School Days books and stories free download online pdf in Gujarati

સ્કૂલ ના દિવસો

"અરે યશ, યાદ છે ને આ કમ્પ્યુટર લેબ." દિવ્યેશ એ કહ્યું.

"ભાઈ, એ લેબ કેમ ભુલાય. એ જ લેબ માં બેઠા બેઠા તો આપડે કમ્પ્યુટર શીખેલા." આટલું બોલી ને યશ, નિકુંજ અને હું અમે લોકો હસવા લાગ્યા.

"હા ભાઈ, બોવ હેરાન કરેલા કમ્પ્યુટર ના મેડમ ને તો." નિકુંજ બોલ્યો.

"મેડમ જ્યારે કહેતા હોય કે શું કરવાનું છે, ત્યારે ભાઈ નું ધ્યાન તો બીજે કોઈ ને હેરાન કરવામાં હોય. પછી ભાઈ મને પૂછે કે આ કેમ થાય?...." મે કીધું.

હું, નિકુંજ, યશ અને દિવ્યેશ અમે ચારેય સ્કૂલ માં પહેલા ધોરણ થી સાથે ભણતા હતા. સ્કૂલ પૂરી થાય પાછો ખૂબ લાંબા સમયે બધા સાથે હતા.

"અને પેલા ઇંગ્લિશ ના સર યાદ છે કે ની કોઈ ને?" યશ એ પૂછ્યું.

"અરે ભાઈ એ કેમ ભુલાય. આજ તેની પાસે થી શીખેલી ઇંગ્લિશ ના લીધી જ મે કાલ એક મોટી કંપની માં ઇન્ટરવ્યું પાસ કર્યું. એનો તો હું જિંદગી ભર આભારી રહીશ." તરત જ દિવ્યેશ બોલી પડ્યો.

હું મારા ફોન માં અમારી યાદો ના કોઈ ફોટો મળી જાય તો શોધવા લાગ્યો. એટલા માં એક ફોટો મે બધા ને બતાવતા કહ્યું "આપડી મસ્તી નું બીજું એક સ્થળ મળ્યું. પ્રાથના ખંડ."

" શું જગ્યા હતી એ!!!! મને તો હજુ એ પ્રાથના ખંડ મગજ માં છપાયેલો છે." નિકુંજ બોલ્યો. "પ્રાથના કરતા હોય ત્યારે બંને આંખો બંધ કરવાના બદલે એક આંખ ખોલી ને ચોરી છુપે બધા શું કરે છે એ જોવાની બહુ મજા આવતી."

"અને પ્રાથના પૂરી થાય ત્યારે છેલ્લે પ્રતિજ્ઞા માં એક લીને છોડી દેતા આપડે ખબર ને?" આટલું બોલી ને યશ હસી પડ્યો.

"અને બધા ભારતીયો મારા ભાઈ અને બહેન છે." મે કહ્યુ. "આ જ લાઈન હતી ને....." અને બધા હસી પડ્યા. એટલા માં નિકુંજ એ એક સર નો ફોટો બતાવ્યો અને મને કહ્યું "જો, તારા પ્રિય સર આવ્યા."

"હા ભાઈ, મારા પ્રિય સર તો એજ રહેશે." મે તરત કહ્યું
"મને સાવ ન ગમતા વિષય ને તે એકદમ સરસ રીતે સમજાવી દેતા. અને મારા સૌથી વધુ માર્કસ સમાજવિદ્યા માં જ આવતા."

"અને ફાઈનલ પરીક્ષા પહેલા જે એક્સ્ટ્રા લેક્ચર લેવાતા અને સ્પેશિયલ અલગ થી વાંચવા બેસાડતા ત્યારે કોણ કોણ વંચાતું?"દિવ્યેશ એ પૂછ્યું.

મે તરત જવાબ આપ્યો કે "ભાઈ, આપડે ત્યાં વાંચવા થોડી જતા હતા કઈ, ત્યાં તો બસ બીજા સાથે મસ્તી કરવા જ જતા."

"હા. અને તું તો મસ્તી કરવા પણ નહિ, કોઈ ને જોવા માટે જ આવતો." યશ એ મસ્તી ના અંદાજ માં કહ્યું. અને બધા હસી પડ્યા અને દિવ્યેશ બાજુ જોવા લાગ્યા.

એટલે દિવ્યેશ એ બચાવ કરવા કહ્યું "ના ભાઈ ના, એવું કાંઈ ન હતું. હું શું કરવા કોઈ ને જોવાનો?"

એટલે નિકુંજ બોલ્યો "કેમ લે, તને આપડા ક્લાસ ની પેલી છોકરી ગમતી જ ને."

દિવ્યેશ થી ઉતાવળ મા ભૂલ થી બોલાય ગયું "જાનકી" પણ જ્યારે તેને ખબર પડી કે તે શું બોલ્યો એટલે હસવા લાગ્યો અને અને પણ હસવા લાગ્યા.

"યાદ છે ને લંચ બ્રેક માં રમેલો પકડદાવ. અને એમાં થયેલી પેલી લડાઈ?" મે યાદ અપાવ્યું. એટલે દિવ્યેશ થોડુ ગુસ્સા માં બોલ્યો "એ કેમ ભુલાય કે ત્યારે જયદીપ એ મને એક લાત મારી હતી અને તમે બધા એ મને રોક્યો હતો અને તેને મારવા ન દીધું હતું."

"પણ ભાઈ, એમાં તારું જ સારું થયું છે એ તો ખબર ને. બીજા જ દિવસ થી તેને સ્કૂલ માં રોજ 2 કલાક વધારે રોકવું પડતું હતું એ પણ એક મહિના સુધી. જો તે પણ સામે માર્યું હોત તો તારો પણ એજ હાલ થાત." મે કહ્યુ.

"એ બધું મૂકો તમે એ બોલો કે આનંદ મેળો તો યાદ છે ને?" નિકુંજ એ વચ્ચે કહ્યું.

"પેલો પાણી પૂરી વાળો? એ તો યાદ જ હોવાનો ને ભાઈ." યશ એ કહ્યું. "ત્યારે જ તો પેલા જયદીપ નો બદલો લીધેલો. તેને ફૂલ તીખી પાણીપુરી ખવડાવી ને" અને હસી પડ્યો.

"હા, તે કામ બોવ જ સરસ કર્યું હતું" દિવ્યેશ પાછળ થી બોલ્યો.

"અને આપડી ફેરવેલ પાર્ટી...." આટલું બોલતા નિકુંજ ની આખ માં પાણી આવી ગયા.

"હા, આપડી જાન એવા આપણા ભાઈબંધો સાથે ની સ્કૂલ માં રહેલી છેલ્લી યાદો..." યશ પણ ગળગળો થઈ ગયો.

મે તે બન્ને ના ખભે હાથ મૂકી ને કહ્યું "સ્કૂલ માં ખાલી યાદો જ રહી છે, બાકી જીવન માં જ્યારે પણ જરૂર પડશે આપડે બધા હંમેશા એકબીજા ની મદદ માટે તૈયાર જ હસું. બરોબર ને?"

"હા એકદમ સાચું." દિવ્યેશ એ જોશ માં આવતા કહ્યું. આ સાંભળી ને યશ અને નિકુંજ પણ હસવા લાગ્યા.

જ્યારે પણ સમય મળશે ત્યારે બધા પાછા ભેગા થશું અને પોતાની જીવન ના સારા ખરાબ પ્રસંગો વિશે વાતો કરસુ આવું પ્રોમિસ આપી ને બધા ગળે મળી ને છુટા પડ્યા.

મારા જીવન માં વધુ એક યાદગાર પળ કંડોરાઈ ગઈ.




મારી આ ટૂંકી વાર્તા વાંચવા માટે ધન્યવાદ.
જો તમને આ વાર્તા ગમી હોય તો મારા પ્રોત્સાહન માટે સ્ટાર રેટિંગ જરૂર આપજો અને કોઈ સુજાવ હોય તો કોમેન્ટ કરજો. ધન્યવાદ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED