Suicide books and stories free download online pdf in Gujarati

આત્મહત્યા


"નહીં............." દરવાજો તોડતા પોતાના એક ના એક દીકરા મનીષ ને આવી રીતે પંખા સાથે લટકતો જોઈ ને તેની માતા ના મોં માંથી ચીસ નીકળી ગઈ. 21 વર્ષ ના મનીષ ના મૃતદેહ ને જોતા જ બધા આઘાત માં આવી ગયા.

તેના પિતા કંઈ ન બોલ્યા કારણ કે તેમના શબ્દો તેના ગળા માં જ અટકી ગયા અને છાતી પર હાથ રાખી ને બે ડગલાં પાછળ ખસી ગયા. તેના ભાઈ એ આપેલા આધાર ના કારણે તેઓ પડતા પડતા બચી ગયા. તેની માતા હૈયાફાટ રુદન કરતી હતી.

મનીષ ના કાકા અને પડોસ ના એક ભાઈ એ મળી ને પંખા સાથે લટકેલા મૃતદેહ ને નીચે ઊતર્યો. તેની માતા દોડી ને તેની પાસે આવી ગઈ અને બાજુ માં બેસી ને રડવા લાગી.

એટલા માં મનીષ ના કાકાની નજર કમ્પ્યુટર ટેબલ પર પડેલા એક કાગળ પર પડી. તેમણે તે કાગળ જોયો તો તે suicide note હતી. તેમણે તે મનીષ ના પિતા ને આપી. મનીષ ના પિતા એ તે વાંચી, પરંતુ તે વાંચી ને તે પણ રડી પડ્યા. મનીષ ના કાકા એ તેમને હિંમત આપી "તમે આવી રીતે ના રડો. જો તમે જ આમ નબળા પડી જશો તો ભાભી ને કેમ સંભાળી શકશું?" પરંતુ આ વાક્ય ની મનીષ ના પિતા પર કોઈ અસર ના થઈ. તેમને રડવાનું ચાલુ જ રાખ્યું.

થોડી વાર માં 108 અને પોલીસ બંને આવી પહોંચ્યા. મનીષ ના પાર્થિવ દેહ ને હોસ્પીટલ માં પહોંચાડવા માં આવ્યો સાથે સાથે મનીષ ના માતા પિતા અને તેના કાકા પણ પોલીસ સાથે ત્યાં પહોંચી ગયા. મનીષ ના કાકા એ પોલીસ ને બધી વાત કરી કારણ કે મનીષ ના પિતા હજુ પણ રડતા હતા. મનીષ ના કાકા એ પેલી suicide note પણ પોલીસ ને આપી. ઇન્સ્પેક્ટર હજુ તો પૂરી note વાંચે એટલા માં તો મીડિયા વાળા આવી પહોંચ્યા અને સવાલો નો વરસાદ કરી દીધો. "ઇન્સ્પેક્ટર સાહેબ, શું આ હત્યા છે?".... "ઇન્સ્પેક્ટર સાહેબ, શું આ આત્મહત્યા કરવા માટે છોકરા ને મજબૂર કરવા માં આવ્યો હતો?"... વગેરે વગેરે.......

ઇન્સ્પેક્ટર એ એક જ જવાબ આપ્યો "તપાસ ચાલુ છે." પછી તેમને હવાલદાર ને બધા રિપોર્ટર ને દૂર કરવા કહ્યું. હવાલદાર તરત જ કામ પર લાગી ગયા. ઇન્સ્પેક્ટર સાહેબ અમારી પાસે આવી ને કહ્યું "જુઓ, આ આખા મામલા માં ક્યાંય પણ ક્રાઇમ જેવું કંઈ જ નથી તો અમે ના તો કોઈ કેસ ફાઈલ કરી શકીએ કે ના તો કોઈ ની ધરપકડ. તો હવે અમે જઈએ છીએ અને મીડિયા ને આ મામલો અંગત છે તેમ કહું છુ. તમારી ઇચ્છા હોય તો તમે આ વાત તેમને કહી શકો છો. પણ મારા મતે તેમને કંઈ પણ ના કહેવું જોઈએ. પછી તમને તેમ સારું લાગે તેમ." આટલું કહી ને તેમની ટીમ નીકળી ગઈ.

પોલીસ ના જવાના ટૂંક સમય માં જ મીડિયાવાળા મનીષની ફેમિલી પાસે આવી ને તેમને સવાલ કરવા લાગ્યા... "તમારા દીકરા એ આત્મહત્યા શું કામ કરી છે?"...... "તમને આ વાત ની ખબર કેવી રીતે પડી?"..... વગેરે વગેરે...

પરંતુ મનીષ ના કાકા મનીષ ના પિતા ને એ તે બધા લોકો થી દુર લઇ ગયા. પરંતુ મીડિયાવાળા હજુ પણ ત્યાં જ ઊભા હતા. તેમને એવું હતું કે હમણાં તેઓને જવાબ મળી જશે એટલે તે લોકો રાહ જોવા લાગ્યા.

થોડી જ વાર માં મીડિયા વાળા નો અંદાજો સાચો પડ્યો. મનીષ ના પિતા મીડિયા વાળા પાસે આવ્યા અને કહ્યું "કેમેરો ચાલુ કરો અને હું જે કહું છું તે બની શકે એટલી વધુ ચેનલ માં બતાવજો." મીડિયા વાળાઓએ તરત જ પોતાની જગ્યા લઇ લીધી. પછી મનીષ ના પિતા એ બોલવાનું ચાલુ કર્યું.

"હું મનીષ ના પિતા. એ જ મનીષ ના કે જેને એક છોકરીની વાત માં આવી ને તેના માતા પિતા ને આ દુનિયા માં એકલા છોડી ને ચાલ્યો ગયો. એ જ માતા પિતા ને કે જેને તેના ઉજ્વળ ભવિષ્ય ના સપના જોયા હતા." આટલું બોલ્યા પછી તેમને suside note કેમેરા સામે બતાવી ને કહ્યું "જુઓ, આ જ છે એના આત્મહત્યા કરવાનું કારણ. મનીષ અને તેની સાથે 12 માં ધોરણમાં ભણતી એક છોકરી, બંને ને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. બંને પરિવાર મિડલ ક્લાસ હોવાથી બંને જણા ને એમ થયું કે ઘર માંથી તેઓને લગ્ન માટે મંજૂરી મળી જશે. પરંતુ નસીબ ને આ મંજૂર ન હતું. મનીષ કોલેજ ના ત્રીજા વર્ષ માં આવ્યો ત્યારે બજાર માં મંદી આવતા મારી નોકરી હાથ માંથી ગઈ. મનીષના કાકા નો ધંધો બંધ થઇ ગયો. બીજી બાજુ પેલી છોકરી ના પપ્પા એ સમયે અઢળક રૂપિયા કમાયા. એક વર્ષ આવી રીતે જ વીતી ગયું. કોલેજ પછી પણ મનીષ ને નોકરી ના મળી એટલે તે ટેન્શન માં હતો. ઉપર થી પેલી છોકરી એ તેને એવું કહ્યું કે મનીષ ડીપ્રેશન માં આવી ગયો."

આટલું બોલ્યા તેમાં મીડિયા વાળા વચ્ચે બોલ્યા "તે છોકરી એ એવું તો શું કહ્યું હતું કે મનીષ ડીપ્રેશન માં આવી ગયો? શું તમે અમને જણાવશો?"

મનીષ ના પિતા એ જવાબ આપ્યો "જરૂર. તે છોકરી એક દિવસ મનીષ પાસે આવી અને મનીષ ને કહ્યું "આજ પછી આપડો જે કંઈ સંબંધ હતો તે બધો ખતમ. હવે મને યાદ પણ ના કરતો." મનીષ એ કહ્યું "પરંતુ શું કામ?" તે છોકરી બોલી "હું અને મારો પરિવાર ઇચ્છીએ છીએ કે મારા લગ્ન કોઈ અમીર પરિવાર માં થાય ના કે તારી જેમ ગરીબ પરિવાર માં." આટલું બોલી ને તે ચાલી ગઈ. બસ આ જ કારણસર મનીષ ડીપ્રેશનમાં આવી ગયો અને આત્મહત્યા જેવું પગલું ભર્યું" આટલું બોલતા તેઓ રડી પડ્યા.

મનીષ ના કાકા એ તેમને શાંત કર્યા અને પાણી પીવડાવ્યું. શાંત થઈ ને ફરી પાછા બોલ્યા "આ બધું મારા પરિવાર એ ના પાડી હોવા છતાં એટલા માટે કહું છું કે હું નથી ઇચ્છતો કે એક છોકરી ના કેહવાથી મારા દીકરા એ જેવું કર્યું તેવું કોઈ બીજા દીકરા - દીકરીઓ કરે. હંમેશા એક વાત યાદ રાખજો આજ ના યુવાનો કે તમે આ સમયે જે કંઈ છો તે તમારા માં - બાપ ના કારણે છો. હંમેશા કંઇક ખોટું પગલું ભરતા પેહલા તેમના વિશે વિચારજો. તેમને દીધેલા ભોગ વિશે વિચારજો. તેમને સહેલા દુઃખ વિશે વિચારજો. તમારા માટે જોયેલા સપનાઓ વિશે વિચારજો..... બસ હું બીજું કંઈ નથી કહેવા માંગતો " અને ફરી પાછા તેઓ રડવા લાગ્યા.

થોડી જ વાર માં ન્યૂઝ ચેનલ અને સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાયરલ થઇ ગયો.

મનીષના પરિવાર એ બધી કર્મ ક્રિયા પૂરી કરી ને પોતાના રોજિંદા જીવન માં લાગી ગયા. આ બધું બન્યા ના થોડા સમય બાદ જ મનીષ ના પિતા ને બહુ જ સરસ જગ્યા એ સારા એવા પગાર માં નોકરી મળી ગઈ અને તેના કાકા નો ધંધો પણ ખૂબ સારો એવો ચાલવા લાગ્યો.

નોંધ :- આ ઘટના ને સત્ય હકીકત સાથે કોઈ લેવાદેવા નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED