અગ્નિપરીક્ષા - ૧ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૧

પ્રકરણ-1 મામાનું ઘર

હું ઇશિકા. મારું નામ ઇશિકા. આમ તો હું સ્વભાવે એકદમ શાંત પણ આજે મારે બોલવું છે. આજે મારે જે વાત કરવી છે એ ત્રણ કુટુંબની. મારા બે મામાના કુટુંબની અને મારા પોતાના કુટુંબની.
હું ડોક્ટર ની દીકરી. મારા પપ્પા ડોક્ટર. મેડીસીન ના પ્રોફેસર પણ એમનું જીવન સાદગીભર્યું. ડોક્ટર હોવાનું એમને બિલકુલ અભિમાન નહીં. એમને દર્દીઓની સેવા કરવી ગમતી. મેં ઘણી વખત અડધી રાતે પણ એમને કોઈ દર્દી માટે હોસ્પિટલમાં જતા જોયા છે. લોકોની સેવા કરવા એ હંમેશા તત્પર રહેતા. મારી મમ્મી હાઉસ વાઈફ. પણ ખોટું બિલકુલ ચલાવી ન લે એવો એનો સ્વભાવ. અને એના એ જનીનો અમને બંને બહેનોને વારસામાં મળ્યા હતા. હું અને મારી બહેન નિશિતા અમે બંને શાંત સ્વભાવના પણ ખોટું બિલકુલ ન ચલાવી લઈએ એવા.
લગભગ 90 ના દાયકાની આ વાત છે. અમારા બાળપણ ની આ વાત છે. એ સમય જ જુદો હતો. ત્યારે આજની જેમ ફેસબુક અને વોટ્સઅપ નો જમાનો નહોતો. એ મામા ના ઘરની મજા નો જમાનો હતો. હું અને મારી બહેન નિશિતા અમને બંને ને મામા નું ઘર ખૂબ વહાલું લાગતું. મામા મારા થોડા સેવાભાવી ખરા. લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહેતા. મામી પણ મારા સ્વભાવે ચંચળ. એમને હસી મજાક કરવાની આદત. એમનો સ્વભાવ થોડો મસ્તીખોર ખરો. બાળકો સાથે બાળક થઈ જાય એવો એમનો સ્વભાવ. એટલે અમને બધાને એમની સાથે ખૂબ મજા આવતી. મારા મામા નું વતન મીઠાપુર. મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ ની કમ્પનીમાં એ નોકરી કરતાં.
મારા મામાને કુલ ત્રણ સંતાનો. સૌથી મોટી દીકરી નીતિ. મામાના ઘરે જ્યારે પહેલી દીકરી નીતિ નો જ્યારે જન્મ થયો ત્યારે એમણે ખુશીથી આખા ગામમાં પેંડા વહેંચયા હતા. આ એ જમાનાની વાત છે જ્યારે લોકોને દીકરાનો મોહ રહેતો. લોકો પોતાના વારસદાર ની ચિંતા કરતા. એવા સમયે કોઈ દીકરી ના જન્મ પર પેંડા વહેંચે એ સમાજના લોકો માટે આશ્ચર્યકારક અને સુખદ ઘટના હતી. મારા મામા એ સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નીતિ પણ મારી જેમ સ્વભાવે થોડી શાંત. મારા મામાની બીજી દીકરી અનેરી. એ એના સ્વભાવ પ્રમાણે જ અનેરી. એ પણ મામી ની જેમ સ્વભાવે ચંચળ. એને બોલવા જોઈએ. વાતો એની ક્યારેય ખૂટે જ નહીં એવી. અનેરી ખરેખર ખૂબ અનેરી જ હતી. અને મારા મામા ને સૌથી નાનો દીકરો. એનું નામ સમીર. એ સાવ બાળક જેવો જ. એની ઉંમર કરતાં હંમેશા નાનો જ દેખાતો. આ ત્રણેય ભાઈબહેનો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો.
****
મારે બીજા પણ એક મામા. એ પણ મારા પપ્પાની જેમ ડૉક્ટર. એ દ્વારકા માં રહે. એમનો સ્વભાવ થોડો ગરમ ખરો. પણ અમારા પર એમને ખૂબ પ્રેમ. હાજરજવાબી પણ ખરા. ગણિત ના દાખલાઓ તો એ રમતાં રમતાં ઉકેલી નાખતા. અને મામી એમનો સ્વભાવ પણ ખૂબ સારો. એ થોડા મસ્તીખોર એટલે અમને બધાને એમની જોડે ખૂબ મજા આવતી. એમને એકની એક દીકરી. એનું નામ દેવિકા. દેવિકા થોડી જીદ્દી સ્વભાવની. આમ પણ એકની એક દીકરી હતી એટલે મામા મામી એને ખૂબ લાડ લડાવતા. અમે બંને લગભગ સરખી ઉંમરના. અમે બંને બાળપણમાં જમવાની થાળી માટે ખૂબ ઝગડો કરતા. અમારે બંનેને સરખી જ થાળી જોઈતી હોય. પણ પાછું અમને એકબીજા વિના ચાલતું પણ નહીં.
****
અમારે હવે સ્કૂલમાં દિવાળી નું વેકેશન પડ્યું હતું. આજે અમે મામા ના ઘરે જવાના હતા. હું, મારી બહેન અને મારી મમ્મી. અમે જામનગર માં રહીએ. જામનગર થી મીઠાપુર લગભગ 3 કલાક નો રસ્તો થાય. અમે ટ્રેનમાં બેઠા. આ બાજુ મામા ની દીકરી ઓ અને મામા રેલવે સ્ટેશન પર અમને લેવા પહોંચી ગયા હતાં. અમે આવવાના હોઈએ એટલે મામા પોતાની બંને દીકરી ઓ સાથે રેલવેસ્ટેશન પર થોડા વહેલા જ પહોંચી ગયા હોય. મામા ની બંને દીકરી ઓ ટ્રેન આવી કે નહીં એની રાહમાં જ ઉભી હોય. અમે ટ્રેન માંથી નીચે ઉતર્યા. મામાએ અમારો સમાન ગાડીમાં ગોઠવ્યો. અમે ગાડી માં બેઠા. અમે બધી બહેનો ઘણાં સમય પછી મળી હતી એટલે ખૂબ વાતો કરી.
હવે અમે મામા ના ઘરે પહોંચી ગયા હતા. મામી અમારું સ્વાગત કરવા દરવાજે જ ઉભા હતા. અને અમે બધાં એ સીધી બદામ ના ઝાડ પર તરાપ મારી. મામા ના ઘરે લીલી બદામ નું ઝાડ હતું. લીલી બદામ અમને બધી બહેનો ને ખૂબ જ પ્રિય. એટલે અમે હંમેશા મામાના ઘરે જઈએ એટલે પેલું કામ બદામ પર તરાપ મારવાનું કરતા. બદામ માટે ક્યારેક અમારે બધી બહેનોને ઝગડો પણ થઈ જતો. વેકેશનમાં મામાના ઘરની બદામ ખાવાની મજા તો કંઈક અનોખી જ હતી. અમે આવવાના હોઈએ એટકે દેવિકા પહેલેથી જ એના કાકાના ઘરે પહોંચી જ ગઈ હોય અમારું સ્વાગત કરવા.
****
આ એ બધા પાત્રોનો પરિચય છે કે બધા જ જીવનની કોઈને કોઈ અગ્નિપરીક્ષા માંથી પસાર થયા છે. શું આ હસતાં રમતાં ત્રણ પરિવારો જીવનની અગ્નિ પરીક્ષા પાર કરશે? શું એ એમાં સફળ થશે?
****

રેટ કરો અને રિવ્યુ આપો

Vijay Jadav

Vijay Jadav 3 વર્ષ પહેલા

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Rekha Patel

Rekha Patel 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા