શ્રી સ્વામિારાયણ સભા Shreyash R.M દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી સ્વામિારાયણ સભા

નમસ્કાર મિત્રો, આજે તારીખ 17 જુલાઈ, 2022 ના રવિવાર માં રોજ હું મારા ફેમિલી સાથે શ્રી સ્વામિનાાયણ સંપ્રદાયના ગુરુ પૂર્ણિમાના એક પ્રસંગ માં ગયો હતો તેના વિશે આજે તમને બતાવવા જઈ રહ્યો છું.

આપણા હિંદુ ધર્મમાં ગુરુનું એક આગવું સ્થાન હોય છે. કહેવાય છે કે જે વ્યક્તિને કોઈ ગુરુ ન હોય તે વ્યક્તિનું જીવન અધુરુ કેહવાય. આ ધરતી પર અવતાર લઈ ચૂકેલા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ શ્રી સાંદિપનીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. ભગવાન શ્રી રામે પણ શ્રી વાલ્મીકિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. આપણા પુરાણો ના બધા મહાપુરુષો એ કોઈ ને કોઈ ગુરુ ધારણ કર્યા હતા. ગુરુ ધારણ કરવાનો તે અર્થ નથી કે બસ તેમને તમને શિષ્ય બનાવ્યા એટલે તમારું કામ પૂરું થઈ ગયું. ગુરુ ધારણ કરવા એટલે કે તેમનું કહેવું માનવું, તેમના કહેલા બધા જ આદેશો નું માન રાખવું. ક્યારેય પણ તેમના વિશે ખરાબ ન વિચારવું ભલે તે ગમે તેટલું કઠોર કાર્ય કરવાનું કહે. ગુરુ ની આજ્ઞા નું પાલન કરવાનું તો કોઈ એકલવ્ય પાસે શીખે. ગુરુએ શિક્ષા ન આપી હોવા છતાં તેમની પ્રતિમા ને સાક્ષી માની જાતે શિક્ષા લીધી અને જ્યારે ગુરુદક્ષિણા આપવાનો સમય આવ્યો ત્યારે ગુરુના એક આદેશ પર પોતાનો જમણા હાથ નો અંગુઠો કાપી ને તેમની સામે ધરી દીધો. આજના સમય માં આપણે એકલવ્ય નું જેમ ગુરુ ના બધા આદેશો માનવાની જરૂર છે.

આજના પ્રસંગ વિશે વર્ણન કરું તો આ કાર્યક્રમ હાલ ના શોખડા સ્થિત શ્રી સ્વામિનાાયણ મંદિર ના સંત શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી ની કૃપા હેઠળ યોજાયો હતો. દર વર્ષે શોખડા સ્થિત શ્રી સ્વાિનારાયણ મંદિર ના આયોજકો દ્વારા ગુરુપૂર્ણમા નિમિતે દક્ષિણ ગુજરાત માં વિવિધ સ્થળો એ કાર્યક્રમો આયજિત કરવામાં આવે છે. આ વર્ષે સુરતમાં આ કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયો હતો. હું અને મારી ફેમિલી સવારે સાડા આઠે સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા. શ્રી સ્વાિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમ માટે આવતા ભક્તજનો ને પોતાનું વાહન યોગ્ય જગ્યા એ પાર્ક કરવા માટે રસ્તો બતાવવામાં આવી રહ્યો હતો જેનાથી સ્ટેડિયમ ની આજુબાજુ થોડુક પણ ટ્રાફિક ન હતું. અમે ગાડી પાર્ક કરી ને સ્ટેડિયમ તરફ જતા હતા ત્યારે 2 બસ ને જોઈ કે જે સૌરાષ્ટ્ર થી આ કાર્યક્રમ માટે આવી હતી. વિચારવા જેવું છે કે તે લોકો ને કેવી ભક્તિ અને શ્રદ્ધા હશે કે 600 km દૂર સૌરાષ્ટ્ર થી ખાસ કાર્યક્રમ માટે બસ લઇ ને આવ્યા. ત્યાંથી અમે સ્ટેડિયમ ના ગેટ પર પહોંચ્યા તો ત્યાં પણ સ્વયંસેવકો બધા ને યોગ્ય જગ્યા બતાવવા માટે ઊભા હતા. સ્ટેડિયમ ની અંદર બહેનો તથા ભાઈઓ માટે બેસવાની અલગ અલગ વ્યવસ્થા હતી. સ્ટેડિયમ ની અંદર પણ ભાઈઓ માં વડીલ તથા યુવાનો માટે ખાસ સીટ હતી. વડીલો ને સ્ટેડિયમ ની સૌથી નીચેની સીટ ફાળવવા માં આવી હતી જેથી તે કાર્યક્રમ નો આનંદ ઉઠાવી શકે. હું અને મારા મામા અમે બંને ઉપર ના ફ્લોર પર સીટ શોધી ને બેસી ગયા. અમે પહોંચ્યા ત્યાં સુધી માં તો અડધા થી વધુ સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. લગભગ 10 વાગ્યા સુધી માં આખું સ્ટેડિયમ ભરચક ભરાઈ ગયું હતું. કાર્યક્રમ માટે કરવામાં આવેલી સજાવટ મનમોહક હતી. લંબગોળ આકાર ના સ્ટેડિયમ માં ફ્લોર પર એક બાજુ સુંદર સ્ટેજ બનાવવા માં આવ્યું હતું. સ્ટેજ પર ભગવાન શ્રી સ્વાિનારાયણ નું પોસ્ટર લગાવવા માં આવ્યું હતું સાથે સાથે તેમાં યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને શ્રી હરિપ્રસાદ સ્વામી નો ફોટો પણ હતો. સ્ટેજ ની બરોબર સામે સ્ટેડિયમમાં પ્રવેશવા માટેનો દ્વાર હતો. તે દ્વાર થી લઈ ને સ્ટેજ સુધી ફૂલની પાંખડીઓ થી રસ્તો બનાવવા માં આવ્યો હતો. નાના નાના ભૂલકાઓ શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી તથા બીજા સંતો મહંતો ના સ્વાગત માટે તે પ્રવેશદ્વાર પાસે ઊભા હતા. સ્ટેડિયમમાં બેસેલા બધા લોકો કાર્યક્રમ નો અનેરો આનંદ માણી શકે અને કંઈ પણ જોવાનું ચૂકી ન જાય તે માટે સ્ટેડિયમ ચોક્કસ જગ્યા પર 3 સ્ક્રીન રાખવામાં આવી હતી. જેના પર લાઈવ પ્રસારણ થતું હતું. સ્વામી તથા બીજા સંતો આવ્યા ત્યાં સુધી સંગીત કલાકારો દ્વારા મધુર સુર માં ભજન ગવાઈ રહ્યા હતા. 10:30 વાગ્યા ની આસપાસ શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી તથા બીજા સંતો મહંતો પ્રવેશદ્વારે આવી ચૂક્યા હતા. વિડિયોગ્રાફી કરવા વાળા ભાઈઓ પણ પોતનું સ્થાન લઈ ચૂક્યા હતા. ડ્રોન દ્વારા પણ વિડિયો લેવાતો હતો. સ્વામીજી સંતો સાથે નાના નાના ભૂલકાઓ ની વચ્ચે પધારી રહ્યા હતા. સ્ટેજ ની બરોબર સામે એક બેઠક ગોઠવવામાં આવી હતી કે જ્યાં બેસી ને સ્વામીજી આ બાળકો દ્વારા જે નૃત્ય રજૂ કરવાના છે તે નિહાળી શકે. સ્વામીજી તે બેઠક પર બિરાજ્યા અને નાના નાના ભૂલકાઓ એ નૃત્ય રજૂ કર્યું. આ નૃત્ય માં એક છોકરાએ ભગવાન શ્રી સ્વામનારાયણ નો વેશ ધારણ કર્યો હતો જે આબેહૂબ ભગવાન શ્રી સ્વામિનાાયણ જેવો દેખાતો હતો. સ્વામીના આગમન દરમ્યાન ઠાકોરજી ની એક બાળ સ્વરૂપ મૂર્તિ પણ સાથે પધરાવવામાં આવી હતી. સ્ટેજ પર તેના માટે ખાસ આસન તૈયાર કરવામાં આવ્યું હતું. બાળકોનું નૃત્ય પૂર્ણ થતાં સ્વામીજી સ્ટેજ પર આવ્યા અને સૌ પ્રથમ ઠાકોરજી ના બાળ સ્વરૂપ ને નમન કરી તેના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ ભગવાન શ્રી સ્વામિારાયણ ની વેશભૂષા ધારણ કરેલા છોકરાને પગે લાગી ગળે મળ્યા હતા. વારાફરતી બધા બાળકો કે જેમને નૃત્ય રજૂ કર્યું હતું તેઓ આવી ને સ્વામીજી ને પગે લાગ્યા અને ફોટો પડાવ્યા. આ બધું ચાલતું હતું એટલામાં એક વ્યક્તિએ સભાને સંબોધવાનું ચાલુ કર્યું. તેમને ગુરુ ની મહીમા, તેમના ગુરુ ની સેવા, સ્વામીજી ની અમુક વાતો કરી અને પોતાની વાણી ને વિરામ આપ્યો. આજ રીતે બીજા લોકો એ પણ ગુરુ પૂર્ણિમા ના શુભ અવસર નિમિતે પોતાના જ્ઞાન પ્રમાણે વાતો કરી. અંત માં સ્વામીજી એ પોતાની પવિત્ર વાણી દ્વારા લોકો ને ગુરુ પુર્ણિમા વિશે જણાવ્યું અને કહ્યું કે સાચો શિષ્ય એ જ કહેવાય કે જે પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરે. સભા પૂરી થયા બાદ લોકો સ્ટેડિયમ માંથી બહાર નિકળતા હતા ત્યાં બધા ગેટ પર પ્રસાદી ના બોક્ષ આપવામાં આવી રહ્યા હતા. અમે લોકો બહાર નીકળી ને સ્વામીજી ને નજીક થી નિહાળ્યા અને અમારી કાર તરફ ચાલવા લાગ્યા. ખરેખર આ સભામાં મને તો ખૂબ જ આનંદ આવ્યો.

પોતાના જીવન માં કોને ગુરુ બનાવવા તે આપડા પર આધાર છે, પરંતુ ગુરુ હંમેશા અને જ પસંદ કરવા જે તમને યોગ્ય માર્ગ બતાવી શકે નહિ કે સરળ માર્ગ. કોઈ પણ મહાપુરુષના નિર્માણ માં સૌથી આગવું સ્થાન ગુરુ નું જ હોય છે. ગુરુની ફરજ છે કે તે પોતાના શિષ્યો તરફ ભેદભાવ ન કરે અને તેને બધા ને સમાન જ્ઞાન આપે. શિષ્ય ની પણ ફરજ છે કે તે ગુરુ ની આજ્ઞા નું પાલન કરે ભલે તે ગમે તેટલી કઠોર હોય કારણ કે ગુરુ જાણતા હોય છે કે તેના શિષ્ય માટે શું ઉત્તમ છે.

गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा
गुरुर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः