Agnipariksha - 4 books and stories free download online pdf in Gujarati

અગ્નિપરીક્ષા - ૪

અગ્નિપરીક્ષા-૪

26 જાન્યુઆરી 2001 ના દિવસે આવેલ ભૂકંપ ના એ તીવ્ર આંચકા એ અનેક લોકોની જિંદગી ખેદાનમેદાન કરી નાખી હતી. એક બાજુ અમારો મારા પપ્પા જોડે સંપર્ક થતો નહોતો એમાં અમે પરેશાન હતા. કારણ કે, ફોન ની બધી જ લાઈનો ઠપ્પ થઈ ગઈ હતી. બીજી બાજુ મારા પપ્પા અમદાવાદ તો પહોંચી ગયા હતા અને ઇન્ટરસીટી ટ્રેન માં જામનગર આવવા માટે બેસી ગયા હતા. હા, મોબાઈલ નો ત્યારે આવિષ્કાર થઈ ગયો હતો પણ આજની જેમ બધા લોકો પાસે મોબાઈલ નહોતો. ત્યારે મોબાઈલ હોવો એ એક સ્ટેટસ ગણાતું. પૈસાદાર લોકો જ મોબાઈલ વાપરી શકતા. ઈનકમિંગ કોલ ના પણ ત્યારે પૈસા આપવા પડતા.
****
26 જાન્યુઆરી ની એ રાત મેં, નિશિતા અને મારી મમ્મી એ પપ્પાની રાહમાં અને અજંપમાં વિતાવી. બીજા દિવસની સવાર હવે પડી ગઈ હતી. અને અમે ત્રણેય એ ફરી એક હળવો આંચકો અનુભવ્યો. હા, આગલાં દિવસ કરતાં એની તીવ્રતા ઓછી જરૂર હતી. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અમે તો જોકે ઘરમાં જ હતા. ત્યાં જ અમારા ઘર ની ડોરબેલ રણકી. મમ્મી એ દરવાજો ખોલ્યો. સામે મારા પપ્પા ઉભા હતા. હું અને નિશિતા તો પપ્પા ને જોઈને રોવા જ લાગ્યા. પણ એ ખુશીના આંસુ હતાં કે, પપ્પા હેમખેમ ઘેર પરત ફર્યા હતાં. અમે ત્રણેય એ હવે રાહત નો શ્વાસ અનુભવ્યો.
*****
ભૂકંપના એ આંચકા પછી અનેક લોકો હવે ડરી ડરી ને ઘરની બહાર જીવવા લાગ્યા હતા. હા, એ મોટા આંચકા પછી પણ આફ્ટરશોક આવ્યા જ કરતા. લગભગ 2-3 મહિનાઓ સુધી લોકો ઘરની બહાર જ સુતા હતા સિવાય કે, અમારો પરિવાર. હા, મારા પપ્પા નો સ્વભાવ ચિંતાવાળો ખરો પણ મમ્મી એટલી જ બિંદાસ. એ માનતી કે, ડરી ડરીને જીવાય નહીં. ઈશ્વર ની ઈચ્છા વિના ક્યારેય પાંદડું પણ હાલતું નથી.
ધીમે ધીમે સમય વીતતો ચાલ્યો. લોકો એ હવે ફરી ઘરમાં રહેવાનું શરૂ કરી દીધું હતું.
*****
મારા મામા ના ઘરે નીતિ ના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. નીતિ અને મનસ્વી ના લગ્ન ને હવે માત્ર મહિનો જ બાકી રહ્યો હતો. નીતિ અને મનસ્વી બંને નો સ્વભાવ ખૂબ જ મસ્તીખોર. બંને એકબીજા જોડે આનંદ કરતાં અને મજાક મસ્તી કરતાં. જાણે બંને એકબીજા માટે જ સર્જાયા હોય એવી એમની જોડી હતી.
*****
નીતિ ના લગ્ન હવે થઈ ચૂક્યા હતા. એક મહિનો વીતી ગયો હતો. નીતિ ના લગ્નમાં અમે બધાં એ ખૂબ જ આનંદ કર્યો. મારા મામા ના ઘરનો આ પહેલો પ્રસંગ હતો એટલે મામા એ એના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. મામા ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હતી એટલે એમણે પૈસા વાપરવામાં પાછું વળીને જોયું જ નહોતું. નિતી ના લગ્નમાં એમણે પાણી ની જેમ પૈસા વહાવ્યા હતાં.
*****
નીતિ હવે સાસરે આવી ગઈ હતી. મનસ્વી નો સ્વભાવ તો સારો હતો જ પરંતુ એના મા બાપ નો સ્વભાવ પણ એટલો જ સારો હતો. નીતિ ને બે નણંદ પણ હતી. બંને નણંદ નો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. અને નીતિ એ પણ થોડાં જ સમયમાં બધાનાં દિલ જીતી લીધાહતાં. એના લગ્નને થોડો સમય વીતી ગયો હતો. નિતી ના જીવનમાં હવે બહાર આવવાની હતી. હા, એ હવે મા બનવાની હતી. એ એક બાળકને જન્મ આપવાની હતી. એ અને મનસ્વી બંને આ આવનાર બાળક ના સપનાં ઓ જોઈ રહ્યાં હતાં. એના ઘરનાં બધાં જ સભ્યો નીતિ ની ખૂબ જ કાળજી રાખતાં.
*****
સમય વીતતો ચાલ્યો ગયો અને હવે નીતિ ને નવમો મહિનો બેસી ગયો હતો. હવે ગમે ત્યારે બાળક આવી શકે એમ હતું. સાતમાં મહિને સીમંત વિધિ પતાવ્યા પછી મારા મામી એને ડિલિવરી માટે પિયર લાવ્યા હતા. એ આનંદ માં જ રહેતી હતી. એક દિવસ અનેરી, સમીર અને મારા મામી નીતિ ને ચીડવી રહ્યા હતાં. એ મસ્તીમાં ને મસ્તીમાં નીતિ ને અચાનક પેટમાં દુઃખાવો શરૂ થયો. નીતિ એ કહ્યું, "મમ્મી, મને હોસ્પિટલમાં લઈ જા. પેટ માં ખૂબ દુખે છે. મારા મામા, મામી, અનેરી અને સમીર બધાં જ તરત એને હોસ્પિટલમાં લઈ ગયા.
*****
નીતિ ને હવે હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. બધા આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. નીતિ ના પરિવાર ને પણ મારા મામા એ ફોન કરી ને જાણ કરી દીધી હતી. એ લોકો પણ મીઠાપુર આવવા ઘરેથી નીકળી ગયા હતા. ડિલિવરી હજુ થઈ નહોતી. થોડા સમય પછી બાળક નો રડવાનો અવાજ આવ્યો. ડૉક્ટર બહાર આવ્યા અને એમણે બધા ને શુભ સમાચાર આપ્યા. નીતિ એ એક સુંદર દીકરા ને જન્મ આપ્યો હતો.
*****
શું નીતિ નું આવનાર બાળક એના જીવનમાં ખુશી લાવશે કે પછી એને જીવનની કોઈ અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડશે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED