Pasandthi Panetar sudhi books and stories free download online pdf in Gujarati

પસંદથી પાનેતર સુધી

નમસ્તે, સૌ પ્રથમ તો હું મારો પરિચય આપું તો મારું નામ પ્રતીક. હું રાજકોટ નો રહેવાસી. હાલમાં હું એક international company માં જોબ કરું છું. મે રાજકોટમાં જ મારું એન્જીનીયરીંગ 3 વર્ષ પેહલા પૂરું કરેલું.
આજે હું તમને મારી સાથે બનેલી 5 વર્ષ પેહલા વાત કરવા જઈ રહ્યો છું. વાત હોળીની છે.
એ સમયે અમે લોકો રાજકોટમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અમારા એપાર્ટમેન્ટમાં રહેતા વિવેકભાઈ પાસે રાજકોટ ની બહાર પોતાનું નાનું એવું ખેતર હતું. અમારા એપાર્ટમેન્ટના ઘણા જેન્ટ્સ રાતે 9 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટની પાસે બનેલા બગીચામાં મળતા. જે દિવસે હું ફ્રી હોય તે દિવસે હું પણ ત્યાં જતો.
રોજની જેમ હોળીના 1 અઠવાડિયા પેહલા અમે બધા ભેગા થયા. ત્યારે વાત માંથી વાત નીકળી કે આ વખતે હોલિકા દહન વિવેકભાઈ ની વાડી કરીએ તો? વિવેકભાઈ પણ એ સમયે ત્યાં જ હતા. બધા એ વિચાર કરીને વિવેકભાઈ ને પૂછ્યું. વિવેકભાઈ પણ આ વિચાર સાંભળી ને ખૂબ રાજી થઇ ગયા અને એમને પરવાનગી પણ આપી દીધી. અને બધા લોકો એ હોલિકા દહનનો પ્લાન ફાઈનલ કરી દીધો. સાથે સાથે એ પણ નક્કી કર્યું કે હોલિકા દહન માં ખાલી છાણા નો જ ઉપયોગ કરવો અને એ બધા સાથે મળીને ત્યાં જ રાત્રે જમી ને આવશે. એપાર્ટમેન્ટમાં પણ બધા આ વાત જાણી ને ખૂબ ખુશ થઈ ગયા. એપાર્ટમેન્ટમાં મારી એક ફ્રેન્ડ ડોલી પણ રહેતી હતી. ડોલી મારા થી 1 વર્ષ નાની હતી. ડોલી નો પ્રિય તહેવાર એટલે હોળી. ડોલી પૂરી રીતે સિટી માં જ ઉછરેલી એટલે તે આવી રીતે સિટી ની બહાર વાડીઓમાં ક્યારેય ગઈ ન હતી એટલે એ સૌથી વધુ એક્સાઈટ હતી.
બીજા જ દિવસથી વિવેકભાઈ તેની વાડીએ છાણાની વ્યવસ્થામાં લાગી ગયા હતા. ત્યાં રાત્રે જમવાની પણ વ્યવસ્થા કરવાની હોવાથી એપાર્ટમેન્ટના જે કોઈ ફ્રી હોય એ ત્યાં જઈને વિવેકભાઈ ની મદદ કરતા હતા. તે અઠવાડિયા માં હું પણ કોલેજ થી વેહલો આવી જતો અને વિવેકભાઈ ની વાડીએ એમને મદદ માટે જતો રહેતો. હોલિકા દહન ના આગળ ના દિવસ સુધીમાં છાણા નો મોટો ઢગલો તૈયાર રાખ્યો હતો. જમવાનું બનાવવા માટેની જગ્યા અને જમવા માટે ની જગ્યા ને સરસ રીતે બનાવી દીધી હતી. એ જગ્યા એટલી સુંદર લાગતી હતી કે કોઈ ને પણ ગમી જાય. ને ગમે પણ કેમ નય, તેની પાછળ એપાર્ટમેન્ટના લગભગ બધા જ લોકો એ બોવ જ મેહનત કરી હતી.
બીજા દિવસે એટલે કે હોલિકા દહનના દિવસે એપાર્ટમેન્ટના બધા લોકો પોતાની ગાડી લઈને વિવેકભાઈ ની વાડી એ પહોંચી ગયા. એપાર્ટમેન્ટના અમુક લોકો રાજકોટ સિટી માંથી જમવાનું બનવા માટે નો જરૂરી સમાન લઈ આવ્યા. સમાન આવી ગયા પછી બધી લેડીસ જમવાનું બનાવવા માટે જે જગ્યા બનાવી હતી ત્યાં આવી. તેમાં સુરેશભાઈની દીકરી ડોલી પણ હતી. તે મોટા ભાગે ઘરમાં જ હોય છે ને વાંચતી હોય છે.પણ આજે તેનો મનપસંદ તહેવાર હોવાથી તે મસ્ત તૈયાર થઈને આવી હતી. અમે એમ તો મેસેજ માં ઘણી વાતો કરીએ છીએ. પણ આમને સામને તો ક્યારેક જ વાત થઈ શકી છે.
અમે ત્રણ થી ચાર લોકો ત્યાં રોકાઈ ગયા તે લોકોની થોડી ઘણી હેલ્પ કરવા માટે. એ સમયે હું ને ડોલી ક્યારેક ક્યારેક સામું જોઈ ને હસી લેતા. થોડી વાર પછી હું હોલિકા દહનની તૈયારીમાં લાગી ગયો. અમે લોકો એ છાણા ને સરસ રીતે ગોઠવીને સુંદર હોલિકા તૈયાર કરી. તેના પર થોડી ઘણી સજાવટ પણ કરી. રાતના 8 વાગે બધા લોકો હોલિકા દહન માટે ભેગા થયા. વિવેકભાઈ એ હોલિકા નું દહન કર્યું. ત્યાર પછી બધા લોકો એ પરંપાગતરીતે તેનું પૂજન કર્યું. બધા લોકો ખૂબ ખુશ હતા.
પૂજન કરી ને બધા પોત પોતાની રીતે વાતો કરવા લાગ્યા. ડોલીએ મને ઈશારો કરીને મને પાસે બોલાવ્યો. હું એની પાસે ગયો. પછી અમે વાતો કરતા કરતા દૂર સુધી નીકળી ગયા. અને જ્યારે અમને ખબર પડી ત્યારે અમે તરત જ પાછા વળી ગયા. ત્યાર પછી બધા જમવા લાગ્યા. જમતાં જમતાં પણ કોઈ ને ધ્યાન માં ના આવે એ રીતે મારી સામે જોઈ ને સ્માઈલ કરતી. મને મન માં વિચાર આવ્યો કે શું એવું જ હશે?
બધા એ જમી લીધા પછી વિવેકભાઈ એ બધા ને એકઠા કર્યા ને કહ્યું "તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. પણ એ 12 વાગ્યા પછી આપીશ." આ સાંભળી ને બધા વિચારવા લાગ્યા કે શું હશે એ? પછી પાછા બધા પોતાની વાતોમાં લાગી ગયા. અને હું અને ડોલી ફરી વાર વાતો કરવા લાગ્યા. એની સાથે વાતોમાં ટાઈમ ક્યાં જતો રહે છે તે ખબર જ નતી પડતી. પછી 11:30 એ હોલિકા પૂરી રીતે સળગી ગઈ હતી. સુરેશભાઈ એક જાડું કાપડ લઈ આવ્યા અને હોલિકની વચ્ચે રાખેલા પ્રસાદ ને બહાર કાઢ્યો. બધા એ પ્રસાદ લીધો. પછી 12 વાગ્યે વિવેકભાઈ બધા ને સરપ્રાઈઝ આપવા વાડી ની પાછળ ની બાજુ લઈ ગયા જ્યાં 5 બેરલ ઢાંકેલા પડ્યા હતા. વિવેકભાઈ એ બેરલ ના ઢાંકણ ખોલ્યા ને બધા ને કહ્યું કે કાલ સવારે બધા એ પાછું વાડી એ આવનું છે ધુળેટી મનાવવા માટે અને બધા બેરલ માં રહેલું કેશુડા નું પાણી બતાવ્યું. બધા ને આ સાંભળી ને ખૂબ આનંદ થયો. એ સમયે મે ડોલી સામે જોયું. તેનો આનંદ તેના ચહેરા પર સાફ દેખાતો હતો. પછી બધા ખુશ થતા થતા પોતાના ઘરે ગયા.
બીજા દિવસે પાછા બધા ધુળેટી ના કપડા પેહરીને પાછા વિવેકભાઈ ની વાડી એ પહોંચી ગયા. ડોલી એ દિવસે પણ વ્હાઈટ કુર્તી માં મસ્ત લાગતી હતી. પછી 8 વાગ્યે બધા આવી ગયા એટલે રમવાનું ચાલુ કર્યું. હું અને ડોલી પણ સાથે ધુળેટી રમ્યા પણ કોઈ ને ખબર ના પડે એ રીતે. બધા ખૂબ મસ્તી માં હતા. 10:30 વાગ્યા સુધી બધા રમ્યા પછી બધા વિવેકભાઈ ની વિદાય લઈ ને પોતાના ઘરે જવા લાગ્યા. અમારી ફેમિલી અને ડોલી ની ફેમિલી સાથે જ હતી આખા રસ્તા પર. રસ્તા માં પણ એ મારી સામે જોઈ ને સ્માઈલ કરતી રહી. તે દિવસ પછી અમારી વાતો પણ વધી ગઈ હતી. હવે તો ક્યારેક ક્યારેક કોલ માં પણ ખૂબ વાતો કરી લેતા. કોલ માં અને મેસેજ માં અમે લગભગ એક વર્ષ વાતો કરી. હજુ પણ એના મન માં કઈ ના હતું તે મને એનો બેસ્ટફ્રેન્ડ સમજતી.
1 વર્ષ પછી તો અમારું મળવાનું પણ ચાલુ થઈ ગયું. અમે અવારનવાર ફરવા પણ જતા. ક્યારેક ક્યારેક સોમનાથ પણ ફરવા જતા. કોઈ ને શક ના જાય એના માટે એની એક ફ્રેન્ડ અને એનો ભાઈ પણ અમારી સાથે આવતા. જો કે અમારી વચ્ચે એવું કઈ ન હતું. તો પણ અમે અવારનવાર એકબીજાને ગિફ્ટ આપ્યા કરતા. મે તેને તેના જન્મદિવસ પર એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું કીધું હતું. તેને ક્યાં ફરવા જવું વધારે ગમે એ હું જાણતો હતો એટલે તેના જન્મદિવસ ના આગલા દિવસે સવારે કહ્યું કે આપડે રાત્રે નીકળવાનું છે અને ત્રણ ચાર દિવસ જેવું થશે તો એ પ્રમાણે તું પેકિંગ કરી લેજે. તો મને પૂછવા લાગી કે ક્યાં જવાનું છે અને ઘર પર શું કહીશ? તો મે કીધું તું એમ કહી દેજે કે તું તારી ફ્રેન્ડ દિપાલી અને તેનો ભાઈ અને બીજી બે ફ્રેન્ડ આવે છે. તે માનવા માટે તૈયાર ના થઈ. થોડી વાર મનાવ્યા પછી એ માની ગઈ.
રાત્રે બધા દિપાલી ના ઘરે મળ્યા અને ગાડી માં બેસી ને સાપુતારા જવા નીકળી ગયા. અમે રસ્તા માં પણ ખૂબ મજા કરી. ત્યાં 3 દિવસ રોકાયા ત્યાં પણ ખૂબ મજા કરી. એ ત્રણ દિવસ માં તો લગભગ જિંદગી જીવી લીધી. 3 વર્ષ અમે આ રીતે વાતો અને મુલાકાતો કરી. અને આ ત્રણ વર્ષ માં હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તે આ વિષયમાં મારા વિશે શું વિચારતી હતી તે મને ખબર ન હતી. પરંતુ મારું દિલ કહેતું હતું કે તે પણ મને પ્રેમ કરે છે.
મારું એન્જિનિયરિંગ પૂરું થયા બાદ મારું પ્લેસમેન્ટ સુરત ની એક મોટી international company માં થયું. હવેથી મારા માટે સુરત બીજું ઘર હતું. ત્યારે ડોલી હજુ કોલેજ માં હતી. હું ડોલી ને કોઈ પણ કિંમતે ખોવા ન હતો માગતો. એટલે મે તેને પ્રપોઝ કરવાનું વિચાર્યું. પણ હું સીધી સાદી રીતે પ્રપોઝ કરવા માગતો ન હતો. તેથી મે અને મનપસંદ જગ્યા એ પ્રપોઝ કરવાનું વિચાર્યું. ડોલી ને હિલ સ્ટેશન અને બીચ ખૂબ ગમતો. તેથી મે ડોલી ને સુરત ના ડુમ્મસ બીચ પર જઈ ને પ્રપોઝ કરવાનું વિચાર્યું. પણ એક સમસ્યા આવી કે ડોલી ને ત્યાં શું કઈ ને લઈ જવી? હું આ વિશે હજુ વિચારતો જ હતો કે ડોલી નો ફોન આવ્યો અને મને કહ્યું કે "હું જુલાઈ માં સુરત મારા માસી ને ત્યાં જવાની છું એક મહિનો રોકવા માટે." મારા મન માં તો આનંદ સમાતો ન હતો. એનું કારણ એ હતું કે કંપની માં મારું જોઈનીંગ પણ જુલાઈ માં જ હતું. મે અને પ્રપોઝ ની કોઈ વાત ના કરી. પણ તેને જણાવી દીધું કે હું પણ એ જ સમયે સુરત જાવ છું. બધી વાત પત્યા પછી મે મારા સુરત માં રહેતા એક મિત્ર ને ફોન કરી ને બધું કહ્યું અને તેને ડુમ્મસ બીચ પર બધી તૈયારી કરી રાખવાનું કહ્યું. સુરત જવામાં હજુ એક મહિનો બાકી હતો અને હું ખૂબ નર્વસ હતો.
આખરે એ દિવસ આવી ગયો 1 જુલાઈ. હું અને ડોલી અમે બંને એ એક જ બસ માં ટિકિટ લીધી ને નીકળી પડ્યા સુરત જવા. હું ખૂબ એક્સાઇટ પણ હતો અને નર્વસ પણ. અમારી યાત્રા ખૂબ સારી રહી. સુરત પહોંચી ને તે તેના માસા સાથે જતી રહી અને હું મારા મિત્ર ના ઘરે. કંપની માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં ત્રણ દિવસ જતા રહ્યા અને મારે કંપની ચાર દિવસ પછી જવાનું હતું. મે આ વાત ડોલી ને કરી. અને અને બે દિવસ પછી ડુમ્મસ બીચ પર ફરવા આવાનું કહ્યું અને તેને હા પાડી.
બે દિવસ પછી હું મારા ફ્રેન્ડ ની કાર લઈ ને ડોલી ને તેડવા માટે ગયો. ડોલી ને તેની મસી ના ઘરે થી લઈ ને ડુમ્મસ જવા નીકળી પડ્યો. રસ્તા માં મે તેને કહ્યું કે ત્યાં બીચ પર તારા માટે એક સરપ્રાઈઝ છે. તે તો પેહલે થી જ બીચ પર જવાની વાત થી એક્સાઈટ હતી અને આ વાત સાંભળ્યા પછી એ વધુ એક્સાઈટ થઈ ગઈ. બીચ પર પહોંચતા પેહલા મે તેની આંખ પર પટ્ટી બાંધી દીધી જેથી તે જોઈ ના શકે.
બીચ પર પહોંચી ને મે તેને એક જગ્યા એ ઉભી રાખી. પછી મે તેણે આંખ પર ની પટ્ટી ઉતારવા કહ્યું. ત્યાર પછી નું દૃશ્ય જોઈ ને તેનાથી ખુશી થી પડી ગઈ. કારણ કે હું તેની સામે મારા એક ઘૂંટણ પર બેઠો હતો અને અમે બેય ગુલાબના ફૂલ થી બનેલા દિલ ની વચ્ચે ઊભા હતા. તેને આજુબાજુ માં કોણ કોણ ઉભુ છે એ જોયું. એ બધા ને જોઈ ને તે થોડીક ડરી પણ ગઈ અને તેને આશ્ચર્ય પણ થયું. તેનું કારણ એ હતું કે એ લોકો બીજા કોઈ નહિ પરંતુ મારા અને તેના ફેમિલી મેમ્બર અને તેના માસી - માસા હતા. પછી તેને મારી સામે જોયું. મે તેનો એક હાથ મારા હાથ માં લઇ ને કહ્યું "ડોલી, મે જ્યાર થી તારી સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યાર થી મને તું ગમવા લાગી હતી. આ ત્રણ વર્ષ વાતો કરી એમાં હું તને ક્યાર થી ચાહવા લાગ્યો એ ખબર નથી પણ, હું તને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું. મારે તારી સાથે આખી જિંદગી વિતાવવી છે. શું તને મંજૂર છે?" આ વાક્ય સાંભળીને તેના ચહેરા પર ખુશી, ચિંતા અને આશ્ચર્ય ના ભાવો એકસાથે આવી પડ્યા. તેને સમજાતું ન હતું કે શું બોલે. કારણ કે તેની ફેમિલી તેની સામે હતી અને તે તેની સામે જોયા કરતી હતી. પછી હું ઉભો થયો અને તેના ખભા પર હાથ રાખીને કહ્યું "તું તેની ચિંતા ના કર. તું બસ મને એટલું કહે કે શું તને મંજૂર છે?" થોડી વાર પછી અને તેનું ડોકું હલાવી ને હા પાડી અને પછી બોલી "પ્રતીક, તારી સાથે વાતો કરતા કરતા મને પણ તારી સાથે પ્રેમ થઇ ગયો હતો, પરંતુ મારા માં એટલી હિંમત ન હતી કે હું તને કહી શકું. હા, હું પણ તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માગું છું." આ વાક્ય સાંભળીને હું તો ખુશી થી નાચવા લાગ્યો હતો. પછી હું અને ડોલી તેના મમ્મી પપ્પા પાસે ગયા. મે સુરેશભાઈ ને કહ્યું "અંકલ, મારા પર વિશ્વાસ રાખી ને તમે તમારા ઘર ની લક્ષ્મી મને સોંપવા માંગો છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર" આટલું કહી ને મે તેમના આશિર્વાદ લીધા. અને ડોલી એ પણ એમ જ કર્યું. પછી હું મારા મમ્મી પપ્પા પાસે ગયો અને તેના આશીર્વાદ લીધા સાથે ડોલી એ પણ એમ જ કર્યું.
પછી ડોલી એ અચાનક મારી સામે જોયું અને પૂછ્યું "આપડી ફેમિલી ને આ વાત ખબર કેવી રીતે પડી?" પછી મે તેણે આખી કહાની કહી.
"સુરત આવતા મે તને પ્રપોઝ કરવાનું વિચાર્યું હતું. મે આ વિશે મારી ફેમિલી સાથે વાત કરી. તેમને તારા થી કોઈ સમસ્યા ન હતી. પછી અમે લોકો તારા ઘરે તું ન હતી ત્યારે ગયા. ત્યાં જઈ ને તારા પપ્પા સાથે બધી વાત કરી. તેમને કહ્યું કે તે થોડાક દિવસ માં જવાબ આપશે. થોડાક દિવસ પછી તારા ફેમિલી ના લોકો અમારા ઘર પર આવ્યા અને કહ્યું કે તેમને પણ આ સંબંધ માં કોઈ સમસ્યા નથી. પછી મે આ પ્લાન બનાવ્યો અને તેમને કહ્યું. તે પણ આ પ્લાન માટે માની ગયા. અને તું આવી એના બીજા જ દિવસે તે લોકો પણ સુરત આવી ગયા હતા. મે તેમના માટે પેહલે થી જ હોટેલ માં રૂમ બુક કરાવી લીધા હતા. તો આવી હતી પ્લાનિંગ. કેવી લાગી?" તેનું મોં તો આશ્ચર્ય થી ખુલ્લું જ રહી ગયું. તેને તેના મમ્મી પપ્પા તરફ જોયું તો તે લોકો હસતા હતા. પછી ડોલી મને વળગી પડી અને ખુશી થી રોવા લાગી.
આ બધું થયા બાદ અમે લોકો બીચ પર ખૂબ મસ્તી કરી અને ત્યાંના સ્પેશિયલ કંદવડા ખાધા. બધા ને ખૂબ મજા આવી. પછી ડોલી અને તેની ફેમિલી તેના માસી ને ત્યાં ચાલ્યા ગયા અને અને અમે લોકો મારા ફ્રેન્ડ ના રૂમ પર. બીજા દિવસે મારા મમ્મી પપ્પા રાજકોટ જવા નીકળી ગયા. અને મારો કંપની માં રૂટિન ચાલુ થઈ ગયું.
એક વર્ષ સુધી તો આમ જ ચાલ્યા કર્યું. વચ્ચે વચ્ચે હું રાજકોટ જઈ ને મમ્મી પપ્પા અને ડોલી ને મળી આવ્યો. એક વર્ષ પછી એક દિવસ પપ્પા નો ફોન આવ્યો અને તેમણે જે વાત કરી તેની મને હજુ આશા પણ ન હતી. તેને કોલ માં કહ્યું કે બે મહિના પછી મારી અને ડોલી ની સગાઈ ની તારીખ નક્કી કરી છે. આ વાત સાંભળી ને થોડી વાર તો હું વિચારતો રહી ગયો કે આ સપનું તો નથી ને!! મે પપ્પા ને 3 વખત પૂછ્યું કે તમે મજાક તો નથી કરતા ને? તેમને કહ્યું "ના, સાચું કહું છું. મારા પર વિશ્વાસ ના હોય તો ડોલી ને પૂછી લે." અને પછી હું અને પપ્પા હસી પડ્યા. પછી ખબરઅંતર પૂછી ને કોલ મૂકી દીધો.
મે ડોલી ને ફોન કર્યો. તેને જેવો કોલ રિસિવ કર્યો કે બોલી "મુબારક હો એન્જીનીયર સાહેબ." પછી તેને મને આખી વાત કરી કે શું થયું હતું એ. તેમના ઘરે કોઈ જ્યોતિષ આવેલા. તેમને કહ્યું કે ડોલી ની સગાઈ માટે આ વર્ષ નો તે મહિનો ખૂબ જ યોગ્ય છે. અને આટલો સારો સમય પછી ક્યારેય નહી આવે.એટલે અમારી સગાઈ આટલી જલ્દી કરવામાં આવી રહી છે.
સગાઈ ની તારીખ ના 2 અઠવાડિયા પેહલા હું રાજકોટ પોહચી ગયો અને ખરીદી માં લાગી ગયો.
2 અઠવાડિયા પછી રાજકોટ માં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે મારી એની ડોલી ની સગાઈ થઇ. તે સમયે હું અને ડોલી એટલા ખુશ હતા કે વાત જ ના પૂછો.
આ હતી મારી અત્યાર સુધી ની મજાની લાઇફ. હવે બસ એ જ સમય ની રાહ છે કે જ્યારે ડોલી હંમેશા માટે મારી બની જશે.








આ સ્ટોરી ગમી હોય તો મને સપોર્ટ આપવા માટે સ્ટાર રેટિંગ આપો. અને મારા માટે કઈ suggestion હોય તો કોમેન્ટ કરો અથવા મને મેસેજ કરો. સ્ટોરી વાચવા બદલ ખુબ ખુબ ધનયવાદ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED