Sentimental Vs Practical -3 Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Sentimental Vs Practical -3

(3) કોણ હતું તે ?

અમાસના વાદળોથી ઘેરાયેલી ઘનઘોર એ રાત્રે સોસાયટીના રસ્તાઓ પર હું એકલો-અટૂલો ચાલી રહ્યો હતો. ચોતરફ સન્નાટો પથરાયેલો હતો, ક્યારેક તમરાઓનો અવાજ આ રાત્રીને વધુ ડરામણી બનવતો હતો. મને ખબર હતી કે, મારે ક્યાં જવાનું છે, હુ ચાલતો રહ્યો અને અડધા કલાક બાદ એ સ્થળે જઈ પહોચ્યો.

ટેલીફોન નંગરથી થોડે દૂર એક ખુલ્લુ મેદાન હતું, આ મેદાનની આસપાસ ઘટાદાર વૃક્ષો હતા. ક્યારેક-ક્યારેક પવનના સૂસવાટા વચ્ચે આસપાસના વૃક્ષોના પાન કંપી ઉઠતા હતાં,પવનના જોરને લીધે હાથમાં પકડેલી છત્રી ‘કાગડો’ થઈને ઉડી જાય તે પહેલા હું એ સાંકડા કૂવા પાસે આવી પહોચ્યો જ્યાં ગોઠણ સુધીનું લીલુ ઘાસ ઉગી નિકળ્યું હતું. આ ઘાસ એ વાતની સાક્ષી પૂરતુ હતું કે, વર્ષોથી આ કૂવાને કોઈ ઉપયોગમાં લેવામાં આવ્યો નથી. કૂવામાં જે પાણી હતું એ પીવાલાયક ન હોવાનું ખુદ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યુ હતું. આમ પણ આ વિસ્તારમાં આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ નાગરિકો રહેતા હતાં જેઓના ઘરમાં નળજોડાણની સાથોસાથ ‘બોર’ હોય તેઓને કૂવાની શી જરૂર ?

હૂં કૂવાની પાળી ઉપર ચઢ્યો, શરીરને સહેજ આગળ ઝુકાવ્યું, કૂવાની અંદર ટોર્ચ ફેરવી પરંતુ ટોર્ચનો પ્રકાશ તળિયા સુધી ન પહોંચી શક્યો, કૂવામાં કેટલુ પાણી છે તેનું આંકલન કરવા જ્યારે હું થોડો વધુ આગળ નમ્યો ત્યારે અચાનક જ પાળી પરના એક નાનકડા પથ્થરને અજાણતા મારી ઠેસ લાગી, એ પથ્થર કૂવામાં પડયો અને ઘણીવારે ‘ડૂબુક’ એવો અવાજ મારા કાને સંભળાયો. કૂવા કેટલો ઉંડો છે ? તે આ અવાજના આધારે મેં કળી લીધુ. એ પથ્થર જે ગતિએ કૂવામાં પડયો તે જ ગતિએ અંદર માળા બાંધીને રહેતા કેટલાક કબૂતરો પાંખો ફફડાવીને બહાર નીકળ્યાં, આવું કંઈ પણ થશે તેની મેં કલ્પના પણ કરી ન હતી, હું ધબકારો ચૂકી ગયો.

મારું હૃદય હવે જોર-શોરથી ધડકવા માંડયું કારણ કે, આજ પહેલા ક્યારેય મેં આત્મહત્યાં કરવાનો વિચારસુધ્ધા પણ કર્યો ન હતો. મારા મતે મનુષ્ય જીવન એ કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ હતી જે પૂન: જન્મોના કર્મોને આધિન હતી. મેં ક્યાંકથી એવું સાંભળ્યું પણ હતું કે, કોઈક ઈશ્વરે પૃથ્વી પર 84 લાખ યોનિઓ બનાવી છે જેમાં જીવાત્માઓ ભટકતા રહે છે જેણે પુણ્ય કર્યા હોય તેને માણસનો અવતાર મળે છે,બાકીના અન્ય યોનિમાં જન્મ લે છે. વૃક્ષોમાં 30 લાખ,કીડા મકોડામાં 27 લાખ, પક્ષીઓમાં 14 લાખ,જંતુઓમાં 9 લાખ અને પશુઓમાં 4 લાખ યોનિ છે.

મને એ સમજાતું ન હતું કે, કોઈ પણ ક્ષુલ્લક બાબત માટે મરવા અને મારવા તૈયાર થઈ જતાં, લોભ, શંકા-કુંશકા, વિશ્વાસઘાત, કપટ, મોહ અને ઈર્ષાથી પીડાઈને સામેના વ્યક્તિના અહિતની ખેવના કરતા અને વારેવારે કાંચિડાની જેમ રંગબદલતા કાળા માથાના આ ‘બેપગા’ જીવ પ્રત્યે એ કૂદરત કે જેના અસ્તિત્વને લઈને મારામાં અનેક શંકાઓના બીજ રોપાયેલા હતાં - તેને આટલો અપાર પ્રેમ કેમ ઉપજ્યો ? શું માનવીથી મહાન અને શ્રેષ્ઠ આ સંસારમાં બીજું કોઈ ન હતું.

કુદરત માટે ભલે મનુષ્ય જાત મહાન હતી પરંતુ આજે એ જ મનુષ્ય અવતાર મને અંદરથી દઝાડી રહ્યો હતો. કહેવાતા એ ઈશ્વરે મારી સાથે ક્રૂર મજાક કરી હતી. છેલ્લી ઘડીએ સુપ્રિયાની સાથોસાથ તે પણ મારી પડખે ઉભો રહ્યો ન હતો. ખૈર એ વાતનો મને કોઈ રંજ ન હતો, કારણ કે, નાસ્તિક લોકો સાથે ઈશ્વરની મિત્રાચારી ભાગ્યે જ હોય છે અને હૂ તો ‘અવલ્લ’ નંબરનો નાસ્તિક હતો જેણે ક્યારેય મંદિરનો દાદરો ચડયો ન હતો.

શું સાચે ઈશ્વર છે ? નાનપણમાં મેં ઘણા લોકોને આ પ્રશ્ન અનેકવાર પુછયો હતો પરંતુ કોઈની પાસે તેના નક્કર પૂરાવા ન હતાં. મારા માતા-પિતા ઈશ્વરને ખુબ જ માનતાં હતાં પરંતુ હું તેમનો જ અંશ હોવા છતાં બિલકુલ અલગ વિચારધારાથી પ્રભાવિત હતો. આધ્યાત્મિકતાની જે વાત તેઓ કરતા તેને હું હમેશા વિજ્ઞાન સાથે જોડતો હતો. ભગવાન, મારે મન માણસોએ ઉભી કરેલી શોધ અને ધર્મસ્થાનો ઈશ્વરનું ‘ટેગ’ લગાડીને કમાણી માટે ઉભા કરાયેલા અડ્ડાઓ હતાં.

ખરેખર તો મારો ઈશ્વર મારી અંદર હતો. મંદિર, મસ્જિદ કે ચર્ચાના નિયમિત પગથિયા ચઢીને જે ઈચ્છુ છુ તે મળી જાય તે માટે પથ્થરની મૂર્તિ સમક્ષ ‘એક્સચેન્જ ઓફરો’ લઈને જતાં લોકોને હુ દુનિયાના સૌથી મુર્ખ લોકો માનતો. નાનપણમાં જ્યારે પણ ઘરે સત્ય નારાયણની કથા કે, ગણેશ પૂજા થતી ત્યારે મારી રૂચિ પેલા ઈશ્વરમાં નહીં પરંતુ પ્રસાદરૂપે વહેંચતી મીઠાઈમાં જ રહેતી હતી. અગરબતીઓના ધૂમાડા અને લોબાનની સુંગધથી મારો શ્વાસ રુંધાતો હતો, અત્યારે પણ કંઈક એવી જ મનોસ્થિતી મારી હતી.

‘બસ એક મિનીટ...એક મિનીટમાં મારો ખેલ ખતમ થઈ જશે. આ દુનિયામાંથી મારુ અસ્તિત્વ નેસ્તેનાબૂદ થઈ જશે. મારો આત્મા આ શરીરમાંથી છૂટો પડી જશે. ખોળિયુ ખાલી થઈ જશે, સવારે આ કૂવામાંથી મારા દેહને બહાર કાઢવામાં આવશે, કદાચ પોલીસ પણ આવશે, મારા મૃતદેહના ફોટા લેવાશે, છાપાઓના મથાળે મારા આપઘાતના સમાચારો છપાશે, કોઈક મારા પરિવારને પણ જાણ કરશે, મારી માં તો જીવતે જીવ મરી જશે, મારા પપ્પાને હું ઓળખુ છું તે બહારથી બહુ કડક છે પરંતુ અંદરથી તેમનું હૃદય રૂ ની પુણી કરતા પણ હલ્કું છે તેઓ પણ ભાંગી પડશે.- આવા અનેક જાતભાતના વિચારો મારા દિમાગમાં ચકરાવો મારી રહ્યાં હતાં.

મારા મૃત્યુના સમાચાર સાંભળીને કદાચ મારી ઓફિસના કર્મચારીઓ, રાજકોટમાં રહેતા મારા બાળસખાઓ મારા નામનો એક અઠવાડિયાનો શોક પાળે, મોંઘીઘાટ હોટેલોમાં જમવાનું પણ ટાળે, ફસ્ટ ડે ફ્સ્ટ શોમાં કોઈ નવી ફિલ્મ જોવાનું પણ પડતુ મૂકે તો પણ શું ? હું કઈ થોડો પાછો આવી શકવાનો હતો. આમેય હવે મનુષ્ય બનાવામાં આ બંદાને ‘નો-ઈન્ટરેસ્ટ’ હતો.

કૂવા પર ઉભા રહીને મેં એક ઉંડો શ્વાસ લીધો અને હૃદયની ગતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. પાળી પર જ છત્રી, ટોર્ચ અને મારો સામાન મૂક્યો. એક માત્ર પેલી ‘ડાયરી’ મારા હાથમાં હતી. જીવન અને મરણ વચ્ચે હવે માત્ર એક વેત જેટલુ જ છેંટુ હતું. મેં આંખો બંધ કરી અને કૂદકો મારવા માટે જેવો ડાબો પગ ઉપાડયો કે, અચાનક..અચાનક જ કોઈક વિચિત્ર અવાજ મારા કાન સાથે અથડાયો.

મેં અનુભવ્યું કે, મારી આસપાસ કોઈક છે પરંતુ ધોધમાર વરસાદ અને ગાંઢ અધકારને લીધે તેને હું જોઈ શકતો નથી. સામેથી આવતો અવાજ હવે વધુમાં વધુ તિવ્ર બની રહ્યો હતો. કોઈક જોરજોરથી હસી રહ્યું હતું. અવાજ કઈ દિશામાંથી આવે છે તે જાણવા હું પાળી પરથી ઉતરીને ખુલ્લા મેદાનમાં થોડે દૂર સુધી ચાલ્યો, પરંતુ નરી આંખે મને કંઈ જ ન દેખાયું, આટલી રાત્રે આવા નિર્જન સ્થળે મારા સિવાય બીજુ કોણ હોય શકે ? તે વિચાર મને મુંઝવી રહ્યો હતો.

હિમ્મત કરી ને મેં જોરથી રાડ નાખી, ‘કોણ’ ?

સામેથી કોઈ અવાજ ન આવ્યો, બસ પેલું વિચિત્ર હાસ્ય ફરી મારા કાન સાથે અથડાયું.

‘કોણ ? કોણ ? છે અહીયાં ?’ હાર ખાતા પહેલવાનની જેમ આ વખતે રાડ પાડતી વખતે મેં મારી તમામ શક્તિઓ વેડફી નાખી, હુ કૂવાથી ખાસ્સો દૂર આવી પહોચ્યો હતો.

‘િહમ્મત હોઈ તો સામે આવ ? મને ડરાવવાથી કંઈ નહીં મળે, મને મોતનો ડર નથી કારણ કે, હું ખુદ મરવા માટે અહીં આવ્યો છું. મને તારો પણ ડર નથી કારણ કે,હું ક્ષત્રિય છૂ ને રાજપૂતો ક્યારેય પણ કોઈથી ડરતા નથી. ભૂતોથી પણ નહીં !’

‘ભૂતોથી પણ નહીં !’ આ છેલ્લુ વાક્ય હું કેમ બોલ્યો હતો તે મને એ ઘડીએ ન સમજાયું કદાચ ઈશ્વરની સાથોસાથ મને ભૂત-પ્રેતોમાં પણ ક્યારેય વિશ્વાસ ન હતો એટલા માટે જ આ વાક્ય આપોઆપ મોઢામાં નીકળી ગયું હશે તેવું મેં માની લીધું. પેલું વિચિત્ર હાસ્ય હવે અટ્ટહાસ્યમાં પરિવર્તિત થઈ રહ્યું હતું.

વરસાદનું રૌદ્ર રુપ જારી હતું, એકાએક જ એક વીજળી પેલા કૂવામાં ત્રાટકી, અંધારિયા કૂવામાં જાણે દિવ્ય પ્રકાશ રેલાયો જેણે મારી બન્ને આંખોને આંજી નાખી, ક્ષણભર માટે મિચાઈ ગયેલી મારી આંખોને મેં ધીરેધીરે ખોલવાનો પ્રયત્ન કર્યો..પરંતુ આ શું ? કૂવામાંથી કોઈક બહાર નીકળી રહ્યું હતું, એક આકૃતિ હવામાં તરી રહી હતી...કોણ હતું તે ?

(ક્રમશ:)