Agnipariksha - 12 books and stories free download online pdf in Gujarati

અગ્નિપરીક્ષા - ૧૨

અગ્નિપરીક્ષા-૧૨ અંત કે આરંભ?

સૂરીલી ના માતા પિતા મારા મામા મામી ને મળવા આવી પહોંચ્યા હતા. મારા મામા અને મામી બંને એ એમને આવકાર આપ્યો.
મારા મામા એ સૂરીલી ના પિતા ને કહ્યું, "આમ તો હવે જે બની ગયું છે એનાથી આપણે બંને હવે પરિચિત તો છીએ જ. સૂરીલી સારી છોકરી છે. અમને પણ સૂરીલી જેવી પુત્રવધૂ મળે એ અમારા માટે પણ ગૌરવની જ વાત છે. પણ હજુ સમીર અને સૂરીલી બંને નું ભણવાનું બાકી છે. અને હજુ સમીર પોતાની જવાબદારી લેવા સક્ષમ નથી. જ્યાં સુધી એના પગ પર ઉભો રહી શકે નહીં ત્યાં સુધી એ સૂરીલી ની પણ જવાબદારી કેવી રીતે લઈ શકે? અને અત્યારે આ બંને ની ઉંમર પણ એવી છે કે, પ્રેમ અને આકર્ષણ વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે. એવું પણ બની શકે કે, એ બંને જેને પ્રેમ સમજતા હોય એ આકર્ષણ પણ હોઈ શકે એટલે મને લાગે છે કે, આપણે આ બંનેના સંબંધ ને સમય આપવો જોઈએ. જો આકર્ષણ હશે તો ધીમે ધીમે ઓસરી જશે અને જો ખરેખર પ્રેમ હશે તો ટકી રહેશે. મારું તો એવું માનવું છે. તમારું શું મંતવ્ય છે આ બંને ના સંબંધ માં?"
આટલું કહી મારા મામા અટક્યા. અને એમણે સૂરીલી ના પિતા સામે પ્રત્યુત્તર ની રાહ જોતા એમની સામે જોયું.
સૂરીલી ના પિતા એ જવાબ આપતાં કહ્યું, "હા, તમારી વાત તો બિલકુલ સાચી છે. અમે બંને પણ તમારી વાત સાથે સહમત છીએ. તમારા જેવા પરિવાર સાથે મારી દીકરી નો સંબંધ જોડાતો હોય તો હું તો મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. પણ તમે જેમ કહ્યું તેમ અત્યારે આ બંનેનું ભણવાનું વધુ અગત્યનું છે અને માટે જ અમે બંને એ એક નિર્ણય લીધો છે કે, સૂરીલી ને સ્કૂલ પૂરી થાય પછી એને હોસ્ટેલમાં રાજકોટ ભણવા મોકલવી એવું નક્કી કર્યું છે."
"હા, એ તમે બંને એ ખૂબ સારું વિચાર્યું છે. અમે પણ સમીર ને જામનગર ભણવા મોકલવાનું વિચાર્યુ છે. બંને એકબીજા થી થોડાં દૂર રહેશે તો આપણે પણ જાણી શકીશું કે, આ ખરેખર પ્રેમ છે કે આકર્ષણ અને એ બંને પણ જાણી શકશે કે, શું તે બંને ખરેખર એકબીજાને પ્રેમ કરે છે?"
આટલી વાત કરી સૂરીલી ના માતા પિતા એ ત્યાં થી વિદાય લીધી.
*****
સૂરીલી હવે રાજકોટ ભણવા ગઈ અને સમીર જામનગર આવ્યો. બંને હવે કોલેજમાં આવી ગયા હતા. જાણે બંને ના પ્રેમ ની આ અગ્નિપરીક્ષા હતી. સમય વીતતો ચાલ્યો. આ સમય દરમિયાન બંને ફોન પર વાતો કરતા. બંને ને સમજાયું કે, એ બંને એકબીજા માટે જ બન્યા છે. અને એ બંને એ પોતાના માતા પિતાને પણ સમજાવ્યું કે, એ બંને એકબીજા વિના રહી નહીં શકે. પ્રેમની આ અગ્નિપરીક્ષા માંથી બંને આબાદ રીતે પાર નીકળ્યાં હતા પણ સૂરીલી ને હજુ એક ચિંતા સતાવતી હતી તે દેવિકા અને સમીર ના અબોલા ની. એણે સમીર ને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પણ સમીર ટસ નો મસ થતો નહોતો. એણે દેવિકા જોડે પણ વાત કરી જોઈ પણ બંને ભાઈ બહેન ખૂબ જિદ્દી હતાં. ના તો દેવિકા સમીર જોડે વાત કરતી કે ના તો સમીર દેવિકા જોડે વાત કરતો. સૂરીલી ને થયું, આ બંને ના અબોલા તોડવા કંઈક તો કરવું જ પડશે.
*****
સમીર અને સૂરીલી ની કોલેજ હવે પુરી થઈ ગઈ હતી. સમીર ને હવે નોકરી મળી ગઈ હતી. એ કમાવા લાગ્યો હતો એટલે હવે બંને ના પરિવાર સમીર અને સુરીલી ના લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.
*****
છ મહિના પછી સમીર અને સુરીલી ના લગ્ન હતા. અને એ બંનેના લગ્ન ની ખુશી તો હતી જ સાથે બીજી પણ બે ખુશી નો ઉમેરો થવાનો હતો. અને એ એ કે, અનેરી અને નીતિ બંને જ મા બનવાની હતી. એટલે સમીર અને સૂરીલી ના લગ્ન મારા મામા અને મામી ના જીવન માં ત્રણ ગણી ખુશી લઈને આવ્યા હતા.
*****
અંતે લગ્ન નો દિવસ આવી ગયો. સમીર અને સૂરીલી લગ્નગ્રંથિથી એકબીજા સાથે જોડાયા. સૂરીલી ના અનેક પ્રયત્નો પછી દેવિકા અને સમીર ના અબોલા પણ તૂટ્યા. સમય વીતતો ચાલ્યો. નીતિ એ બીજી પુત્રી ને જન્મ આપ્યો અને એના થોડા સમય પછી અનેરી એ રાજકુમાર ને જન્મ આપ્યો. નીતિ અને મનસ્વી એ પુત્રી નું નામ મહેક રાખ્યું. અને અનેરી અને નીરવ એ પોતાના પુત્ર નું નામ હિમાંશુ રાખ્યું.
ઘણાં સમય પછી આજે એવું લાગતું હતું કે, જાણે આખો પરિવાર ખુશ છે.બધાંના જીવનની અગ્નિપરીક્ષા પૂર્ણ થઈ. પણ શું આ ખુશી આમ જ ટકી રહેશે? શું આ એક અગ્નિપરીક્ષા નો અંત હતો કે, પછી એક ઓર અગ્નિપરીક્ષા નો આરંભ હતો?
*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED