ઇકિગાઇ બુક રીવ્યુ Shreyash R.M દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇકિગાઇ બુક રીવ્યુ

ઇકિગાઈ એ એક જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે કે તમને શું ગમે છે? તમને શેમાં આનંદ આવે છે. જો તમે તમારા જીવન ને લાંબું જીવવા ઈચ્છતા હોય તો તમારે આ બુક જરૂર વાંચવી જોઈએ. બુકના ઓથર્સ એ આ બુક જાપાન ના એમાં નાનકડા ગામ ઓકિનાવા ને ધ્યાનમાં રાખીને લખી છે.

આ બુકમાંથી અમુક અગત્ય ના મુદ્દા લખું છું.

1. જ્યાં સુધી મરો ત્યાં સુધી કંઇક ને કંઇક કામ કર્યા કરો. તમારી જાત ને નિવૃત્ત ના કરો.
2. તમને જેટલી ભૂખ લાગી હોય એના 80% જ જમો.
3.હંમેશા પોતાનું એક ગ્રૂપ બનાવી રાખો કે જેની સાથે તમે પોતાનો સમય વિતાવી શકો. તમને જરૂર હોય ત્યારે મદદ કરી શકે. બની શકે તો દિવસ માં એક વાર તેમને મળી. જેનાથી તમને આનંદ મળે.
4.જો તમે તમારી આદત બદલવા માંગો છો તો તેનો સરળ રસ્તો છે કે તમે પોતાની જાત ને નવી નવી માહિતી આપ્યા રાખો. તમારું મગજ જેટલી માહિતી મેળવશે એટલું જ તે વધુ સારી રીતે કામ કરશે
5. વધુ જીવવા માટે સૌથી મહત્વ નું છે ચિંતા ઓછી કરવી. તમે જેટલી ચિંતા કરશો એટલું તેટલું જીવન ઓછું થશે.
6. તમે જેટલું વધુ વધુ બેઠાડું જીવન જીવસો એટલું જલદી વધુ વૃદ્ધત્વ આવશે. માટે હંમેશા પોતાની જાત ને કોઈ માં કોઈ કામ માટે વ્યસ્ત રાખો.
7. તનાવ ને દુર કરવા માટે સવાર માં યોગ કરવાનુ રાખો. જેના થી દિવસ અને શરીર બંને સારા રહે.
8. લાંબા જીવન માટે સારી ઉંઘ ખૂબ જ જરૂરી છે. દિવસ માં ઓછા માં ઓછી 7 થી 8 કલાક ઉંઘ લો. બને તો રાતે વેહલું સૂવાનું અને સવારે વેહલુ ઉઠવાનું રાખવાનું.
9. પોતાની જાત ને વ્યસ્ત રાખવા માટે નું સૌથી બેસ્ટ રસ્તો છે પોતાનો ગોલ સેટ કરવો. જેનાથી તમને જીવન જીવવા માટેનું કારણ મળી જશે. તે ગોલ એવો હોવો જોઇએ કે જેને મેળવવામાં તમને ખુશી મળે.
10. Morita theory ના ફંડામેન્ટલ
તમારી લાગણી ને કાબુ માં રાખો ના કે તમે તમારી લાગણી ના કાબુ માં આવો.
તમારે જે કરવું પડે તે કરો.
જીવન નો ધ્યેય શોધો અને પ્રાપ્ત કરો.
11. ગોલ નક્કી કરો ત્યારે ધ્યાન રાખવું કે ગોલ સાવ સરળ ના હોય નહિતર ગોલ પ્રાપ્ત કરવા માં ખુશી નહિ મળે. ગોલ એટલો અઘરો પણ ના હોવો જોઇએ કે જે તમે પ્રાપ્ત ના કરી શકો. માટે ગોલ હંમેશા પોતાની આવડત થી થોડો મુશ્કેલ હોવો જોઈએ.
12. હંમેશા એક ટાઈમ પર એક જ કામ કરો. Multitasking થી કાર્યક્ષમતા ઓછી થાય છે.
13. હંમેશા જે કામ કરો તેમાં ખોવાય જાવ. તેના દરેક પળ માં આનંદ મેળવો. જે કાર્ય કરવામાં તમને સમય નું પણ ભાન ના રહે અને તમને અત્યંત આનદ આવે તે જ તમારું ઈકિગાઈ છે.
14. જીવન માં ક્યારેય શીખવાનું બંધ ન કરો.
15. જીવન માં હંમેશા આશા રાખો.
16. હંમેશા વર્તમાન માં જીવવાનું રાખો. ક્યારેય ભૂતકાળ કે ભવિષ્યકાલ માં ના જીવો. તમારી પાસે જે કંઈ છે તેનો આનંદ ઉઠાવો.
17. હંમેશા પોતાના ખરાબ સમય માટે તૈયાર રહો.

મારા તરફ થી કહું તો બધા એ પોતાના જીવન માં એક વખત તો આ બુક વાંચવી જ જોઇએ. આપણે બધા ને આ બધી બાબત તો ખબર જ હશે છતાં પણ આ બુક માં જે રીતે તેને વર્ણવી છે તેના થી તે કેટલી અસર કરે છે તે દર્શાવે છે. આ બુક ના બંને ઓર્થર્સ એ ખૂબ મેહનત કરી છે. અને તે મેહનત કાબિલ એ તારીફ છે. મારા મત એ આ બુક ખૂબ જ સરસ રીતે લખવામાં આવી છે.