Ek adhuri prem kahani books and stories free download online pdf in Gujarati

એક અધૂરી પ્રેમ કહાની

નમસ્તે, હું સૌરવ એક એન્જિનિયર. આજે હું તમને મારી જે એક અનોખી કહાની કેહવા જઈ રહ્યો છું જે મારા કોલેજ ના છેલ્લા વર્ષ માં બનેલી છે. આ ઘટના હું મારા જીવન માં ક્યારેય નહિ ભૂલી શકું.
વાત એ સમયની છે કે જ્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષા લેવાઇ ગઈ હતી, પરંતુ હજુ પણ એક પરીક્ષા બાકી હતી જોકે એ પરીક્ષામાં કંઇ વાંચવાનુ ન હોવાથી હું રોજ સાંજે ૯ વાગ્યે ‌અગાસી પર ઠંડા પવનનો આનંદ માણવા જતો, કારણ કે એ સમયે ઘરમાં ‌ખૂબ જ ગરમી લાગતી હતી.
મારી પ્રેમ કહાની ત્યારથી ચાલુ થઈ જ્યારે નીરાલી તેની બહેન પૂજા ‌સાથે અગાસી પર આવી હતી. તેને ત્યારે ૧૦ ધોરણની પરીક્ષા આપી હતી. તેની બહેને પણ તેની સાથે જ ૧૦ ની પરીક્ષા આપી હતી, પરંતુ તેનું રહેવાનું મહારાષ્ટ્રમાં હોવાથી તે ક્યારેક જ અહીં તેની બહેનને મળવા આવતી. હાલમાં તે બંને બહેનોને વેકેશન હોવાથી પૂજા નીરાલીને મળવા સુરત આવી હતી.
ઉનાળાના લીધે ઘરમાં ‌ખૂબ ગરમી લાગતી હોવાથી તે પણ રોજ અગાસી પર આવતા. તે લોકો અગાસી પર આવીને એક કોર્નર માં ઉભા રહી જતા કે જ્યાં પવન આવતો હોય અને પૂજા પાસે રહેલા સ્માર્ટફોન માં જોઈ ને હસ્યા કરતા. હું પણ અગાસી પર ખાટલો નાખી ને સૂતો સૂતો મારા સ્માર્ટફોન માં જોયા રાખતો. હું અને નીરાલી વચ્ચે વચ્ચે ક્યારેક એક બીજા સામું જોઈ ને હસી લેતા. ૩ દિવસ આવું ચાલ્યું. પછી ચોથા દિવસે પણ અમે અમારી રોજ ની જગ્યા એ હતા. થોડી વાર પછી નીરાલી એ મારી પાસે આવી ને મને કહ્યું " તમારું ફેસબુક એકાઉન્ટ માં શું નામ છે? ". તો મેં કહ્યું " કેમ? શું કામ છે? ". ત્યારે મને કહ્યું કે "કઈ કામ નથી પણ ખાલી એમ જ જોઈ એ છે". ત્યારે મેં એને મારું એકાઉન્ટ નું નામ આપ્યું. નામ આપ્યા ના થોડી જ વાર માં એની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી. મે એક્સેપ્ટ કરી. તે રાત્રે અમે મોડે સુધી વાતો કરી. પછી બીજા દિવસે પણ બંને બહેનો અગાસી પર આવી. આજ પણ થોડા સમય પછી નીરલી મારી પાસે આવી અને મારો ફોન નંબર માગ્યો. પેહલા તો મે ના પાડી, પરંતુ પછી વિશ્વાસ રાખી ને અને મારો ફોન નંબર આપ્યો. ફોન નંબર આપ્યા પછી એની બહેન પૂજા એ એના વોટ્સએપ એકાઉન્ટ માંથી મને મેસેજ કર્યો. તે રાતે પણ અમે મોડે સુધી વાતો કરી. વાતો માંથી મને જાણવા મળ્યું કે બે દિવસ પછી પૂજા અને નીરાલી બંને બહેનો મહારાષ્ટ્ર માં પૂજા ના ઘરે જવાના હતા અને હું પણ મારા મામા ને ત્યાં જવાનો હતો. ત્યાર પછી ના દિવસે પણ એ બંને અગાસી પર આવી, પરંતુ આજ એ રોજ જે સમયે ઘરે જાય ત્યારે ના ગઈ. એ રાત્રે 12:00 વાગ્યે નીરાલી મારી પાસે આવી ને મને કહે "I Love You". થોડીવાર તો હું વિચાર માં પડી ગયો. પછી એને મને પૂછ્યું કે "શું તું મને લાઈક કરે છે?". મને સૂઝતું નતું કે શું જવાબ આપું એટલે મે કહી દીધું કે "હું વોટ્સએપ માં જવાબ આપી દઈશ." ત્યારે એ ok કહીને જતી રહી અને હું વિચારો માં ખોવાઈ ગયો.
તે રાત્રે મોડે સુધી મને ઊંઘ ના આવી ને હું એના જ વિચાર કરવા લાગ્યો. ફાઈનાલી રાતે 1 વાગ્યે મે અને ધ્રુજતા હાથે મેસેજ ટાઈપ કર્યો કે "I Love You too" અને પછી મોબાઇલ ડેટા બંધ કરી ને સુઈ ગયો. પરંતુ તે રાત્રે ઉંઘ j ના આવી. મને ખબર નહતી કે હું ત્યારે તેને છેલ્લી વાર જોઈ રહ્યો હતો, કારણ કે બીજા દિવસે સવારે મોબાઇલ ડેટા ઓન કર્યા ત્યારે પૂજા ના મોબાઈલ નંબર પર થી વોટ્સએપ માં મેસેજ હતો કે "તું જ્યારે તારા મામા ના ઘરે એ થી આવીશ ત્યાં સુધી માં અમે બીજે રેહવા જતા રહીશું." આ મેસેજ થી મને એક શૉક લાગ્યો. નીરાલી પાસે મોબાઇલ પણ ન હતો. અને મને મેસેજ માં કહ્યું કે એ અને પૂજા જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી વાતો કરી લે અને પછી જ્યાં સુધી નીરાલી નવો મોબાઇલ ના લે ત્યાં સુધી રાહ જો. મે કહી દીધું કે સારું.
હવે તે દિવસે હું મારા મામા ના ઘરે જતો રહ્યો ને એ ટ્રેન માં મુંબઇ. ત્યાર પછી 3 દિવસ હું મારા મામા ના ઘરે રોકાયો. અમે ત્યારે કોલ માં , વિડિયો કોલ માં અને મેસેજ માં ઘણી વાતો કરી.
3 દિવસ પછી જ્યારે સુરત ઘરે આવ્યો ત્યારે જોયું કે એના ઘર પર લોક લાગેલો હતો. હું સમજી ગયો કે તે લોકો બીજે રેહવા જતા રહ્યા. સુરત આવ્યા ના બીજા જ દિવસે મારે મારા ગામ રાજકોટ જવાનું થયું. આ દરમ્યાન પણ હું અને નીરાલી પૂજા ના મોબાઈલ માંથી વાતો કરતા જ હતા. તેની સાથે વાતો કરવામાં સમય ક્યાં જતો રહે એ ખબર જ ના પડતી. સૌથી વધુ મજા વિડિયો કોલ માં આવતી, કારણ કે વિડિયો કોલ માં હું, નીરાલી અને પૂજા બોવ જ નખરા કરતા.
મને પણ એની સાથે કરેલી વાતો ની દરેક પળ બોવ જ ગમતી. ત્યાર પછી નું એક અઠવાડિયું હું રાજકોટ રોકાયો અને નીરાલી પાછી સુરત આવી ગઈ હતી.
મે સુરત આવ્યા ના 3 દિવસ સુધી એની સાથે કોઈ પણ વાત ના કરી કારણ કે હું થોડા કામ માં હતો. 3 દિવસ પછી જ્યારે મે અને વોટ્સએપ માં મેસેજ કર્યો તો કોઈ રીપ્લાય ના આવ્યો. મને એમ થયું કે કોઈ કામ માં હસે તો મે રાહ જોઈ. પણ 2 દિવસ પછી પણ કઈ મેસેજ ના આવ્યો એટલે હું ચિંતિત થઈ ગયો. મે અને કોલ કરવાની ટ્રાય કરી, પણ પૂજા એ મારો નંબર બ્લોક લીસ્ટ માં એડ કર્યો હતો એટલે કોલ પણ ના લાગ્યો. મને બોવ જ ગભરામણ થઇ, કે શું થયું હશે? કેમ કોલ પણ નથી કરતી ને મેસેજ પણ નથી કરતી? થોડા દિવસ તો હું તેને સતત મેસેજ કરતો રહ્યો ને કોલ કરતો રહ્યો. હું તેને કોઈ પણ હાલત માં ખોવા નહોતો માગતો. કારણ કે હું અને દિલ થી પસંદ કરવા લાગ્યો હતો. થોડો ટાઈમ એમ જ ચાલ્યું. પછી એક દિવસ પૂજા નો મેસેજ આવ્યો. હું ખુશ થઇ ગયો ને મેસેજ વાચ્યો. મેસેજ માં લખ્યું હતું કે " નીરાલી સુરત છે. એ જ્યાં સુધી મારી સાથે હતી ત્યાં સુધી મે અને મારો મોબાઇલ આપ્યો હતો તરી સાથે વાતો કરવા માટે. હવે એ સુરત છે તો મને મેસેજ ના કરતો. મે તારો નંબર બ્લોક લીસ્ટ માં નાખી દીધો છે તો કોલ કરવાની ટ્રાય ના કરતો અને મેસેજ નો રિપ્લાય પણ નહિ આપું." આટલું વાંચતા ની સાથે તો મારી આંખો આગળ અંધારું છવાઈ ગયું. ખબર નહિ પણ કેમ મને એની સાથે વાતો કરવાની બોવ જ ઇચ્છા થતી હતી. પરંતુ મારી પાસે કોઈ ઓપ્શન જ ન હતો. આ વાંચીને મે નીરાલી સાથે વાત થવાની આશા છોડી દીધી.
મારી કોલેજ પૂરી થતાં મને જોબ મળી ગઈ. નવી નવી જોબ હોવાથી હું જોબ માં ખૂબ મેહનત કરતો. હું આખો દિવસ જોબ માં વ્યસ્ત રહેતો. તેમ છતાં જ્યારે પણ ફ્રી હોવ ત્યારે નીરાલી ને યાદ કરતો ને તેનો ફોટો જોઈ લેતો.
આવી જ રીતે બીજા 10 મહિના નીકળી ગયા. હું તેના મેસેજ ની બોવ રાહ જોતો પણ તે ના જ આવ્યો. 10 મહિના પછી હું ગામડે કોઈ કામ માટે ગયો હતો. ત્યારે અચાનક એક દિવસ સાંજ ના 5 વાગે એક વિડિયો કોલ આવ્યો અને એ નીરાલી ની બેન પૂજા નો હતો. હું ખૂબ જ એક્સાઈ થઇ ગયો. મે જેવો કોલ રીસિવ કર્યો, મને મારી આંખો પર વિશ્વાસ ના થયો. આજ પણ જ્યારે એ દૃશ્ય યાદ કરું છું, મને ખૂબ જ આનંદ આવે છે કારણ કે વિડિયો કોલ માં સામે પૂજા નહિ પરંતુ જેને હું પ્રેમ કરતો હતો એ નીરાલી હતી. એ સમયે તો મને એટલી ખુશી થઈ કે વાત ન પૂછો. ત્યાર પછી તે દિવસે પણ અમે વાતો કરી પરંતુ વધુ ના થઇ શકી.
એ દિવસ બોવ ખુશી નો હતો, પરંતુ બીજો દિવસ એટલા જ મોટા દુઃખ નો હતો. બીજા દિવસે જ્યારે રાતે અમે લોકો વિડિયો કોલ માં વાત કરતા હતા ત્યારે મે અને પૂછી નાખ્યું કે "નીરાલી, શું તું મને સાચે પ્રેમ કરે છે કે ખાલી ટાઇમપાસ માટે તે I Love You કીધું હતું." ત્યારે અને જે જવાબ આપ્યો તે સાંભળી ને મારા પગ નીચે ની જમીન ખિસ્કી ગઈ. તેને કહ્યું."શું તું પણ યાર, હું તો એ બસ એમ જ કરતી હતી." ત્યારે મને બોવ મોટો જટકો લાગ્યો. પછી મે કોલ માં વધુ વાત ના કરી ને by કહી દીધું. તે રાત્રે મને બિલકુલ ઊંઘ ના આવી.
બીજા દિવસે મે ફરી કોલ કરવાની કોશિશ કરી, પણ અને કોલ ના લાગ્યો. સાંજે 6 વાગે તેનો મેસેજ આવ્યો કે હવે ક્યારેય મેસેજ ના કરતો by. મને આવા જ મેસેજ ની કલ્પના હતી. ત્યાર બાદ થી લઈ ને આજ સુધી મે ક્યારે પણ અને મેસેજ નથી કર્યો. નીરાલી ભલે મારા થી દુર હોય પણ એ મારા દિલ માં સદાય ને માટે વસી ગઈ છે. આજે પણ જ્યારે મને તેની યાદ આવે છે ત્યારે કોઈ ખૂણા માં જઈ ને રડી લવ છું.
લોકો કહે છે કે પેલો પ્રેમ હંમેશા ખોટા વ્યક્તિ સાથે જ થાય છે. મને લાગે છે કે મારી સાથે પણ એ જ થયું.
બસ, આ જ છે મારા તૂટેલા દિલ ની કહાની.







મારી આ ટૂંકી વાર્તા વાંચવા માટે ધન્યવાદ.
જો તમને આ વાર્તા ગમી હોય તો મારા પ્રોત્સાહન માટે સ્ટાર રેટિંગ જરૂર આપજો અને કોઈ સુજાવ હોય તો કોમેન્ટ કરજો. ધન્યવાદ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED