અગ્નિપરીક્ષા - ૮ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૮

અગ્નિપરીક્ષા-૮ રહસ્યના પડદા

સૂરીલી ખૂબ ગુસ્સામાં મારા મામી ને મળવા આવી હતી. મારા મામી એ એને આવવાનું કહ્યું પણ એ તો કંઈ સાંભળવા જ તૈયાર નહોતી. એ ખૂબ ગુસ્સામાં બોલી, "આંટી, તમે સમીર ને કહી દેજો મને હેરાન ના કરે. એ રોજ મારી સાયકલ ના વ્હિલ માંથી હવા કાઢી નાખે છે. થોડા દિવસ થી હું જોવું છું કે, એ રોજ આવું કરે છે."
મામી એ સમીર ને બોલાવ્યો અને પૂછ્યું, "સમીર, તું રોજ સૂરીલી ની સાયકલમાંથી હવા કાઢી નાખે છે?"
સમીર કંઈ બોલ્યો નહીં. એ ચૂપ જ રહ્યો પછી એની નજર સૂરીલી પર પડી.
સમીરે સૂરીલીને જોઈ અને એ સમજી ગયો કે, આ ફરિયાદ કરવા જ આવી હશે. એ બોલ્યો, "પહોંચી ગઈ ને તું મારી ફરિયાદ કરવા. મને ખબર જ હતી તું મારી મમ્મી ને મારી ફરિયાદ કરવા આવીશ જ. મને ખીજ ખવડાવ્યા સિવાય તને શાંતિ નહીં જ થાય. આ તો તું મારી બહેન અનેરી ની ફ્રેન્ડ ની બેન છો એટલે તું જાણે છે કે, મારી મમ્મી મને જ ખિજાશે."
આટલું કહીને સમીર ત્યાંથી ગુસ્સામાં ચાલ્યો ગયો.
મારા મામી એ સૂરીલી ને શાંત પાડી. એમણે કહ્યું, "બેટા, તું થોડી શાંતિ રાખ. હું સમીર ને પછી શાંતિથી સમજાવીશ."
"સારું, આંટી તમે કહો છો એટલે હું શાંતિ રાખું છું પણ એને કહેજો બીજીવાર મારી સાયકલમાંથી હવા કાઢવાની ભૂલ ન કરે. અત્યારે તો હું જાવ છું." આટલું કહી સૂરીલી ત્યાંથી ચાલી ગઈ.
આ સૂરીલી એટલે બીજું કોઈ નહીં પણ અનેરી ની ખાસ મિત્ર અનુરાધા ની સગી બહેન હતી. એટલે મારા મામી ને સૂરીલી અને એમના પરિવાર નો પરિચય તો હતો જ એટલે એટલું તો એમને ખબર જ હતી કે, સૂરીલી ક્યારેય ખોટું ના બોલે. સમીરે જ કંઈક કર્યું હશે.
એ વિચારો ચડ્યા કે, સમીર આવું કેમ કરે છે? કોઈ છોકરી ને હેરાન કરવાના સંસ્કાર તો આપણે એને આપ્યા નથી તો પછી એ આવું કેમ કરે છે? ક્યાંક સમીર કોઈ ખરાબ સંગતે તો નહીં ચડી ગયો હોય ને? મારે સત્ય તો જાણવું જ પડશે.
મામી એ થોડીવાર વિચાર કર્યો અને પછી એમણે સૂરીલી ને ફોન કર્યો અને કહ્યું, "સૂરીલી, હું તને મળવા માંગુ છું. તારી સાથે સમીર વિષે થોડી વાત કરવા ઈચ્છું છું તો તું મને ક્યારે મળી શકે?"
"તમે જ્યારે કહો ત્યારે આંટી." સૂરીલી એ પ્રત્યુત્તર આપ્યો.
"સારું, તો પછી કાલે બપોરે તું મને મળવા ઘરે આવજે." આટલું કહી મારા મામી એ ફોન મૂકી દીધો અને બીજા દિવસે સૂરીલી ને મળવાના સમય ની રાહ જોવા લાગ્યા.
શું વાત કરશે મારા મામી સૂરીલી જોડે?
*****
આ બાજુ અનેરી નું ભણવાનું ચાલુ હતું. નીરવ જોડે એની વાતો થતી રહેતી. અનેરી અનુરાધા ને એ નીરવ જોડે જે પણ વાતો કરતી એ બધી જ શેર કરતી. અનુરાધા અનેરી ની એટલી ખાસ મિત્ર હતી.
આજે અનેરી હજુ કોલેજ થી છૂટી ને ઘરે આવી. એણે ઘરે આવીને ચા પીધી. અનુરાધા હજુ કોલેજ થી આવી નહોતી. એને આજે એક્સ્ટ્રા કલાસ હતા એટલે એ એક કલાક મોડી આવવાની હતી. અનેરી હજુ થોડી ફ્રેશ થઈ ત્યાં એના ફોનની રિંગ વાગી. એણે ફોન ની સ્ક્રીન પર નામ વાંચ્યું, નીરવ. નામ વાંચી ને એના ચહેરા પર ચમક આવી ગઈ. નીરવ નો ફોન હતો. એણે ફોન ઉપાડ્યો. એણે કહ્યું, "હેલ્લો". સામે છેડેથી પણ હેલ્લો સંભળાયું. પણ અનેરી અવાજ સાંભળીને ચમકી. એ અવાજ નીરવ નો નહોતો. એને થયું આ નીરવ ના ફોનમાંથી મને કોણ ફોન કરે છે? નીરવ ક્યાં છે? અનેરી એ પૂછ્યું, "કોણ બોલે છે?" ત્યાં તો સામે છેડેથી ફોન કપાઈ ગયો. અનેરી એ ફરી ફોન જોડ્યો નીરવ ને. ફોનની રિંગ વાગતી રહી પણ સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અનેરી ને હવે ચિંતા થવા લાગી. નીરવ ને કંઈ થઈ તો નહીં ગયું હોય ને?
ત્યાં અનુરાધા કોલેજ થી ઘરે આવી. એને જોઈ અને અનેરી અનુરાધા ને ભેંટીને રડવા જ લાગી. અનુરાધા ને હજુ પણ કંઈ સમજાઈ નહોતું રહ્યું.
*****
કોણ હશે આ અજાણ્યો માણસ કે, જે નીરવ ના ફોનમાંથી અનેરી ને ફોન કરી રહ્યો હતો? શું થયું હશે નીરવ જોડે? શું આ રહસ્યો ના પડદા ખુલશે?

રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 2 વર્ષ પહેલા

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા

Prem

Prem 3 વર્ષ પહેલા