાહિલ તારા પ્રસ્તાવ અને પ્રણની પરિભાષા સમજવા માટે મને થોડો સમય જોઈશે. આઈ એમ સોરી હવે હું અનુમતિ લઈશ. બાય’
સાહિલ સાથે હસ્તધૂનન કરી સપના ભારે પગલે ચાલવાં લાગી એટલે સાહિલ ગણગણવા લાગ્યો...

‘મહેરબાની નહીં તુમ્હારા પ્યાર માંગા હૈ....’

પરાણે ચહેરા પર ઔપચારિક સ્મિત લાવી, નિરુત્તર બની અનોખા અસમંજસ સાથે સપના દૂરથી આંખો મીચી મહાદેવને માથું નમાવીને ચાલી નીકળી.

ફ્લેટ પર આવ્યાં પછી સપનાનું તન ફ્રેશ થયું પણ મન ડામડોળ હતું. હસવાંમાંથી ખસવું નહીં પણ ખરજવું થઇ ગયું એવી હાલત હતી સપનાની. સાવ નજીવા સમયગાળામાં દિલ્લગીનો દાવ દિલ કી લગી બની દવ લગાડી દેશે તેનો લેશમાત્ર અંદાજ સપનાને નહતો. ગહન મનોમંથન કરતાં બબ્બનના શબ્દો સાંભર્યા..

‘તારી તારીફ-એ-કાબિલ તબદીલ થયેલી તાસીર જોતાં હવે તારા માટે કોઈપણ અંદાજ લગાવવો આસાન તો નથી જ. તું કંઈપણ કરી શકે એમ છે. સપના તું તો મીરાંમાંથી મંદાકિની બની ગઈ યાર... શહેરમાં આગ લગાડવાનો ઈરાદો છે કે શું ?’

પણ સાહિલની પવિત્ર અગ્નિ જેવા નિસ્વાર્થ અનુબંધના એકરારની અગનજવાળા હવે સપનાના અંતરઆત્માને દઝાડતી હતી. થોડો વખતના વિચારવલોણા પછી એક ઝાટકે બેડ પરથી ઊભાં થઇ, ઝાંખરા જેવા વિચારોને ઝાટકીને ખંખેરી નાખ્યા. પછી અંતિમ નિર્ણય લીધો કે, સાહિલને તેની મર્યાદામાં કૈદ કરી દઉં તો એક તરફી પ્રેમ પ્રકરણ પર હંમેશ માટે પૂર્ણવિરામ મુકાઇ જાય. અચૂક લક્ષ્યવેધ અને બ્રહ્માસ્ત્ર જેવું રામબાણ છોડવા માટે મોબાઈલ લઈને મેસેન્જર પર કોલ જોડ્યો સાહિલને.


કંઇક ધમપછાડા બાદ તરતાં આવડી ગયા પછી જેમ કુશળ તરવૈયો આંખો બંધ કરીને જળ સપાટી પર ક્યાંય સુધી સ્થિર હળવો ફૂલ થઈને તરતો રહે એમ..સપના સંગ માણેલી મુલાકાતની મધુર પળોને મમળાવતો સાહિલ કયાંય સુધી ડ્રોઈંગરૂમના સોફા પર પડ્યો રહ્યો હતો ત્યાં મોબાઈલનો ખાસ ટોન રણકતાં મિલિયન ડોલર સ્માઈલ સાથે મીચેલી આંખોએ ફોન કાન પર લગાડતાં બોલ્યો...

‘બાંધ બાંધ્યા પહેલાં સરિતા ખુદ બંધનમાં બંધાવા આટલી આતુર થઇ જશે એ અંદાજ નહતો..’

સાહિલની નાદાની પર મનોમન હસતાં સપના બોલી..
‘હા... પણ મેં કહ્યું હતું કે, મને બાંધવી એ ખર્ચાળ અને જોખમી છે, અને મારો રુઆબદાર રૂતબો રૂપિયાને આભારી છે. શું તું એ કિંમતનો અંદાજ આંકી શકે છે ?

‘એક જ નજરમાં કાચના ટુકડાની કિંમત આંકી શકું છું... તો શું હું અને મારા ધબકારાની કિંમત ન આંકી શકું ? બોલ શું કિંમત છે...સંશય વગરના સ્નેહસરિતાની ?

‘વધુ નહીં...ફક્ત એક કરોડ રૂપિયા.’
એ સાંભળીને સાહિલ ખડખડાટ હસવાં લાગ્યો.. પછી બોલ્યો..
‘ઇતની મહેંગી મહોબ્બત કે સાથ ઇતના સસ્તા મજાક.. કમ ઓન સરિતા.. બી સીરીયસ.’

‘સીરીયસ હૂં ઈસલીયે એક કરોડ કિંમત લગાઈ હૈ.. વરના કીસીને મજાક મેં યે બાત સરિતા શ્રોફ કે સાથ કી હોતી તો હમ જાન લે લેતે સાહિલ.’





વધુ આવતાં અંકે..