અગ્નિપરીક્ષા - ૬ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૬

અગ્નિપરીક્ષા-૬ સમય નું ચક્ર

નીતિ એ હવે એક સુંદર પુત્રી ને જન્મ આપ્યો હતો. પરિવાર ના બધા લોકો ખૂબ જ ખુશ હતા. નીતિ ની તબિયત પણ સારી હતી. એના સાસુ સસરા એ પણ પુત્રી નો સહર્ષ સ્વીકાર કર્યો હતો. મારા મામી નો ડર બિલકુલ ખોટો સાબિત થયો હતો. એથી ઉલટું મનસ્વી અને તેનો પરિવાર તો વધુ ખુશ થયા હતા. દીકરી નો જન્મ થયો ત્યારે નીતિ ના સાસુના મુખેથી પહેલું વાક્ય જે નીકળ્યું હતું તે આ હતું. "નસીબદાર હોય એમને ત્યાં જ દીકરી નો જન્મ થાય છે. ઈશ્વર ની કૃપા છે કે આપણે ત્યાં લક્ષ્મીજી સાક્ષાત પધાર્યા છે." નીતિ ના સાસુ એ ખરા અર્થમાં લક્ષ્મી ને આવકારી હતી. જમાનો ઘણો બદલાયો હોવા છતાં પણ આજે ભાગ્યે જ આવા પરિવાર જોવા મળે છે. નીતિ નો પરિવાર સાચા અર્થમાં એક સંપૂર્ણ પરિવાર હતો. નીતિ ખરેખર ખૂબ જ નસીબદાર હતી આવો સમજદાર પરિવાર મેળવવા બદલ.
મનસ્વી અને નીતિ એ બંને પણ ખૂબ ખુશ હતા. પુત્રી નું નામ તેમણે કલગી પાડ્યું હતું. કલગી ખૂબ જ સુંદર અને નખરાળી હતી.
*****
સમય વીતતો ચાલ્યો. બધા પોતપોતાના પરિવાર માં બીઝી થઈ ગયા હતા. હવે નો સમય મારા અને દેવિકા માટે કેરિયર બનાવવાનો સમય હતો. હું 12 માં ધોરણમાં હતી અને દેવિકા 11 માં ધોરણમાં હતી. હું અને દેવિકા બંને અત્યારે બોર્ડની પરીક્ષા ની તૈયારી કરી રહ્યાં હતા. અનેરી ની કોલેજ હવે પુરી થઈ ગઈ હતી. એણે ફેશન ડિઝાઈનિંગ માં ડિપ્લોમા કર્યું હતું. ફેશન ડિઝાઈનર બનવાનું એનું સપનું હતું. ભણવાનું પૂરું થઈ ગયું હોવાથી એના લગ્નની વાતો પણ ચાલી રહી હતી. એના માટે ખૂબ સારા માંગા આવતા હતા પણ અનેરી કોઈને હા પાડી નહોતી રહી. એ એના મિ. પરફેક્ટ ની રાહ જોઈ રહી હતી.
*****
મારી 12 મા ધોરણ ની પરીક્ષા પુરી થઈ ગઈ હતી. આજે મારુ રિઝલ્ટ આવવાનું હતું. હું રિઝલ્ટ લેવા સ્કૂલે ગઈ હતી. મેં રીઝલ્ટ હાથમાં લીધું, જોયું અને હું હેબતાઈ ગઈ. હા, હું ફેઈલ થઈ હતી. 12 સાયન્સ ની પરીક્ષામાં હું નાપાસ થઈ હતી. થોડી ક્ષણો હું આ આઘાત જીરવી ન શકી. પણ પછી ધીમે ધીમે પોતાના મનને મનાવવાની વ્યર્થ કોશિશ કરવા લાગી કે, જે થવાનું હતું એ તો થઈ જ ગયું. કદાચ મારી જ મહેનત ઓછી હશે. આવતાં વર્ષે ફરી મહેનત કરીશું. મારાં માતા પિતા એ પણ મને સમજાવી કે, જીવનમાં એક હાર મળે તો કંઈ જીવન પૂર્ણ નથી થઈ જતું. આ ખરાબ સમય પણ જતો જ રહેશે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. સમય નું આ ચક્ર ફર્યા જ કરે છે. મેં પણ સમય ની સાથે મારા મનને મનાવી લીધું અને હું ફરી બીજીવાર પરીક્ષા આપવાની તૈયારી કરવા લાગી. આ બાજુ દેવિકા પણ સારા માર્ક્સ થી 11 સાયન્સમાં પાસ થઈ ગઈ હતી. હવે હું અને દેવિકા બંને 12 સાયન્સ ની પરીક્ષા સાથે આપવાના હતાં.
*****
અંતે એ સમય આવી ગયો હતો. મેં અને દેવિકા અમે બંને એ 12 સાયન્સ ની પરીક્ષા આપી દીધી હતી. રિઝલ્ટ પણ આવી ગયું. હું પાસ થઈ ગઈ હતી અને દેવિકા ખૂબ સારા માર્ક્સ થી ઉત્તીર્ણ થઈ ગઈ હતી પરંતુ મેડિકલ માં જવાનું દેવિકા નું સપનું થોડા જ માર્ક્સ માટે અધૂરું રહી ગયું હતું. પરંતુ એણે હાર ન માની અને ડૉકટર બનવાનું એનું સપનું એણે જરૂર પૂરું કર્યું. એણે બરોડા આયુર્વેદિક કોલેજમાં એડમિશન લીધું. અને મેં બી. એસ. સી. કરવાનું પસંદ કર્યું.
*****
હવે બધાના કેરિયર લગભગ નક્કી થઈ ગયા હતા સિવાય કે, મારી બહેન નિશિતા અને અમારો સૌથી નાનો અને એક નો એક ભાઈ સમીર. એ બંને નું હજુ ભણવાનું ચાલુ હતું.
*****
આજે ફરી મારે, નિશિતા અને દેવિકા ને ઉનાળુ વેકેશન પડ્યું હતું. આજે ફરીથી અમે બધા ઘણાં વર્ષો પછી મીઠાપુરમાં મારા મામા ના ઘરે ભેગાં થવાના હતા.
*****
અંતે ઈન્તઝાર કી ઘડિયા ખત્મ હુઈ. અમે બધાં મામાના ઘરે પહોંચી ગયા હતા. મારી અને દેવિકા ની સ્કૂલ પત્યા પછી અમે ઘણાં સમયે આ રીતે ભેગાં થયાં હતાં. અમે બધાં વાતો એ વળગ્યાં હતા. ત્યાં જ મામા ના ઘરની ટેલિફોન ની રિંગ વાગી. મારા મામી એ ફોન ઉપાડ્યો. એમણે થોડી વાર ફોનમાં વાતો કરી. પછી ફોન મૂક્યો અને અમને બધાં ને એક સારા સમાચાર આપ્યા. આવતી કાલે અનેરી ને જોવા છોકરાવાળા આવવાના હતા. છોકરો એન્જીનીયર હતો. છોકરાનું નામ નીરવ હતું. અનેરી આ સાંભળીને થોડી શરમાઈ ગઈ અને દોડીને પોતાના રૂમમાં જતી રહી. અમે બધી બહેનો અને સમીર બધાં ખૂબ જ એની મસ્તી કરવા લાગ્યા.
હું, નિશિતા, દેવિકા, સમીર, મારા મમ્મી પપ્પા અને મારા બંને મામા મામી બધાં જ આવતી કાલ ની રાહ જોવા લાગ્યા.
*****
બીજા દિવસની સવાર પડી. અનેરી એ એ આખી રાત એક અજીબ અજંપામાં વિતાવી. અને અંતે એ પળ આવી પહોંચી. છોકરો અને તેનો પરિવાર મારા મામા ના ઘરે આવી પહોંચ્યા હતા.
*****
શું અનેરી છોકરાને પસંદ કરશે? શું છોકરો અનેરી ને પસંદ કરશે? શું બંને ના લગ્ન થશે? શું અનેરી ને એનો મિ. પરફેક્ટ મળશે?

રેટ કરો અને રિવ્યુ આપો

Parul

Parul 5 માસ પહેલા

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Swati

Swati 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા