Aarvi books and stories free download online pdf in Gujarati

આરવી

આજ નો જમાનો એટલે સોશીયલ મિડીયા નો જમાનો. આ સોશીયલ મીડીયા પર થી તમને એવા લોકો પણ મળશે જ તમારી જિંદગી બદલાવી દેશે અને સાથે એવા પણ કે જે તમારી જિંદગી બરબાદ કરી નાખે. આજ હું પણ મને મળેલા એક એવા જ વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યો છું કે જેના આવવાથી મારી જિંદગી બદલી ગઈ.

કોલેજ સમય ની વાત છે. જ્યારે હું અને મારો એક ફ્રેન્ડ મારી અગાસી પર ટાઇમપાસ કરતા હતા. ઉનાળા ની સમય હોવાથી અમે લોકો સાંજે 6 વાગ્યાની આસપાસ અગાશી પર ચાલ્યા જતા. તેનું ફેમિલી કામ થી બહાર ગામ ગયું હોવાથી તે મારા ઘર પર જ રહેતો. સામાન્ય દિવસ ની જેમ જ અમે લોકો અગાશી પર મસ્તી કરતા હતા અને તેની બેસ્ટફ્રેન્ડ વિશે વાતો કરતા હતા. તેનું નામ આરવી હતું. મે તેને ક્યારેય જોઈ ન હતી બસ ખાલી વાતો જ સાંભળેલી. પરંતુ તે દિવસે અમે વાતો કરતા હતા ત્યાં જ તેનો વીડિયો કોલ આવ્યો. અને મારા ફ્રેન્ડ એ મને કહ્યું કે ચાલ આજ તારી આરવી ને જોવાની ઈચ્છા પુરી થઈ જશે.પછી તે બંને એ વિડિયો કોલ માં વાત કરતા અને હું ક્યારેક ક્યારેક ડોકિયાં કરી ને આરવી ને જોઈ લેતો. ખરેખર પરી જેવી લાગતી હતી તે જેવી મારો ફ્રેન્ડ કહેતો. તે રંગે રૂપાળી હતી પણ થોડી નીચી હતી. તેને પેહરેલી નાકની નથણી અને કાન ના કુંડળ તથા તેના ગ્લાસીસ તેના પાતળા આવા ચહેરાની રોનક વધારતા હતા. અડધી કલાક જેવો તેમનો કોલ ચાલ્યો. પછી અમે લોકો પાછા મસ્તી કરવા લાગ્યા.

તે વાત ને બે દિવસ વીતી ગયા. પછી એક દિવસ ફેસબુક માં કોઈક નો મેસેજ આવ્યો. મે રાત્રે મેસેજ ખોલ્યો તો ખબર પડી કે એ મેસેજ બીજા કોઈ નો નહિ પરંતુ આરવી નો જ હતો. મને નવાઈ લાગી કે આરવી એ મને કેમ મેસેજ કર્યો. મે ‍તેને સામે મેસેજ કર્યો અને પૂછ્યું કે તું મને કેવી રીતે ઓળખે છે અને મારું આઈડી કેવી રીતે મળ્યું? તેને કહ્યું કે બે દિવસ પેહલા વિડિયો કોલ માં તને જોયેલો અને તારા ફ્રેન્ડ ની આઈડી માંથી તારી આઈડી મળી. તે દિવસે વધુ વાતો ના કરી. બીજા દિવસે મે મારા ફ્રેન્ડ ને આ વાત કરી. તેને મને કહ્યું તેને તારી સાથે વાત કરવી છે તો તને શું પ્રોબ્લેમ છે? અને તે છોકરી પણ સીધી અને ડાહી જ છે. પછી હું આગળ કંઈ ના બોલ્યો.

હવે તો હું, મારો ફ્રેન્ડ અને આરવી અમે લોકો સાથે વિડિયો કોલ માં વાતો કરતા અને મસ્તી કરતા. આરવી જે રીતે વાતો કરતી હતી તેના પર થી જ ખ્યાલ આવી ગયો કે તે ખૂબ જ સંસ્કારી ઘર માં થી આવેલી છે અને ખૂબ જ ડાહી છે.

એક દિવસ હું અને આરવી ચેટ માં વાતો કરતા હતા. વાત ભાઈ અને બહેન નાં સંબંધ ની ચાલી રહી હતી. અમે બંને ઘણી વખત કોઈક ટોપીક લઈ ને તેના વિશે ખૂબ ઊંઘી ચર્ચા કરતા. આજે પણ આવું જ ચાલી રહ્યું હતું. વાત વાત માં મને ખબર પડી કે તેને એક ભાઈ છે જે તેનાથી નાનો છે. તેને મને પૂછ્યું કે તારે કોઈ ભાઈ કે બહેન છે કે નહિ? મે કહ્યુ કે ના મારે કોઈ ભાઈ કે બહેન નથી. તેને કહ્યું કે ભાઈ કે બહેન ના હોય તો મજા જ ના આવે. મે કીધું હા એવું જ લાગે છે જ્યારે હું કોઈ ભાઈ અને બહેન ને મસ્તી કરતા, લાડ કરતા અને ઝગડતા જોવ છું. હું પણ વિચારી છું કે કાશ મારે પણ એક આવી બહેન હોત કે જેની સાથે હું મસ્તી કરી શકુ. તો તેને તરત મેસેજ કર્યો કે તો એક કામ કર મને જ બનાવી લે તારી બહેન. પેહલા તો મને એમ લાગ્યું કે તે મજાક કરે છે. એટલે મે પણ સામે કહી દીધું કે હા, મને કંઈ પ્રોબ્લેમ નથી. તે સમજી ગઈ કે હું મજાક કરું છું એટલે તેણે કહ્યું કે હું મજાક નથી કરતી. એટલે મે સામે પૂછ્યું કે કેમ આવું કહે છે તું? તો તેને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી કે " જો કોઈ ની બહેન બનવાથી કોઈ ના જીવન માં ખુશી આવતી હોય તો મને એ પવિત્ર સંબંધ માં કોઈ સમસ્યા નથી." તેની આ વાત મારા હદય માં ઉતરી ગઈ અને મે તેણે કહ્યું કે આ જ સમય થી હું તને મારી બહેન મનું છું. એટલે તેણે તરત કહ્યું કે સમજી વિચારો ને જવાબ આપજે. મે કહ્યુ "હા, મને કોઈ પ્રોબ્લેમ નથી." બસ પછી થી અમારી વચ્ચે એક નવો સબંધ સ્થપાયો ભાઈ - બહેન નો અને અમારી વચો પછી ચાલુ થઈ ગઈ.

મે બીજા દિવસે આ વાત મારા ફ્રેન્ડ ને કરી. તો તેણે કહ્યું કે "અભિનંદન ભાઈ, તારી કોઈ બહેન ન હતી ને. હવે તારી એ કમી પણ પૂરી થઈ ગઈ. તું ખૂબ નસીબ વાળો છે કે તને આટલી સમજદાર અને સુંદર બહેન મળી." તે પણ આ ઘટના થી ખુશ હતો.

હું અને આરવી ક્યારેય મળ્યા ન હતા. કારણ કે આરવી જૂનાગઢ રહેતી અને હું સુરત. એક વખત હું મારા ગામ બીલખા ગયો હતો કે જે જુનાગઢ થી 15 km દુર હતું. મે 2 દિવસ માં મારું કામ પતાવી ને આરવી ને કોલ કર્યો કે કાલ સવારે હું તને મળવા આવી રહ્યો છું તૈયાર રહેજે. તેને કહ્યું પણ જઈશું ક્યાં? મે કહ્યુ તું તૈયાર રહેજે ખાલી.

બીજા દિવસે સવારે 9 વાગ્યે હું જવાની તૈયારી કરતો હતો એટલા માં તેનો મેસેજ આવ્યો કે "તું આજે ના આવતો. મારા દાદા સ્વર્ગવાસ પામ્યા છે તો માટે ત્યાં જવું પડશે." આ સાંભળી ને મને બહુ દુઃખ થયું. પેહલા તો મે તેના દાદા ની આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાથના કરી. અને પછી વિચાર્યું કે કેવું નસીબ છે. મારી લાઈફ ના બેસ્ટ વ્યક્તિ ને મળી પણ નથી શકતું. ત્યાં 2 દિવસ વધુ રોકાઈ ને હું પાછો સુરત આવી ગયો. હું અને આરવી મેસેજ માં અને કોલ માં તો રેગ્યુલર વાતો કરતા જ. પણ હવે મળવાની આશા 1 વર્ષ સુધી છોડી દીધી. તેનું કારણ હતું કે આરવી કોલેજના છેલ્લા વર્ષમાં હતી એટલે તે હવે 1 વર્ષ સુધી નીકળી સામે તેમ ન હતી. અને મારી કોલેજ પૂરી થયા બાદ હું જોબ પર હોવા થી મરે પણ નીકળી શકાય તેમ ન હતું.

હવે તો જ્યારે પણ હું દુઃખી હોવ કે પછી કંઇક ચિંતા માં હોવ ત્યારે સૌથી પહેલાં આરવી ને કોલ કરતો. તેની પાસે મારા દરેક સવાલ ના જવાબ હોય છે અને તેના જવાબ થી મને પણ રાહત મળતી.

તેનું કોલેજ નું છેલ્લું વર્ષ પણ પૂરું થઈ ગયું. હું અને આરવી છેલ્લા દોઢ વર્ષ થી વાતો કરતા હતા ક્યારેક મેસેજ માં તો ક્યારેક કોલ માં તો વળી ક્યારેક વિડિયો કોલ માં.

એક દિવસ હું ઘરે હતો. મારા ફોન માં એક મેસેજ આવ્યો કે "ઉમિયાધામ મંદિરે આવ." આ મેસેજ મારા ફ્રેન્ડ એ કરેલો. સુરત માં અમારા ઘર થી 3 km દુર ઉમિયા માતાજી નું મંદિર આવેલું છે. હું તેને હજુ કોલ કરી ને પૂછું કે ત્યાં શું કામ છે? તે પેહલા તેનો બીજો મેસેજ આવ્યો કે કંઈ પણ પૂછતો નહિ. એટલે પછી હું સીધો ત્યાં પહોંચ્યો.

ત્યાં જઈ ને પહેલા ઉમિયા મતાજીના દર્શન કર્યા. જેવો હું મંદિર ના પરિસર માં પહોંચ્યો એક જાણીતો ચહેરો મને જોઈ રહ્યો હતો. હું સીધો તેની પાસે પહોંચ્યો અને ખુશી થી તેને ગળે વળગી પડ્યો. અને પૂછ્યું કે "તું આવવાની હતી તો મને કીધું કેમ નહિ?" હા, તે બીજું કોઈ નહિ મારી ફ્રેન્ડ અને બહેન આરવી હતી. તે પણ ખુબ ખુશ હતી.

પછી અમે લોકો ત્યાં બેઠા અને તેણે આખી વાત કરી. તેની કોલેજ પૂરી થતાં જ તેને અચાનક વડોદરા કામ માટે આવાનું થયું. ત્યાંથી તેણે મારા ફ્રેન્ડ ને કોલ કર્યો અને કહ્યું કે તેને સુરત આવવું છે ફરવા માટે અને મને મળવા માટે. તો મારા ફ્રેન્ડ એ તેની રહેવાની સગવડ કરી આપી. અને આવતાની સાથે જ તે સીધી અહીંયા આવી ગઈ મને મળવા માટે. ત્યાં બપોર સુધી બેઠા પછી અમે લોકો પોત પોતાના ઘરે ગયા. સાંજ ના મારે થોડુ કામ હોવા થી મે તે કામ પતાવ્યું. બીજા દિવસે હું, મારો ફ્રેન્ડ અને આરવી તિથલ બીચ પર ફરવા માટે સવાર ના નીકળી ગયા. અમે લોકો એ ખૂબ એન્જોય કર્યો અને સાંજે પાછા ઘર પર આવી ગયા. તે 3 દિવસ સુરત રોકાઈ. અમે લોકો રોજ ક્યાંક બહાર જતા. તિથલ થી આવ્યા ના બીજા દિવસે હું અને આરવી ખરીદી કરવા VR MALL ગયા. અને તેના પછી ના દિવસે સુરત માં આવેલા બોટનિકલ ગાર્ડન માં ફરવા ગયા. અને પછી સાંજે આરવી જૂનાગઢ જવા નીકળી ગઈ.

આરવી ને મળ્યો તેના 5 વર્ષ થઈ ગયા હતા. અમે લોકો હવે એવી રીતે વાતો કરતા કે જાણે સગા ભાઈ બહેન હોય. અત્યાર સુધી તે દર રક્ષાબંધન માં મને રાખડી મોકલતી. પણ આ રક્ષાબંધન માં મે તેણે સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.

રક્ષાબંધન ના આગળના દિવસે સાંજે 5 વાગે હું બસ માં બેઠો જૂનાગઢ જવા માટે. બીજા દિવસે સવારે 5 વાગ્યે હું તેના ઘર પર પહોંચી ગયો હતો. તેને તેની ફેમિલી ને મારા વિશે બધુ કહી દીધું હતું એટલે તેને ત્યાં રોકવા માં કોઈ પ્રોબ્લેમ ન હતો. અને એમ પણ મારું અને તેના ભાઈ નું ખૂબ સારું બનતું કારણ કે અમે બંનેએ સાથે મળી ને આરવી સાથે ખૂબ મસ્તી કરી છે.

તેના ઘર પર પહોંચી ને સવાર માં હું નાહીધોઈ ને તૈયાર થઈ ગયો. 8 વાગ્યા સુધી માં બધા લોકો તૈયાર થઈ ગયા. રાખડી બાંધવાનુ મુરહત 9 વાગ્યા નું હતું. ઘર ના બધા સભ્યો સ્વભાવે ખૂબ સારા હતા. હું હજુ બીજી વખત જ આરવી ના ઘર પર ગયો હતો પણ બધા મારી સાથે આવી રીતે વર્તન કરતા હતા જાણે તે મને વર્ષો થી ઓળખે છે.

9 વાગ્યા એટલે આરવી આરતી ની થાળી લઈ ને આવી. હું અને તેનો ભાઈ ખુરશી માં ગોઠવાયા. પછી આરવી એ તેના ભાઈ ને રાખડી બાંધી અને આરતી ઉતારી એકબીજા નું મોં મીઠું કરાવ્યું. તેના ભાઈ એ તેને ગિફ્ટ માં એક બ્રાન્ડેડ લેડિસ વોચ આપી. પછી મારી પાસે આવી ને પણ એમ જ કર્યું. મે તેને ગિફ્ટ માં નવો મોબાઇલ આપ્યો. ત્યાર પછી બપોર માં જમવાના ટાઈમ સુધી બધા એ વાતો કરી.

સાંજ ના 5 વાગ્યે હું, આરવી અને તેનો ભાઈ અમે લોકો જૂનાગઢ ના સ્વામિનારાયણ મંદિર માં દર્શન કરવા ગયા અને 7 વાગ્યા સુધી ત્યાં જ બેઠા. બીજા દિવસે સવારે અમે ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવનાં મંદિરે ગયા અને ત્યાં ફર્યા. બીજા દિવસે સવારે હું પાછો સુરત આવવા બસ માં બેસી ગયો. ત્યાર પછી તો દર વર્ષે રક્ષબંધને કોઈ એક બીજા ના ઘરે જતા.

મે ક્યારેય વિચાર્યું ન હતું કે સોશીયલ મીડીયા પર થી મને કોઈ આવી વ્યક્તિ પણ મળશે કે જેના થી મારી લાઈફ આટલી ખુશનુમા થઈ જશે. આરવી એ મારી લાઈફ માં આવી ને મારી બહેન ની કમી પૂરી કરી દીધી.





મારી આ ટૂંકી વાર્તા વાંચવા માટે ધન્યવાદ.
જો તમને આ વાર્તા ગમી હોય તો મારા પ્રોત્સાહન માટે સ્ટાર રેટિંગ જરૂર આપજો અને કોઈ સુજાવ હોય તો કોમેન્ટ કરજો. ધન્યવાદ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED