"પ્રિયા, બહાર આવ. તારી ફ્રેન્ડ આવી છે." પ્રિયા ના મમ્મી એ બૂમ પાડી. તરત જ પ્રિયા બહાર આવી. પ્રિયા ને જોતા જ અંજલિ તેને ભેટી પડી અને કહ્યું "Wish you very happy birthday બેસ્ટૂડી."
પ્રિયા પણ ઘણી ખુશ થઈ ગઈ. પછી અંજલિ એ કહ્યું "ચલ મારી સાથે. આજે આપડે હોટેલ માં જમવા જવાનું છે. ખુશી અને સપના આપડી રાહ જોવે છે."
પ્રિયા અને અંજલિ બંને ગાડી લઈ ને નક્કી કરેલી હોટેલ પર પહોંચ્યા. ખુશી અને સપના પહેલે થી આવી ચૂક્યા હતા. બધા એક ટેબલ પર ગોઠવઈ ગયા. ખુશી અને સપના એ પણ પ્રિયા ને જન્મદિવસ ની શુભકામના પાઠવી. બધા એ થોડી વાત વાતો કરી પછી પ્રિયા એ કહ્યું "તો હવે જમવાનું ઓર્ડર કરી દઈએ." તો અંજલિ એ કહ્યું "હજુ કોઈ આવે છે, રાહ જો." એટલામાં તેના મોબાઈલ પર કોઈ નો મેસેજ આવ્યો. તેને ખુશી અને સપના ને ઈશારો કર્યો એટલે સપના ઊભી થઈ ને એક કાળો રૂમાલ લઈ આવી અને પ્રિયાની આંખ પર બાંધી દીધો. પ્રિયા એ પૂછ્યું કે આ શું કરો છો? તો બધા એ તેને શાંતિ થી બેસવા કહ્યું અને પ્રિયા માની ગઈ.
હવે પ્રિયા ખુરશી પર આખે કાળો રૂમાલ બાંધી ને બેસી હતી. થોડીક વાત પછી સપના એ કહ્યું હવે તું રૂમાલ ઉતારી શકે છે. પ્રિયા એ જેવો રૂમાલ ઉતર્યો, સરપ્રાઈઝ!!
ટેબલ n બીજી તરફ એક હેન્ડસમ યુવાન બેઠો હતો. ટેબલ પર દિલના આકારની કેક હતી. તેની એક બાજુ પ્રિયા જેટલા જ સુંદર ગુલાબના ફૂલોનો ગુલદસ્તો હતો અને બીજી બાજુ એક મસ્ત પેકિંગ કરેલું ગિફ્ટ હતું. પ્રિયા તે યુવાનને જોઈને અચાનક ઊભી થઈ ગઈ અને બોલી "સંકેત, તું?"
સંકેત પ્રિયા પપ્પાના ફ્રેન્ડ દીકરો છે. બાળપણ થી બંને સાથે ભણતા અને રમતા. 10 પછી પ્રિયા એ સાયન્સ લીધું અને સંકેત એ કોમર્સ. આજે પ્રિયાનું B.Sc. પૂરું થઈ ગયું છે અને સંકેતે પણ CA ની ફાઇનલ યર ની એક્ઝામ આપી છે.
સંકેત એ કહ્યું, "પ્રિયા, સાંભળ મારે તને કઈક કહેવું છે. હું ઘણા સમય થી તને કેહવા માગતો હતો પરંતુ હું યોગ્ય ટાઈમ ની રાહ જોતો હતો." આટલું બોલી ને સંકેત પ્રિયા ની બાજુમાં પોતાના એક ઘૂંટણ પર બેસી ગયો અને પ્રિયાનો એક હાથ પોતાના હાથ માં લઇ ને કહ્યું "પ્રિયા, એક સપનું છે મારું તારી સાથે જીવવાનું, બાકી મારવાનું તો કાલે પણ એકલા જ છે. શું તું મારું અલ્પવિરામ બનીશ, જીંદગી ના પૂર્ણવિરામ સુધી? I love you પ્રિયા. શું તું મારી સાથે જીંદગી વીતાવીશ?" આટલું બોલીને સંકેતે પ્રિયા ના હાથ પર એક કિસ કરી. એટલા માં પાછળ થી અંજલિ, ખુશી અને સપના આવી ગયા. પ્રિયા એકદમ અચંબિત રહી ગઈ અને પછી સંકેત ને ભેટી પાડી અને કહ્યું "હા, જરૂર" પ્રિયા થી આટલું જ બોલાયું અને તેની આંખ હરખ ના આંસુ થી ભરાઈ ગઈ. બધા એ ભેગા મળી ને કેક કાપી. એટલામાં ખુશી બોલી "ગિફ્ટ તો ખોલ અમે પણ જોઈએ કે શું છે?" પ્રિયા એ બોવ સંભાળી ને ગિફ્ટ ખોલી. અંદર થી સ્કાય બ્લ્યુ કલર ની સાડી હતી. સાથે સાથે મેચિંગ સેન્ડલ પણ હતા. આ બધું જોઈ ને પ્રિયા વધુ ખુશ થઈ ગઈ. થોડી વાર પછી બધા એ જમવાનું ઓર્ડર કર્યું અને બધા પોતોતાના ઘરે ગયા.
પ્રિયા અને સંકેત બંને એ પોતપોતાના ઘરે પોતાના ગમતા પાત્ર ની વાત કરી. બંને પરિવાર ને કોઈ આપત્તિ હતી નહિ. એક વર્ષ પછી બંને ના ધૂમધામ થી લગ્ન થયા