અગ્નિપરીક્ષા - ૧૧ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૧૧

અગ્નિપરીક્ષા-૧૧ સમીર ની જીદ

અનેરી ના લગ્ન લેવાઈ ચુક્યાં હતા. નીરવ સાથે ના ગઠબંધન માં એ હવે બંધાઈ ચુકી હતી. અનેરી ના લગ્ન માં અમે બધા એ ખૂબ મજા કરી. સમીર અને સૂરીલી એ બંને પણ છુપાઈ છુપાઈ ને મજા લેતા હતા. પણ દેવિકા ની પારખી નજર થી એ બંનેના સંબંધ છુપાઈ ન શક્યા. પણ એ સમયે તો દેવિકા કાંઈ જ ન બોલી. એણે માત્ર એ બંનેનું નિરીક્ષણ જ કર્યું. અને નિરીક્ષણ કર્યા પછી એને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, આ બંને વચ્ચે કંઈક તો ચક્કર છે જ. અને દેવિકા ની નજર તો પહેલેથી ખૂબ પારખી જ હતી.
*****
અનેરી ની વિદાય થઈ ચૂકી હતી. બધા ની આંખો હવે ભીની થઈ હતી. દીકરી ની વિદાયનો પ્રસંગ જ એવો હોય છે કે જેમાં એક આંખ રડતી હોય અને બીજી આંખમાં નવા જીવનની શરૂઆત નો ઉત્સાહ પણ હોય. અનેરી પણ એમાંથી બાકાત નહોતી. અનેરી ની પણ એક આંખ રડી રહી હતી અને બીજી આંખ માં ઉમંગ હતો.
*****
અનેરી હવે પોતાના સાસરે અમદાવાદ આવી ચૂકી હતી. એ મનોમન ખૂબ ખુશ હતી. એણે ઘરના દ્વાર પર મુકેલો કળશ ઢોળ્યો અને એ નવા ઘરમાં પ્રવેશ કર્યો. નીરવ એ પોતાની દુકાન કે જે એણે પોતાના બિઝનેસ માટે લીધી હતી એનું શુભ મુહૂર્ત પણ એણે અનેરી ના હાથે જ કરાવ્યું.
*****
સમય વીતતો ચાલ્યો. અનેરી અને નીરવ પોતાના લગ્નજીવનમાં ધીમેધીમે ગોઠવાઈ રહ્યા હતા. ધીમે ધીમે બંને હવે એકબીજાના સ્વભાવ થી પરિચિત થવા લાગ્યા હતા. અનેરી ને સમજાયું કે, હંમેશા શાંત લાગતો નીરવ અંદરથી ખૂબ જિદ્દી સ્વભાવ નો છે. અને નીરવ ને સમજાયું કે, ખૂબ વાતો કરતી અનેરી અંદરથી ખૂબ શાંત છે. બંને ના સ્વભાવ માં ખૂબ અંતર હતું. આ બંને એકબીજા થી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતા લોકો નું લગ્નજીવન કેવું સાબિત થશે?
*****
અનેરી ના લગ્ન પત્યા પછી દેવિકા એ એના પિતા એટલે કે, મારા ડૉક્ટર મામા ને સમીર અને સૂરીલી ના સંબંધ વિશે વાત કરી. મારા ડૉક્ટર મામા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. એમણે તાત્કાલિક સમીર ના પિતાને સહપરિવાર પોતાના ઘરે બોલાવ્યા અને બધી વાત ની જાણ કરી અને મારા મામાને સમજાવ્યું કે, સમીર ની અત્યારે ભણવાની ઉંમર છે અને અત્યારે એ પ્રેમના ચક્કર માં પડ્યો છે? એને સમજાવો કે, આ બધું બંધ કરી ને થોડું ભણવામાં ધ્યાન આપે. આ બધી વાત થી અજાણ મારા મામા એ સમીરને પૂછ્યું, "તારા કાકા કહે છે એ વાત સાચી છે?" હવે ખોટું બોલવાનો કોઈ અર્થ નહોતો એટલે સમીરે તીરછી નજરે દેવિકા સામે જોયું અને સત્ય જણાવ્યું. એ બોલ્યો. "હું અને સૂરીલી બંને એકબીજા ને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ."
"ક્યારથી ચાલે છે આ બધું?" મારા ડૉક્ટર મામા એ ગુસ્સામાં પૂછ્યું. સમીરે ડરતાં ડરતાં જવાબ આપ્યો, "બે... બે વર્ષ થઈ ગયાં." સમીર ના પિતા એ એને એક તમાચો મારી દીધો અને બોલ્યા, "શરમ નથી આવતી તને ભણવા મોકલ્યો છે તને અને તું લફડા કરી બેઠો છે?"
*****
સમીર હવે બરાબર નો જીદે ચડ્યો હતો. ગમે તે થાય મને સૂરીલી જોડે લગ્ન કરાવી આપો. હું લગ્ન કરીશ તો સૂરીલી જોડે જ કરીશ. સમીર ની જીદ હવે કંટ્રોલ બહાર ગઈ હતી. એ દેવિકા પર પણ બરાબર નો ગુસ્સે થયો હતો. કેમ કે, એણે જ તો બધાને સત્ય જણાવ્યું હતું. એ હવે દેવિકા સાથે બોલતો જ નહોતો. એણે એની જોડે અબોલા લઈ લીધા હતા.
*****
હવે બધું હદ બહાર જવા લાગ્યું હતું એટલે મારા મામા અને મામી એ નક્કી કર્યું કે, સૂરીલી ના માતા પિતાને વાત કરવી અને બંને પક્ષે મળીને નિર્ણય લેવો. મારા મામા એ સૂરીલી ના પિતા ને ફોન કર્યો અને પરિવાર સાથે મળવા બોલાવ્યા.
*****
શું વાત કરશે મારા મામા મામી સૂરીલી ના માતા પિતા જોડે? શું કહેશે સૂરીલી ના માતા પિતા આ બંને ના સંબંધ વિશે? શું સમીર ના દેવિકા સાથેના અબોલા તૂટશે? શું સમીર અને સૂરીલી ના લગ્ન થશે કે પછી એ બંને ને પણ કોઈ અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડશે?
*****

રેટ કરો અને રિવ્યુ આપો

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા

Ketan Gandhi

Ketan Gandhi 3 વર્ષ પહેલા

SMIT PATEL

SMIT PATEL 3 વર્ષ પહેલા