Best Friend books and stories free download online pdf in Gujarati

બેસ્ટ ફ્રેન્ડ

ધક ધક, ધક ધક...... . મારું દિલ એકદમ જોર થી ધડકતું હતું . મારા હાથ માં તેની ફેવરિટ ચોકલેટ હતી અને હું નર્વસ હતો. હું ગાર્ડન માં એન્ટર થયો અને મારી આખો આપોઆપ તેને શોધવા લાગી. તેને શોધવા માં મને વધુ સમય ના લાગ્યો. તે ડાબી બાજુ એક ઝાડ નીચે બેઠી હતી. તેને પીળા કલર નું ટોપ અને જિન્સ પેહરેલું અને તે પણ આમ તેમ મને શોધતી હતી. મને જોઈ ને તેને હાથ ઊંચો કરી ને બોલાવ્યો. તેને જોઈ ને હું વધુ નર્વસ થઈ ગયો. કારણ કે મે ક્યારેય મારી બહેન સિવાય બીજી કોઈ છોકરી સાથે વાત કરી ન હતી.

હું તેની પાસે જઈ ને બેઠો. તેને ચોકલેટ આપતા મે કહ્યું "હેપ્પી બર્થડે તન્વી." અને હાથ મિલાવવા આગળ કર્યો. તેને હાથ મિલાવી ને કહ્યું " થેંક યું આર્સ. "

"આજ કેટલા સમય પછી આપડું સપનું સાચું પડ્યું છે, નય" તેણે કહ્યું.

મે કહ્યુ "હા, આખરે એ દિવસ આવી જ ગયો જેની આપણ ને રાહ હતી."

હું અને તન્વી અમે લોકો હજુ સુધી એક જ વાર મળ્યા હતા અને એ પણ પહેલી વાર જ્યારે અમે લોકો RTO પર ટ્રાયલ દેવા માટે ગયા હતા. હું અને તન્વી એક જ લાઈન માં હતા. તે મારી પાછળ હતી. હું ટ્રાયલ આપી ને બહાર મારા ફ્રેન્ડ ની રાહ જોતો હતો. થોડી વાર માં તે પણ ટ્રાયલ આપી ને બહાર આવી. બહાર આવી ને તેને હું ઊભો હતો ત્યાં બાજુ માં સોડા પીવા માટે ગાડી રોકી. મે મારા ફ્રેન્ડ ને ફોન કર્યો અને પૂછ્યું કે કેટલી વાર લાગશે? તો તેને કહ્યું આવી ગયો અને મારી પાછળ થી આવ્યો. અમે બંને વાતો કરતા હતા એટલા માં તન્વી એ જવા માટે ગાડી ચાલુ કરી પણ ગાડી ચાલુ ના થઈ.

મારી નજર પડી કે તેના થી ગાડી ચાલુ નથી થતી, પણ હું સામે થી તેની પાસે જવા નહતો માગ્યો કારણ કે તે ઊંધું સમજી શકે તેમ હતું. એટલા માં તે અમારી પાસે આવી અને મારી સામે જોઈ ને કહ્યું "મારી ગાડી ચાલુ નથી થતી. શું તમે મદદ કરશો?"

મે કહ્યુ "હા બિલકુલ." આટલું કહી ને મે તેની ગાડી ચાલુ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તે ચાલુ ન થઈ. એટલે મે તેણે પૂછ્યું કે "તમે ક્યાં રહો છો?" તેને કહ્યું "નજીક માં જ 2 km દુર."

મે મારા ફ્રેન્ડ ને કહ્યું કે "તું જા, હું એમને મૂકી ને આવું." પછી તે મારી ગાડી લઈ ને ચાલ્યો ગયો અને હું અને તન્વી ગાડી દોરવી ને ચાલવા લાગ્યા. રસ્તા માં અમે લોકો ચૂપચાપ ચાલ્યા કર્યા અને તેના ઘર પર પહોંચી ગયા. રસ્તા માં અમે એકબીજા ને ખાલી નામ જ પૂછી શક્યા. ઘરે પહોંચી ને તેણે કહ્યું "ધન્યવાદ, તમે મારી મદદ કરી તે બદલ ખુબ ખુબ આભાર." આટલું કહી ને તે ચાલી ગઈ. હું પણ પછી મારા ઘરે ચાલ્યો ગયો.

થોડા દિવસ પછી ફેસબુક માં તેનો મેસેજ આવ્યો. અમે લોકો વાતો કરવા લાગ્યા.

દિવસ વાત માંથી વાત નીકળી અને મે તેને પૂછ્યું "શું તારે કોઈ બોયફ્રેન્ડ છે?" તો તેને જવાબ આપ્યો કે "ના, અને હું બનાવવા પણ નથી માગતી." અને પછી કહ્યું "શું તું તો એવું નથી વિચારતો ને?"

મે જલ્દી કહી દીધું કે "ના ના. મારા મન માં એવું કઈ નથી. મે તો બસ એમ જ પૂછ્યું. અને હું તને વચન આપું છું કે હું લાઈફ ટાઈમ તારી સાથે તારો બેસ્ટ ફ્રેન્ડ બની ને રહીશ. તેનાથી આગળ કઈ જ નહિ."

તેને પણ સામે જ આવું જ કહ્યું કે "હા, આપડે હંમેશા બેસ્ટ ફ્રેન્ડ બનીને j રહીશું."

થોડા દિવસ પછી તેણે મને મળવા માટે બોલાવ્યો હતો. કારણ કે, અમે મળ્યા પછી તેનો પેહલા બર્થ ડે હતો અને અમે RTO પર મળ્યા પછી મળ્યા જ ન હતા.

પેહલા તો મે આનાકાની કરી કે મળવા ની શું જરૂર છે? કારણ કે મને થોડો ડર લાગ્યો હતો. પણ પછી તેણે મને માનવી લીધો.

આજે તેના બર્થ ડે પર મુલાકાત થઈ જ ગઈ. RTO પર દેખાતી હતી તેના કરતાં આજે કઈ વધુ જ સુંદર લાગતી હતી. અમે લોકો ઘણો સમય વિતાવ્યો. અને પછી વિદા લીધી.

દિવસો વિતતા ગયા અને અમે લોકો વધુ ને વધુ વાતો કરવા લાગ્યા. અમે લોકો હવે અવારનવાર મળતા પણ. હવે મને કોઈ ડર ના લાગતો. બીજી રીતે કહું તો અમને મેસેજ કરતા રૂબરૂ વાત કરવી વધુ ગમતી.

થોડા મહિના પછી તેને એક કોલેજ માં પ્રોફેસર ની જોબ મળી ગઈ. અમે તે દિવસે હોટેલ માં પાર્ટી પણ કરી. પછી તે કામ માં વ્યસ્ત થઈ ગઈ હોવા થી મળવાનું ઓછું થઈ ગયું પણ મેસેજ માં હજુ પણ ખૂબ જ વાતો કરતા.

સમય જતાં મારે માસ્ટર ડિગ્રી કરવા માટે કેનેડા જવાનું થયું. જતા પેહલા અમે લોકો ફરવા ગયા અને ત્યાં જ ડિનર કરી ને આવ્યા. પાછું હું કેનેડા ચાલ્યો ગયો અને તે પોતાની કોલેજ ની પ્રોફેસર લાઈફ માં વ્યસ્ત થઈ ગઈ. થોડા ટાઈમ પછી અમારી રેગ્યુલર વાતો ઓછી થઈ ગઈ, પરંતુ જ્યારે પણ તેનો કોલ આવતો અથવા હું કરતો ત્યારે કલાકો સુધી માં ભરી ને વાતો કરતા. હવે તો તેના ઘર પર અને મારા ઘર પર બધા ને ખબર હતી કે અમે લોકો ફ્રેન્ડ છીએ.

3 વર્ષ પછી હું પાછો ઘરે આવ્યો ત્યારે બીજા જ દિવસે તેને મળવા માટે ગયો. અને તેને ત્યારે જ મને ખુશ ખબર આપી કે તેની સગાઈ આવતા અઠવાડિયા માં છે. મે પૂછ્યું "તે મને કીધું કેમ નહિ વેહલું" તો તેણે કહ્યું "મને ખબર હતી કે તું આવવાનો છે એટલે" પછી અમે ખૂબ વાતો કરી.

અને બસ આ જ રીતે અમારી લાઈફ માં અમે ક્યારેય એક બીજા નો સાથ નથી છોડ્યો. અને ખુશ રહ્યા.

મે ઘણી વાર સાંભળ્યું છે કે એક છોકરો અને છોકરી ક્યારેય ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ બનીને નથી રહી શકતા. પણ એવું નથી હોતું.

આ સ્ટોરી ગમી હોય તો મને સપોર્ટ આપવા માટે સ્ટાર રેટિંગ આપો. અને મારા માટે કઈ suggestion હોય તો કોમેન્ટ કરો અથવા મને મેસેજ કરો. સ્ટોરી વાચવા બદલ ખુબ ખુબ ધનયવાદ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED