Agnipariksha - 10 books and stories free download online pdf in Gujarati

અગ્નિપરીક્ષા - ૧૦

અગ્નિપરીક્ષા-૧૦ વિચારો ના વમળમાં

મારા મામી ના ઘરની ડોરબેલ રણકી. મારા મામી એ દરવાજો ખોલ્યો. સામે સૂરીલી ઉભી હતી. મારા મામી એ તેને આવકાર આપતાં અંદર આવવાનું કહ્યું.
સૂરીલી એ ઘરમાં પ્રવેશતાં જ મારા મામી ને પૂછ્યું, "શું વાત છે આંટી? તમે મને અચાનક કેમ મળવા બોલાવી? બધું બરાબર છે ને?"
મામી એ પ્રત્યુત્તર આપતાં કહ્યું, "હા, બેટા. બધું બરાબર જ છે પણ મને સમીર નું વર્તન થોડા સમય થી બદલાયેલું લાગે છે. મને કંઈ સમજ માં નથી આવતું. એણે તારી સાયકલમાંથી હવા કાઢી નાખી. બીજી પણ અનેક છોકરીઓ ની ફરિયાદ આવે છે. માટે મને શંકા છે કે, એ કોઈ ખરાબ સંગત માં તો નથી ને? અને આમ પણ અત્યારે એની ઉંમર પણ એવી છે એટલે અમારે એનું ધ્યાન પણ રાખવું પડશે."
"તો તમે મારી પાસેથી શું ઈચ્છો છો આંટી?" સૂરીલી એ પૂછયું.
"હું માત્ર એટલું જ ઈચ્છું છું કે, તું સમીર પર નજર રાખ. અને એ કોઈ ની ખરાબ સંગત માં તો નથી ને એ કહે. જો મારી શંકા સાચી હોય અને એ ખરેખર કોઈ ખરાબ સોબત માં હોય તો એને એમાંથી પાછો વાળવાની મારી અને તારા અંકલ ની ફરજ બને છે."
"પણ આંટી, આમાં હું તમને કંઈ રીતે મદદરૂપ થઇ શકું?" સૂરીલી ને હજુ પણ કંઈ સમજાઈ રહ્યું નહોતું.
મારા મામી એ એને સમજાવતા કહ્યું, "તારે બીજું કાંઈ જ કરવાનું નથી. માત્ર એ ક્યાં જાય છે? કોને મળે છે? શું કરે છે? એની માહિતી એકઠી કરી ને મને જણાવવાની છે. મને માત્ર તારા પર ભરોસો છે. માટે જ આ કામ હું તને સોંપી રહી છું. પ્લીઝ ના નહીં પાડતી." મારા મામી એ કહ્યું.
"ઠીક છે આંટી. હું તપાસ કરીને તમને સત્ય જણાવીશ." સૂરીલી એ કહ્યું.
એ બંને ની વાત હજુ પુરી થઈ ત્યાં જ મામી ના ઘરની ટેલિફોનની રિંગ વાગી. એમણે ફોન ઉપાડ્યો. અનેરી નો ફોન હતો. એણે નીરવ જોડે જે કાંઈ પણ બન્યું હતું એ ઘટનાની વિગતવાર વાત કરી. અને પછી પોતે જે નિર્ણય લીધો હતો એ જણાવતાં પૂછ્યું, "મમ્મી, મારો નિર્ણય બરાબર છે ને? મારે નીરવ ને સાથ આપવો જોઈએ ને? મેં લીધેલું પગલું યોગ્ય તો છે ને?"
"હા, બેટા. તારો નિર્ણય બિલકુલ યોગ્ય જ છે. તે બહુ સમજી વિચારીને જ નિર્ણય લીધો છે. અમે તારી સાથે જ છીએ." આટલું કહી એમણે ફોન મુક્યો. ફોન મૂકતાં જ એ તરત વિચારો ના વમળ માં ગૂંચવાયા. એમણે અનેરી ને કહી તો દીધું કે, હા, તારો નિર્ણય યોગ્ય છે પરંતુ મનમાં તો એમને ચિંતા થવા લાગી હતી કે, શું અનેરી એ ઘરમાં રહી શકશે? અહીં તો એ ખૂબ છૂટ થી રહી છે. શું નીરવ નો બિઝનેસ ચાલશે? જો ચાલે તો કંઈ ચિંતા નથી પણ જો નહીં ચાલે તો?" આવા અનેક પ્રશ્નો એમના મનને ઘેરી વળ્યાં હતા.
વિચારમાં ખોવાઈ ગયેલા મારા મામી ની વિચારધારા સૂરીલી એ તોડી અને કહ્યું, "ચાલો આંટી, હું જાવ છું હવે. અને પછી બધી માહિતી ભેગી કરીને તમને જણાવું છું."
"હા, બેટા, તું જા. મારા મામી એ સૂરીલી ને વિદાય આપતાં કહ્યું. સૂરીલી ઘરે જવા રવાના થઈ.
મારા મામી ને એક બાજુ સમીર ની ચિંતા થઈ રહી હતી અને બીજી બાજુ એમને અનેરી ની પણ ચિંતા થઈ રહી હતી. એ ચિંતાઓના વમળમાં અટવાઈ ગયા હતા.
*****
સૂરીલી હવે રોજ સમીર નો પીછો કરવા લાગી. સમીર ની પાછળ હવે એનો પડછાયો બની ને ફરવા લાગી હતી. સૂરીલી હવે રોજ સમીર ની પાછળ જવા લાગી. સૂરીલી ને હવે જાણે સમીર નું વ્યસન થવા લાગ્યું હતું. એનો પીછો કરતાં કરતાં ક્યારે એ સમીર ને પ્રેમ કરવા લાગી એની એને ખુદ ને પણ ખબર ના પડી. અને સમીર ને પણ હવે સૂરીલી એનો પીછો કરવા લાગી હતી એ ગમવા લાગ્યું હતું. સમીર પણ એને પીછો કરવા દેતો અને સૂરીલી પણ પીછો કર્યા કરતી. આવું થોડો સમય ચાલ્યું. અને એક દિવસ સમીર એ સૂરીલી ને બોલાવી અને કહ્યું, "આઈ લવ યુ સૂરીલી." સૂરીલી શરમાઈ ગઈ. અને સૂરીલી એ પણ સમીર ને શરમાતા કહ્યું, "આઈ લવ યુ ટુ" અને તે ત્યાંથી દોડીને જતી રહી.
અહીંથી હવે આ બંને ની લવસ્ટોરી ની શરૂઆત થઈ. અને સમીરે પણ સૂરીલી ની સમજાવટ થી છોકરીઓ ને હેરાન કરવાનું છોડી દીધું હતું. સમીર પણ હવે સુધરી ગયો હોય એવું મારા મામી ને લાગવા માંડ્યું હતું માટે મારા મામીએ પણ સૂરીલી ને જે જવાબદારી સોંપી હતી એમાંથી મુક્ત કરી દીધી અને કહ્યું, "બેટા, હવે તારે સમીરનો પીછો કરવાની જરૂર નથી. એ હવે સુધરી ગયો છે માટે હવે તું સ્વતંત્ર છે. પણ મારા મામી ક્યાં જાણતાં હતા કે, સૂરીલી ને હવે સમીરનો પીછો કરવાનું ગમવા લાગ્યું હતું. એમને ક્યાં ખબર હતી કે, આ સુધારા નું કારણ જ સૂરીલી હતી.
*****
સમય વીતતો ચાલ્યો. અનેરી ના લગ્ન ને હવે અઠવાડિયાની જ વાર હતી. બધી તૈયારીઓ ચાલી રહી હતી. અનેરી ના લગ્ન માં અમે ફરી બધી બહેનો ભેગી થવાની હતી. હું, નિશિતા, દેવિકા, નીતિ, અનેરી અમે બધા જ અને સૂરીલી પણ આવવાની હતી. હજુ સૂરીલી અને સમીર ના સંબંધ ની ઘરમાં કોઈ ને જાણ થઈ નહોતી.
*****
શું અનેરી ના લગ્ન સુખરૂપ પાર પડશે? શું અનેરી નું લગ્નજીવન સુખી હશે કે પછી એને કોઈ અગ્નિપરીક્ષા આપવી પડશે? શું સૂરીલી અને સમીર નો સંબંધ અમારો પરિવાર સ્વીકાર કરશે કે, એ બંનેને પણ કોઈ અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડશે?
*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED