અગ્નિપરીક્ષા - ૭ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૭

અગ્નિપરીક્ષા-૭ અનેરી ની ઈચ્છા

અનેરી ને જોવા છોકરો અને એના માતા પિતા મારા મામા ના ઘરે આવી પહોંચ્યા હતા. નીરવ ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો. એના માતા પિતા પણ વ્યવસ્થિત દેખાતા હતા. થોડી ઔપચારિક વાતચીત કર્યા પછી મારા મામા એ અનેરી અને નીરવ ને વાતો કરવા મોકલ્યા. એ બંને વાતો કરવા રૂમમાં ગયા.
એ બંને વાતો કરી રહ્યા હતા અને અમે બધાં એમની વાતો સાંભળવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. અમને વાતો નો અવાજ જરૂર સંભળાતો હતો પણ સ્પષ્ટપણે અમે કશું જ સાંભળી શકતાં નહોતા.
*****
અનેરી અને નીરવ હવે રૂમમાં આવ્યા. નીરવે કહ્યું, "મને એવા જીવનસાથી ની અપેક્ષા છે કે, જે હંમેશા મારી પાછળ નહીં પરંતુ મારી સાથે ચાલે. હંમેશા મારો હાથ પકડીને ચાલે. એ સિવાય મારી બીજી કોઈ અપેક્ષા નથી. તમારે જે કાંઈ કહેવું હોય એ કહો. અનેરી એ કહ્યું, "મેં ફેશન ડિઝાઇનિંગ માં ડિપ્લોમા કર્યું છે અને હું હજુ આગળ હોમ સાયન્સમાં ડિગ્રી મેળવવા ઈચ્છું છું. જો આપણો આ સંબંધ આગળ વધે તો પણ ભણતર પૂરું કરવા માગું છું. નીરવે પ્રત્યુત્તર આપ્યો, "જો તમે તમારી ડિગ્રી પૂરી કરવા માંગતા હો તો મને કોઈ જ વાંધો નથી. હું તમને પૂરો સાથસહકાર આપીશ. બીજી એક વાત હું તમને જણાવવા માંગુ છું કે, હું જ્યોતિષ માં ખૂબ માનું છું અને થોડું જ્ઞાન પણ એ બાબતે ધરાવું છું. અનેરી એ જવાબ આપ્યો, "હા, એમાં તો હું પણ માનું છું."
*****
વાતચીત પતાવ્યા પછી નીરવ અને અનેરી બહાર હોલમાં આવ્યા. થોડી ઔપચારિક વાતો કર્યા પછી એ લોકો પોતાના ઘરે જવા રવાનાં થયાં અને જણાવ્યું કે, અમે નીરવ જોડે વાત કરીને જવાબ આપીશું. મારા મામાએ પણ કહ્યું કે, "હું પણ અનેરી જોડે વાત કરીને જવાબ આપીશ."
*****
અમે બધાં હવે અનેરી ના જવાબ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. મારા મામી એ અનેરી ને પૂછ્યું, "બોલ, દીકરી તને નીરવ ગમે છે? તું હા પાડે પછી જ આપણે વાત આગળ ચલાવીશું. અનેરી એ હકારમાં ડોકું ધુણાવ્યું અને રડવા લાગી. મારા મામી એ એને પૂછ્યું, "તને છોકરો ગમે છે ને?" અનેરી એ કહ્યું," હા, ગમે છે" એટલું બોલી એ ફરી રડવા લાગી. "તો પછી રડે છે શા માટે દીકરી?" મામી એ પૂછ્યું. અનેરી ને ખુદને પણ ખબર નહોતી કે, એ શા માટે રડી રહી છે. તો એ શું ઉત્તર આપે?
*****
અનેરી નો હકારાત્મક જવાબ મળ્યા પછી મારા મામા એ નીરવ ના પિતા ને ફોન જોડ્યો અને જણાવ્યું કે, "અનેરી ને નીરવ પસંદ પડ્યો છે." નીરવ ના પિતા એ કહ્યું, "અમારા નીરવ ને પણ અનેરી ખૂબ જ પસંદ પડી છે." પણ નીરવ અનેરી ની ઈચ્છા ને માન આપવા માંગે છે અને અનેરી ને એનો અભ્યાસ પૂરો કરવા દેવા માંગે છે. આ સાંભળીને મારા મામા ખૂબ ખુશ થયા કે, એમને ખરેખર એક ખૂબ સારો જમાઈ મળ્યો હતો. અને બંને પક્ષે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, આપણે એ બંને ની સગાઈ કરી નાખીએ અને લગ્ન અનેરી નો અભ્યાસ પૂર્ણ થાય પછી કરીશું.
*****
અનેરી અને નીરવ ની સગાઈ હવે થઈ ગઈ હતી. અનેરી હવે હોમ સાયન્સ ની ડિગ્રી પુરી કરવા માટે જામનગર આવવાની હતી. મારા મામા નો રિટાયર થયા પછી જામનગર માં સેટલ થવાનો વિચાર હતો એટલે એમણે થોડા સમય પહેલાં જામનગર માં એક ઘર લઈ રાખ્યું હતું. અનેરી અને એની ખાસ મિત્ર અનુરાધા કે જે પોતે પણ હોમ સાયન્સ ની ડિગ્રી મેળવવા ઇચ્છતી હતી એ બંને હવે મારા મામા ના ઘરમાં સાથે રહેવાના હતાં. અનેરી અને અનુરાધા હવે જામનગર ના એ ઘરમાં શિફ્ટ થઈ ગયા હતાં. અનુરાધા અનેરી ની ખાસ મિત્ર હતી. અનેરી ને અનુરાધા બધી જ વાત કરતી. અનેરી નું ભણવાનું ચાલુ થઈ ગયું હતું. દરમિયાન નીરવ જોડે અનેરી ફોનમાં વાતો કરતી. બંને જાણે એકમેક માટે બન્યા હોય એવી એની જોડી હતી.
*****
એક વર્ષ વિતી ગયું હતું. હું અને દેવિકા બંને કોલેજના બીજા વર્ષમાં હતા. અનેરી હવે કોલેજના છેલ્લા વર્ષમાં હતી. સમીર અને નિશિતા બંને 12 માં ધોરણમાં હતા. નિશિતા માટે આ કેરિયર બનાવવાનું વર્ષ હતું એટલે એ ખૂબ મહેનત કરતી. નિશિતા12 સાયન્સ માં અભ્યાસ કરતી હતી જ્યારે સમીર 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. નિશિતા ને ભણવામાં ખૂબ રસ અને એથી ઉલટું સમીર ને ભણવામાં બિલકુલ રસ નહી. સમીર હવે ખૂબ મસ્તીખોર થઈ ગયો હતો.
*****
એક દિવસ એક છોકરી કે જેનું નામ સૂરીલી હતું એ મારા મામી ને મળવા આવી. સૂરીલીને જોઈને મારા મામી એ એને આવકાર આપ્યો પણ સૂરીલી? એ તો ખૂબ જ ગુસ્સામાં હતી.
*****
કોણ હતી આ સૂરીલી? શા માટે એ ગુસ્સામાં હતી? શું કનેક્શન હતું આ સૂરીલી નું અમારા પરિવાર સાથે?
*****

રેટ કરો અને રિવ્યુ આપો

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Hetal

Hetal 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Swati

Swati 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા