Tour to Pavagadh books and stories free download online pdf in Gujarati

પાવાગઢના પ્રવાસે

Date - 30th july 2022
રાતના 10 વાગ્યે ઊઠી ને મે પરેશને કોલ કર્યો. "પહોંચી ગયો સ્ટેશને?" "તે કીધું હતું કે હું વેહલો આવીશ એટલે તો હું વેહલો આવી ગયો અને તું પૂછે છે કે પહોંચ્યો કે નય? સાલા હરમી જલ્દી આવ. બધા તારી જ રાહ જોવે છે." અને કોલ કટ કરી દીધો. હું ફ્રેશ થઈ ને જમવા બેઠો. ફરવા જવાની ઉત્સુકતા એટલી હતી કે સરખું જમવાનું પણ નતું ભાવતું. આખરે એક અઠવાડિયાની પ્લાનિંગ અને એમાં પણ એક વાત કેન્સલ થઈ ને પાછો બનાવામાં આવેલો પ્લાન. જમી ને હું બેગ પેક કરીને સ્ટેશન જવા નીકળી ગયો.
હું શ્રેયશ, એક કંપની માં જોબ કરું છું. જોબ કરતા કરતા 4 વર્ષ થઈ ગયાં પરંતુ અત્યાર સુધી માં અને કલિગ્સ ક્યાંય સાથે ફરવા ગયા ન હતા. તો બધા એ સાથે મળી ને ફરવા જવાનો પ્લાન બનાવ્યો અને સ્થળ નક્કી કર્યું માં મહાકાળી નો ગઢ "પાવાગઢ". કંપનીમાંથી અમે 8 લોકો અને બીજા 2 મિત્રો એ જવાનું નક્કી કર્યું. 30 જુલાઈ ની રાત ની બસ માં ટિકિટ બુક કરાવી જેથી વેહલી સવારે પાવાગઢ પહોંચી ને ચડવાનું ચાલુ કરી શકાય. બસનો સમય રાતના 12 વાગ્યા નો હતો. પરંતુ ગ્રુપના 6 લોકો મોરા ગામ એ રેહતા હતા. જ્યાંથી સુરત સ્ટેશન આવવા માટે છેલ્લી બસ 9 વાગ્યા ની હતી. તેથી તે લોકો વેહલા આવી ગયા હતા. હું અને પરેશ બંને ઘરે થી આવવાના હતા તેથી બંને એ નક્કી કર્યું હતું કે 10 વાગ્યે સ્ટેશન પહોંચી જઈશું અને ત્યાં જ મજાક મસ્તી કરશું. 30 જુલાઈ એ મારી મોર્નિંગ શિફ્ટ હોવાથી હું સાંજે ઘરે આવી ને 6 વાગ્યે સૂઈ ગયો હતો. પરેશ ને તે દિવસે વિકલી ઓફ હતો. બીજા 6 લોકો જે મોરા થી આવવાના હતા તે લોકો જનરલ શિફ્ટ માં હતા. તેથી કોઈ ને આરામ કરવાનો મોકો મળ્યો ન હતો અને તે બધા જાણતા હતા તેથી બસ માં પણ સ્લીપિંગ સીટ બુક કરાવવાનું કહ્યું હતું.
હું સ્ટેશન પહોંચ્યો ત્યારે સુધી માં તે લોકોએ જમી લીધું હતું અને હોટેલ ની બહાર મજાક મળતી કરતા હતા. હું પણ તેમની સાથે જોઈન થઈ ગયો. બધાએ રાત ના બસ આવી ત્યાં સુધી મસ્તી કરી. બસ આવતા અમે ચડી ગયા, પરંતુ એક પ્રોબ્લેમ થઈ ગયો. ધર્મેન્દ્ર, કે જેને ટિકિટ બુક કરાવી હતી તેને એવું હતું કે એને સ્લિપિંગ સીટ બુક કરી છે પરંતુ હકીકત માં તેણે સીટીંગ સીટ બુક કરાવી હતી. બસ માં ચડી ને પછી એમને થોડો ટાઈમ તો આ વાત સમજતા થયો કે અમારી સીટ સલીપિંગ નહિ સીટીંગ છે. આ સાંભળી ને જે લોકો જનરલ શિફ્ટ કરી ને આવ્યા હતા, જેમાં ધર્મેન્દ્ર પણ હતો તે લોકો ને થોડો આઘાત લાગ્યો. જેમ તેમ કરી ને બધા એ પોતાની સીટ શોધી ને બેઠા. સુરત થી બસ ઉપડતા જ બધા થકી ગયા હોવા થી સૂવા માગતા હતા, પરંતુ બેઠા બેઠા ઉંઘ આવતી ન હતી તેથી બધા એક બીજા ને હેરાન કરતા હતા. મે સાંજે ઉંઘ કરી લીધી હોવાથી મને કોઈ તકલીફ હતી નહિ. પરંતુ ભાવિક ખૂબ જ થકી ગયો હોવા થી સીટ પર પણ તરત સૂઈ ગયો. ધીરે ધીરે બધા લોકો સૂઈ ગયા. સવાર ના 5 વાગ્યે હાલોલ આવતા જ બસ ના કંડકટર એ એમને જગાડ્યા. સીટ પર સુતા સુતા પણ સરખી ઉંઘ ન થઈ શકવાના કારણે બધા ઉંઘ માં લાગતા હતા. અમે હાલોલ સ્ટેશન એ ઉતરી ને ત્યાંના ઇન્કવાયરી વિન્ડો પર પાવાગઢના બસની તપાસ કરી. હજુ તો અમે પૂછપરછ કરી રહ્યા હતા એટલામાં જ પાવાગઢની બસ આવી. અમે લોકો તેમાં બેસી ગયા. બસ માં ઘણા લોકો હોવાથી બેસવાની જગ્યા તો ના મળી તેથી ઉભા ઉભા જવું પડ્યું. પરંતુ 20 મિનિટ નો જ રસ્તો હોવા થી કોઈ તકલીફ ન હતી. પાવાગઢ ના બસ સ્ટેશન ની બહાર નીકળી ને એક ચા ની દુકાન પર અમે ચા પીધી. અમે હજુ ચા પીતા હતા એટલા માં ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. ત્યાંથી ચા પી ને અમે ચા વેચવાવાળા માસી ને પાવાગઢની સીડી સુધી જવાનો રસ્તો પૂછ્યો કેમ કે બધા પેહલી વાર આવ્યા હતા તો કોઈ ને ખબર હતી નહિ. તેમને કહ્યું કે આગળ થી વાહન મળશે અને બસ પણ જશે. અમે લોકો બસ ની રાહ જોયા વગર થોડા આગળ ચાલ્યા. ત્યાં અમને ટાવેરા, તુફાન જેવા વાહનો જોવા મળ્યા. એક ભાઈ સાથે વાત કરી ને અમે 10 લોકો માટે એક વાહન નક્કી કર્યું. અને માં મહાકાળી ના મંદિરની વધુ નજીક જવા ઉપડી પડ્યા. પાવાગઢ ના ડુંગરના વણાંક વાળા રસ્તા પર ચડાઈ કરવાનું ચાલુ થયું. હજુ પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ હતો. વેહલી સવાર ના 5:45 વાગ્યા હોવાથી એકદમ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. પ્રકાશ પણ હતો નહિ તેથી બરી ની બહાર કઈ પણ સરખી રીતે દેખાતું ન હતું. ગાડી પાવાગઢ ડુંગર ના ગોળ ગોળ રસ્તા પર ચઢાણ કરતી હતી અને અને અમારી મસ્તી માં હતા. 15 મિનિટ માં અમે મંદિર તરફ જવાની સીડી પાસે ઊભા હતા. પાવાગઢ બસ સ્ટેન્ડ પર ઉતર્યા ત્યારે થી એક વાત સારી હતી કે કોઈ ના મોબાઈલ માં નેટવર્ક ન હતું. તેથી કોઈ પણ પોતાના મોબાઈલ નતા વાપરતા. મંદિર તરફ જતા પેહલા અભિષેક, મહેશ અને ધવલ નાસ્તો કરવા માંગતા હતા, પરંતુ 1800 પગથિયાં ચડવા ના હોવાથી બધા એ તેમને ના પાડી કે પગથિયાં ચડવાના હોવાથી અત્યારે નાસ્તો ન કરાય. ત્યાં થોડાક ફોટો પડ્યા, ભવિષ્ય માં યાદી માટે અને પછી પગથિયાં ચડવાનું ચાલુ કર્યું. અભિષેક પોતાનું પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર લઇ આવ્યો હતો. ચડવાનું ચાલુ કર્યું ત્યારે સાથે સાથે સ્પીકર માં પણ માતાજી ના ગરબા ચાલુ કરી દીધા હતા જેથી ચડવા નો જોશ આવે. સવારના 6:00 વાગ્યે અમે ચડવાનું ચાલુ કર્યું. ગ્રુપમાં સૌથી જોશીલા માણસો ભાવિક, અભિષેક, શ્યામ, હું અને પરેશ સૌથી આગળ હતા. ધર્મેન્દ્ર, ધવલ, મહેશ નં 1 અને મહેશ નં 2 અને મનોજ શાંતિ થી પાછળ આવતા હતા. અમે વચ્ચે વચ્ચે એમની રાહ જોઈ લેતા અને થોડો આરામ કરી લેતા. થોડે સુધી ચડ્યા પછી એક મસ્ત એવી જગ્યા આવી હતી ફોટો પાડવા માટેની. બધા ત્યાં ભેગા થયા અને થોડાક ફોટો પડ્યા. એમને હતું કે જેમ જેમ પગથિયાં ચડશું તેમ તેમ નયનરમ્ય દ્રશ્યો જોવા મળશે. પરંતુ તે સમયે એટલું ધુમ્મસ હતું કે ન પૂછો વાત. નીચે જોઇએ તો ફક્ત અને ફક્ત સફેદ ધુમ્મસ દેખાતું હતું. પગથિયાં પર પણ વધુ ઊંચે કઈ ન હતું દેખાતું. બધા એ ફોટો પડ્યા પછી ફરી પાછું ચડવાનું ચાલુ કર્યું. ચડવાના રસ્તા પર જાત જાત ના નાના નાના સ્ટોલ હતા. કોઈ પીપર, છાસ, પાણી, નાસ્તો આવી ખાવા પીવાની વસ્તુ વેચાતું હતું તો કોઈ નેકલેસ, બંગડી, મંગળસૂત્ર જેવી ફેશનેબલ આઇટમ વેચાતું હતું. પાવાગઢ બીજા બધા માટે ધાર્મિક આસ્થાનો વિષય હશે કોઈ માટે ફક્ત ફરવા માટે નું સ્થળ હશે, પરંતુ તે લોકો કે જે લોકો અહીંયા સ્ટોલ નાખી ને ધંધો કરે છે તેના માટે તે રોજીરોટી છે. પગથિયાં ચઢતાં મે જોયુ કે એક બહેન પગથિયાં ની શરૂઆત થી લઇ દરેક પગથિયાં પર કંકુ નો ચાંદલો કરતા હતા. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે આવી માનતા પણ રાખે છે અને માં મહાકાળી તેમની મનોકામના પૂર્ણ પણ કરે છે. જ્યારે અમે ચડતા હતા તે સમયે ભક્તો ની ભીડ ઓછી હતી. આધારે 45 મિનિટ પછી અમે એક સમતળ જગ્યા પર પહોંચ્યા. તે જગ્યા હતી દુધિયા તળાવ. અમે બધા દુધિયા તળાવ પાસે ભેગા થયા. જે લોકો ને ફ્રેશ થવું હોય તે માટે ત્યાં બાથરૂમ ની સગવડ હતી. ત્યાં થોડાક આગળ ચાલ્યા તો ત્યાં મોટી ખાલી જગ્યા દેખાઈ. ગરબાના શોખીન તો હતા જ અમે અને ગરબા પણ વાગતા હતા. અમે લોકોએ ત્યાં જ ગરબા ચાલુ કરી દીધા. થોડી વાર બધા એ ફુલ જોશ માં ગરબા લીધા. એટલા પગથિયાં ચડ્યા પછી લાગતું હતું કે બધા થકી જશે, પરંતુ જે જોશ સાથે ગરબા રમતા જોયા તો લાગ્યું કે ના આ બધા યુવાનો એમ થાકે તેમ નથી. થોડીક વાર ગરબા લઇ ને બધા એ થોડાક ફોટો પડ્યા. તે બધું પતાવી ને એક પછી એક બધાં ફ્રેશ થવા માટે જવા લાગ્યા. બધા ફ્રેશ થઈ ગયા ત્યાં સુધી માં 9:00 વાગી ચૂક્યા હતા. ત્યાંથી અમે માતાજી ના મંદિર તરફ જવા નીકળ્યા. માતાજી ના મંદિર સુધી પહોંચતા પેહલા એક શક્તિ દ્વાર આવે કે જ્યાં બધા પોતાના પગરખાં ઉતારી ને પછી આગળ વધે છે. અમારે માતાજી ને ચડવા માટે પ્રસાદ ધૂપ વગેરે પણ લેવાનું હતું. શક્તિ દ્વાર ની સામે થી એક દુકાન પર થી જેમને ચડાવો લેવાનો હતો તેમને લઇ લીધો અને અમારા બધા ના પગરખાં બેગ માં મૂકી દીધા. તે દુકાન માં રહેલા માસી ને વિનંતી કરી ને બધા ના બેગ ત્યાં જ મૂકી દીધા. જેથી ઉપર ચડવા માં થોડો આરામ મળે. શક્તિ દ્વાર થી માતાજીના મંદિર સુધી થોડાક જ પગથિયાં છે. જેમ જેમ અમે ઉપર ચડવા લાગ્યા તેમ તેમ ધુમ્મસ પણ વધવા લાગ્યું હતું. અમે માતાજી ના મંદિરે પહોંચ્યા તો પણ ધુમ્મસ ગાઢ જ હતું. મંદિર ની સ્થાપત્ય કલા ખૂબ જ સરસ છે. અમે વહેલા પહોંચી ગયા હોવાથી ભીડ ઓછી હતી. અમે અંદર જઈ ને માતાજીના દર્શન કર્યા. ખરેખર માતાજી ની મૂર્તિ ખૂબ જ સરસ છે. પૂજારી ને ધૂપ વગેરે આપી દર્શન કરી અમે બહાર આવ્યા. મંદિર ની પાછળ ના ભાગ પર મોટું પરિસર છે કે જ્યાં ભક્તો આરામ કરી શકે. પ્રસાદી વિતરણ સ્થળ પર થી બધા એ પ્રસાદ લીધો અને પરિસર માં બેઠા. ધુમ્મસ એટલું હતું કે માતાજી ના મંદિર પર ચડાવેલી ધજા પણ ક્લીઅર દેખાતી ન હતી. ફરી એક વખત ફોટોસ નો વારો આવ્યો. બધા પોત પોતાની રીતે ફોટો પાડવા લાગ્યા. બધા નો ગ્રૂપ ફોટો પણ લીધો. થોડી વાર પછી નીચે ઉતરવાનું ચાલુ કર્યું. પેહલા એવું લાગતું હતું કે ફક્ત ઉપર ચડવું જ મુશ્કેલ છે, પરંતુ ખરેખર નીચે ઉતરવું પણ અઘરું છે. શક્તિ દ્વાર પર રાખેલી દુકાન પર થી બધા એ પોતાનો સામાન લીધો અને ફરી ઉતરવાનું ચાલુ કર્યું. ફરી એક વાર બ્લુટુથ સ્પીકર ચાલુ થયું અને ગરબા ચાલુ થયા. થોડુક જ ઉતારી ને એક રેસ્ટોરન્ટ આવી. ભૂખ તો બધા ને લાગી જ હતી કેમ કે કોઈ એ આગળ ના દિવસે રાત્રે જમ્યા પછી કંઈ પણ ખાધું ન હતું અને બપોર ના 12:00 તો વાગી ચૂક્યા હતા. બધા એ રેસ્ટોરન્ટ માં નાસ્તો કર્યો. ભજીયા, સમોસા, ખમણ & થેપ્લા ની રમઝટ હતી. બધા એ પેટ ભરી ને ખાધું. જમી લીધા પછી જેને ખરીદી કરવી હતી તે લોકો અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વસ્તુઓ જોઈ રહ્યા હતા. ઉતરતી વખતે જે લોકોને લઇ લેવાનું ન હતું તે આગળ ચાલ્યા ગયા હતા અને જેમને ખરીદી કરવી હતી તે પાછળ રહી ગયા હતા જેમાં હું અને પરેશ પણ હતા. થોડીક ખરીદી કરી ને અમે બધા ફરી નીચે ઉતારવા લાગ્યા. થોડાક લોકો અમારી આગળ હતા. તે લોકો ઉતરવાના રસ્તા પર એક જૈન દેરાસર પાસે અમારી રાહ જોઈ રહ્યા હતા. ઉતારવા ના સમયે બપોર થઈ ગયો હોવાથી ધુમ્મસ ઓછું થઈ ગયું હતું અને અમે માતાજી નું મંદિર સાફ સાફ જોઈ શકતા હતા. જૈન દેરાસર પાસે થોડી વાર મજાક મસ્તી કરી ફરી પાછા નીચે ઉતારવા લાગ્યા. બધા પોત પોતાની રીતે નીચે ઉતરતા હતા એમાં 3 ગ્રૂપ પડી ગયા. હું અને પરેશ આરામ થી નીચે ઉતરતા હતા તો અને સૌથી પાછળ હતા. મહેશ, અભિષેક અને મનોજ વચ્ચે હતા અને બાકી ના લોકો સૌથી આગળ હતા. બધા એ મળવાનું તો નીચે જ હતું તો કોઈ તકલીફ ન હતી. કુદરત નો નયનરમ્ય નજારો તો ઉતરતી વખતે જ જોવા મળ્યો. પગથિયાં ની બાજુ માંથી નીચે જોતા ચોતરફ હરિયાળી જ હરિયાળી જોવા મળતી હતી. નીચે ઉતર્યા ત્યાં સુધી માં તો ફુલ તડકો આવી ગયો હતો. નીચે પગથિયાં પૂરા થાય ત્યાં બધા ફરી પાછા ભેગા થયા. પાવાગઢ બસ સ્ટેશન સુધી જવા માટે વાહન ની જરૂરત હતી. પરંતુ તે સમયે ટ્રાફિક એટલું હતું કે વાહન ની લાંબી લાઈન લાગી હતી. અમે બધા પોતાનો આભાર માનતા હતા કે અમે વહેલા આવવાનું નક્કી કર્યું. અમે ચાલી ને થોડા નીચે ગયા ત્યાં સુધી કે જ્યાં સુધી ટ્રાફિક ન હોય. ત્યાં એમને એક તુફાન ગાડી વાળા ભાઈ મળ્યા. ત્યાંથી તુફાન માં બેસી ને અમે પાવાગઢ ના બસ સ્ટેશન સુધી આવ્યા. જેવા ગાડી માંથી ઉતર્યા સામે જ એક સોડા ની શોપ હતી. ગરમી ખૂબ જ હોવા થી બધા ને સોડા પીવાની ઈચ્છા થઈ. ત્યાં સોડા પીધી અને પછી એની બરોબર પાછળ ના ભાગે ચાંપાનેર ના કિલ્લા નો ગાર્ડન હતો ત્યાં જઈ ને આરામ કર્યો. અમારી બુક કરાવેલી બસ ટિકિટ 5:00 વાગ્યા ની હતી અને હજુ તો 1:00 જ વાગ્યો હતો. અમારો પ્લાન હતો નજીક માં આવેલા એક ધોધ પર જવાનો. પરંતુ એક ભાઈ ને પૂછતાં જાણવા મળ્યું કે હમણાં પાણી ન હોવાના કારણે ત્યાં જોવા લાયક કંઈ નથી. 4:00 કલાક અમારી પાસે કરવા જેવું કંઈ હતું નહિ, ઉપરાંત 5:00 વાગ્યા વાળી બસ એમને અંદાજે 10:00 વાગ્યે સુરત સ્ટેશન પર ઉતારે અને જે લોકો મોરા થી આવ્યા હતા તેઓને ઘરે પહોંચતા વધુ મોડું થાય તો બધા એ નક્કી કર્યું કે વેહાલા સુરત જવા નીકળી જઈએ. ટ્રેન ની તપાસ કરી તો એક ટ્રેન હતી કે જે એમને વહેલા સુરત પહોંચાડી દેતી હતી. જે વડોદરા થી હતી. અમે તરત જ પાવાગઢ થી વડોદરા ની બસ પકડી. વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચતા જ ટ્રેન આવી. ટ્રેન માં પણ કોઈ ના ચહેરા પર થાક દેખાતો ન હતો. બધા ફુલ મજાક મસ્તી કરતા કરતા સુરત આવી પહોંચ્યા અને સ્ટેશન પર થી બધા એ વિદા લીધી.
મારા માટે આ પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. મારા મત મુજબ બધા એ પોતાની કામ ની દોડધામ વાળી જિંદગી માંથી થોડો બ્રેક લઇ ને આવા અલગ અલગ સ્થળો પર ફરવા જવું જોઈએ. જેનાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય અને ભવિષ્ય માં વાગોળવા માટે કહાની મળી જાય. માં મહાકાળી ના આશીર્વાદ સદા બધા પર બન્યા રહે. આ સાથે હું મારા આ વર્ણન ને વિરામ આપુ છું. જય માતાજી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED